ભારતના વડાપ્રધાન

ભારતના વડા પ્રધાન ભારત સરકારના વડા છે.

ભારતની સંસદીય પ્રણાલીમાં સંવિધાન ભારતના રાષ્ટ્રપતિને દેશના પ્રમુખ તરીકે વર્ણવે છે. પરંતુ, ખરી સત્તા વડા પ્રધાન અને તેમના મંત્રીમંડળના હાથમાં હોય છે. વડા પ્રધાનની નિમણૂંંક અને સોગંદનામું રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સામાન્ય રીતે વડા પ્રધાન લોક સભામાં બહુમતી ધરાવતા પક્ષનો નેતા હોય છે.

ભારતના વડાપ્રધાન
ભારતના વડા પ્રધાનોના (જન્મ પ્રમાણે રાજ્યો)

૧૯૪૭થી ભારતમાં ૧૪ વડા પ્રધાનો રહી ચૂક્યા છે, ૧૫મા વડા પ્રધાન ગુલઝારીલાલ નંદા બે વખત કાર્યકારી વડા પ્રધાન રહ્યા હતા. પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હતા, જેમણે ભારતની સ્વતંત્રતા સમયે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ શપથ લીધા હતા. મે ૧૯૬૪માં તેમના મૃત્યુ સુધી તેઓ વડા પ્રધાન રહ્યા હતા અને ભારતના સૌથી લાંબો સમય પદ પર રહેનાર વડા પ્રધાન હતા. તેમના પછી લાલ બહાદુર શાસ્ત્રી વડા પ્રધાન બન્યા હતા અને તેમના ૧૯ મહિનાના શાસન પછી તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી નહેરુના પુત્રી ઈન્દિરા ગાંધી વડા પ્રધાન બન્યા હતા. ૧૧ વર્ષ પછી જનતા પાર્ટીના ચૂંટાતા ઈન્દિરા ગાંધીના શાસનનો અંત આવ્યો હતો અને મોરારજી દેસાઈ પ્રથમ બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા હતા. ૧૯૭૯માં તેમના રાજીનામા પછી તેમના ઉપ વડા પ્રધાન ચરણ સિંહ કોંગ્રેસના ટેકાથી ૬ મહિનાના ટૂંકા ગાળા માટે વડા પ્રધાન બન્યા હતા અને ત્યાર પછી ફરી ઇન્દિરા ગાંધી સત્તામાં આવ્યા હતા. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ તેમની હત્યા થતાં તે જ સાંજે તેમના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા, જેઓ તેમના કુટુંબમાંથી ત્રીજા વડા પ્રધાન હતા. અત્યાર સુધીમાં નહેરુ-ગાંધી પરિવાર કુલ ૩૭ વર્ષ ૩૦૩ દિવસો સુધી વડા પ્રધાન પદે રહી ચૂક્યું છે.

રાજીવ ગાંધીના પાંચ વર્ષ પછી તેમના જ સાથી વી. પી. સિંહે જનતા દળના નેતા તરીકે નેશનલ ફ્રન્ટ ગઠબંધનની મદદથી ૧૯૮૯માં સરકાર બનાવી. નવેમ્બર ૧૯૯૦માં ચંદ્ર શેખર ૬ મહિના માટે વડા પ્રધાન બન્યા અને જૂન ૧૯૯૧માં પી. વી. નરસિંહરાવના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પક્ષ સત્તા પર પરત ફર્યો. રાવની પાંચ વર્ષની મુદ્દત પછી ચાર ટૂંકાગાળાના વડા પ્રધાનો સત્તા પર આવ્યા, જેમાં ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયી (૧૩ દિવસ માટે), યુનાઇટેડ ફ્રંટના એચ. ડી. દેવગૌડા, આઇ. કે. ગુજરાલ તેમજ ૧૯૯૮-૯૯માં વાજપેયી (૧૯ મહિના માટે)નો સમાવેશ થાય છે. ૧૯૯૯માં ત્રીજી વખત વાજપેયી વડા પ્રધાન બન્યા અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ પાંચ વર્ષ સત્તા પર રહ્યો, જે આમ કરવાવાળી પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર હતી. વાજપેયી પછી કોંગ્રેસ સત્તા પર પરત ફરી અને મનમોહન સિંહ બે મુદ્દત માટે ૧૦ વર્ષ સુધી યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુ.પી.એ.) ગઠબંધનના વડા પ્રધાન રહ્યા. ૨૦૧૪માં ભારતીય જનતા પક્ષના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એન.ડી.એ.) સત્તા પર આવ્યો. ૨૬ મે ૨૦૧૪ના રોજ નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા, જે એક જ પક્ષની બહુમતી ધરાવતી પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર છે. ઓગસ્ટ ૨૦૨૦માં નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ રહેનારા બિન-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા હતા.

