પ્રિયંકા ચોપરા: ભારતીય ચલચિત્ર અભિનેત્રી

પ્રિયંકા ચોપરા (હિન્દી: प्रियंका चोपड़ा; જન્મ જુલાઇ ૧૮, ૧૯૮૨) ભારતીય ચલચિત્ર અભિનેત્રી અને ભૂતપુર્વ વિશ્વ સુંદરી (Miss World) છે.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા: જીવન, વિશ્વ સુંદરી, અભિનય યાત્રા
Priyanka Chopra Edit this on Wikidata
જન્મ૧૮ જુલાઇ ૧૯૮૨ Edit this on Wikidata
જમશેદપુર Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • La Martiniere Lucknow
  • John F. Kennedy High School
  • North Central High School Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા (૨૦૦૨–), ચલચિત્ર નિર્માતા, મોડલ Edit this on Wikidata
પુરસ્કારો
  • પદ્મશ્રી (કળા માટે) (૨૦૧૬)
  • રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર - સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર (Fashion, ૨૦૦૯)
  • People's Choice Award for Favorite Actress in a New TV Series (ક્વોન્ટિકો, 42nd People's Choice Awards, ૨૦૧૬)
  • ૧૦૦ સ્ત્રીઓ (BBC) (૨૦૨૨) Edit this on Wikidata
સહી
પ્રિયંકા ચોપરા: જીવન, વિશ્વ સુંદરી, અભિનય યાત્રા
પદની વિગતUNICEF Goodwill Ambassador (૨૦૧૦–) Edit this on Wikidata

ભારત સુંદરી વિશ્વ (Miss India World)નો ખિતાબ અને પછીથી વિશ્વ સુંદરી ૨૦૦૦ (Miss World 2000)નો ખિતાબ જીત્યા પછી, પ્રિયંકાએ પોતાની અભિનય કારકિર્દી, ઇ.સ.૨૦૦૨ માં તમિલ ચલચિત્ર થામિઝહાન (Thamizhan) થી શરૂ કરી. પછીના વર્ષે, તેણીએ 'અનિલ શર્મા'ના ચલચિત્ર "ધ હીરો:લવસ્ટોરી ઓફ્ અ સ્પાય" થી હિન્દી ચલચિત્ર જગત (બોલિવુડ) માં પ્રવેશ કર્યો અને તેજ વર્ષે તેમનું બીજું ચલચિત્ર "અંદાઝ" જબરજસ્ત સફળ નિવડ્યું, જેને માટે તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ મહિલા નવાંગતુક પુરસ્કાર મળ્યો. અબ્બાસ-મસ્તાન નિર્મિત, વિવેચકો દ્વારા પ્રશંસિત અભિનય યુક્ત ચલચિત્ર "ઐતરાઝ" માટે તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર મળ્યો. ત્યાર બાદ પ્રિયંકાએ ઘણી વ્યવસાઇક સફળતાપ્રાપ્ત ચલચિત્રો આપ્યા. ૨૦૦૮ માં "ફેશન" ચલચિત્ર માટે તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર પ્રાપ્ત થયો. આથી તેણી એક પ્રસિધ્ધ અબિનેત્રી તરીકે પ્રસ્થાપિત થઇ.

જીવન

પ્રિયંકા ચોપરાનો જન્મ જમશેદપુર, ઝારખંડ માં અશોક ચોપરા અને મધુ અખૌરી જે બંને ડોક્ટર હતા, તેમને ત્યાં થયો. . તેણીએ નાનપણ બરેલી (ઉત્તરપ્રદેશ), ન્યુટન (માસાચ્યુસેટ્સ) અને સેડર રેપિડ્સ (આયોવા) માં વિતાવ્યુ. તેણીનાં પિતા લશ્કરમાં હોવાને કારણે તેમને અવારનવાર ઘર બદલવું પડતું. તેણીના પિતા બરેલીસ્થિત પંજાબી ખત્રી કુટુંબમાંથી હતા, અને માતા જમશેદપુરસ્થિત મલયાલમ પરિવારમાંથી હતા. તેણીને સિધ્ધાર્થ નામે એક ભાઈ છે જે તેનાથી સાત વર્ષ નાનો છે.

