સંગોલી રાયન્ના

સંગોલી રાયન્ના (૧૫ ઓગસ્ટ ૧૭૯૮ – ૨૬ જાન્યુઆરી ૧૮૩૧) એ રાણી ચેન્નમ્મા દ્વારા શાસિત કર્ણાટકના કિત્તુર રાજ્યના સૈન્યના સેનાપતિ હતા.

તેમણે મૃત્યુ સુધી બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડત ચલાવી હતી. તેમનું જીવન ૨૦૧૨ની કન્નડ ફિલ્મ સંગોલી રાયન્નામાં ચિત્રિત કરવામાં આવ્યું છે.

સંગોલી રાયન્ના
ક્રાંતિવીર
જન્મ(1798-08-15)15 August 1798
સંગોલી, બેલગાવી, કર્ણાટક, ભારત
મૃત્યુ26 January 1831(1831-01-26) (ઉંમર 32)
નંદગઢ
અંતિમ સંસ્કાર૨૬ જાન્યુઆરી ૧૮૩૧
નંદગઢ
નામો
સંગોલી દોડ્ડા બરમપ્પા બાલપ્પા રોગન્નાવર રાયન્ના
રાજવંશકુરુબા ગોવડા
પિતાદોડ્ડા બરમપ્પા બાલપ્પા રોગન્નાવર
વ્યવસાયસેનાપતિ

પ્રવૃત્તિઓ

તેઓ હલુમાથા કુરૂબા સમુદાયના સભ્ય હતા. ઈ.સ. ૧૮૨૪ની ક્રાંતિમાં સંગોલી રાયન્નાએ ભાગ લીધો હતો તેથી અંગ્રેજોએ તેમની ધરપકડ કરી હતી, પાછળથી તેમને છોડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ તેમણે અંગ્રેજો સામે લડવાનું ચાલુ રાખ્યું. તેઓ રાજા મલ્લસર્જા અને રાણી ચેન્નમ્માના દત્તક પુત્ર, શિવલિંગપ્પાને કિત્તુરના શાસક તરીકે સ્થાપિત કરવા માંગતા હતા. તેમણે સ્થાનિક લોકોને એકઠા કર્યા અને અંગ્રેજો સામે ગેરિલા પ્રકારનું યુદ્ધ શરૂ કર્યું. તેમનું સૈન્ય અને તેઓ પોતાના સ્થાન બદલતાં રહેતા. તેઓ સરકારી કચેરીઓ બાળતા, અંગ્રેજોના સૈન્યને વેરવિખેર કરતા અને અંગ્રેજોના ખજાનાને લૂંટતા. તેમની મોટાભાગની જમીન જપ્ત કરવામાં આવી હતી અને તેમાં જે બાકી હતી તેના ઉપર ભારે કર લાદવામાં આવ્યો હતો. તેમણે જમીનદારો પર વેરો લગાડ્યો અને જનતામાંથી સૈન્ય ઊભું કર્યું. ખુલ્લા યુદ્ધમાં અંગ્રેજો સૈન્ય તેને હરાવી શક્યા નહીં આથી, વિશ્વાસઘાત દ્વારા, તેમને એપ્રિલ ઈ. સ. ૧૮૩૦માં પકડવામાં આવ્યા અને તેમને મૃત્યુદંડની સજા કરવામાં આવી. નવા રાજા શિવલિંગપ્પાની પણ અંગ્રેજોએ ધરપકડ કરી હતી.

સંગોલી રાયન્ના 
સંગોલી રાયન્નાને બ્રિટિશ સૈન્યએ ફાંસી આપી હતી તે સ્થળ.

રાયન્નાને ૨૬ જાન્યુઆરી ૧૮૩૧ ના દિવસે બેલાગવી જિલ્લાના નંદગઢથી લગભગ ૪ કિલોમીટર દૂર વડનાં ઝાડ પર ફાંસી આપવામાં આવી હતી.

૧૮૨૯-૩૦ના અંગ્રેજો સામેની ક્રાંતિમાં રાયન્નાને સીદી યોદ્ધા ગજવીરાએ મદદ કરી.

રાયન્નાને નંદગઢ નજીક દફનાવવામાં આવ્યા હતા. સામાન્ય ૬ ફૂટની કબરથી વિપરીત, રાયનાની કબર ૮ ફુટ લાંબી છે કારણ કે રાયન્ના ૭ ફૂટથી વધુ ઊંચા હતા. દંતકથા કહે છે કે રાયન્નાના એક નજીકના સાથીએ તેની કબર પર એક કેળાંનો રોપ લગાવ્યો હતો. તે આજ દિવસ સુધી ઉભું છે. ઝાડ પાસે અશોક સ્તંભ સ્થાપિત કરાયો હતો. સંગોલી રાયન્ના નામે એક નાનું મંદિર સંગોલી ગામમાં બનાવવામાં આવ્યું હતું, જેમાં રાયન્નાની પ્રતિમા શરીરના વ્યાયામ માટે વપરાયેલા લાકડાના બે વજન પકડીને ઊભી છે. આ લાકડાના વજનમાંથી એક વજન તો મૂળ એ જ વજન છે, જેનો ઉપયોગ રાયન્નાએ પોતે કરતા હતા. સંગોલી ખાતે રાયન્નાના સ્મરણાર્થે ગ્રામજનોએ એક સમુદાહિક સભાગૃહ બાંધ્યો છે.[સંદર્ભ આપો]

