કોસી નદી

કોસી નદી (નેપાળમાં કોશી) નેપાળ માં હિમાલયમાંથી નીકળે છે અને બિહાર રાજ્યમાં ભીમનગરના માર્ગ દ્વારા ભારત દેશમાં પ્રવેશે છે.

ઢાંચો:Geobox2 pushpin map

આ નદીમાં આવતા પૂરને કારણે બિહાર રાજ્યમાં ઘણી હોનારત થાય છે, જેથી આ નદીને 'બિહારનો શાપ' પણ કહેવાય છે.

કોસી
નદી
કોસી નદી
સૂકી ઋતુમાં ભોટે કોસી નદી, જે કોસી નદીની ઉપનદી છે.
દેશો તિબેટ, નેપાળ, ભારત
રાજ્યો શિગાત્સે, જનકપુર, સાગરમાથા, કોશી, મેચી - નેપાળના પ્રાંતો, બિહાર
વિસ્તારો તિબેટ, પૂર્વ વિસ્તાર, નેપાળ, ઉત્તર ભારત, પૂર્વ ભારત
શહેરો સુપૌલ ‍(ભાપ્તીયાહી), પુર્ણિયા, કટિહાર
સ્ત્રોત સુન કોસી, અરુણ નદી અને તામુર નદી
 - સ્થાન ત્રિવેણી, નેપાળ, નેપાળ
 - અક્ષાંસ-રેખાંશ
મુખ ગંગા
 - સ્થાન કુરસેલાની નજીક, બિહાર, ભારત
 - અક્ષાંસ-રેખાંશ
લંબાઈ ૭૨૯ km (૪૫૩ mi)
Basin ૭૪,૫૦૦ km2 (૨૮,૭૬૫ sq mi)
Discharge
 - સરેરાશ ૨,૧૬૬ m3/s (૭૬,૪૯૨ cu ft/s)
[[Image:| 256px|alt=|]]

આ નદીનું ભૌગોલિક સ્વરુપ જોતા ખબર પડે છે કે છેલ્લા ૨૫૦ વર્ષમાં તે ૧૨૦ કિ.મી. કરતાં વધુ પૂર્વ થી પશ્ચિમમાં ખસી ચૂકી છે. હિમાલયની ઊંચી પહાડીઓમાંથી વિવિધ પ્રકારનો કાંપ (રેતી, કાંકરા-પથ્થરો) ખેંચી લાવતી આ નદી સતત તેના ક્ષેત્રનો વિસ્તાર કરતી રહી છે. ઉત્તર બિહારના મેદાની વિસ્તારોને આ નદી ફળદ્રુપ પ્રદેશમાં ફેરવી રહી છે નેપાળ અને ભારત બંને દેશમાં આ નદી પર બંધો બનાવવામાં આવેલ છે, પરંતુ પર્યાવરણવાદીઓ કહે છે કે આમ કરવું નુકસાનકારક નીવડી શકે છે.

આ નદી ઉત્તર બિહારના મિથિલા સંસ્કૃતિનું પારણું પણ છે. કોશીની આસપાસના વિસ્તારોને નદીના નામથી કોશી ક્ષેત્ર કહેવામાં આવે છે.

નામ

હિન્દુ ગ્રંથોમાં આ નદીનો કૌશિકી નામથી ઉલ્લેખ કરવામાં આવેલ છે. એવું કહેવાય છે કે વિશ્વામિત્રએ આ નદીને કિનારે ઋષિ તરીકે માન્યતા મળી હતી. તેઓ કુશિક ઋષિના શિષ્ય હતા અને ઋગવેદમાં કૌશિક પણ કહેવામાં આવ્યું હતું. સાત ધારાઓ મળીને સપ્તકોશી નદી બને છે, જેને સ્થાનિક લોકો દ્વારા કોસી કહેવામાં આવે છે (નેપાળમાં કોશી). મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ કૌશિકી નામ દ્વારા કરવામાં આવેલ છે.

માર્ગ

કાઠમંડુથી એવરેસ્ટ ચઢાણ માટે જવાના માર્ગમાં આ નદીને ચાર ઉપનદીઓ મળે છે. તિબેટ સાથેની સરહદ પર આવેલું નામચે બાજાર કોસી નદીના પહાડી રસ્તા પરનું પ્રવાસ માટેનું સૌથી આકર્ષક સ્થળ છે. બાગમતી નદી અને બુઢી ગંડક નદી તેની મુખ્ય ઉપનદીઓ છે.

