તિબેટ

88°48′E / 31.2°N 88.8°E / 31.2; 88.8

તિબેટ (/tɪˈbɛt/ (audio speaker iconlisten); વાઇલી: બોડ, તિબેટન ઉચ્ચપ્રદેશ: બો, ચાઇનીઝ: 西藏, 西藏) એ એશિયા ખંડના તિબેટન ઉચ્ચપ્રદેશમાં આવેલો એક વિસ્તાર છે, જે આશરે ૨૪ લાખ કિલોમીટરમાં ફેલાયેલો છે અને ચીન પ્રદેશનો લગભગ પા ભાગ રોકે છે. તે ખાસ કરીને તિબેટન લોકોની માતૃભૂમિ છે, જો કે તિબેટન ઉપરાંત મોન્પા, ક્વિયાંગ અને લ્હોબા લોકોનું પણ પારંપરિક નિવાસ છે. તાજેતરમાં હાન ચીની અને હુઈ લોકો પણ મોટી સંખ્યામાં અહિં આવીને વસ્યા છે. તિબેટ પૃથ્વી પરનો સૌથી ઊંચો વિસ્તાર છે, સમુદ્ર સ્તરથી જેની સરેરાશ ઊંચાઈ 4,900 metres (16,000 ft) છે. અને આથી તિબેટનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે વિશ્વનિ સૌથી ઊંચો પર્વત છે જેની સમુદ્ર સ્તરથી ઊંચાઈ ૨૯,૦૨૯ ફુટ (૮,૪૮૪ મી.) છે.

સાંસ્કૃતિક/ઔતિહાસિક, વિવિધ ક્ષેત્રિય/રાજકિય દાવાઓ દર્શાવતો નક્શો
              "ગ્રેટર તિબેટ" - તિબેટના દેશવટો ભોગવી રહેલો સમુહ જેનો દાવો કરે છે તે
  તિબેટન સ્વાયત્ત ક્ષેત્ર: ચીન જે રીતે ચિત્રણ કરે છે તે
  તિબેટ સ્વાયત્ત વિસ્તાર, ચીનની અંદર
ચીનના તાબામાં, પણ ભારત એને અક્સાઇ ચીનના ભાગરૂપે હોવાનો દાવો કરે છે
ભારતના તાબામાં, અમુક હિસ્સા પર ચીન દક્ષિણ તિબેટ તરીકે દાવો કરે છે
અન્ય વિસ્તારો, જે ઐતિહાસિક રીતે તિબેટન સાંસ્કૃતિક ક્ષેત્રમાં આવેલા છે

તિબેટન સામ્રાજ્ય ૭મી સદીમાં ઉભરી આવ્યું પણ ટૂંક સમયમાં જ તેનું પતન થતા આખો વિસ્તાર વિવિધ પ્રદેશોમાં વહેંચાઈ ગયો. પશ્ચિમ અને મધ્ય તિબેટનો ઘણોબધો ભાગ એક અથવા બીજા સમયે લ્હાસા, શિગાત્સે કે નજીકના અન્ય સ્થળોના રાજકીય પ્રભાવ હેઠળ રહ્યો હતો, અને આ બધા પ્રદેશો મોન્ગોલ અને ચીનના શાસન હેઠળ હતા. ખામ અને આમ્ડો નામના પૂર્વીય વિસ્તારોમાં નાના રજવાડાઓ કે ગામડાઓના પંચોના શાસન હેઠળ મહદંશે સ્વાયત્ત સત્તા રહી, પરંતુ તે વિસ્તારો પણ ઘણી વખત સીધા ચીની શાસન હેઠળ આવી ચુક્યા હતા, ખાસ કરીને ચામ્ડોના યુદ્ધ પછી. આ વિસ્તારનો ઘણો મોટો હિસ્સો ચીનના સિચુઆન અને ક્વિન્ઘાઇ પ્રાંતમાં ભેળવી દેવામાં આવ્યા હતા. તિબેટની હાલની સીમા છે તે ૧૮મી સદીમાં જ નિર્ધારિત કરી દેવામાં આવી હતી.