ચાવી

ભારતના વડાપ્રધાનોની યાદી

ક્રમ નામ
(જન્મ–મૃત્યુ)
છબી પૂર્વ પદ પક્ષ
(ગઠબંધન)
મત વિસ્તાર સત્તા નિમણુક લોક સભા
જવાહરલાલ નેહરુ
(૧૮૮૯–૧૯૬૪)
ભારતના વડાપ્રધાન  ભારતની કામચલાઉ સરકારના ઉપ વડાપ્રધાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ફુલપુર, ઉત્તર પ્રદેશ ૧૫ ઓગસ્ટ
૧૯૪૭
૧૫ એપ્રિલ
૧૯૫૨
16 વર્ષો, 286 દિવસો લોર્ડ માઉન્ટબેટન બંધારણીય સભા
૧૫ એપ્રિલ
૧૯૫૨
૧૭ એપ્રિલ
૧૯૫૭
રાજેન્દ્ર પ્રસાદ ૧લી
૧૭ એપ્રિલ
૧૯૫૭
૨ એપ્રિલ
૧૯૫૭
૨જી
૨ એપ્રિલ
૧૯૫૭
૨૭ મે
૧૯૬૪[†]
૩જી
ગુલઝારીલાલ નંદા (કાર્યકારી)
(૧૮૯૮–૧૯૯૮)
ભારતના વડાપ્રધાન  શ્રમ અને મજૂર મંત્રી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાબરકાંઠા, ગુજરાત ૨૭ મે
૧૯૬૪
૯ જૂન
૧૯૬૪
૧૩ દિવસો સર્વપલ્લી રાધાકૃષ્ણન
લાલ બહાદુર શાસ્ત્રી
(૧૯૦૪–૧૯૬૬)
ભારતના વડાપ્રધાન  ગૃહ મંત્રી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અલાહાબાદ, ઉત્તર પ્રદેશ ૯ જૂન
૧૯૬૪
૧૧ જાન્યુઆરી
૧૯૬૬[†]
1 વર્ષો, 216 દિવસો સર્વપલ્લી રાધાકૃષ્ણન
ગુલઝારીલાલ નંદા (કાર્યકારી)
(૧૮૯૮–૧૯૯૮)
ભારતના વડાપ્રધાન  ગૃહ મંત્રી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાબરકાંઠા, ગુજરાત ૧૧ જાન્યુઆરી
૧૯૬૬
૨૪ જાન્યુઆરી
૧૯૬૬
૧૩ દિવસો સર્વપલ્લી રાધાકૃષ્ણન
ઈન્દિરા ગાંધી
(૧૯૧૭–૧૯૮૪)
ભારતના વડાપ્રધાન  માહિતી અને પ્રસારણ મંત્રી

વડા પ્રધાન

(ફરી-ચૂંટાયેલ)

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉત્તર પ્રદેશ તરફથી રાજ્ય સભાના સભ્ય ૨૪ જાન્યુઆરી
૧૯૬૬
૪ માર્ચ
૧૯૬૭
11 વર્ષો, 59 દિવસો સર્વપલ્લી રાધાકૃષ્ણન
૪ માર્ચ
૧૯૬૭
૧૫ માર્ચ
૧૯૭૧
વી. વી. ગિરિ ૪થી
૧૫ માર્ચ
૧૯૭૧
૨૪ માર્ચ
૧૯૭૭
૫મી
મોરારજી દેસાઈ
(૧૮૯૬–૧૯૯૫)
ભારતના વડાપ્રધાન  નાણાં મંત્રી અને ૧૯૬૯માં તેમના રાજીનામા પહેલા ઉપ વડાપ્રધાન જનતા પાર્ટી સુરત, ગુજરાત ૨૪ માર્ચ
૧૯૭૭
૨૮ જુલાઇ
૧૯૭૯[RES]
2 વર્ષો, 126 દિવસો બી. ડી. જત્તી

(કાર્યકારી રાષ્ટ્રપતિ)

