આંજણા: ભારતની એક મુખ્ય જ્ઞાતિ

આંજણા પટેલ અથવા ચૌધરી પટેલ મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં વસવાટ કરતી જ્ઞાતિ છે.

ખેતીવાડી અને પશુપાલન એમનો મુખ્ય વ્યવસાય છે.

આંજણા
ચૌધરી, પટેલ
આંજણા: કથા, અન્ય નોંધો, અન્ય કથા
આંજણા ની કુળદેવી
કૂળદેવી અર્બુદા માતા, માઉન્ટ આબુ
દેશ ભારત
વસ્તીવાળા રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ

ગુજરાતમાં વસતાં તમામ આંજણાનાં કુળદેવી "મા અર્બુદા" છે જે લોકમુુુખે અંકાશદેવીનાં નામે ઓળખાય છે. ઘણાં લોકો અર્બુદા માતાને કાત્યાયની તરીકે પણ ઓળખે છે. મા કાત્યાયની નવદુર્ગાનો છઠ્ઠો અવતાર છે. આંજણાઓના કુળદેવી આબુ પર્વત પર બિરાજમાન છે. તેમનું મંદિર અધ્ધરદેવી (જમીનથી અધ્ધર મૂર્તિ હોવાથી અધ્ધરદેવી) તરીકે પણ જાણીતું છે.

મા અર્બુદાએ પરશુરામના ક્રોધથી ક્ષત્રિયોને બચાવી અને નવી શાખ આપી હતી. એ ક્ષત્રિયોને હથિયાર મૂકાવી હળ (ખેતી કરવાનો એક ઓજાર) આપ્યું હતું. તે પછી વંશવેલો વધતા આંજણાઓ ભારતના રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર, બંગાળ અને મહારાષ્ટ્ર તરફ વિસ્તર્યા. આજે તેઓ આંજણા, આંજણા પટેલ, આંજણા કણબી અને ચૌધરી નામોથી ઓળખાય છે. એમાંના કેટલાક પોતાને ‘પટેલ’, ‘ચૌધરી’, ‘દેસાઈ’ અટકોથી ઓળખાવે છે. જ્યારે કેટલાક પોતાને મૌર્ય, હુણ, ગુર્જર, માલવ-માલવી, કાગ, જુવા, સોલંકી, ભાટીયા, લોહ, હાડિયા, જેવા કુળનામો અર્થાત અટકોથી ઓળખાવે છે. ગોરો વર્ણ અને મજબૂત બાંધો ધરાવતાં આંજણાઓનો મુખ્ય વ્યવસાય ખેતીનો છે. ખેતીની સાથે-સાથે પશુપાલનનો પૂરક વ્યવસાય પણ કરે છે.

કથા

એકવાર સહસ્ત્રાર્જુન ના પુત્રોએ કોઈ કારણસર જમદગ્નિઋષિના આશ્રમ માં જઈ ઋષિને કાપી ટુકડે-ટુકડા કરી મારી નાખ્યા. થોડા સમય પછી પરશુરામ યાત્રા કરીને પરત આશ્રમમાં આવ્યા ત્યારે માતા રેણુકાએ રોકકળ કરતા હતા. આશ્રમ ના અન્ય વ્યક્તિઓ ને પરશુરામે આ ઘટના વિશે પૂછતાં તેઓએ બનેલી વિગત જણાવી. આ સાંભળી પરશુરામ ના રોમે-રોમ માં ક્રોધ વ્યાપી ગયો અને હાથમાં ફરશી (કુહાડી) લઈને ક્ષત્રિયો ને વીણી–વીણીને મારી નાખ્યા તથા તેમના રાજ્યો બ્રાહ્મણોને દાન માં આપી દીધા. આવી રીતે રામ થી કૃષ્ણ સુધી પરશુરામે ૨૧ વખત પૃથ્વી નક્ષત્રિય કરી હતી.

સહસ્ત્રઅર્જુનના ૧૦૦ પુત્રોમાંથી છ પુત્રો આબુમાં ‘‘માઁ અર્બુદા’’(કાત્યાયની) ના શરણે રહેવાથી તેઓ બચી ગયા પણ આ વાતની પરશુરામને જાણ થતાં તેઓ શોધતા-શોધતા અર્બુદાંચલ માં અર્બુદા ના દ્વાર સુધી આવ્યા ત્યારે માં અર્બુદાએ કહ્યુ કે ‘‘ આ છ જણ મારે શરણે આવેલ છે, જેથી તેમને જીવતદાન આપો, હવેથી તેઓ ક્ષત્રિયપણુ ત્યજી ખેતીવાડી કરશે અને પશુ, ગાય, બળદનુ ભરણ-પોષણ કરશે.’’

