જગદીશચંદ્ર બોઝ માછલીઘર, સુરત

જગદીશ ચંદ્ર બોઝ માછલીઘર (અંગ્રેજી: Jagdish Chandra Bose Aquarium) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત શહેર ખાતે પાલ વિસ્તારમાં આવેલું છે.

તે ભારત દેશનું પ્રથમ વિવિધ પ્રકારના પાણી (મલ્ટિડિસિપ્લિનરી) ધરાવતું માછલીઘર છે અને તેને બંગાળી વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝની સ્મૃતિમાં નામ આપવામાં આવ્યું હતું. આ માછલીઘરનું ઉદ્‌ઘાટન ૧ માર્ચ, ૨૦૧૪ના દિવસે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

જગદીશ ચંદ્ર બોઝ માછલીઘર
Jagdish Chandra Bose Aquarium
જગદીશચંદ્ર બોઝ માછલીઘર, સુરત
જગદીશચંદ્ર બોઝ માછલીઘર, સુરત
સામાન્ય માહિતી
સ્થાનપાલ, સુરત, ગુજરાત, ભારત

માછલીઘર ખાતે ૧૦૦ થી વધુ પ્રજાતિઓની માછલીઓને મીઠા પાણી, ખારા પાણી અને દરિયાઈ પાણીની ૫૨ જેટલી ટાંકીઓમાં રાખવામાં આવનાર છે. વિવિધ પ્રજાતિઓની જરૂરીયાતો મુજબ જલીય વાતાવરણ ઊભું કરવામાં આવશે અને દરેક ટાંકી પ્રજાતિઓની કુદરતી નિવસન તંત્ર (ઇકોસિસ્ટમ) પ્રમાણે બનાવવામાં આવશે.

૨૫,૭૨૨ ચોરસ મીટર જગ્યા પાછળ ૨૦ કરોડ ભારતીય રૂપિયા જેટલો ખર્ચ થશે. પ્રથમ તબક્કા દરમિયાન માછલીઘરનું બાંધકામ, જેલી ફિશ પૂલ અને એક શાર્ક માટેની ટાંકી મુખ્ય આકર્ષણ રહેશે. શાર્ક ટેન્ક બે માળ જેટલી ઊંચી (૪૦ ફુટ લાંબી, 30 ફુટ પહોળી) અને તેમાં ૭૦૦,૦૦૦ લિટર જેટલું પાણી ભરવામાં આવશે. તે ઘરમાં બે શાર્ક માછલી હશે. બીજા તબક્કા દરમિયાન એક ડોલ્ફીન માટે નહેર- પૂલની રચના ઉમેરવામાં આવશે.

ઈમારત

માછલીઘરની બહારના ભાગમાં એક વિશાળ વ્હેલનું હાડપિંજર રાખવામાં આવશે, જે બગીચા દ્વારા ઘેરાયેલું રહેશે. માછલીઘર બે માળનું હશે, જેમાં ઘણી નાની ટાંકી અને એક મોટી ટાંકી રહેશે.

જગદીશચંદ્ર બોઝ માછલીઘર, સુરત 
માછલીઘરનો બાહ્ય દેખાવ

પ્રજાતિઓ

માછલીઘર ખાતે રાખવામાં આવનાર પ્રજાતિમાં સમાવેશ થાય છે: ગોલ્ડફીશ, માણસ-ખાઉ પિરાન્હા તેમજ અન્ય સ્થાનિક અને વિદેશી પ્રજાતિઓ છે. વિવિધ નાની માછલીઓ અને શાર્ક મોટા ઘરમાં જોવા મળશે; જ્યારે નાની ટાંકીમાં આ માછલીઓનો સમાવેશ કરવામાં આવશે: એલિગેટર ગાર, સિચિલ્ડ, ઘોસ્ટ માછલી, લાયનફીશ, સ્ટારફીશ અને પતંગ આકારની માછલી. આ માછલીઘર ખાતે નીચેની પ્રજાતિઓ પણ જોઈ શકાશે: અમેરિકન ઝીંગા, મોરે ઇલ (સાપ જેવા દેખાવની), સ્નોફ્લેક ઇલ અને કાચબાઓ.

ચિત્રદર્શન

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

જગદીશચંદ્ર બોઝ માછલીઘર, સુરત ઈમારતજગદીશચંદ્ર બોઝ માછલીઘર, સુરત પ્રજાતિઓજગદીશચંદ્ર બોઝ માછલીઘર, સુરત ચિત્રદર્શનજગદીશચંદ્ર બોઝ માછલીઘર, સુરત સંદર્ભોજગદીશચંદ્ર બોઝ માછલીઘર, સુરત બાહ્ય કડીઓજગદીશચંદ્ર બોઝ માછલીઘર, સુરતગુજરાતજગદીશચંદ્ર બોઝનરેન્દ્ર મોદીભારતસુરત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાજકોટ જિલ્લોનરસિંહરતન તાતાઅમૂલવિરામચિહ્નોસંસ્કૃત ભાષાગુજરાતના તાલુકાઓશિક્ષણનું સમાજશાસ્ત્રભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવિશ્વ રંગમંચ દિવસભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલભારતનો ઇતિહાસસોલર પાવર પ્લાન્ટસુરતગાંઠિયો વારાવજી પટેલફુગાવોદિપડોગુજરાત સરકારમાઉન્ટ આબુબર્બરિકચામુંડાગોરખનાથપવનચક્કીવાકછટારાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)મોઢેરાયુટ્યુબછત્તીસગઢમહાકાળેશ્વર જ્યોતિર્લિંગશહેરીકરણધવલસિંહ ઝાલાસુંદરવનભારતના વડાપ્રધાનપોપટદુષ્કાળનવસારી જિલ્લોપ્રહલાદચંદ્રશેખર આઝાદઅશ્વત્થપટેલગિરનારનાઝીવાદકાળો કોશીરવિન્દ્ર જાડેજાઆદમ સ્મિથચંદ્રયાન-૩વિશ્વકર્માપર્યટનભરત મુનિપ્રદૂષણકેદારનાથભૂમિતિવ્યાસદાદુદાન ગઢવીગરબાતેલંગાણાસામવેદરાજા રામમોહનરાયઉત્ક્રાંતિચાડિયોપલ્લીનો મેળોહેમચંદ્રાચાર્યભારતના રાષ્ટ્રપતિઓની યાદીઔદિચ્ય બ્રાહ્મણલાભશંકર ઠાકરબગદાણા (તા.મહુવા)બીજોરાચિત્તોઇસુનિતા અંબાણીપાટણવલ્લભભાઈ પટેલસ્વામિનારાયણ સંપ્રદાય🡆 More