૧૯૧૨માં ક્વિંગ રાજવંશ સામે થયેલા બળવા પછી ક્વિંગ સૈનિકોને નિશસ્ત્ર કરીને તિબેટ ક્ષેત્રની બહાર ખદેડી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ ૧૯૧૩માં તિબેટ ક્ષેત્રએ પોતાને સ્વતંત્ર ઘોષિત કર્યો, જેને ચીની સરકારની માન્યતા પ્રાપ્ત થઈ નહોતી. પાછળથી લ્હાસાએ ચીનના ઝિકાંગ ક્ષેત્રના પશ્ચિમ ભાગ પર કબ્જો જમાવી દીધો. તિબેટ ક્ષેત્રની સ્વતંત્રતા ૧૮૫૧ના ચામ્ડોનાં યુદ્ધ સુધી ટકી, પણ ત્યાર બાદ તિબેટને ચીની ગણરાજ્યમાં સમાવી લેવામાં આવ્યું અને ૧૯૫૯માં બળવો થાય એ પહેલા એને રોકી લેવામાં આવ્યો અને ત્યાર પહેલાની તિબેટન સરકારને બરખાસ્ત કરવામાં આવી. આજે ચીન પશ્ચિમ અને મધ્ય તિબેટ પર તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર નામથી શાસન કરે છે જ્યારે પૂર્વના વિસ્તારો મહદંશે સિચુઆન, ક્વિન્ઘાઇ અને આસપાસના પ્રાંતોમાં સ્વાયત્ત વંશિય સમુદાયોના વડપણ હેઠળ વહિવટ ચલાવે છે. તિબેટના રાજકીય દરજ્જાને લઈને અવારનવાર વિવાદ ઉભો થતો રહો છે. પ્રસ્થાપિત સરકાર અને તેમની સાથે મતભેદ ધરાવનાર દળો કે જે દેશવટો ભોગવી રહ્યા છે તેમની વચ્ચે તણાવ પ્રવર્તે છે. એમ પણ કહેવામાં આવે છે કે તિબેટની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેનારાઓની તિબેટમાં જ ધરપકડ કરવામાં આવી છે અથવા તેમના પર અત્યાચાર ગુજારવામાં આવે છે.

તિબેટનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર કરે છે, જો કે છેલ્લા થોડા દસકાઓમાં ત્યાં પ્રવાસન ઉદ્યોગ પણ વિકસ્યો છે. તિબેટનો મુખ્ય ધર્મ તિબેટન બૌદ્ધ ધર્મ છે, આ ઉપરાંત બોન નામનો ધર્મ પણ પળાય છે જે તિબેટન બૌદ્ધ ધર્મને મળતો આવે છે, અને મુસલમાન અને ખ્રિસ્તી લઘુમતિઓ પણ છે. તિબેટન બૌદ્ધ ધર્મનો તિબેટની કલા, સંગીત અને તહેવારો પર ખાસો એવો પ્રભાવ છે. તિબેટના મકાનોની બાંધણી પર ચીની અને ભારતીય બાંધકામ શૈલીની અસર સ્પષ્ટ જોવા મળે છે. તેમનો દૈનિક આહાર શેકેલા જવ, યાકનું માંસ અને પો ચા નામનું પીણું (જે યાકના માખણ, ચા, પાણી અને મીઠું નાખીને બનાવવામાં આવે છે) છે.

આ પણ જુઓ

સંદર્ભો

Tags:

Geographic coordinate system

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગ્રીનહાઉસ વાયુઉપરકોટ કિલ્લોકબજિયાતઅભિમન્યુબીલીદાહોદજાવા (પ્રોગ્રામિંગ ભાષા)ક્ષત્રિયપ્રાણાયામવિશ્વની અજાયબીઓજલારામ બાપાપ્રાથમિક શાળાઆવળ (વનસ્પતિ)સ્લમડોગ મિલિયોનેરપંચાયતી રાજનેપાળરસીકરણદાસી જીવણક્રિકેટબૌદ્ધ ધર્મઘોરખોદિયુંસુભાષચંદ્ર બોઝજય જય ગરવી ગુજરાતકેરીવિરામચિહ્નોશહીદ દિવસરાજધાનીકોણાર્ક સૂર્ય મંદિરસમાજવાદનરેન્દ્ર મોદીબ્રહ્માંડમીઠુંતલાટી-કમ-મંત્રીજૈન ધર્મરાજકોટ રજવાડુંપાકિસ્તાનમાધવપુર ઘેડબિન-વેધક મૈથુનઅરિજીત સિંઘવસ્તીસિકંદરકાઠિયાવાડલોહીભારતીય જનસંઘઇસ્કોનભારતમાં આરોગ્યસંભાળરાણકી વાવદાંડી સત્યાગ્રહલસિકા ગાંઠભારતીય દંડ સંહિતાતત્વમસિઅપભ્રંશભારતનું સર્વોચ્ચ ન્યાયાલયસુરેન્દ્રનગર જિલ્લોહિંદુ ધર્મભારતીય રૂપિયોનરેશ કનોડિયાસુરેન્દ્રનગરહિંદી ભાષામાધ્યમિક શાળાદેવભૂમિ દ્વારકા જિલ્લોગ્રહઘોડોપ્રાચીન ઇજિપ્તહીજડામાર્કેટિંગવૈશાખલગ્નઅમદાવાદ બીઆરટીએસરામદેવપીરગુરુ (ગ્રહ)લીંબુપૃથ્વીરાજ ચૌહાણવડપાલીતાણાના જૈન મંદિરોમકરધ્વજસોપારી🡆 More