તેઓને ‘‘માઁ અર્બુદા’’ એ બચાવ્યા જેથી માઁ ના ચરણ(પગ) પકડી આર્શીવાદ માગી કહ્યું ‘‘હવેથી તમો અમારા કુળદેવી છો અમને માર્ગદર્શન આપો’’ ત્યારે માઁ અર્બુદાએ કહ્યુ કે તમે શોધતા જડ્યા જેથી ‘જાટ’ ખેડુત તરીકે તમારી શાખ રહેશે.(પછી થી માં અર્બુદા ના અન્ય નામ અધ્ધરદેવી અને અંજનગઢ ના રહેનારા પરથી આંજણા કહેવાયા) ત્યાર પછી ૬ માંથી બે પુત્રોએ આબુ ઉપર રહીને ખેતીવાડી શરૂ કરી. અને ચાર પુત્રો ઉત્તર પ્રદેશ તરફ ગમન કર્યું. ધીરે ધીરે એમનો વંશ વેલો વધ્યો અને તેઓ મધ્યપ્રદેશ, બિહાર અને બંગાળ તરફ ફેલાયા.

અન્ય નોંધો

જ્યારે ટોડરમલે રાજસ્થાન ઈતિહાસ લખ્યો હતો તે વખતે જાટ લોકો ખેતી કરતાં હોવાથી ખેતીકાર લખ્યુ હશે. પરંતુ તેઓ ચંદ્રવંશી ક્ષત્રિય જાટ છે. જેઓ કશ્યપ ગોત્રના છે. જાટ આબુ પર માઁ અર્બુદા કુળદેવીને શરણે આવ્યા હતા. જેથી માઁ અર્બુદા(કાત્યાયની) ને તેઓ પોતાની કુળદેવી માને છે.

ઈ.સ.૯૫૩માં ભીનમાલ ઉપર પરદેશીઓનુ આક્રમણ થયુ ત્યારે કેટલાક ગુર્જરો ભીનમાલ છોડીને અન્યત્ર ચાલ્યા ગયા. આમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ બધી જાતિઓ હતી. આ વખતે આંજણા લગભગ ૨,૦૦૦ ગાડાઓમાં ભીનમાલથી નીકળીને ચંદ્રાવતીમાં આવીને વસ્યા હતા. ત્યાંથી કચ્છના ઘાનદાર પ્રદેશમાં અને ત્યાથી છેવટે ગુજરાતમાં આવીને વસ્યા. એમ ભાટચારણના ચોપડાઓ તથા કેટલેક અંશે ઈતિહાસના પાનાઓમાં પણ નોંધ છે. આ ઐતિહાસિક નોંધોં ઉપરથી પણ કહી શકાય કે આંજણા ગુર્જર ક્ષત્રિયોના એટલે કે (આર્ય પ્રજાના) સીધા વંશજ છે.

આર્યોના ભાગ સમા આ આંજણાઓના પૂર્વજો પ્રથમ ભારતના પંજાબમાં આવ્યા અને ત્યાંથી ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં પ્રસર્યા હોવાનું પુરવાર થયું છે. ઈ.સ. પૂર્વે. ૩૨૭/૩૨૫ માં સિકંદરના આક્રમણનો સામનો કરનાર આ લોકોનો ‘ અજીણી’ કે ‘આંજણા’ ના નામે ગ્રીક ઈતિહાસ ના વિદોએ પણ ઉલ્લેખ કરેલો છે. એટલે આ કથા નેવાનું પાણી મોભ ઉપર ચડે તેવી જણાય છે. લગભગ બધી જાતિઓ પુરાણકાળમાં પ્રથમ પંજાબ આવી છે અને ત્યાંથી ભારતમાં અન્યત્ર પ્રસરી છે. કેટલાક આંજણા આ સ્થળે વસ્યા હોય અને તેમના નામ ઉપરથી પંજાબ ના આ ગામનું નામ ‘આંજણા’ પડ્યુ હોય તે વધુ સંભવિત જણાય છે.