પ્રિયંકા ચોપરાએ બરેલીમાં મારીયા ગોરેટ્ટી અને લખનૌમાં લા માર્ટીનિયર કન્યા શાળામાં યુવાનીમાં અભ્યાસ કર્યો. પિતા અશોક ભારતીય સેનામાં ડોક્ટર હોવાને કારણે વારંવાર સ્થળ બદલવું પડતું. ત્યાર પછી તેણી અમેરિકા ગઇ, ત્યાં તેણીએ ન્યુટન (માસાચ્યુસેટ્સ)માં ન્યુટન્સ સાઉથ હાઇસ્કૂલમાં અને પછી જહોન એફ. કેનેડી હાઇસ્કૂલ, સેડર રેપિડ્સ (આયોવા) માં અભ્યાસ કર્યો. તેણીએ ભારત પરત ફરીને બરેલી ખાતે લશ્કરી શાળામાં ઉચ્ચ શિક્ષણ લીધું. તેણીએ જયહિન્દ કોલેજ મુંબઇમાં પ્રવેશ લીધો, પરંતુ મિસ વર્લ્ડ ખિતાબ જિત્યા પછી કોલેજ છોડી દીધી.

વિશ્વ સુંદરી

પ્રિયંકાને ભારત સુંદરીનો અને પછી વિશ્વ સુંદરીનો તાજ ૨૦૦૦ માં પ્રાપ્ત થયો. તેજ વર્ષે, લારા દત્તા (Lara Dutta) અને દિયા મિર્ઝા (Dia Mirza), બંન્નેએ અનુક્રમે બ્રહ્માંડ સુંદરી (Miss Universe) અને એશિયા પેસિફિક સુંદરી (Miss Asia Pacific)નો તાજ અર્જીત કર્યો હતો, જે એકજ દેશ દ્વારા ત્રણેય જીત મેળવવાનો દુર્લભ અવસર ગણાય છે.

જ્યારે પ્રિયંકાએ વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યો, ત્યારે તે આ ખિતાબ જીતનાર પાંચમી ભારતીય મહિલા અને છેલ્લા સાત વર્ષમાં આ ખિતાબ જીતનાર ચોથી ભારતીય મહિલા હતી.

અભિનય યાત્રા

વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યા પછી, પ્રિયંકા અભિનેત્રી બની. હિન્દી ચલચિત્રોમાં પ્રવેશતા પહેલાં,તેણીએ ૨૦૦૨ માં તમિલ ચલચિત્ર "તામિઝ્હાન"માં પ્રથમ વખત અભિનય કર્યો, જેમાં તેણીએ ગીત પણ ગાયું. ૨૦૦૩ માં, તેણીની પ્રથમ હિન્દી ફિલ્મ "ધ હીરો:લવ સ્ટોરી ઓફ અ સ્પાય" પ્રકાશિત થઇ અને તે માટે તેમણે સારી પ્રસંશા મેળવી. એક સામાન્ય દરજ્જાની ફિલ્મ હોવા છતાં, તે વર્ષની સર્વોત્તમ કમાણી કરનાર ફિલ્મોમાં તેની ગણના થઇ.

તેણીની પછીની ફિલ્મ અંદાઝ અક્ષય કુમાર સાથે હતી જે સફળ થઇ. જેમણે તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ મહિલા નવાંગતુક પુરસ્કાર અપાવ્યો અને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પુરસ્કાર માટે પણ નામાંકન પ્રાપ્ત થયું.

ત્યાર બાદની તેણીની થોડી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર નબળો દેખાવ કર્યો.

૨૦૦૪ માં, તેણીની ફિલ્મ "મુજસે શાદી કરોગી" આવી, અને તે વર્ષની તૃતિય સર્વશ્રેષ્ઠ કમાણી કરનાર ફિલ્મ બની.

