સોનિયા ગાંધી: ભારતીય રાજકારણી

સોનિયા ગાંધી (ઉચ્ચાર (મદદ·માહિતી); જન્મ નામ એડવિગે એન્ટોનિયા અલ્બિના મેઇનો; ૯ ડિસેમ્બર ૧૯૪૬) ઈટાલીયન મૂળના ભારતીય રાજકારણી છે.

નહેરુ-ગાંધી કુટુંબના સભ્ય એવા તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ) પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ છે. ૧૯૯૮માં તેમના પતિ રાજીવ ગાંધીની હત્યા પછી તેઓ ૧૯ વર્ષો સુધી પક્ષના પ્રમુખ રહ્યા, જે દરમિયાન કોંગ્રેસ પક્ષે મધ્યમ-ડાબેરી નિતીઓ તરફ વલણ અપનાવ્યું હતું.

સોનિયા ગાંધી

લોક સભાના સભ્ય
સોનિયા ગાંધી: ભારતીય રાજકારણી
પૂર્વ અધ્યક્ષા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
પદ પર
૧૪ માર્ચ ૧૯૯૮ – ૧૬ ડિસેમ્બર ૨૦૧૭
પુરોગામીસીતારામ કેસરી
અનુગામીરાહુલ ગાંધી
રાષ્ટ્રીય સલાહકાર સમિતિના ચેરપર્સન
પદ પર
૨૯ માર્ચ ૨૦૧૦ – ૨૫ મે ૨૦૧૪
પદ પર
૪ જૂન ૨૦૦૪ – ૨૩ માર્ચ ૨૦૦૬
યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્સના ચેરપર્સન
પદ પર
Assumed office
૧૬ મે ૨૦૦૪
વિપક્ષના પ્રમુખ
પદ પર
૧૯ માર્ચ ૧૯૯૮ – ૨૨ મે ૨૦૦૪
પુરોગામીશરદ પવાર
અનુગામીલાલકૃષ્ણ અડવાણી
લોક સભાના સભ્ય
રાય બરેલી મતવિસ્તાર
પદ પર
Assumed office
૧૭ મે ૨૦૦૪
પુરોગામીસતીષ શર્મા
લોક સભાના સભ્ય
અમેઠી મતવિસ્તાર
પદ પર
૧૦ ઓક્ટોબર ૧૯૯૯ – ૧૭ મે ૨૦૦૪
પુરોગામીસંજય સિંઘ
અનુગામીરાહુલ ગાંધી
અંગત વિગતો
જન્મ
એડવિગે એન્ટોનિયા અલ્બિના મેઇનો

(1946-12-09) 9 December 1946 (ઉંમર 77)
લુસિના, વેનેટો, ઈટલી
નાગરિકતાસોનિયા ગાંધી: ભારતીય રાજકારણી ઈટલી (૧૯૪૬–૧૯૮૩)
સોનિયા ગાંધી: ભારતીય રાજકારણી ભારત (૧૯૮૩–હાલમાં)
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથી
રાજીવ ગાંધી
(લ. 1968; મૃત્યુ 1991)
સંતાનો
નિવાસસ્થાન૧૦ જનપથ, નવી દિલ્હી
માતૃ શિક્ષણસંસ્થાબેલ એજ્યુકેશન ટ્રસ્ટ
કુલ સંપત્તિ ૯.૨૮ કરોડ

તેમનો જન્મ વિસેન્ઝા, ઈટલી નજીકના નાના ગામમાં થયો હતો અને રોમન કેથલીક ખ્રિસ્તી કુટુંબમાં ઉછેર થયો હતો. સ્થાનિક શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે કેમ્બ્રિજ ગયા અને ૧૯૬૮માં રાજીવ ગાંધી સાથે તેમના લગ્ન થયા હતા. પછીથી તેમણે ભારતીય નાગરિકતા સ્વિકારી અને ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના ઘરમાં રહેવાનું શરૂ કર્યું. આ દરમિયાન અને તેમના પતિના વડાપ્રધાન પદ દરમિયાન તેઓ મોટાભાગે જાહેરજીવનથી દૂર રહ્યા હતા.

