છદ્મવિજ્ઞાન

છદ્મવિજ્ઞાન કે સ્યુડોસાયન્સમાં એવા નિવેદનો, માન્યતાઓ અથવા પદ્ધતિઓનો સમાવેશ થાય છે જે વૈજ્ઞાનિક હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ તે ખરેખર અવૈજ્ઞાનિક હોય છે.

શબ્દ છદ્મવિજ્ઞાન ને ઘણી વાર વધારે પડતા અતિશ્યોક્તિવાળા નિવેદનો, એવા નિવેદનો કે જેમાં વિષયના નિષ્ણાતો દ્વારા ચકાસવાની શક્યતા ના હોય અથવા ચકાસવા ન દેવામાં આવે, અને એવા સંશોધનો કે જે વ્યવસ્થિત રીતે અને વૈજ્ઞાનિક ઢબે ના થતાં હોય તેમાં વર્ગીકૃત કરવામાં આવે છે. છદ્મવિજ્ઞાન શબ્દને ઘણી વાર નિંદાત્મક કહેવાય છે. ઘણી વાર છદ્મવિજ્ઞાનને માનનારાઓ આ વર્ગીકરણનો વિરોધ કરે છે.

વિજ્ઞાન અને છદ્મવિજ્ઞાનને તત્વજ્ઞાન અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ છૂટું પાડી શકાય છે. છદ્મવિજ્ઞાનને વિજ્ઞાનથી અલગ પાડવું એ પ્રાયોગિક રીતે સ્વાસ્થ્ય સુવિધાઓ, નિષ્ણાતની તપાસ, પર્યાવરણીય નીતિઓ અને વૈજ્ઞાનિક ભણતરમાં મદદરૂપ છે. વૈજ્ઞાનિક તથ્યો અને સિધ્ધાંતિક માન્યતાઓથી છદ્મવિજ્ઞાનને અલગ પાડવું, જેમ કે જ્યોતિષવિદ્યા, રસાયણશાસ્ત્ર, વૈકલ્પિક દવા, ગુપ્ત માન્યતાઓ, ધાર્મિક માન્યતાઓ અને સર્જનવિજ્ઞાનનું અલગ પાડવું એ વૈજ્ઞાનિક શિક્ષણ અને વૈજ્ઞાનિક સાક્ષરતાનો જ ભાગ છે.

છદ્મવિજ્ઞાન હાનિકારક હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, છદ્મવૈજ્ઞાનિક રીતે રસીકરણનો વિરોધ અને હોમિયોપેથીકને પ્રોત્સાહન લોકોને તબીબી સારવાર લેતા અટકાવે છે.

ભારતમાં છદ્મવિજ્ઞાન

ભારતમાં પણ ઘણી વાર સાધુસંતો, ગુરુઓ અને હિંદુરાષ્ટ્રવાદીઓ દ્વારા છદ્મવિજ્ઞાન ફેલાવવામાં આવે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન કોંગ્રેસમાં અમુક પેપરો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં પ્રાચીન ભારતમાં વિમાનો ઉડતા હોવાનો દાવો કરાયો હતો, આઈન્સ્ટાઈનના સૂત્રને અને ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિની થેયોરીને ખોટી પડાઈ હતી. સાથે જ પૂરતા વૈજ્ઞાનિક તથ્યો ન અપાતા તેની વ્યાપક પ્રમાણમાં ટીકા પણ થઈ હતી અને તેના વિરોધમાં વૈજ્ઞાનિકો દ્વારા દેખાવો કરાયા હતા.

નિત્યાનંદ દ્વારા ત્રીજી આંખ ખોલવાના, ૪૦ મિનિટ સૂર્ય મોડો ઉગાડવાનાં અને ગાયને સંસ્કૃત ભાષા બોલતી કરવાના દાવા થાય છે. જગ્ગી વાસુદેવ દ્વારા તણાવ દૂર કરવાના અને વિજ્ઞાન દ્વારા તેના દાવાઓની પુષ્ટિ કરવાના દાવાઓ પણ છદ્મવિજ્ઞાન તરીકે પુરવાર કરાયા છે. સત્ય સાંઈ બાબા દ્વારા પણ હવામાંથી ભસ્મ બનાવવાના અને ભૌતિકીકરણ કરવાના દાવાઓ કરવામાં આવ્યા છે. તર્કવાદીઓ દ્વારા આ દાવાની વારંવાર ટીકા કરવામાં આવે છે અને તેને સાબિત કરવા માટે પડકાર પણ ફેંકવામાં આવે છે.

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અશફાક ઊલ્લા ખાનઅભિમન્યુબહુકોણવિશ્વ જળ દિનઝૂલતો પુલ, મોરબીવિક્રમ ઠાકોરપાલીતાણાના જૈન મંદિરોખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)વિધાન સભાતારોકાલિઆશાપુરા માતાપશ્ચિમ ઘાટતલાટી-કમ-મંત્રીમહમદ બેગડોલગ્નદુકાળખરીફ પાકજ્વાળામુખીમંદિરકુરુક્ષેત્ર યુદ્ધનાથાલાલ દવેકુમાર સુવર્ણ ચંદ્રકસામાજિક ધોરણોપર્યાવરણીય શિક્ષણબહુચરાજીઅક્ષાંશ-રેખાંશઊર્જા બચતસોમનાથઇડરશીતળા માતાહરદ્વારનારિયેળયોગ (મનોશારીરીક જીવનશૈલી)જર્મનીદાહોદ જિલ્લોચંપારણ સત્યાગ્રહએલોન મસ્કપંજાબઘુમલીદેવાયત પંડિતભરૂચ જિલ્લોઅમરનાથ (તીર્થધામ)દેવભૂમિ દ્વારકા જિલ્લોઅંજીરપ્રજાસત્તાક દિન (ભારત)કેન્દ્રશાસિત પ્રદેશઝૂલતા મિનારાવિઠ્ઠલભાઈ પટેલગોળ ગધેડાનો મેળોશત્રુઘ્નતત્ત્વભારત છોડો આંદોલનસંત કબીરદક્ષિણ આફ્રિકાકાળકા માતા મંદિર, પાવાગઢયુટ્યુબશામળાજીગર્ભાવસ્થાદેવાયત બોદરઆયંબિલ ઓળીફેફસાંભારતના રાજ્ય વૃક્ષોની યાદીગાંધીનગર જિલ્લોવિનોદ જોશીસાપભુચર મોરીનું યુદ્ધલાલ કિલ્લોરામદેવપીરગુજરાત યુનિવર્સિટીભારતના ઉપરાષ્ટ્રપતિનળાખ્યાન (પ્રેમાનંદ)ચેતક અશ્વગુજરાતી સાહિત્યનવસારી જિલ્લોમોહમ્મદ માંકડચિત્તોડગઢઅંગ્રેજી ભાષા🡆 More