ત્યાર બાદ પ્રકાશિત, "ઐતરાઝ", જે 'ડેમી મૂર'ની અંગ્રેજી ફિલ્મ "ડિસ્ક્લોઝર"ની નકલ હતી. જેમાં પ્રથમ વખત તેણીએ નકારાત્મક ભૂમિકા કરી, તેમાં તેણીએ ખલનાઇકા ની ભૂમિકા ભજવી. તેમાં તેણીનો અભિનય વિવેચકોની પ્રશંસા પામ્યો. અને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યો. તેમાં તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પુરસ્કાર માટે પણ નામાંકન પ્રાપ્ત થયું. એજ વર્ષમાં, તેણીએ "ટેમ્પટેશન ૨૦૦૪" નામક વિશ્વ ભ્રમણમાં પણ, અન્ય ઉચ્ચ કક્ષાનાં અભિનેતાઓ, જેવાકે શાહરૂખ ખાન, સૈફ અલીખાન, રાની મુખર્જી, પ્રિતિ જિંટા અને અર્જુન રામપાલ, જેવાઓ સાથે ભાગ લીધો.

૨૦૦૫માં તેણીની ઘણી ફિલ્મો પ્રદર્શિત થઇ, પણ મોટા ભાગનીએ ટિકિટબારી પર સારો દેખાવ ન કર્યો.

૨૦૦૬માં પ્રિયંકા ચોપરા તે વર્ષની ખૂબ સફળ ફિલ્મોમાં સ્થાન પામેલી બે ફિલ્મો ક્રિશ અને ડોન માં ચમકી. .

૨૦૦૭માં પ્રિયંકાએ નિખિલ અડવાણી ની ફિલ્મ સલામ-એ-ઇશ્ક કરી, જે ટિકિટબારી પર નિષ્ફળ ગયું. ત્યાર પછી આવેલ બિગ બ્રધર પણ અસફળ રહ્યું. ૨૦૦૮માં તેણીની રજૂઆત પામેલી ફિલ્મો જેવી કે, લવસ્ટોરી ૨૦૫૦, ગોડ તુસ્સી ગ્રેટ હો, ચમકુ, દ્રોણા, બધીની ગણતરી નિષ્ફળ તરીકે થઇ. જોકે, તેની તાજેતરમાં રજૂ થયેલ ફિલ્મો, ફેશન, દોસ્તાના, સફળ થઇ તેમજ વિવેચકોની પણ પ્રશંસા પામી. ઉપરાંત તેણી ફિલ્મફેર નો શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર તથા સંખ્યાબંધ બીજા પુરસ્કારો પણ જીતી.

૨૦૦૯માં તેણી વિશાલ ભારદ્વાજ ની કમિને, આશુતોષ ગોવારીકર ની વોટ્સ યોર રાશિ, અને જુગલ હંસરાજ ની પ્યાર ઈમ્પોસિબલ માં દેખાઇ.

પુરસ્કાર અને સન્માન

મુખ્ય લેખ:(પ્રિયંકા ચોપરાના પુરસ્કારો અને નામાંકનોની યાદી)

રાષ્ટ્રીય ચલચિત્ર પૂરસ્કાર

વિજેતા

  • ૨૦૦૯: શ્રેષ્ઠ અભિનેત્રી - રાષ્ટ્રીય ચલચિત્ર પૂરસ્કાર; ફેશન[1]

ફિલ્મફેર પૂરસ્કાર

વિજેતા

  • ૨૦૦૩: ફિલ્મફેર શ્રેષ્ઠ નવાગંતૂક પૂરસ્કાર; અંદાઝ
  • ૨૦૦૫: ફિલ્મફેર શ્રેષ્ઠ ખલનાયિકા પૂરસ્કાર; ઐતરાઝ
  • ૨૦૦૯: ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પૂરસ્કાર; ફેશન

નામાંકિત

  • ૨૦૦૩: ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પૂરસ્કાર; અંદાઝ
  • ૨૦૦૫: ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પૂરસ્કાર; ઐતરાઝ
  • ૨૦૧૦: ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પૂરસ્કાર; કમિને[2]

