ખીજડીયા પક્ષી અભયારણ્ય

ખીજડીયા પક્ષી અભયારણ્ય ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના જામનગર જિલ્લામાં આવેલું પક્ષી અભયારણ્ય છે.

આશરે ૬૦૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ અભયારણ્ય તેના વૈવિધ્યસભર પક્ષીઓને કારણે સમગ્ર ભારતમાં આગવું સ્થાન ધરાવે છે. ૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના દિવસે આ અભયારણ્યને રામસર સાઈટ તરીકે જાહેર કરાવામાં આવ્યું હતું.

ખીજડીયા પક્ષી અભયારણ્ય
અભયારણ્ય
ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વહેલી સવારમાં પક્ષીઓનું ઝુંડ
ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વહેલી સવારમાં પક્ષીઓનું ઝુંડ
ખીજડીયા પક્ષી અભયારણ્ય is located in ગુજરાત
ખીજડીયા પક્ષી અભયારણ્ય
ખીજડીયા પક્ષી અભયારણ્ય
ગુજરાતમાં સ્થાન
ખીજડીયા પક્ષી અભયારણ્ય is located in India
ખીજડીયા પક્ષી અભયારણ્ય
ખીજડીયા પક્ષી અભયારણ્ય
ખીજડીયા પક્ષી અભયારણ્ય (India)
અક્ષાંશ-રેખાંશ: 22°31′N 70°08′E / 22.51°N 70.14°E / 22.51; 70.14
દેશખીજડીયા પક્ષી અભયારણ્ય ભારત
રાજ્યગુજરાત
જિલ્લોજામનગર
સ્થાપના૧૯૮૨
વિસ્તાર
 • કુલ૬.૦૫ km2 (૨.૩૪ sq mi)
નજીકનું શહેરજામનગર
સંચાલનવન વિભાગ, ગુજરાત સરકાર
વેબસાઇટgujaratindia.com

સ્થાન

આ અભયારણ્ય જામનગર શહેરથી આશરે ૧૨ કિલોમીટર રાજકોટ તરફ જતા ધોરીમાર્ગ ઉપર આવેલું છે. સૌથી નજીકનું હવાઇ મથક જામનગરમાં છે. ૬ નવેમ્બર ૧૯૮૨ના રોજ આ અભયારણ્યની સ્થાપના કરાઇ હતી. ગુજરાતનું તે સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે. અહીં અભયારણ્ય સુધી બસ અને ટેક્સી સેવાઓ ઉપલબ્ધ છે, તે પછી ૩ કિમીનું અંતર પગપાળા જવું પડે છે. તે મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું છે: બે ભાગો ખારા અને મીઠા પાણી વડે જુદાં પડે છે.

પક્ષીઓ

વિશ્વમાં આશરે ૮૬૦૦ જાતનાં પક્ષીઓ હોવાનો અંદાજ છે. જેમાં ભારતીય ઉપખંડમાં આશરે ૧૨૩૦ જાતના પક્ષીઓ અને તે પૈકી આશરે ૪૫૩ જાતના પક્ષીઓ ગુજરાતમાં જોવા મળે છે. જેમાં જામનગર જિલ્લામાં ૨૫૨ જાતનાં પક્ષીઓ જોવા મળે છે. ખીજડીયા ખાતેના આ અભયારણ્યમાં સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન બહારથી આવતા પ્રવાસી પક્ષીઓની આશરે ૧૫૦ જાતો શિયાળો ગાળવા માટે આવતી જોવા મળે છે. જમીન પર, ઝાડ પર અને પાણીમાં તરતા આમ ત્રણ પ્રકારના માળા અહીં જોવા મળે છે.

સ્થાનિક પક્ષીઓ

આ અભયારણ્યમાં સ્થાનિક પ્રદેશનાં કાળી કાંકણસાર, ગજપાંઉ, કપાસી, ભગવી સમળી, ઢૉર બગલો, પતરંગો, લીલા પગ તુતવારી, તેતર, શાહી ઝુંપસ, કાંણી બગલી, દેવચકલી, નાની વા બગલી, નીલ જલ મુરઘો સહિતનાં પક્ષીઓ જૉવા મળે છે.

મહેમાન પક્ષીઓ

આ અભયારણ્યમાં શિયાળો ગાળવા કાળી પુંછ ગડેરો, નકટો, કુંજ, નાની મુરઘાબી, ચેતવા, ચંચળ, પાન પટ્ટાઇ, સીંગપર, ટીલીયો, પીયાસણ, પટાઇ, કરકરા, દરિયાઇ કિચડીયો સહિતનાં પક્ષીઓ મહેમાનગતિ માણવા આવે છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ખીજડીયા પક્ષી અભયારણ્ય સ્થાનખીજડીયા પક્ષી અભયારણ્ય પક્ષીઓખીજડીયા પક્ષી અભયારણ્ય સંદર્ભખીજડીયા પક્ષી અભયારણ્ય બાહ્ય કડીઓખીજડીયા પક્ષી અભયારણ્યઅભયારણ્યગુજરાતજામનગર જિલ્લોભારતરામસર સંમેલનસૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કેરીમહીસાગર જિલ્લોખંડકાવ્યચિત્તોડગઢનવરાત્રીબારોટ (જ્ઞાતિ)લાભશંકર ઠાકરમોરપાટણદયારામયજુર્વેદકાકાસાહેબ કાલેલકરભારતીય રેલમીરાંબાઈવ્યક્તિત્વસત્યાગ્રહહિંદુ ધર્મપ્રીટિ ઝિન્ટારવિન્દ્રનાથ ટાગોરગણિતખેડા જિલ્લોઅવિનાશ વ્યાસગુજરાત સલ્તનતગુજરાતી અંકભરૂચઅશોકગુજરાતી સિનેમાવિશ્વકર્માભૂમિતિવિશ્વ બેંકરતન તાતાજુનાગઢ જિલ્લોભારતીય બંધારણ સભાવાંસળીશહેરીકરણHIV/AIDS વિશે ગેરમાન્યતાઓમંગળ (ગ્રહ)દ્વારકાભારતીય ભૂમિસેનાકેનેડામહારાણા પ્રતાપભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલસલમાન ખાનપવનચક્કીઝાલાપટેલવસ્તીજાહેરાતભારતીય ચૂંટણી પંચનર્મદા બચાવો આંદોલનયુનાઇટેડ કિંગડમદક્ષિણ ગુજરાતઠાકોરસીદીસૈયદની જાળીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનઉનાળુ પાકજય શ્રી રામબાવળસમાનાર્થી શબ્દોઅવિભાજ્ય સંખ્યાઅક્ષાંશ-રેખાંશઓએસઆઈ મોડેલદલિતધવલસિંહ ઝાલાઋગ્વેદચંદ્રયાન-૩ક્રોહનનો રોગનરસિંહછોટાઉદેપુર જિલ્લોસાડીમનુભાઈ પંચોળીધનુ રાશીખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)ગ્રામ પંચાયત🡆 More