ટાંગલિયા શાલ

ટાંગલિયા શાલ એ હાથવણાટની, ભૌગોલિક ઓળખ વડે સુરક્ષિત, ગુજરાતની અનુસૂચિત જાતિ ડાંગસિયા વડે બનાવવામાં આવે છે.

આ ૭૦૦ વર્ષ જૂની કળા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની છે. આ જિલ્લામાં રામરાજ, ચારમાલિયા, ધુંસળું અને લોબડી જેવા હાથવણાટના વસ્ત્રો દેદાદરા, વસ્તડી અને વડલા ગામોના સમૂહમાં વણવામાં આવે છે.

આ વસ્ત્રો મોટાભાગે શાલ અને લપેટવાના સ્કર્ટ હોય છે, જે વાંકાનેર, અમરેલી, દહેગામ, સુરેન્દ્રનગર, જોરાવર નગર, બોટાદ, ભાવનગર અને કચ્છ વિસ્તારની ભરવાડ કોમની સ્ત્રીઓ દ્વારા બનાવવામાં આવે છે.

પદ્ધતિ

આ શાલને ઘરમાં લૂમ પર વણવામાં આવે છે અને દોરાઓમાં એકબીજાંથી અલગ રંગ વાપરવામાં આવે છે. તેમાં ઉપસેલા ટપકાંઓની ભાત ઉપજાવવામાં આવે છે જે આ વણાટની ખાસિયત છે. ટપકાં સિવાય બીજી ભૌમિતિક આકૃતિઓ પણ બનાવવામાં આવે છે.

પુન:નિર્માણ

૨૦૦૭માં ગાંધીનગરની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ડિઝાઇન (NIFT)ની મદદથી ટાંગલિયા હસ્તકલા સંગઠન (ટાંગલિયા હેન્ડીક્રાફ્ટ એશોસિએશન)ની રચના કરવામાં આવી હતી જેમાં ૫ ગામોમાંથી ૨૨૬ ટાંગલિયા સભ્યોનો સમાવેશ થતો હતો. પછીના વર્ષોમાં NIFT દ્વારા કારીગીરી, ગુણવત્તા અને ભાત બનાવવાના વર્ગો ચલાવવામાં આવ્યા અને ટાંગલિયા હસ્તકલા સંગઠનની GI (ભૌગોલિક ઓળખ) હેઠળ નોંધણી થઇ.

હાલમાં આ વણાટનો દુપટ્ટા, પોષાક અને ઘર વપરાશની વસ્તુઓ જેવી કે ચાદર અને તકિયામાં ઉપયોગ થાય છે. હવે પરંપરાગત રૂ અથવા ઘેટાંના ઉનને બદલે મરિનો ઉન અને એરી રેશમ પણ વાપરવામાં આવે છે.

સંદર્ભ

  • "Tangaliya Shawl" (PDF). Geographical Indications Journal, Government of India. ૧૯ માર્ચ ૨૦૦૯. પૃષ્ઠ 66–72. મૂળ (PDF) માંથી ૪ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૪.

Tags:

ગુજરાત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાટણપરબધામ (તા. ભેંસાણ)સમાજપ્રધાન મંત્રી જન ધન યોજનાઇન્ટરનેટરામનવમીસિંહ રાશીસૂર્યમંદિર, મોઢેરાકબડ્ડીરાજકોટ જિલ્લોઋગ્વેદભારતીય અર્થતંત્રપારસીનરસિંહ મહેતાગુજરાત ટાઇટન્સભારતીય રૂપિયોગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)રુદ્રમહાલય (સિદ્ધપુર)હર્ષ સંઘવીનિતા અંબાણીગોરખનાથસોડિયમઅરવિંદ ઘોષફિફા વિશ્વ કપકનૈયાલાલ મુનશીવિરામચિહ્નોખાખરોઅમૂલબહુચર માતાજયંત પાઠકમૌર્ય સામ્રાજ્યદાસી જીવણઉશનસ્વિકિપીડિયાપ્રયાગરાજગુજરાતીઅશોકગુજરાત મેટ્રોચંદ્રગુપ્ત મૌર્યતાલુકા પંચાયતભારતનો ઇતિહાસજ્યોતિબા ફુલેકાશ્મીરદશરથગૌતમ અદાણીસિદ્ધપુરમંગળ (ગ્રહ)જંડ હનુમાનભારતમાં પરિવહનમતદાનભારતીય ભૂમિસેનાઇતિહાસસ્વામિનારાયણ સંપ્રદાયલોથલદિપડોહિંદી ભાષાબીજું વિશ્વ યુદ્ધનરસિંહગાયત્રીજનમટીપહિંમતલાલ દવેદેવભૂમિ દ્વારકા જિલ્લોભરૂચ જિલ્લોપ્રદૂષણગુજરાતી સિનેમાસાડીનવસારી જિલ્લોઅનિલ અંબાણીવિદ્યાગૌરી નીલકંઠબિરસા મુંડામુંબઈ ઉપનગરી જિલ્લોકેદારનાથચાડિયોગુજરાતી વિશ્વકોશલગ્નમધુ રાયમનોવિજ્ઞાનરાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)🡆 More