સ્ટાર સ્ક્રિન પૂરસ્કાર

વિજેતા

  • ૨૦૦૫: સ્ટાર સ્ક્રિન શ્રેષ્ઠ ખલનાયિકા પૂરસ્કાર; એતરાઝ[3]
  • ૨૦૦૯: સ્ટાર સ્ક્રિન શ્રેષ્ઠ અભિનેત્રી પૂરસ્કાર; ફેશન

નામાંકિત

  • ૨૦૦૪: સ્ટાર સ્ક્રિન પૂરસ્કાર સૌથી વધુ આશાસ્પદ નવાગંતૂક - મહિલા; અંદાઝ[4]
  • ૨૦૦૫: સ્ટાર સ્ક્રિન પૂરસ્કાર જોડી નં. ૧, અક્ષયકુમાર સાથે; ઐતરાઝ[5]
  • ૨૦૧૦: સ્ટાર સ્ક્રિન પૂરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી; કમિને
  • ૨૦૧૦: સ્ટાર સ્ક્રિન પૂરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી; વોટ્સ યોર રાશિ?

ઝી સિને પૂરસ્કાર

નામાંકિત

  • ૨૦૦૪: ઝી સિને પૂરસ્કાર શ્રેષ્ઠ મહિલા નવાગંતૂક; 'ધ હિરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાય' અને 'અંદાઝ'[6]
  • ૨૦૦૫: ઝી સિને પૂરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી નકારાત્મક ભૂમિકામાં; ઐતરાઝ[7]

આંતરરાષ્ટ્રીય ભારતીય ચલચિત્ર અકાદમી પૂરસ્કાર

વિજેતા

  • ૨૦૦૭: IIFA પૂરસ્કાર પડદા પરની શ્રેષ્ઠ સુંદરી ; ક્રિશ
  • ૨૦૦૯: IIFA પૂરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી; ફેશન

નામાંકિત

  • ૨૦૦૪: IIFA શ્રેષ્ઠ નવાગંતૂક; અંદાઝ
  • ૨૦૦૫: IIFA શ્રેષ્ઠ ખલનાયિકા પૂરસ્કાર; ઐતરાઝ
  • ૨૦૧૦: IIFA શ્રેષ્ઠ અભિનેત્રી પૂરસ્કાર; કમિને

સ્ટારડસ્ટ પૂરસ્કાર

વિજેતા

  • ૨૦૦૪: સ્ટારડસ્ટ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પૂરસ્કાર; 'ધ હિરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાય'
  • ૨૦૦૫: સ્ટારડસ્ટ આવતીકાલનો ચમકતો સિતારો - મહિલા; મુઝસે શાદી કરોગી
  • ૨૦૦૯: સ્ટારડસ્ટ વર્ષનો સિતારો - મહિલા; ફેશન અને દોસ્તાના

નામાંકિત

  • ૨૦૦૬: સ્ટારડસ્ટ આવતીકાલનો ચમકતો સિતારો - મહિલા; વક્ત: ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ
  • ૨૦૧૦: સ્ટારડસ્ટ વર્ષનો સિતારો - મહિલા; કમિને

સબસે ફેવરિટ કૌન પૂરસ્કાર

વિજેતા

  • ૨૦૦૭: સબસે ફેવરિટ કૌન પૂરસ્કાર; સબસે તેજ સિતારા
  • ૨૦૦૯: સબસે ફેવરિટ અભિનેત્રી
  • ૨૦૦૯: સબસે ખૂબસુરત અદા
  • ૨૦૦૯: સબસે ફેવરિટ જોડી (શાહિદ કપૂર સાથે)

ગ્લોબલ ઇન્ડિયન ફિલ્મ પૂરસ્કાર

વિજેતા

  • ૨૦૦૭: GIFA પૂરસ્કાર; વિન્ડોઝ લાઇવ સર્ચ અને મૂવિ ટોકિઝ સૌથી વધુ શોધાયેલ અભિનેત્રી[8]

