સામાજિકીકરણ

સામાજિકીકરણ અથવા સામાજીકરણ અથવા સમાજીકરણ એ વ્યક્તિને સામાજિક બનાવતી પ્રક્રિયા છે.

આ પ્રક્રિયા દ્વારા વ્યક્તિ પોતાના સમાજના વિચારો, માન્યતાઓ, મૂલ્યો અને જીવનપદ્ધતિને આત્મસાત કરી પોતાની તથા અન્ય લોકોની યોગ્ય ભૂમિકાઓની જાણકારી પ્રાપ્ત કરે છે. આ પ્રકારની જાણકારીની સહાયતા અને પ્રેરણાથી વ્યક્તિ પોતાની ભૂમિકાઓ ભજવવા માટે તથા અન્ય વ્યક્તિઓ સાથેના વ્યવહાર કરવા માટેની વિવિધ રીતો શીખે છે અને સામાજિક જીવનમાં પોતાની યોગ્ય જગ્યા સંભાળે છે. સામાજિકીકરણની પ્રક્રિયા પ્રત્યેક સમાજમાં પ્રત્યેક સમયે કોઈપણ અપવાદ વગર જોવા મળે છે. આ પ્રક્રિયા વ્યક્તિના જન્મથી શરૂ થઈ મૃત્યુપર્યંત ચાલે છે. આ પ્રક્રિયા વ્યક્તિ, સમાજ અને સંસ્કૃતિ — એમ ત્રણેયને ટકાવતી અને ત્રણેયનો સમન્વય કરતી અત્યંત મહત્ત્વની પ્રક્રિયા છે.

કોઈ પણ ભાવિ સામાજિક ભૂમિકા સાથે સંબંધિત જવાબદારી, અધિકારો, અપેક્ષાઓ, મનોભાવનાઓ તથા વર્તનને શીખવા માટે તથા તેને માટે તૈયાર થવાની પ્રક્રિયાને આગોતરું સામાજિકીકરણ કહે છે. એક વાર શીખેલાં મૂલ્યો, ધોરણો, વર્તણૂક, આદર્શો તથા મનોભાવનાઓને ભૂલાવી દેવાની પ્રક્રિયાને વિસામાજિકીકરણ (અથવા વિસામાજીકરણ) કહે છે. એને સ્થાને જો વ્યક્તિ જે નવાં મૂલ્યો, માન્યતાઓ અને વ્યવહારો શીખે તેને પુન: સામાજિકીકરણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે; કોઈ અપરાધી વ્યક્તિને સભ્ય નાગરિક બનાવવા માટે અપરાધી વર્તનનું વિસામાજિકીકરણ કરી નવાં મૂલ્યોનું પુન: સામાજિકીકરણ કરવામાં આવે છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

સંસ્કૃતિસમાજસામાજિક

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અશફાક ઊલ્લા ખાનગોપનું મંદિરમોરારીબાપુઘોડોરાધાવાયુ પ્રદૂષણકસ્તુરબાહનુમાન મંદિર, સાળંગપુરમરીઝગુજરાત સાહિત્ય સભાગિરનારઆઇઝેક ન્યૂટનએડોલ્ફ હિટલરમોરએઇડ્સવિક્રમ સંવતસિદ્ધરાજ જયસિંહસીટી પેલેસ, જયપુરસિકંદરરામેશ્વરમરથ યાત્રા (અમદાવાદ)ઈન્દિરા ગાંધીઠાકોરજ્યોતિર્લિંગદક્ષિણ ગુજરાતમહાભારતખોડિયારરામનારાયણ પાઠકપાણી (અણુ)ઉપનિષદપાટણઝૂલતા મિનારાક્રિકેટનો ઈતિહાસમોટી વાવડી (તા. ગારીયાધાર)ખ્રિસ્તી ધર્મબિરસા મુંડાપ્લૂટોસાંચીનો સ્તૂપકર્કરોગ (કેન્સર)સંચળસાહિત્ય ગૌરવ પુરસ્કારગુજરાતગુરુ ગોવિંદસિંહવિશ્વ રંગમંચ દિવસકથકલીસમાજશાસ્ત્રબાવળશિવચામુંડાધૂમકેતુતાજ મહેલકોણાર્ક સૂર્ય મંદિરઝૂલતો પુલ, મોરબીહવા મહેલયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાકેન્દ્રશાસિત પ્રદેશધ્રાંગધ્રાલોહીતાલુકા વિકાસ અધિકારીભજનશામળ ભટ્ટજ્યોતીન્દ્ર દવેકુંભારિયા જૈન મંદિરોપાર્શ્વનાથવ્યક્તિત્વભારતના ઉપરાષ્ટ્રપતિહૈદરાબાદરામભારતીય સંસદબનાસકાંઠા જિલ્લોરઘુવીર ચૌધરીપ્રદૂષણધૃતરાષ્ટ્રબાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્યસૂર્યમંડળઆહીરદિપડોદાહોદ જિલ્લો🡆 More