પ્રકાશનો વેગ

અવકાશમાં પ્રકાશનો વેગ કે પ્રકાશની ઝડપ એ સાર્વત્રિક અચળાંક છે .

આનો અર્થ એ થાય છે કે તે અવકાશમાં બધે સમાન છે અને સમય સાથે બદલાતો નથી. ભૌતિકશાસ્ત્રીઓ ઘણી વાર ખાલી જગ્યા (વેક્યૂમ) માં પ્રકાશની ગતિ દર્શાવવા માટે c અક્ષરનો ઉપયોગ કરે છે. તેનું બરાબર મૂલ્ય 299,792,458 metres per second (983,571,056 feet per second) થાય છે. ફોટોન (પ્રકાશનો સૂક્ષ્મ) શૂન્યાવકાશમાં આ ગતિએ પ્રવાસ કરે છે.

પ્રકાશનો વેગ
પ્રકાશનો એક સ્તંભ ચંદ્રથી પૃથ્વી પર ગતિ કરે છે અને તે માટે તે ૧.૨૫૫ સેકન્ડનો સમય લે છે.

વિશેષ સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ, c એ મહત્તમ ગતિ છે કે જેના પર બ્રહ્માંડમાં બધી ઊર્જા, દ્રવ્ય અને માહિતી મુસાફરી કરી શકે છે. તે બધા દ્રવ્યવિહિન કણો જેમ કે ફોટોન અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રોની અને અવકાશમાં પ્રકાશ જેવા વિદ્યુતચુંબકીય વિકિરણોનો વેગ આટલો હોય છે.[સંદર્ભ આપો]

તેનું અનુમાન ગુરુત્વાકર્ષણના વર્તમાન સિદ્ધાંત (એટલે કે ગુરુત્વાકર્ષણ તરંગો) થી લગાવવામાં આવ્યું છે. આવા કણો અને તરંગો સ્રોતની ગતિ અથવા નિરીક્ષકના સંદર્ભનું આંતરિક માળખું ધ્યાનમાં લીધા વિના c વેગ પર મુસાફરી કરે છે. સાપેક્ષતાના સિદ્ધાંતમાં c જગ્યા અને સમયને એકબીજા સાથે જોડે છે, અને આઇન્સ્ટાઇનના દળ-ઊર્જાના E = mc2 એ પ્રખ્યાત સમીકરણમાં દેખાય છે.

સાપેક્ષતાનો વિશેષ સિદ્ધાંત અનુમાન પર આધારિત છે. જો કે અત્યાર સુધી નિરીક્ષણો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની માપાયેલ ગતિ પ્રકાશનો સ્ત્રોત છે કે નહીં તે ચોકકસ નથી અને માપન કરતી વ્યક્તિ અને પ્રકાશ એ એકબીજાની સાપેક્ષે ગતિ કરી રહ્યાં છે. આને ક્યારેક "પ્રકાશની ગતિ સંદર્ભ ફ્રેમ(ફ્રેમ ઑફ રેફરન્સ) થી સ્વતંત્ર છે" તરીકે વ્યક્ત કરવામાં આવે છે.[સંદર્ભ આપો]

કાચ અથવા હવા જેવા પારદર્શક પદાર્થો દ્વારા પ્રકાશ ફેલાય છે તેનો વેગ c કરતા ઓછો છે; તે જ રીતે, વાયર કેબલમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોનો વેગ c કરતા ધીમો હોય છે. c અને વેગ v વચ્ચેનો ગુણોત્તર, v એ કોઈ સામગ્રીમાં પ્રકાશનો વેગ થાય છે, તેને પદાર્થનો વક્રીભવન અચળાંક n કહે છે ( n = c / v ).

ઉદાહરણ તરીકે, દૃશ્યમાન પ્રકાશ માટે કાચનો વક્રીભવન અચળાંક સામાન્ય રીતે ૧.૫ ની આસપાસ હોય છે, એટલે કે કાચનો પ્રકાશ c / 1.5 ≈ 200000 km/s (124000 mi/s)ના વેગથી મુસાફરી કરે છે. દૃશ્યમાન પ્રકાશ માટે હવાનો વક્રીભવન અચળાંક લગભગ ૧.૦૦૦૩ છે, તેથી હવામાં પ્રકાશનો વેગ લગભગ 299,700 km/s (186,200 mi/s) થાય છે, જે શૂન્યાવકાશ કરતાં સહેજ ધીમો છે.

સંદર્ભો

વધુ વાચન

Tags:

ફોટૉન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચારણભારતના નાણાં પ્રધાનઅગિયાર મહાવ્રતસુરત જિલ્લોધીરુબેન પટેલમહાકાળેશ્વર જ્યોતિર્લિંગઆવળ (વનસ્પતિ)માનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાઅડાલજની વાવવલ્લભભાઈ પટેલશહેરીકરણસંગીતવિશ્વ બેંકચિત્તોડગઢમુહમ્મદમાનવીની ભવાઇસુરેશ જોષીઆણંદ લોક સભા મતવિસ્તારકલમ ૩૭૦રાણકદેવીનાટ્યશાસ્ત્રબિકાનેરનરસિંહ મહેતા એવોર્ડકચ્છ જિલ્લોભાવનગર રજવાડુંલિવરપૂલ ફૂટબોલ ક્લબઆણંદ જિલ્લોસામાજિક પરિવર્તનમનોવિજ્ઞાનભવાઇઅખા ભગતસંયુક્ત રાષ્ટ્રસંઘનવસારી લોક સભા મતવિસ્તારસુભાષચંદ્ર બોઝગાયકવાડ રાજવંશકાકાસાહેબ કાલેલકરવશમહારાણા પ્રતાપભાથિજીસાર્કપાણી (અણુ)વૈશ્વિક આબોહવા પરિવર્તનમરાઠા સામ્રાજ્યલિંગ ઉત્થાનકાળકા માતા મંદિર, પાવાગઢવાલ્મિકીઆંગણવાડીઅથર્વવેદલસિકા ગાંઠબાઇબલવિશ્વ બૌદ્ધિક સંપદા દિનઅટલ બિહારી વાજપેયીસિક્કિમશ્રીમદ્ રાજચંદ્રકાંકરિયા તળાવગુજરાતી ફિલ્મોની યાદીએપ્રિલલગ્નન્હાનાલાલભારતનું સ્થાપત્યરાણી લક્ષ્મીબાઈવડોદરાજોગીદાસ ખુમાણસંત રવિદાસસલામત મૈથુનશબ્દકોશનર્મદા નદીઉપનિષદશાંતિભાઈ આચાર્યઉષા ઉપાધ્યાયયુરોપના દેશોની યાદીપાટણપાવાગઢભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસશિક્ષકઉત્તર પ્રદેશ🡆 More