બંગાળ ફિલ્મ પત્રકાર સંઘ પૂરસ્કાર

વિજેતા

  • ૨૦૦૪, બંગાળ ફિલ્મ પત્રકાર સંઘ પૂરસ્કાર; શ્રેષ્ઠ અભિનેત્રી (હિન્દી ફિલ્મો); ઐતરાઝ

અન્ય પૂરસ્કારો

  • ૨૦૦૭: POGO પૂરસ્કાર સૌથી આશ્ચર્યકાર અભિનેત્રી; ક્રિશ
  • ૨૦૦૭: કેલ્વિનેટર્સ ગ્રેટ વિમેન પૂરસ્કાર; ભારતીય ફિલ્મોમાં પ્રદાન
  • ૨૦૦૮: ઝી અસ્તિત્વ પૂરસ્કાર; ભારતીય ફિલ્મોમાં પ્રદાન
  • ૨૦૦૯: તેણી IIFA-FICCI ફ્રેમ્સ પૂરસ્કાર "દાયકાની સૌથી સશક્ત મનોરંજનકાર" મેળવનાર ૧૦ વ્યક્તિઓમાંની એક છે.[9]
  • ૨૦૦૯: નેલસન બોક્સ ઑફિસ પૂરસ્કાર; Outstanding Contribution to Asian Cinema by The Hollywood Reporter trade journal at The Asian Film Festival, Hong Kong.[10]
  • ૨૦૦૯: લાયન્સ ક્લબ ગોલ્ડ પૂરસ્કાર; શ્રેષ્ઠ અભિનેત્રી; ફેશન
  • ૨૦૦૯: ગોલ્ડન ટ્રીડેન્ટ પૂરસ્કાર; શ્રેષ્ઠ અભિનેત્રી; ફેશન
  • ૨૦૦૯: કોસ્મોપોલિટન પૂરસ્કાર; શ્રેષ્ઠ અભિનેત્રી; ફેશન
  • ૨૦૦૯: શાંઘાઇ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ; જિન જ્યુ પૂરસ્કાર.[11]
  • ૨૦૦૯: NDTV પ્રોફિટ કાર & બાઇક પૂરસ્કાર; વર્ષની બ્રાન્ડ એમ્બેસેડર
  • ૨૦૦૯: શિક્ષકની ઉપલબ્ધિ પૂરસ્કાર; મનોરંજન પૂરસ્કાર[12]
  • ૨૦૦૯: અપ્સરા પૂરસ્કાર; શ્રેષ્ઠ અભિનેત્રી; ફેશન[13]
  • ૨૦૧૦: અપ્સરા પૂરસ્કાર; શ્રેષ્ઠ અભિનેત્રી; કમિને
  • ૨૦૧૦: NDTV પૂરસ્કાર; વર્ષની મહિલા મનોરંજનકર્તા પૂરસ્કાર.[14]
  • ૨૦૧૦: GQ Men of the Year પૂરસ્કાર; વર્ષની મહિલા

પ્રિયંકા ચોપરા: ભારતીય ચલચિત્ર અભિનેત્રી

  • ૨૦૦૬: સ્ટાઇલ ડિવા ૨૦૦૬
  • ૨૦૦૬: એશિયાની સૌથી સેક્સી સ્ત્રી
  • ૨૦૦૯: બૉલિવૂડ હંગામા સર્ફર્સ ચોઇસ પૂરસ્કાર; શ્રેષ્ઠ અભિનેત્રી (ફેશન)