૬ઠ્ઠી
ચરણ સિંહ
(૧૯૦૨–૧૯૮૭)
ભારતના વડાપ્રધાન  નાણાં મંત્રી જનતા પાર્ટી (સેક્યુલર)
કોંગ્રેસ સાથે
બાઘપત, ઉત્તર પ્રદેશ ૨૮ જુલાઇ
૧૯૭૯
૧૪ જાન્યુઆરી
૧૯૮૦[RES]
170 દિવસો નીલમ સંજીવ રેડ્ડી
(૩) ઈન્દિરા ગાંધી
(૧૯૧૭–૧૯૮૪)
ભારતના વડાપ્રધાન  ભૂતપૂર્વ વડાપ્રધાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇ) મેદક, આંધ્ર પ્રદેશ ૧૪ જાન્યુઆરી
૧૯૮૦[§]
૩૧ ઓક્ટોબર
૧૯૮૪[†]
4 વર્ષો, 291 દિવસો નીલમ સંજીવ રેડ્ડી ૭મી
રાજીવ ગાંધી
(૧૯૪૪–૧૯૯૧)
ભારતના વડાપ્રધાન  અમેઠીના સાંસદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇ) અમેઠી, ઉત્તર પ્રદેશ ૩૧ ઓક્ટોબર
૧૯૮૪[†]
૩૧ ડિસેમ્બર
૧૯૮૪
5 વર્ષો, 32 દિવસો ઝૈલસિંઘ
૩૧ ડિસેમ્બર
૧૯૮૪
૨ ડિસેમ્બર
૧૯૮૯
૮મી
વિશ્વનાથ પ્રતાપ સિંઘ
(૧૯૩૧–૨૦૦૮)
ભારતના વડાપ્રધાન  રક્ષા મંત્રી જનતા દળ
(નેશનલ ફ્રંટ)
ફતેહપુર, ઉત્તર પ્રદેશ ૨ ડિસેમ્બર
૧૯૮૯
૧૦ નવેમ્બર
૧૯૯૦[NC]
343 દિવસો આર. વેકંટરામન ૯મી
ચંદ્રશેખર
(૧૯૨૭–૨૦૦૭)
ભારતના વડાપ્રધાન  બલિયાના સાંસદ સમાજવાદી જનતા પાર્ટી
કોંગ્રેસ સાથે
બલિયા, ઉત્તર પ્રદેશ ૧૦ નવેમ્બર
૧૯૯૦
૨૧ જૂન
૧૯૯૧
223 દિવસો આર. વેકંટરામન
પામુલપાર્થી વેકંટ નરસિંહ રાવ
(૧૯૨૧–૨૦૦૪)
ભારતના વડાપ્રધાન  વિદેશ મંત્રી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇ) નાંદયાલ, આંધ્ર પ્રદેશ ૨૧ જૂન
૧૯૯૧
૧૬ મે
૧૯૯૬
4 વર્ષો, 330 દિવસો આર. વેકંટરામન ૧૦મી
૧૦ અટલ બિહારી વાજપેયી
(૧૯૨૪-૨૦૧૮)
ભારતના વડાપ્રધાન  વિદેશ મંત્રી ભારતીય જનતા પાર્ટી લખનૌ, ઉત્તર પ્રદેશ ૧૬ મે
૧૯૯૬
૧ જૂન
૧૯૯૬[RES]
16 days શંકર દયાલ શર્મા ૧૧મી
૧૧ એચ. ડી. દેવે ગોવડા
(જન્મ ૧૯૩૩)
ભારતના વડાપ્રધાન  કર્ણાટકના મુખ્યમંત્રી જનતા દળ
(યુનાઇટેડ ફ્રંટ)
કર્ણાટક તરફથી રાજ્ય સભાના સભ્ય ૧ જૂન
૧૯૯૬
૨૧ એપ્રિલ
૧૯૯૭[RES]
324 દિવસો શંકર દયાલ શર્મા
૧૨ ઇન્દ્ર કુમાર ગુજરાલ
(૧૯૧૯–૨૦૧૨)
ભારતના વડાપ્રધાન  વિદેશ મંત્રી જનતા દળ
(યુનાઇટેડ ફ્રંટ)
બિહાર તરફથી રાજ્ય સભાના સભ્ય ૨૧ એપ્રિલ
૧૯૯૭
૧૯ માર્ચ
૧૯૯૮
332 દિવસો શંકર દયાલ શર્મા
(૧૦) અટલ બિહારી વાજપેયી
(૧૯૨૪-૨૦૧૮)
ભારતના વડાપ્રધાન  ભૂતપૂર્વ વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટી
(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)
લખનૌ, ઉત્તર પ્રદેશ ૧૯ માર્ચ
૧૯૯૮[§]
૧૦ ઓક્ટોબર
૧૯૯૯
6 વર્ષો, 64 દિવસો કે. આર. નારાયણ ૧૨મી
૧૦ ઓક્ટોબર
૧૯૯૯
૨૨ મે
૨૦૦૪
૧૩મી
૧૩ મનમોહન સિંહ
(જન્મ ૧૯૩૨)
ભારતના વડાપ્રધાન  નાણાં મંત્રી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
(યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ)
આસામ તરફથી રાજ્ય સભાના સભ્ય ૨૨ મે
૨૦૦૪
૨૨ મે
૨૦૦૯
10 વર્ષો, 4 દિવસો એ. પી. જે. અબ્દુલ કલામ ૧૪મી
૨૨ મે
૨૦૦૯
૨૬ મે
૨૦૧૪
પ્રતિભા પાટીલ ૧૫મી
૧૪ નરેન્દ્ર મોદી
(જન્મ ૧૯૫૦)
ભારતના વડાપ્રધાન  ગુજરાતના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટી
(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)
વારાણસી, ઉત્તર પ્રદેશ ૨૬ મે
૨૦૧૪
૩૦ મે ૨૦૧૯ 9 વર્ષો, 327 દિવસો પ્રણવ મુખર્જી ૧૬મી
૩૦ મે ૨૦૧૯ હાલમાં રામનાથ કોવિંદ ૧૭મી