ઐતિહાસિક રીતે જોવા જઈએ તો પાટણની ગાદી ઉપર થયેલા સોલંકી રાજા ભીમદેવની પુત્રી અંજના બાઈએ આબુ પર્વત ઉપર અંજન ગઢ વસાવ્યો હતો. એટલે ત્યાં રહેનારાઓ આંજણા કહેવાયા. જે સોલંકી ચંદ્રવંશી ક્ષત્રિયો હતાં. એટલે આ મંતવ્ય પ્રમાણે પણ આંજણાઓ ક્ષત્રિય છે.

"ગેઝેટીયર ઓફ ધી બોમ્બે પ્રેસિડન્સી ભાગ-૧૨ (ખાનદેશ)" માં આંજણા માટે નીચે પ્રમાણે લખ્યુ છે: ખાનદેશ જિલ્લામાં રેવ અને ડોર આમ બે પ્રકારના ગુર્જરો છે. તેમાં રેવ ગુર્જરો ભીનમાલ થી માળવા થઈ ખાનદેશમાં ગયા. તેમના ૩૬૦ કુળ છે અને તેઓ ગુર્જરો છે. ભીનમાલથી સ્થળાંતર કરી ફરતાં ફરતાં તેઓ ત્યાં સ્થાયી થયેલા છે. "ગેઝેટીયર" તેમની અનેક શાખાઓના નામ આપે છે. તેમાં અંજના, આંજણા, આભેય, પાટલિયા વગેરે મુખ્ય શાખાઓ છે. આ શાખાઓ પૈકી અંજના કે આંજણા નામ વાળી શાખા સ્પષ્ટપણે સૂચવેલી છે.

ઈ.સ. ૬૦૦ આસ-પાસ આંજણાઓના પૂર્વજો પશ્ર્ચિમ એશિયા માંથી નીકળી ભારતના પંજાબ (હાલમાં પાકિસ્તાનમાં) માં આવ્યા હતાં અને જેલમ અને ચિનાબ નદીઓના સંગમ સ્થળ નિકટ વસવાટ કરતાં હતાં. મહાન સિકંદરના આક્રમણનો (ઈ.સ પૂર્વે-૩૨૭/૩૨૫ માં) બહાદૂરી પૂર્વક સામનો કરનાર આ લોકોને ગ્રીક ઈતિહાસવિદ્ ડાયોડોરસે ‘એજલસેઈસ’ નામથી ઓળખાવ્યા છે. જ્યારે બીજા ગ્રીક ઈતિહાસવિદ્ જસ્ટિને તેમને ‘અજેસિણે’, ‘અજીણી’, ‘હિઆસેનસને’, ‘અરજેસિણે’, ‘અસેનસોણી’ અને ‘જેસોણે’ જેવા નામોથી ઓળખાવ્યા છે. ઓરોસીયસે તેમનો ‘જેસોણે’ થી અને એરિયને ‘અરિસ્પૈ’ નામથી ઉલ્લેખ કર્યો છે. યુરોપીયન ઈતિહાસવિદ્ જે.ડબલ્યુ.એમ. કિન્ડલેએ ઉપરોક્ત ગ્રીક ઈતિહાસવિદોએ જણાવેલા આ લોકોના નામોને અર્જુનાયન સાથે સરખાવી તેઓ ‘આર્જુનાયન’ હોવાનું કહ્યુ છે. તેઓ જણાવે છે કે પાણિની એ અર્જુનાયનો નો ઉલ્લેખ કરેલ છે. તથા વરાહમિહિરની બૃહત્સંહિતા ઉપરથી ઈતિહાસવિદ્ વિલફોર્ડે જે ભૌગોલિક સુચિ બનાવી છે તેમાં પણ આર્જુનાયનોનું નામ છે.

યુરોપીયન ઈતિહાસવિદ્ એસ.એ. રોરિંગ કચ્છમાં વસવાટ કરતાં આંજણાઓને રાજપૂત જાતિના ઓળખાવી તેમનું નામ ‘અજાણી’, ‘અજાની’ જણાવે છે. જ્યારે એ.એસ.અલ્તેકર અને આર.સી. મજુમદાર જેવા ભારતીય ઈતિહાસવિદો આ લોકોને ‘અર્જુનાયનો’ કહે છે.તેમના રાજ્યના મળી આવેલા સિક્કાઓ ઉપર ‘અર્જુનાયન’ કે ‘આજુનાયન’ લખાણ મળેલ છે.