પ્રિયંકા ચોપરા: ભારતીય ચલચિત્ર અભિનેત્રી

વર્ષ ચલચિત્ર પાત્ર નોંધ
૨૦૦૨ તામિઝ્હાન પ્રિયા તમિલ ચલચિત્ર
૨૦૦૩ ધ હીરો:લવસ્ટોરી ઓફ અ સ્પાય શાહીન ઝકરીયા
અંદાઝ જીયા વિજેતા, ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ મહિલા નવાંગતુક પુરસ્કાર
નામાંકન, ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પુરસ્કાર
૨૦૦૪ પ્લાન રાની
કિસ્મત સપના
અસંભવ અલિશા
મુજસે શાદી કરોગી રાની સિંઘ
ઐતરાઝ શ્રીમતિ સોનિયા રોય વિજેતા, ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર
નામાંકન, ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પુરસ્કાર
૨૦૦૫ બ્લેકમેલ શ્રીમતિ રાઠોડ
કરમ શાલિની
વક્ત:ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ પૂજા
યકીન સિમર
બરસાત કાજલ
બ્લફમાસ્ટર સિમ્મી આહુજા
૨૦૦૬ ટેક્ષી નંબર ૯૨૧૧ મહેમાન કલાકાર
૩૬ ચાઇના ટાઉન શૌન મહારાજ મહેમાન કલાકાર
અલગ ગીત સબસે અલગ..માં મહેમાન કલાકાર
ક્રિસ પ્રિયા
આપ કિ ખાતીર અનુ
ડોન:ધ ચેઝ બિગિન્સ અગેઇન રોમા
૨૦૦૭ સલામે ઇશ્ક કામિની
બિગ બ્રધર (Big Brother) આરતી શર્મા
ઓમ શાંતિ ઓમ સ્વયં દીવાનગી દીવાનગી.. ગીતમાં મહેમાન કલાકાર
૨૦૦૮ માય નેમ ઇઝ એન્થોની ગોન્ઝાલ્વિસ સ્વયં મહેમાન કલાકાર
લવ સ્ટોરી ૨૦૫૦ સાના/ઝૈસા બેવડી ભુમિકા
ગોડ તુસ્સી ગ્રેટ હો અલિયા કપૂર
ચમકુ શુભિ
દ્રોણ સોનિયા
ફેશન મેઘના માથુર વિજેતા, ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર
દોસ્તાના નેહા મેલવાણી
૨૦૦૯ બિલ્લુ સ્વયં યુ ગેટ મી રોકિન.. ગીતમાં મહેમાન કલાકાર
કામિની સ્વીટિ નિર્માણાધિન
વોટ`સ યોર રાશિ? ૧૨ અલગ અલગ નામ
2010 પ્યાર ઇમ્પોસિબલ! અલિશા
2010 જાને કહા સે આઈ હૈ પોતાની ભૂમિકામાં કેમિઓ દેખાવ
2010 અન્જાના અન્જાની કિરા મેલહોત્રા
2011 7 ખૂન માફ સુસાન અન્ના-મેરી જોહાન્સ શ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મફેર ક્રિટીક્સ એવોર્ડ

શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન, ફિલ્મફેર એવોર્ડ

2011 રા વન દેશી ગર્લ કેમિઓ દેખાવ
2011 ડોન 2 રોમા
2012 અગ્નિપથ કાલી ગવાદે
તેરી મેરી કહાની આરાધના
બરફી! ઝિલમિલ ચેટર્જી શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન, ફિલ્મફેર એવોર્ડ
2013 દિવાના મૈ દિવાના પ્રિયા
ગર્લ રાઈસિંગ નેરેટર દસ્તાવેજી
શૂટ આઉટ વડાલા બબલી ગીત માં કેમિયોની ભૂમિકા દેખાવ "બબલી બદમાશ હૈ"
બૉમ્બે ટૉકીઝ પોતાની ભૂમિકામાં ગીત માં કેમિયોની ભૂમિકા દેખાવ "અપના બૉમ્બે ટૉકીઝ"
પ્લેન્સ ઈશાની ઇંગલિશ ફિલ્મ

દ્રશ્ય પર અવાજ નું આવરણ

ઝંઝીર તૂફાન ઈન તેલગુ માલા દ્વિભાષી ફિલ્મ (હિન્દી અને તેલુગુ)
ક્રિશ 3 પ્રિયા મહેરા
ગોલિયોન કી રામલિલા રાસલીલા અજ્ઞાત ગીત માં કેમિયોની ભૂમિકા દેખાવ "રામચાહે લીલા"
2014 ગુન્ડે નંદિતા
મેરી કોમ નંદિતા શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન, ફિલ્મફેર એવોર્ડ