તેમના પતિની હત્યા પછી કોંગ્રેસના નેતાઓએ તેમને સરકારમાં આમંત્રિત કર્યા હતા, પરંતુ તેઓ રાજકારણથી દૂર રહ્યા હતા. ૧૯૯૭માં છેવટે તેઓ રાજકારણમાં જોડાયા અને પક્ષના પ્રમુખ તરીકે નામાંકિત થઇને ચૂંટાયા હતા. તેમના નેતૃત્વ નીચે કોંગ્રેસ પક્ષે ૨૦૦૪માં અન્ય મધ્ય-ડાબેરી પક્ષો સાથે મળીને સરકાર રચી હતી. યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (UPA)ની રચના અને વિસ્તાર માટે તેમને યશ અપાય છે અને ૨૦૦૯માં પણ કોંગ્રેસ પક્ષ સત્તામાં આવી. તેમણે ફરીથી કોઇ પદ સ્વિકાર્યું નહી પરંતુ પક્ષ પ્રમુખ તરીકે ચાલુ રહ્યા અને રાષ્ટ્રીય સલાહકાર સમિતિમાં રહ્યા.

UPA સરકારના બીજા શાસનના પાછલા ભાગમાં તેમણે સક્રિય રાજકારણમાં રસ લેવાનો ઓછો કર્યો. અત્યાર સુધી પાંચ વિદેશમાં જન્મેલા નેતાઓ કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા, તેમ છતાં ૧૯૪૭ પછી વિદેશમાં જન્મેલા અને પ્રમુખ રહેલા પ્રથમ નેતા હતા. તેમની કારકિર્દી દરમિયાન તેમણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, ફૂડ સિક્યુરિટી બિલ, મનરેગા જેવી યોજનાઓ અમલમાં મૂકી હતી તેમજ બોફોર્સ કૌભાંડ અને નેશનલ હેરાલ્ડ કેસ જેવી બાબતોમાં સંડોવાયા હતા. તેમના વિદેશી કુળમાં જન્મનો મુદ્દો ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બન્યો છે. તેઓ સરકારમાં કોઇ જાહેર પદ પર ન રહ્યા હોવા છતાં દેશના શક્તિશાળી નેતાઓમાંના એક તેમજ વિશ્વના પણ શક્તિશાળી નેતાઓમાંના એક ગણાય છે.

નોંધ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

Sonia Gandhi1.oggen:Wikipedia:Media helpઆ ધ્વનિ વિશેચિત્ર:Sonia Gandhi1.oggરાજીવ ગાંધી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આશાપુરા માતાસમાન નાગરિક સંહિતાહાજીપીરસામવેદભાલીયા ઘઉંએશિયાઇ સિંહબનાસકાંઠા લોક સભા મતવિસ્તારમકરધ્વજદમણવંદે માતરમ્મરાઠા સામ્રાજ્યમિથ્યાભિમાન (નાટક)સ્વઆવળ (વનસ્પતિ)ગણેશનેપાળઓસમાણ મીરભૂપેન્દ્ર પટેલવનસ્પતિન્હાનાલાલઅક્ષરધામ (દિલ્હી)પ્રીટિ ઝિન્ટાબોટાદ જિલ્લોઘર ચકલીવિક્રમ સંવતવલ્લભાચાર્યસંત રવિદાસગુજરાતના લોકસભા મતવિસ્તારોસ્ટેચ્યુ ઓફ યુનિટીધ્વનિ પ્રદૂષણકૃષ્ણકુમારસિંહ ગોહીલપર્યાવરણીય શિક્ષણગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ગુજરાતસામાજિક વિજ્ઞાનબ્લૉગઅયોધ્યાસુરત જિલ્લોભારત રત્નશાસ્ત્રીજી મહારાજવિદ્યાગૌરી નીલકંઠલોકનૃત્યનરેન્દ્ર મોદીભાવનગર જિલ્લોડેન્ગ્યુપૂજા ઝવેરીલસિકા ગાંઠમોબાઇલ ફોનમુંબઈકુતુબ મિનારરૂઢિપ્રયોગસંક્ષિપ્ત સંદેશ સેવાભારતીય ચૂંટણી પંચશિવાજીસરસ્વતીચંદ્રભારતીય સંસદપટેલમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમગાંધી આશ્રમયુનાઇટેડ કિંગડમવૃષભ રાશીસૂરદાસમોહેં-જો-દડોપાકિસ્તાનમિલાનદેવભૂમિ દ્વારકા જિલ્લોનક્ષત્રદાહોદગુજરાતના રાજ્યપાલોમાછલીઘરઈન્દિરા ગાંધીઉંબરો (વૃક્ષ)ભારતના રાષ્ટ્રપતિગતિના નિયમોભારતીય જનતા પાર્ટીગોંડલ🡆 More