લોકપ્રિય સંસ્કૃતિમાં

બેલેડ્સ અને અન્ય સ્મારકો

સંગોલી રાયન્ના 
બેંગલુરુ કર્ણાટક ખાતે સંગોલી રાયનાની પ્રતિમા

ગી ગી ગીતો (બેલેડ) એ ઉત્તર કર્ણાટક માં રચિત વીર લોકવાયકાના શ્લોકો/સ્તુતિઓ છે અને આ પ્રકારના ઘણા ગીતો કિત્તુરમાં ચેન્નમ્મા, સંગોલી રાયન્ના અને આઝાદી પૂર્વેની કર્ણાટકની અન્ય હસ્તીઓ વિશે ગવાય છે. બેંગલુરુ રેલ્વે સ્ટેશન નજીક જમણા હાથમાં ખુલ્લી તલવાર સાથે ઘોડા પર સવાર સંગોલી રાયન્નાની પૂર્ણ કદની એક કાંસાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. બેંગલુરુ શહેરના મુખ્ય રેલ્વે સ્ટેશનનું નામ ૨૦૧૫ માં "ક્રાંતિવેરા સંગોલી રાયન્ના રેલ્વે સ્ટેશન" રાખવામાં આવ્યું છે. આ સ્ટેશનને સત્તાવાર રીતે ૩ ફેબ્રુઆરી ૨૦૧૬ ના દિવસે "ક્રાંતિવીર સંગોલી રાયન્ના" રેલ્વે સ્ટેશન તરીકે જાહેર કરાયું હતું.

ફિલ્મ

ઈ.સ. ૨૦૧૨ માં, તેમના જીવન ઇતિહાસ પર એક ફિલ્મ બનાવવામાં આવી હતી. તેનું નામ "ક્રાંતિવીર સંગોલી રાયન્ના" (લિજેન્ડરી વોરિયર સંગોલી રાયન્ના) હતું. આ ફિલ્મ નગન્નાએ નિર્દેશિત કરી હતી અને તેમાં દર્શન ઠુગુદીપ, જયાપ્રદા અને નિકિતા ઠુકરાલે અભિનય કર્યો હતો.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

સંગોલી રાયન્ના પ્રવૃત્તિઓસંગોલી રાયન્ના લોકપ્રિય સંસ્કૃતિમાંસંગોલી રાયન્ના સંદર્ભસંગોલી રાયન્ના બાહ્ય કડીઓસંગોલી રાયન્નાકન્નડ ભાષાકર્ણાટક

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચારણગાંધીનગર લોક સભા મતવિસ્તારપોલિયોનિરોધજાહેરાતગુજરાત સલ્તનતરામદેવપીરધ્રાંગધ્રાહસ્તમૈથુનરાજસ્થાનપરબધામ (તા. ભેંસાણ)સપ્તર્ષિરાજપૂતમાંગરોળ (સુરત) તાલુકોહાજીપીરગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨શરદ ઠાકરવંદે માતરમ્s5ettમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાધરતીકંપપક્ષીમાનવ શરીરદલપતરામમગહિંમતનગરભારતીય સિનેમાપાણી (અણુ)વસ્તીરક્તપિતઇસ્લામીક પંચાંગઆયુર્વેદબેંક ઓફ બરોડાચંદ્રમાટીકામવૈશ્વિક આબોહવા પરિવર્તનવિક્રમ સારાભાઈસીતાશિક્ષણનું સમાજશાસ્ત્રશ્રવણચિત્તોડગઢકબજિયાતકેદારનાથઉપદંશગુજરાતના લોકસભા મતવિસ્તારોકર્કરોગ (કેન્સર)HTMLસોનુંસોફ્ટબોલપરેશ ધાનાણીતરણેતરગુજરાતના શક્તિપીઠોવાયુનું પ્રદૂષણમટકું (જુગાર)અમદાવાદ જિલ્લોઆદિ શંકરાચાર્યશાહજહાંવીમોકનૈયાલાલ મુનશીલોક સભાકેન્દ્રશાસિત પ્રદેશહિંદુકીર્તિદાન ગઢવીદિવેલપત્રકારત્વવલ્લભભાઈ પટેલટાઇફોઇડગર્ભાવસ્થાચાંપાનેરઆલ્બર્ટ આઇન્સ્ટાઇનકન્યા રાશીદ્રૌપદીભારત સરકારકલમ ૩૭૦સ્ટેચ્યુ ઓફ યુનિટીબ્લૉગસંત રવિદાસ🡆 More