પણ હાલરડું માટે પ્લેબેક ગાયક "ચૉરો

2015 દિલ ધડકને ડો આયેશા સાંગા ઉર્ફે મહેરા ગીત માટે પણ પ્લેબેક ગાયક "દિલધડકને છો"
બાજીરાવ મસ્તાની કાશીબાઈ ફિલ્મફરે એવોર્ડ ફોર બેસ્ટ સુપપોર્ટિન્ગ અકટ્રેસ
2016 જય ગંગા આભા માથુર
બામ બામ બોલ રહા હૈ કાશી ભોજપુરી ફિલ્મ

નિર્માતા

વેન્ટિલેટર પોતાની ભૂમિકામાં મરાઠી ફિલ્મ

નિર્માતા; પણ દેખાવ નાનકડી

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

પ્રિયંકા ચોપરા જીવનપ્રિયંકા ચોપરા વિશ્વ સુંદરીપ્રિયંકા ચોપરા અભિનય યાત્રાપ્રિયંકા ચોપરા પુરસ્કાર અને સન્માનપ્રિયંકા ચોપરા સન્માનપ્રિયંકા ચોપરા ચલચિત્ર યાદીપ્રિયંકા ચોપરાen:Miss Worldજુલાઇ ૧૮હિન્દી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ખંડમહેસાણા જિલ્લોમોગલ માયજુર્વેદશ્રીમદ્ ભગવદ્ ગીતાજુનાગઢ જિલ્લોગુજરાતી વિશ્વકોશચંદ્રવદન મહેતાકુંભકર્ણઅક્ષાંશ-રેખાંશબુધ (ગ્રહ)શૂર્પણખાએડોલ્ફ હિટલરસુભાષચંદ્ર બોઝમાતાનો મઢ (તા. લખપત)ચરક સંહિતામુઘલ સામ્રાજ્યઇમરાન ખાનસૌરાષ્ટ્રવાયુ પ્રદૂષણઑસ્ટ્રેલિયાકુરુક્ષેત્ર યુદ્ધદુલા કાગઆયોજન પંચમુકેશ અંબાણીસંયુક્ત રાષ્ટ્રસંઘમૈત્રકકાળનળાખ્યાન (પ્રેમાનંદ)આંતરરાષ્ટ્રીય મહિલા દિનકલ્પના ચાવલાવર્લ્ડ વાઈડ વેબગુણવંતરાય આચાર્યશીતળાજ્ઞાનપીઠ એવોર્ડનર્મદ સુવર્ણ ચંદ્રકચાણક્યસમાનાર્થી શબ્દોઆંગણવાડીસૂર્યઅંકલેશ્વરસંસ્કૃતિઆયંબિલ ઓળીકવિશ્વર દલપતરામ એવોર્ડભારતનો ઇતિહાસગુજરાતની ભૂગોળરાશીસાંચીનો સ્તૂપકર્કરોગ (કેન્સર)વૃષભ રાશીકોણાર્ક સૂર્ય મંદિરદ્રૌપદીગોવર્ધનરામ ત્રિપાઠીગુજરાતી ભોજનબ્રાઝિલસ્વામિનારાયણપ્રકાશઅકબરના નવરત્નોહરદ્વારરાજસ્થાનમિઝોરમઝેર તો પીધાં છે જાણી જાણીચંદ્રઝિંઝુવાડા (તા. દસાડા)મધુસૂદન પારેખડાંગ દરબારવિરાટ કોહલીજંડ હનુમાનપ્રાચીન ઇજિપ્તમોહરમપંચાયતી રાજહિસાબી ધોરણોરા' નવઘણકેન્દ્રશાસિત પ્રદેશયુરોપના દેશોની યાદીધરતીકંપગુજરાતના જિલ્લાઓકરીના કપૂરલજ્જા ગોસ્વામી🡆 More