નેપાળમાં તે કંચનજંઘાની પશ્ચિમ ભાગમાં આવે છે. નેપાળના હરકપુરમાં કોસી નદીની બે સહાયક નદીઓ દુધકોસી અને સનકોસી મળે છે. સનકોસી, અરુણ અને તમર નદીઓ સાથે ત્રિવેણીમાં મળે છે. ત્યારબાદ આ નદીને સપ્તકોશી કહેવામાં આવે છે. બરાહક્ષેત્રમાં આ નદી તળેટી પ્રદેશ પ્રવેશ કરે છે અને અહીં તેને કોશી (અથવા કોસી) કહેવામાં આવે છે. તેની સહાયક નદીઓ એવરેસ્ટ શિખરની આસપાસથી આવે છે અને તે વિશ્વના સૌથી ઉંચાઈ પર આવેલ હિમનદીઓ (ગ્લેશિયરો)નું પાણી લાવે છે. ત્રિવેણી નજીક નદીના વેગથી એક કોતર બનેલ છે, જે આશરે ૧૦ કિલોમીટર લાંબી છે. ભીમનગર નજીક આ નદી ભારતીય સરહદમાં દાખલ થાય છે. ત્યારબાદ દક્ષિણ દિશા તરફ ૨૬૦ કિમી પછી કુરસેલા નજીક ગંગા નદીમાં મળી જાય છે.

કોસી બંધ

કોસી નદી પર વર્ષ ૧૯૫૮ અને ૧૯૬૨ વચ્ચે એક બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધ ભારત-નેપાળ સરહદ નજીક નેપાળમાં સ્થિત છે. અહીં પાણીના નિયંત્રણ માટે ૫૨ દરવાજા બનાવવામાં આવેલ છે, જેનું નિયંત્રણ-કાર્ય ભારતીય અધિકારીઓ બજાવે છે. આ બંધ પછીના નદીના ભાગમાં (નીચાણ વિસ્તાર) ભારતીય સરહદમાં ભારત દ્વારા કેટલાક તટબંધોનું નિર્માણ કરવામાં આવેલ છે.

સંદર્ભો


બાહ્ય કડીઓ

  • કોસી સાહિત્ય (કોસી ક્ષેત્રમાં રચાયેલ સાહિત્ય વિશે વાંચો)
  • કવિતા કોસી (હિંદી બ્લોગ ; અહીં કોસી નદી વિશે ઘણી વિગતવાર માહિતી છે.)

Tags:

કોસી નદી નામકોસી નદી માર્ગકોસી નદી કોસી બંધકોસી નદી સંદર્ભોકોસી નદી બાહ્ય કડીઓકોસી નદીનેપાળબિહારસંભલ જિલ્લોહિમાલય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળભારતનો ઇતિહાસસમરજિતસિંહ ગાયકવાડઓઝોન સ્તરગુજરાતના તાલુકાઓઓઝોનચારણભાસસિતાંશુ યશશ્ચન્દ્રકુદરતી આફતોમુંબઈકલમ ૩૭૦શિક્ષકપુરાણભારતનું સર્વોચ્ચ ન્યાયાલયલોહીધીરુબેન પટેલમહમદ બેગડોગાયકવાડ રાજવંશદલપતરામદ્વારકાધીશ મંદિરહનુમાન ચાલીસાઅબ્દુલ કલામક્ષય રોગગુજરાત વડી અદાલતલેપ્ટોસ્પાઇરોસિસગુજરાતી અંકઉપદંશગાંધી આશ્રમઅરવલ્લી જિલ્લોનિરોધઆચાર્ય દેવ વ્રતહિમાલયના ચારધામભારતીય બંધારણ સભાઇન્દુલાલ યાજ્ઞિકપટેલગુજરાત દિનઇન્સ્ટાગ્રામઉત્તર ગુજરાતમહાત્મા ગાંધીનું કુટુંબકનૈયાલાલ મુનશીઆદિવાસીબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થામૂળરાજ સોલંકીમેરરેવા (ચલચિત્ર)બ્લૉગજીરુંકમ્પ્યુટર હાર્ડવેરભજનઇસ્લામીક પંચાંગદુલા કાગગુરુ (ગ્રહ)દાર્જિલિંગરસિકલાલ પરીખવેદભારતીય સ્વતંત્રતા ચળવળરાણકી વાવનરસિંહ મહેતા એવોર્ડચાતકસુવર્ણ મંદિર, અમૃતસરઅમદાવાદની ભૂગોળખંડકાવ્યઉત્તરવાહિની નર્મદા પરિક્રમાબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયસંત રવિદાસજીસ્વાનઆર્યભટ્ટડુંગળીપોરબંદરગીધધરતીકંપપંજાબ, ભારતરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિજૂનું પિયેર ઘરરાવણ🡆 More