નોંધ

સમયરેખા

નરેન્દ્ર મોદીમનમોહન સિંહઅટલ બિહારી વાજપેયીઇન્દ્ર કુમાર ગુજરાલએચ. ડી. દેવે ગૌડાઅટલ બિહારી વાજપેયીપી. વી. નરસિંહા રાવચંદ્ર શેખરવિશ્વનાથ પ્રતાપ સિંહરાજીવ ગાંધીઈન્દિરા ગાંધીમોરારજી દેસાઈઈન્દિરા ગાંધીગુલઝારીલાલ નંદાલાલ બહાદુર શાસ્ત્રીગુલઝારીલાલ નંદાજવાહરલાલ નેહરુભારતના વડાપ્રધાન

સંદર્ભ

પૂરક વાચન

Tags:

ભારતના વડાપ્રધાન ચાવીભારતના વડાપ્રધાન ોની યાદીભારતના વડાપ્રધાન સંદર્ભભારતના વડાપ્રધાન પૂરક વાચનભારતના વડાપ્રધાનભારત સરકારભારતના રાષ્ટ્રપતિલોક સભા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નળાખ્યાન (પ્રેમાનંદ)કારડીયાકૃત્રિમ વરસાદગુજરાતના લોકમેળાઓઉજ્જૈનખાખરોદાહોદરાજકોટપૃથ્વી દિવસચોઘડિયાંઐશ્વર્યા રાયતક્ષશિલાભજનભારતીય રેલસીદીસૈયદની જાળીભારતીય નાગરિકત્વપટેલસૌરાષ્ટ્રપ્રદૂષણઅલંગઆઇઝેક ન્યૂટનહવામાનહર્ષ સંઘવીનવનિર્માણ આંદોલનભારતમાં પરિવહનતબલાઔદ્યોગિક ક્રાંતિમોહેં-જો-દડોજૂનું પિયેર ઘરનિરોધપ્રત્યાયનસંયુક્ત રાષ્ટ્રસંઘવિરાટ કોહલીમાંડવી (કચ્છ)ભારતના રાજ્ય વૃક્ષોની યાદીગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'ઝૂલતા મિનારાવાઈતત્વમસિશંકરસિંહ વાઘેલાકચ્છનું રણવેણીભાઈ પુરોહિતપીપળોઇસ્લામવૃશ્ચિક રાશીરતિલાલ બોરીસાગરગાંધીનગરરવિન્દ્રનાથ ટાગોરઅમિતાભ બચ્ચનનવસારી લોક સભા મતવિસ્તારભારત સરકારમોરબાવળકોમ્પ્યુટર વાયરસનળ સરોવરદુર્યોધનપાણી (અણુ)યુનાઇટેડ કિંગડમદુકાળબાલમુકુન્દ દવેચીનરાયણગુપ્તરોગહૃદયરોગનો હુમલોકમ્પ્યુટર હાર્ડવેરગુજરાત દિનદશાવતારબૌદ્ધ ધર્મગોકુળશ્રીરામચરિતમાનસસોમનાથફ્રાન્સની ક્રાંતિબનાસકાંઠા લોક સભા મતવિસ્તારસ્વામી વિવેકાનંદજય વસાવડાઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ🡆 More