ભારતીય અધિરાજ્ય

ભારતીય સંઘ જેને ભારતનું ડોમેનીયન પણ કહેવામાં આવે છે, તે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ની વચ્ચે બ્રિટિશ રાષ્ટ્રમંડળમાં સ્વતંત્ર અધિરાજ્ય હતું.

તે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ૧૯૪૭ દ્વારા બનાવવામાં આવ્યું હતુ અને ૧૯૫૦માં ભારતના બંધારણની ઘોષણા દ્વારા ભારતીય પ્રજાસત્તાકમાં રૂપાંતરિત થયું હતુ.

ભારતીય સંઘરાજ્ય

૧૯૪૭–૧૯૫૦
ભારતીય અધિરાજ્ય
રાજધાનીનવી દિલ્હી
સરકારસંસદીય ગણતંત્ર; સંસદીય પ્રણાલી
એમ્પેરર ઓફ ઇન્ડિયા (રાજા) 
• ૧૯૪૭–૧૯૫૦
જ્યોર્જ પંચમ
ગવર્નર જનરલ 
• ૧૯૪૭–૧૯૪૮
લોર્ડ માઉન્ટબેટન
• ૧૯૪૮–૧૯૫૦
ચક્રવર્તી રાજગોપાલાચારી
ભારતના વડાપ્રધાન 
• ૧૯૪૭–૧૯૫૦
જવાહરલાલ નહેરુ
સંસદભારતીય બંધારણસભા
ઇતિહાસ 
• ભારતીય સ્વતંત્રતા અધિનિયમ
૧૫ ઓગસ્ટ ૧૯૪૭
૨૬ જાન્યુઆરી ૧૯૫૦
વિસ્તાર
19503,287,263 km2 (1,269,219 sq mi)
ચલણરૂપિયો
પહેલાં
પછી
ભારતીય અધિરાજ્ય બ્રિટીશ રાજ
ભારત ભારતીય અધિરાજ્ય
આજે ભાગ છે:

બ્રિટનના રાજાનું પ્રતિનિધિત્વ ભારતના ગવર્નર જનરલ દ્વારા કરાતુ હતું. તેમ છતાં, બ્રિટીશ રાજની પરંપરાથી વિરુદ્ધ ગવર્નર-જનરલને વાઇસરોય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ન હતા. સ્વતંત્રતા બાદ વાઇસરોયનું પદ સમાપ્ત કરવામાં આવ્યુ હતુ. સ્વતંત્રતા અને ભારતના પ્રજાસત્તાક બનવાના સમયગાળા વચ્ચે બે ગવર્નર-જનરલ દ્વારા પદ સંભાળવામાં આવ્યા હતા : લોર્ડ માઉન્ટબેટન (૧૯૪૭-૪૮) અને ચક્રવર્તી રાજગોપાલાચારી (૧૯૪૮-૫૦). આ સમયગાળા દરમિયાન જવાહરલાલ નેહરુ સમગ્ર ભારતના વડાપ્રધાન રહ્યા હતા.

રચના

૧૯૨૦ના દાયકાના અંતથી ભારતીય સ્વતંત્રતા ચળવળ ભારતીય રાષ્ટ્ર માટે પૂર્ણ સ્વરાજની માંગ કરી રહ્યું હતું. ભારત અને પાકિસ્તાનની રચના સ્વરાજના હિમાયતીઓ માટે એક મોટી જીત હતી. તેમ છતાં, વિભાજન એક વિવાદાસ્પદ નિર્ણય રહ્યો. પરિણામે મહત્ત્વપૂર્ણ રાજનૈતિક અસ્થિરતા અને વિસ્થાપન થયું.

૧૯૪૬માં કેબિનેટ મિશન દ્વારા રાજકીય એકમ તરીકે 'યુનિયન ઑફ ઈન્ડિયા'નો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં બ્રિટિશ ભારત અને ભારતીય રજવાડા બંનેનો સમાવેશ થતો હતો. કેન્દ્ર સરકાર પાસે જે સત્તાઓ હતી તેના પર મતભેદોને કારણે મિશનની યોજના સફળ થઈ ન હતી. ૩ જૂન, ૧૯૪૭ના રોજ એવું નક્કી કરવામાં આવ્યું કે બ્રિટિશ ભારતનું બે સાર્વભૌમ રાજ્યોમાં વિભાજન કરવામાં આવશે, જેમાં મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રદેશોનો પાકિસ્તાનમાં અને બાકીના પ્રદેશોનો ભારતમાં સમાવેશ થશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ઇચ્છાના સંદર્ભમાં એ સ્વીકારવામાં આવ્યું હતું કે આ વિભાજનને ભારતથી અલગ થતા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો તરીકે ગણવામાં આવશે.

