બેઈઝ: એક રાસાયણિક તત્ત્વ

બેઈઝ (અંગ્રેજી: Base) એક એવા રાસાયણિક પદાર્થ કે સંયોજનોને કહેવામાં આવે છે કે જેમનું જલીય દ્રાવણ સ્વાદે કડવું અને સ્પર્શમાં લિસું (smooth) કે લપસણું (slippery) હોય છે તથા જે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે અને અન્ય સૂચકોને પણ તેમનો લક્ષણીક રંગ ધરાવતા બનાવે છે, તથા ઍસિડ સાથે પ્રક્રિયા કરી તેમને ક્ષારમાં ફેરવે છે.

બેઈઝ એ આયનિક કે આણ્વિક રૂપમાં હોઈ શકે છે.

ઈતિહાસ

અઢારમા સૈકામાં લેવૉઈઝિયરે નામનાં વૈજ્ઞાનિકે એવો ખ્યાલ રજૂ કર્યો કે બધા ઍસિદમાં ઍસિડકારક ગુણ તેમાંના ઑક્સિજનને લીધે હોય છે. ત્યારબાદ ઍસિડિકતા માટેના હાઈડ્રિજનવાદને આધારે અને વિદ્યુતવિભાજ્યોમાં વિદ્યુતવહન અંગેના ફૅરેડેના પ્રયોગોને આધારે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે જલ-આયન (water-ion) નો સિદ્ધાંત (૧૮૮૦-૧૮૯૦) આપ્યો તે પમાણે બેઈઝ એટલે એવો પદાર્થ કે જે પાણીમાં ઓગળીને હાઈડ્રૉક્સિલ (OH-) આયનો ઉત્પન્ન કરે. હાઈડ્રોજન આયન (H+) આપતા ઍસિડ સાથે સંયોજાઈ પાણી ઉત્પન્ન કરે (તટસ્થીકરણ) અને સાથે સાથે ક્ષાર પણ ઉત્પન્ન થાય. અહિં ઍસિડ-બેઈઝની પ્રક્રિયાઓમાં દ્રાવકની ભૂમીકા પર ભાર મૂકવામાં આવ્યો હતો, પણ પાણીમાં અદ્રાવ્ય અથવા OH- આયન ન ધરાવતા પદાર્થોનો આ સિદ્ધાંતમાં સમાવેશ થતો ન હતો. આ ઉપરાંત ઉભયધર્મિતા (amphoterism) તથા અજલીય દ્રાવકોમાં થતી તટસ્થીકરણની પ્રક્રિયાઓ આ સિદ્ધાંત દ્વારા સમાજાવી શકાતી ન હતી.

૧૯૦૫માં ફ્રૅન્કલિન તથા તેમના પછી જેર્માન, કેડી અને એલ્સી તથા સ્મિથ અને અન્ય વૈજ્ઞાનિકોએ દ્રાવક-સિદ્ધાંત (solvent theory) રજૂ કરો. આ સિદ્ધાંત મુજબ દ્રાવક પોતે આયનીકરણ પામી દ્રાવક-ધન (solvo-positive) અને દ્રાવક-રૂણ (solvo-negative) આયનો ઉત્પન્ન કરે છે. દા.ત.,

    2 H
    2
    O
    H
    3
    O+
    + OH
    2 NH
    3
    NH+
    4
    + NH
    2

આ સિદ્ધાંત પ્રમાણે બેઈઝ એ એવો પદાર્થ છે જે જે દ્રાવક-રૂણ આયનોની સાંદ્રતાંમાં વધારો કરે છે.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સતાધારભગવાનદાસ પટેલધોલેરાક્રિકેટગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોદુલા કાગગર્ભાવસ્થાઘૃષ્ણેશ્વરબાળકસુંદરમ્રુધિરાભિસરણ તંત્રમહાભારતવ્યાસસમરજિતસિંહ ગાયકવાડલિવરપૂલ ફૂટબોલ ક્લબદિવેલલક્ષ્મી વિલાસ મહેલરાણકદેવીવશલેઉવા પટેલઅશોકશીખસમાજભીમદેવ સોલંકીકલમ ૩૭૦સોલર પાવર પ્લાન્ટહોકીવનસ્પતિસમાનાર્થી શબ્દોભારતીય ધર્મોબેંગલુરુવલ્લભભાઈ પટેલઅમૂલવડોદરાઅમિત શાહશહેરીકરણએકમસીદીસૈયદની જાળીવિઘાએપ્રિલભારત રત્નકાળકા માતા મંદિર, પાવાગઢક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ડોંગરેજી મહારાજલોથલમટકું (જુગાર)ગિજુભાઈ બધેકાવ્યાયામજહાજ વૈતરણા (વીજળી)ક્રાંતિસુરત જિલ્લોપ્રમુખ સ્વામી મહારાજગરમાળો (વૃક્ષ)દ્વારકાતાંબુંચંદ્રશેખર આઝાદસામવેદઅમરેલી જિલ્લોજલારામ બાપાતાપી જિલ્લોપાકિસ્તાનમેરભાવનગરસિકલસેલ એનીમિયા રોગસત્યવતીચાંપાનેરગુજરાત સમાચારહઠીસિંહનાં દેરાંરાહુલ સાંકૃત્યાયનગ્રામ પંચાયતભારતીય રૂપિયા ચિહ્નફિરોઝ ગાંધીમિથ્યાભિમાન (નાટક)ચંદ્રયાન-૩આંગણવાડીઔદિચ્ય બ્રાહ્મણતત્વમસિ🡆 More