જર્મેનિયમ: રાસાયણિક તત્વ

જર્મેનિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Ge અને અણુ ક્રમાંક ૩૨ છે.

આ એક ચળકતી, સખત, રાખોડી-સફેદ કાર્બન જૂથનું ધાતુ સદશ છે, આ ધાતુ રાસાયણિક દ્રષ્ટીએ તેના જૂથના અન્ય સભ્યો ટિન અને સિલિકોન સમાન ગુણધર્મો ધરાવે છે. જર્મેનિયમ ના પાંચ સમસ્થાનિકો પ્રાકૃતિક રીતે મળી આવે છે જેનો અણુભાર ૭૦ થી ૭૬ જેટલો હોય છે. આ તત્વ ધણી મોટી સંખ્યામાં કાર્બનિક-ધાતુ સંયોજનો બનાવે છે જેમકે ટેટ્રાઇથિલીજર્મેન અને આઈસોબ્યુટીજર્મેન.

જર્મેનિયમ ની શોધ સરખામણીએ મોડી થઈ કેમકે ઘણાં ઓછી ખનિજોમાં તે મોટી સાંદ્રતામાં મળી આવે છે. પૃથ્વી પર બહુતાયત ધરાવતા તત્વોની યાદિમાં જર્મેનિયમ ૫૦મા ક્ર્મ પર આવે છે. ૧૮૬૯માં ડ્મીટ્રી મેન્ડેલીફ એ આવર્તન કોઠામાં તેના સ્થાનના આધારપ્ર આ તત્વની અને તેના અમુક ગુણધર્મોની આગાહી કરી હતી અને આને ઈકા સિલિકોન એવું નામ આપ્યું હતું. આના ૨૦ વર્ષ બાદ ૧૮૮૬માં ક્લેમેન્સ વીન્કલર તેમના પ્રયોપ્ગોના અનુભવો મેન્ડેલીફ એ કરેલા ગુણધર્મોની આગાહીને મળતા આવતા હતાં તેમણે આ તત્વને તેમના દેશની પાછળ જર્મેનિયમ એવું નામ આપ્યું.

જર્મેનિયમ એ એક મહત્વનો સેમીકંડક્ટર (અર્ધવાહક) પદાર્થ છે અને તેનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર અને ઘણાં અન્ય ઈલેક્ટ્રોનિક સાધનોમાં ઉપયોગ થાય છે. આનો એક મહત્વનો ઉપયોગ ફાઈબર ઓપ્ટીક પ્રણાલીમાં અને ઈન્ફ્રારેડ ઓપ્ટિક્સમાં થાય છે, આ સાથે તેનો ઉપયોગ પ્લીમરાઈઝેશનમાં ઉદ્દીપક તરીકે અને સૌર કોષમાં પણ થાય છે. સૂક્ષ્મતારો (નેનો વાયર્સ)માં પણ તેનો ઉપયોગ થાય છે.

જર્મેનિયમ મુખ્યત્વે સ્ફાલેરાઈટમાંથી નિષ્કર્ષિત કરવામાં આવે છે આસાથે તેને ચાંદી, સીસું અને તાંબાની ખનિજોમાંથી પણ મેળવવામાં આવે છે. અમુક જર્મેનિયમના સંયોજનો, જેમકે જર્મેનિયમ ક્લોરાઇડ અને જર્મેન, આંખ, ચામડી, ફેંફસા અને ગળા આદિમાં ખંગવાળ કે બળતરા ઉત્પન્ન કરે છે.



Tags:

રાસાયણિક તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાહુલ સાંકૃત્યાયનઉત્તરાખંડગુજરાતનું રાજકારણકેનેડાગણેશમોરસુવર્ણ મંદિર, અમૃતસરચારણપીડીએફરવિન્દ્રનાથ ટાગોરતત્વમસિદેવભૂમિ દ્વારકા જિલ્લોલાલ કિલ્લોગુજરાતી સાહિત્યકારોની યાદીહસ્તમૈથુનઆંજણાવિધાન સભાશનિદેવહવામાનસુભાષચંદ્ર બોઝચામુંડાચાવડા વંશદ્રૌપદી મુર્મૂગુજરાતમાં પર્યટનભગવદ્ગોમંડલગુજરાતી લોકોઠાકોરમુંબઈહોકીઅકબરના નવરત્નોસૂર્યમંદિર, મોઢેરાશ્રીલંકાગુજરાત ટાઇટન્સહરે કૃષ્ણ મંત્રકલાઝંડા (તા. કપડવંજ)દેવાયત પંડિતરબારીદ્રૌપદીગુજરાતી સાહિત્ય પરિષદસમાનતાની મૂર્તિદ્વારકાધીશ મંદિરચાણક્યઇસ્લામીક પંચાંગભગવાનદાસ પટેલથૉમસ ઍડિસનઇસુઓઝોનપાટણ જિલ્લોસમાનાર્થી શબ્દોપિત્તાશયગુજરાતના તાલુકાઓલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)એકમમહાકાળેશ્વર જ્યોતિર્લિંગદયારામસંયુક્ત રાષ્ટ્રસંઘદત્તાત્રેયરામનારાયણ પાઠકવૃશ્ચિક રાશીવડનવનિર્માણ આંદોલનગુરુ (ગ્રહ)ભારતમાં આવક વેરોસુરત જિલ્લોસ્વપ્નવાસવદત્તાગુજરાત વિધાનસભાદિવેલશાંતિભાઈ આચાર્યભારતનો રાષ્ટ્રધ્વજભીમદેવ સોલંકીશુક્ર (ગ્રહ)પુ્ષ્ટિમાર્ગ બેઠકલિવરપૂલ ફૂટબોલ ક્લબતાલુકા વિકાસ અધિકારીવાઘરીભારતના ચારધામ🡆 More