ભારતનું વિભાજન ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ થયું હતું. પરિણામે પાકિસ્તાન (જે પછીથી ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન અને ૧૯૭૧ માં પીપલ્સ રિપબ્લિક બાંગ્લાદેશમાં વિભાજીત થયું હતુ) અને ભારત (પાછળથી પ્રજાસત્તાક ભારત) રચાયું હતુ.

ભારતના પ્રદેશની અંદર આવેલા ૫૬૫ રજવાડાઓમાંથી મોટાભાગના રજવાડાઓએ ભારતના આધિપત્યનો સ્વીકાર કર્યો હતો. વર્તમાન ગુજરાતમાં આવેલા હિંદુ બહુમતી ધરાવતા જુનાગઢ રાજ્યના મુસ્લિમ નવાબ સર મોહમ્મદ મહાબત ખાન ત્રીજાએ પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. ભારત સરકારે તેને જનમતસંગ્રહના રાજદ્વારી પગલાં દ્વારા ભારતમાં જોડી દીધું હતું. એ જ રીતે હૈદરાબાદ રાજ્ય સ્વતંત્ર રહેવા માગતું હતું અને ૧૯૪૮માં ભારતે લશ્કરી કાર્યવાહી દ્વારા કબજો મેળાવી લીધો હતો.

ઇતિહાસ

પાકિસ્તાન સાથે સંઘર્ષ

નવનિર્મિત ભારત અને પાકિસ્તાન બન્ને રાષ્ટ્રમંડલ (કોમનવેલ્થ)માં જોડાયા, જે બ્રિટિશ સામ્રાજ્યનો હિસ્સો રહી ચૂકેલા દેશો વચ્ચે સહયોગ માટેનું મંચ હતુ. તેમ છતાં, ઓક્ટોબર ૧૯૪૭માં જમ્મુ-કાશ્મીરના વિવાદાસ્પદ રજવાડાને લઈને બન્ને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. પાકિસ્તાની આતંકવાદીઓ રાજ્યમાં પ્રવેશતાં ચેતી ગયેલા મહારાજા હરિસિંહએ ભારતમાં જોડાણ કરાર પર હસ્તાક્ષર કરવાના બદલામાં ભારતને સૈન્ય હસ્તક્ષેપની અપીલ કરી હતી. આ ક્ષેત્ર માટે આજદિન સુધી કાશ્મીર સંઘર્ષના ભાગરૂપે ભારત-પાકિસ્તાન વચ્ચે અન્ય બે યુદ્ધો થયા છે.

ભારતની સંપ્રભુતાએ આઝાદી બાદ તરત જ ઉદાર લોકશાહી પર આધારિત બંધારણ તરફ કામ કરવાનું શરૂ કર્યું.

ભારતનું પ્રજાસત્તાક

બંધારણ સભાએ ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ બી. આર. આંબેડકરની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલું ભારતનું બંધારણ અપનાવ્યું હતું. ભારતે બંધારણીય રાજાશાહીની ભૂમિકા નાબૂદ કરી અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણ અમલમાં આવ્યા બાદ તે સંઘીય, લોકતાંત્રિક પ્રજાસત્તાક બન્યું. સરકારી માળખું યુનાઇટેડ કિંગડમ જેવું જ હતું, પરંતુ સંઘીય વ્યવસ્થાની અંદર હતું. રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.

સરકાર

૧૯૪૭ થી ૧૯૫૦ સુધી ભારતના વડા ઇંગ્લેંડના રાજાના પ્રતિનિધિ રૂપે ભારતના ગવર્નર જનરલ હતા જેમને ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ૧૯૪૭ હેઠળ રાષ્ટ્રપ્રમુખની ફરજો બજાવી હતી.

