બસન્તી દેવી

બસંતી દેવી એક ભારતીય પર્યાવરણવાદી છે.

તેઓ ઉત્તરાખંડમાં વૃક્ષોની જાળવણી ક્ષેત્રે કાર્ય કરે છે. તેમને ૨૦૧૬માં ભારતમાં મહિલાઓ માટેનો સર્વોચ્ચ પુરસ્કાર નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

બસંતી દેવી
બસન્તી દેવી
૨૦૧૬માં પુરસ્કાર સાથે
જન્મની વિગત૧૯૬૦
ઉત્તરાખંડ
રાષ્ટ્રીયતાભારત
શિક્ષણલક્ષ્મી આશ્રમ
વ્યવસાયપર્યાવરણવાદી
પ્રખ્યાત કાર્યવૃક્ષ બચાવના ક્ષેત્ર કાર્ય કરનારા અગ્રણી મહિલા

જીવન

તેમણે પોતાની કિશોરાવસ્થા કૌસાની નજીક લક્ષ્મી આશ્રમમાં વિતાવી હતી જે સરલાબહેન દ્વારા સ્થાપિત યુવતીઓ માટેનો એક ગાંધી આશ્રમ છે. બાર વર્ષની ઉંમરે લગ્ન કર્યા પછી તેઓ ખૂબ જ નાની ઉંમરે વિધવા બન્યા હોવાથી તેઓ ૧૯૮૦માં લક્ષ્મી આશ્રમ પહોંચ્યા. તેઓ લગ્ન પહેલા શાળાએ ગયા હતા પરંતુ તેઓ માત્ર વાંચી જ શકતા હતા. આશ્રમમાં તેઓ અભ્યાસ ચાલુ રાખી ૧૨મા ધોરણ સુધી પહોંચ્યા. ત્યાર બાદ તેમને ભણાવવામાં રસ પડ્યો. તેમાં વેતન નબળું હતું પણ તેમના પિતાએ તેની પરવાનગી આપી.

તેઓ પર્યાવરણવાદી બન્યા. તેઓ ઉત્તરાખંડમાં વૃક્ષોની જાળવણી ક્ષેત્રે કાર્ય કરે છે.

કોસી નદી ઉત્તરાખંડમાં એક મહત્વપૂર્ણ પ્રાકૃતિક સંપદા છે. આ નદી બિહારમાં મોટા પૂર માટે જવાબદાર છે જે હજારો હેક્ટર જમીન અને લાખો લોકોને અસર કરે છે. તેમણે એક લેખ વાંચ્યો હતો જેમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે જો વૃક્ષોનું ઉચ્છેદન વર્તમાન દરે ચાલુ રહેશે તો એક દાયકામાં નદીનું અસ્તિત્વ બંધ થઈ જશે. તેઓ સ્થાનિક મહિલાઓ સાથે વાત કરવા ગયા અને તેમને સમજાવ્યું કે આ તેમનું જંગલ અને તેમની જમીન છે અને તેઓ તેમને પુછતા જ્યારે નદી સુકાઈ જશે ત્યારે તેઓ શું કરશે. આ વાત તેઓ લોકોને સમજાવવા લાગ્યા. તેમણે લોકો સાથે વાટાઘાટો શરૂ કરી. ગ્રામજનો અને લાકડાની કંપનીઓ નવા વૃક્ષો કાપવાનું બંધ કરશે તેવી સંમતિ હતી. ગામલોકો સંમત થયા કે તેઓ ફક્ત જૂના લાકડા જ બાળશે. દેવીએ સમુદાય જૂથોને સંગઠિત કર્યા અને ગ્રામજનોને સમજાયું કે તેમણે તેમની સંપત્તિનું સંરક્ષણ કરવાની જરૂર છે અને તેઓ જંગલની આગ સામે લડવા સ્વયંસેવક બનશે. તેમના કાર્યની અસરો ધીમી રહી છે, પરંતુ તેમણે નોંધ્યું છે કે ઉનાળામાં જે ઝરણા સુકાતા હતા તે હવે આખું વર્ષ ચાલે છે. તદુપરાંત, જંગલી ઓક, ર્‌હોડોડેન્ડ્રોન અને મરીકા એસ્ક્યુલેન્ટા જેવા વધુ પહોળા પાંદડાવાળા વૃક્ષો સાથે જંગલો વધુ વનસ્પતિ વિવિધતા દર્શાવે છે.

માર્ચ ૨૦૧૬માં તેમને નવી દિલ્હીમાં ભારતમાં મહિલાઓ માટેના સર્વોચ્ચ પુરસ્કાર નારી શક્તિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

સંદર્ભ

Tags:

ઉત્તરાખંડભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

એઇડ્સભગત સિંહહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલવલ્લભાચાર્યલાભશંકર ઠાકરતત્ત્વજુનાગઢવ્યાસસિકંદરફણસકર્મ યોગગણિતપ્રાથમિક શાળાકાલિદાસગરુડ પુરાણહમીરજી ગોહિલબુધ (ગ્રહ)સોડિયમભાવનગરગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)અશોકસોનુંમોરબી જિલ્લોપ્રાણીપંચતંત્રભારતીય જનસંઘસ્વામીનારાયણ મંદિર, ગઢડાગુજરાતી ભાષાચાવડા વંશમધુ રાયકાળા મરીબીજોરામહાગુજરાત આંદોલનગુજરાત ટાઇટન્સસાગઘોરખોદિયુંબાબરમાધુરી દીક્ષિતશિખરિણીગિરનારનર્મદા જિલ્લોસુંદરમ્હાર્દિક પંડ્યાભારત સરકારત્રેતાયુગઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરઅશ્વત્થામાગાંધીનગરસુરેન્દ્રનગર જિલ્લોઈન્દિરા ગાંધીભારતીય દંડ સંહિતાજીરુંરવિન્દ્રનાથ ટાગોરનરસિંહવિશ્વ વેપાર સંગઠનમોહન પરમારગુજરાતી લોકોકબજિયાતરાજધાનીસંસ્કારદિપડોહાફુસ (કેરી)ભારતનો રાષ્ટ્રધ્વજમાનવ શરીરવિયેતનામગૂગલગુજરાત મેટ્રોટ્વિટરરેવા (ચલચિત્ર)અર્જુનવિષાદ યોગસમાજવાદચણોઠીઅર્જુનનગરપાલિકા🡆 More