સિકંદરની ભારત ઉપરની ચડાઈ વખતે સામનો કરનાર જાતિઓમાં વાયવ્ય ભારતનાં નકશામાં ‘અગલસ્સ’ (અજલસ્સોઈ) નામ જણાવેલ છે. જ્યારે સમુદ્રગુપ્ત ઈ.સ. ૩૪૦ ના સમયમાં તથા ઈ.સ. ૪૦૦ ના અરસામાં ભારતની સફરે આવેલા ચીની મુસાફર ફ્રાહ્યાનના વખતમાં પણ ‘અર્જુનાયન’ નામ મળેલ છે.

અર્જુનક, અર્જુનાયન, આર્જુનાયન, આર્જુણાયન શબ્દોમાથી ‘ક’,‘યન’ પ્રત્યયો કાઢી નાખી ‘ન’,નો ‘ણ’ કરવામાં આવવાથી અર્જુણા, આર્જુણા, શબ્દો મળી આવે છે. એમાથી છેવટે અર્જુણા નો અપભ્રંશ થઈ ‘આંજણા’ શબ્દ થયો છે. આમ મધ્ય એશિયાના ‘અરજણ’, પશ્ર્ચિમ એશિયાના ‘એરઝન’, ગ્રીક ઈતિહાસવિદ્ જસ્ટિનના ‘અજીણી’ યુરોપીયન ઈતિહાસવિદ્ રોરિંગના ‘અજાણી’ કાશીકાકારના ‘અર્જુની’, ભારતીય ઈતિહાસવિદો તથા વેદો અને પુરાણોમાં ઉલ્લેખિત ‘અર્જુનાકા’, ‘અર્જુનાયન’, ‘આર્જુનાયન’ અને ‘આર્જુણાયન’ શબ્દો ઉપરથી ઉતરી આવી ‘આંજણા’ શબ્દ લાંબી મુસાફરી કરી હવે ઠરી-ઠામ થયો છે.

અન્ય કથા

ચૌધરી સમાજ ના ઇતિહાસનો કોઈ શિલાલેખ નથી. ભાટ-ચારણોના ચોપડા તથા પેઢીઓથી ચાલી આવતી વાતો તથા તેનું અનુમોદન આપતા અન્ય પુસ્તકોની માહિતીના આધારે ચૌધરી સમાજનો આ ઇતિહાસ લખેલ છે. દેવેન્દ્ર પટેલે લખેલ મહાજ્ઞાતિના સંદર્ભ ગ્રંથ પણ આ ઇતિહાસની સાબિતી આપે છે.

પરશુરામ જાતે બ્રાહ્મણ હતા તથા ઋષિ હતા. મહાભારતમાં પણ પરશુરામે પિતામહ ભીષ્મ અને કર્ણને ધનુરવિદ્યા શીખવી તેનો ઉલ્લેખ છે. પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નિક્ષત્રિય (ક્ષત્રિય વગરની) બનાવી હતી. છેલ્લે એમણે પૃથ્વી પર નજર નાખી તો સહસ્ત્રાર્જુન નામનો ક્ષત્રિય રાજા અને તેના ૧૦૦ પુત્રો જીવીત હતા. પરશુરામ ત્યાં પહોંચી ગયા અને તેના ૧૦૦ પુત્રો માંથી ૯૨ પુત્રોને પરશુરામે મારી નાખ્યા. બાકીના આઠ પુત્રો રણભુમિ છોડીને ભાગી ગયા અને આબુ પર આવેલ ‘મા અર્બુદા’ ના મંદિરના પાછળના ભાગમાં સંતાઈ ગયા. પરશુરામ ફરસી લઈ ત્યાં આવ્યા અને તેમને મારવા તૈયાર થયા. પેલા આઠે જણ ગભરાઈ ગયા અને મા અર્બુદાને પાર્થના કરી કે મા અમને બચાવ. ‘મા અર્બુદા’ પ્રગટ થયા અને પરશુરામને વિનંતી કરી કે “હે ઋષિરાજ એ અજાણ્યા છે. અને તેઓ મારે શરણે આવ્યા છે. એટલે હું તેમને મરવા નહીં દઉં.” પરશુરામ બોલ્યા કે આઠમાંથી ભવિષ્યમાં એંસી હજાર થશે અને મારી સામે યુધ્ધ કરશે તો? મા અર્બુદા એ જવાબ આપ્યો ‘હું તમને ખાત્રી આપુ છું કે આ આઠ જણ હવે હાથમાં હથિયાર નહી પકડે ધરતી માતાના રસ-કસ ચુસશે અને ધરતી પુત્રો બનીને રહેશે..’ પરશુરામનો ક્રોધ શમી ગયો. તેઓ પાછા ગયા પેલા આઠ જણ બહાર નીકળી મને હાથ જોડીને ઉભા રહ્યા અને કહ્યું ‘કે મા. આજથી તુ અમારી સાચી મા છે. હવે અમારે શું કરવું તેનો રસ્તો બતાવ.’ મા એ કહ્યું કે તમે અજાણ્યા છો. ભારતની ધરતી પર વસવાટ કરો. ધરતી માતાના રસ-કસ ચુસો. ખેતી કરો. ભવિષ્યમાં તમારી લાંબી વેલ વધશે અને તમારા ઘરમાં ઘી-દૂધ અને બાજરો ખૂટશે નહિ. લોકો તમને આંજણા તરીકે ઓળખશે.