સમ્રાટ

છબી નામ જન્મ શાસન અવસાન પત્ની પુરોગામી સાથેનો સંબંધ શાહી પરિવાર
ભારતીય અધિરાજ્ય  જ્યોર્જ છઠ્ઠો ૧૪ ડિસેમ્બર ૧૮૯૫ ૧૫ ઑગસ્ટ ૧૯૪૭

૨૬ જાન્યુઆરી ૧૯૫૦
૬ ફેબ્રુઆરી ૧૯૫૨ રાણી એલિઝાબેથ – (નવ નિર્મિત પદ) ભાગલા પહેલાં ભારતના સમ્રાટ.. વિન્ડસર

ગવર્નર્સ-જનરલ

છબી નામ
(જન્મ–અવસાન)
પદ સંભાળ્યું પદ છોડ્યું નિમણૂક કરનાર
ભારતીય અધિરાજ્ય  લોર્ડ માઉન્ટબેટન
(૧૯૦૦–૧૯૭૯)
૧૫ ઑગસ્ટ ૧૯૪૭ ૨૧ જૂન ૧૯૪૮ જ્યોર્જ છઠ્ઠા
ભારતીય અધિરાજ્ય  ચક્રવર્તી રાજગોપાલાચારી
(૧૮૭૮–૧૯૭૨)
૨૧ જૂન ૧૯૪૮ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦

વડા પ્રધાન

છબી નામ
(જન્મ–અવસાન);
મતવિસ્તાર
પક્ષ
(જોડાણ)
પદની મુદત ચૂંટણી
લોક સભા
મંત્રી પરિષદ નિયુક્ત કરનાર
ભારતીય અધિરાજ્ય  જવાહરલાલ નહેરુ
(૧૮૮૯–૧૯૬૪)
ફૂલપુર લોકસભા મતવિસ્તાર
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૧૫ ઑગસ્ટ
૧૯૪૭
૨૬ જાન્યુઆરી
૧૯૫૦
પ્રથમ નહેરુ સરકાર લોર્ડ માઉન્ટબેટન

ચિત્ર ઝરૂખો

આ પણ જુઓ

નોંધ

સંદર્ભ

This article uses material from the Wikipedia ગુજરાતી article ભારતીય અધિરાજ્ય, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.

Tags:

ભારતીય અધિરાજ્ય રચનાભારતીય અધિરાજ્ય ઇતિહાસભારતીય અધિરાજ્ય સરકારભારતીય અધિરાજ્ય ચિત્ર ઝરૂખોભારતીય અધિરાજ્ય આ પણ જુઓભારતીય અધિરાજ્ય નોંધભારતીય અધિરાજ્ય સંદર્ભભારતીય અધિરાજ્યભારતભારતનું બંધારણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દાહોદશામળ ભટ્ટભારતદયારામસોમનાથચામુંડાગેની ઠાકોરશ્રીનિવાસ રામાનુજનઅમિતાભ બચ્ચનરામનારાયણ પાઠકવિરાટ કોહલીગુજરાતી સાહિત્યગુજરાતના મુખ્યમંત્રીઓસંયુક્ત રાષ્ટ્રસંઘએ (A)હઠીસિંહનાં દેરાંચાંપાનેરદીના પાઠકમહમદ બેગડોમનમોહન સિંહનગરપાલિકાયુગમોરવીંછુડોગૌતમ બુદ્ધકાચબોપૂરવિઘાકરીના કપૂરમિઆ ખલીફાસંસ્કૃતિરસિકલાલ પરીખનવગ્રહઉત્તર પ્રદેશછંદવિકિપીડિયાખરીફ પાકબારોટ (જ્ઞાતિ)એઇડ્સગુજરાતના તાલુકાઓકમળોસૂર્યઉપગ્રહ પ્રક્ષેપણ યાનરણજિતરામ સુવર્ણચંદ્રકઆણંદ લોક સભા મતવિસ્તારગુજરાતના લોકમેળાઓનક્ષત્રઅમિત શાહરામાયણતાંબુંવિષ્ણુ સહસ્રનામનેપાળવાઘેલા વંશવાઘરીમાઇક્રોસોફ્ટરાજ્ય સભાબનાસકાંઠા લોક સભા મતવિસ્તારશિવાજીપૃથ્વીરશિયાગુજરાત પોલીસલાલ કિલ્લોતીર્થંકરનર્મદા નદીવશગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળસ્ટેચ્યુ ઓફ યુનિટીજામનગરતત્વમસિરવિન્દ્રનાથ ટાગોરપરશુરામનિરોધભારતીય સંગીતઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારમુખપૃષ્ઠસામાજિક વિજ્ઞાન🡆 More