ફણસ

ફણસ એ એક વનસ્પતિ છે.

તેનું ઝાડ અને તેનાં મોટા કદના ફળ બંનેને ગુજરાતી ભાષામાં ફણસ તરીકે ઓળખાય છે. વિશ્વમાં તેમ જ ભારતીય ઉપખંડમાં જોવા મળતાં ફળોમાં ફણસ એક જુદા જ પ્રકારના દેખાવવાળું, પણ ખાવાલાયક ફળ છે. તે ફળ કદમાં ઘણું મોટું હોય છે. ફણસનું વૃક્ષ દેખાવમાં લીલુંછમ હોવાથી ઘરની આસપાસ ઉગાડવામાં આવે છે. ચારથી છ ઇંચના લંબગોળ પાનવાળાં ઘેરા લીલા રંગનાં વૃક્ષો ઘટાદાર હોય છે. અપરિપકવ (કાચું) ફણસ અણગમતી વાસ ધરાવતું હોય છે. પરિપકવ (પાકકું) ફણસમાં અસંખ્ય પીળા રંગનાં બીજ મોટા કદનાં હોય છે. અંદર કેરીની ગોટલી જેવું બીજ અને ઉપર પીળા રંગનું ફળ હોય છે, જે દક્ષિણ ગુજરાતમાં 'ચાંપા' તરીકે ઓળખાય છે. તે સ્વાદમાં મીઠું હોય છે. તેનાં બીજનું શાક પણ દક્ષિણ ગુજરાતમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તર ભારત અને કોંકણ જેવા દરિયાકિનારાના પ્રદેશમાં તેમાંથી અનેક વાનગીઓ પણ બનાવવામાં આવે છે, જેમ કે કાચા ફણસનું શાક, પાકાં ફણસનો હલવો, પૂરણપોળી, અથાણાં, સૂકવેલાં ચીરીયાં (ચીપ્સ) વગેરે. ફણસના અનેક પ્રકાર થાય છે. વૃક્ષ પર થતું એ સૌથી મોટું ફળ હોય છે. તેનાં ૩ ફૂટ લાંબા અને ૨૦ ઇંચના મોટા ફળ પણ જોવા મળે છે. મૂળ વિષુવવૃત્તીય જંગલોનું આ ફળ હવે વિશ્વમાં દરેક જગ્યાએ જોવા મળે છે. દરેક દેશમાં એનાં જુદાં જુદાં નામો હોય છે. કેટલાક દેશોમાં તેનાં બીજને શેકીને ખવાય છે. અને ફળોનું શાક બનાવી ખવાય છે.

jackfruit
ફણસ
Jackfruit tree with fruit
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Rosales
Family: Moraceae
Tribe: Artocarpeae
Genus: 'Artocarpus'
Species: ''A. heterophyllus''
દ્વિનામી નામ
Artocarpus heterophyllus
Lam.
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ
  • Artocarpus brasiliensis Ortega
  • A. integer auct.  (not to be confused with A. integer Spreng.)
  • A. integrifolius auct.
  • A. integrifolius L.f.
  • A. maximus Blanco
  • A. nanca Noronha (nom inval.)
  • A. philippensis Lam.
ફણસ
ફણસ

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અજય દેવગણએઇડ્સગુજરાત વડી અદાલતમગજધ્વનિ પ્રદૂષણઘર ચકલીકેરમયાદવઅખા ભગતફુગાવોએશિયાઇ સિંહતકમરિયાંઉચ્ચતર માધ્યમિક શાળાખેતીનર્મદભારતના ચારધામહમીરજી ગોહિલસામ પિત્રોડાસાંખ્ય યોગઅંકશાસ્ત્રપુ્ષ્ટિમાર્ગ બેઠકગોધરાકેદારનાથદક્ષિણ ગુજરાતરાજધાનીઆવર્ત કોષ્ટકખેડા જિલ્લોરમણભાઈ નીલકંઠદાદા હરિર વાવકૃષ્ણટ્વિટરઅર્જુનવિષાદ યોગહાજીપીરશિખરિણીભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓલોકનૃત્યઓખાહરણવ્યક્તિત્વભાવનગરનરસિંહસાગમહેસાણા જિલ્લોકેન્સરગુજરાતના લોકસભા મતવિસ્તારોકૃષ્ણકુમારસિંહ ગોહીલભોંયરીંગણીજાહેરાતગુજરાતી રંગભૂમિબુર્જ દુબઈચક્રવાતદલપતરામઇલોરાની ગુફાઓવીર્યચોટીલાયુટ્યુબસાળંગપુરખીજડોહનુમાન જયંતીકાળકા માતા મંદિર, પાવાગઢચામુંડાઅભિમન્યુઅલ્પેશ ઠાકોરગુજરાતી અંક૨૦૦૧ ગુજરાત ધરતીકંપદ્વારકાબીજું વિશ્વ યુદ્ધપશ્ચિમ ઘાટકપાસઅલ્પ વિરામમહાત્મા ગાંધીનું કુટુંબશ્રીમદ્ ભગવદ્ ગીતાનવગ્રહમોગલ માચંદ્રગાંધીનગરઐશ્વર્યા રાયગરુડ પુરાણભારત સરકાર🡆 More