આંજણા ભારતના અલગ-અલગ રાજ્યોમાં વસવાટ કર્યો. ખેતી અને પશુપાલનનો ધંધો કર્યો અને ભારતના રાજ્યોમાં તેમનો વિસ્તાર થયો. જેવા કે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, બંગાળ, રાજસ્થાન અને ગુજરાત-ગોરખપુર. ભારતના લગભગ નવ રાજ્યોમાં આંજણાઓ વસે છે અને બધાએ ભેગા મળી અખિલ આંજણા મહાસભાની સ્થાપના કરી. જેની મુખ્ય ઓફિસ રાજસ્થાનમાં આબુ પર રાખી છે. તેમજ દેલવાડાના દેહરાની નજીક કેળવણીની મોટી સંસ્થા ઉભી કરી છે.

સંદર્ભ

Tags:

આંજણા કથાઆંજણા અન્ય નોંધોઆંજણા અન્ય કથાઆંજણા સંદર્ભઆંજણાગુજરાતરાજસ્થાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લોક સભાભારતીય સંસદઇલેક્ટ્રોપ્લેટિંગ (વિદ્યુતવિઘટન દ્વારા ઢોળ ચઢાવવાની પ્રક્રિયા)મહાત્મા ગાંધીજય જિનેન્દ્રવીમોગણેશઆમ આદમી પાર્ટીમોઢેરાલસિકા ગાંઠગુજરાતનાં હવાઈમથકોઝંડા (તા. કપડવંજ)કંડલા બંદરરાધાધારાસભ્યપૃથ્વીરાજ ચૌહાણદ્વાપરયુગદેવાયત બોદરવિશ્વ હિમોફિલિયા દિવસસિંહ રાશીરામાયણલગ્નઇન્ટરનેટગુજરાતી સાહિત્યગાંઠિયો વાપ્લેટોમંગલ પાંડેવિરાટ કોહલીમુસલમાનરોગહાફુસ (કેરી)ક્ષય રોગસિકંદરઆયંબિલ ઓળીગિરનારકંસવિજય રૂપાણીમકર રાશિદેવભૂમિ દ્વારકા જિલ્લોભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસ્વતંત્રતા દિવસ (ભારત)લક્ષ્મણમધ્ય પ્રદેશદયારામઅખા ભગતકૃષ્ણકુમારસિંહ ગોહીલપવનચક્કીમહાવીર સ્વામીનિરોધજીરુંખાટી આમલીસુરેશ જોષીગુજરાતી લોકોગુજરાત સાહિત્ય અકાદમીપિત્તાશયહનુમાન મંદિર, સાળંગપુરગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોધીરૂભાઈ અંબાણીઇસરોકાલિદાસઈટલીહનુમાનસોડિયમઉપદંશસોનુંકેનેડામહંત સ્વામી મહારાજનિયમગુજરાતના જિલ્લાઓગુરુ (ગ્રહ)મોખડાજી ગોહિલખેડા સત્યાગ્રહઘઉંસંત રવિદાસવંદે માતરમ્ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ🡆 More