ઝલકારીબાઈ

ઝલકારીબાઈ (૨૨ નવેમ્બર ૧૮૩૦ – ૫ એપ્રિલ ૧૮૫૮) એક મહિલા સૈનિક હતા, જેમણે ૧૮૫૭ના ભારતીય વિપ્લવમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તેમણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની મહિલા સેનામાં સેવા આપી હતી અને રાણીની એક અગ્રગણ્ય સલાહકારના હોદ્દા પર પહોંચી હતી. અંગ્રેજો દ્વારા ઝાંસીના કિલ્લાની ઘેરાબંધી કરવામાં આવી ત્યારે તેણીએ રાણીનો વેશ ધારણ કરી લક્ષ્મીબાઈ વતી લડત આપી હતી, જેનાથી રાણી કિલ્લાની બહાર સુરક્ષિત રીતે ભાગી શક્યા હતા.

ઝલકારીબાઈ કોળી
ઝલકારીબાઈ
ગ્વાલિયરમાં ઝલકારીબાઈની પ્રતિમા
જન્મની વિગત(1830-11-22)22 November 1830
ઝાંસી રજવાડું
મૃત્યુApril 5, 1858(1858-04-05) (ઉંમર 27)
ઝાંસી, ઝાંસી રજવાડું
મૃત્યુનું કારણશહાદત
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયયોદ્ધા/સેનાના જવાન
પ્રખ્યાત કાર્યરાણી લક્ષ્મીબાઈના સૌથી જાણીતા સલાહકાર હોવાને કારણે
ચળવળ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ
જીવનસાથીપૂરણ સિંહ (રાણી લક્ષ્મીબાઈના તોપખાન એકમના તોપચી)
માતા-પિતા
  • સદોવર સિંઘ (પિતા)
  • જમુનાદેવી (માતા)
સન્માનો
ઝલકારીબાઈ
ઝલકારીબાઈની ટપાલટિકિટનું પ્રથમ દિવસ આવરણ (પરબિડિયું)

જીવન

ઝલકારીબાઈનો જન્મ સાદોવરસિંઘ, કોળી, અને જમુનાદેવીને ત્યાં ૨૨ નવેમ્બર ૧૮૩૦ના રોજ ઝાંસી નજીક ભોજલા ગામમાં થયો હતો. એવો દાવો કરવામાં આવે છે કે યુવાવસ્થામાં તેના પર વાઘે હુમલો કરતાં વાઘને કુહાડીથી મારી નાખ્યો હતો. તેણે એક વખત ઢોર ચરાવવાની લાકડી વડે જંગલમાં એક દીપડાને મારી નાખ્યો હોવાના અહેવાલ છે.

ઝલકારીબાઈ લક્ષ્મીબાઈ સાથે અલૌકિક સામ્ય ધરાવતાં હતાં અને તેના કારણે જ તેમને સેનાની મહિલા પાંખમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.

લશ્કરી સેવા

ઝાંસીની રાણીની સેનામાં, તેણી ઝડપથી અગ્ર હરોળમાં આવી ગઈ અને તેણે સેનાની કમાન સંભાળવાનું શરૂ શરૂ કર્યું. ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન જનરલ હ્યુ રોઝે મોટી સેના સાથે ઝાંસી પર હુમલો કર્યો હતો. રાણીએ પોતાના ૧૪,૦૦૦ સૈનિકો સાથે સેનાનો સામનો કર્યો. તેણીની કાલપી ખાતે પડાવ નાખીને બેઠેલા પેશવા નાના સાહેબના લશ્કરમાંથી રાહતની પ્રતિક્ષા કરી રહી હતી. પરંતુ એ તરફથી કોઈ મદદ મળી નહિ કારણ કે તાત્યા ટોપેને જનરલ રોઝે પહેલેથી જ હરાવી દીધા હતા. દરમિયાન, કિલ્લાના એક દરવાજાનો હવાલો સંભાળતા ઠાકુર સમુદાયના દુલ્હાજીએ હુમલાખોરો સાથે સમજૂતી કરી અને બ્રિટિશ દળો માટે ઝાંસીના દરવાજા ખોલી નાખ્યા હતા. જ્યારે અંગ્રેજોએ કિલ્લા પર હલ્લો બોલાવ્યો ત્યારે લક્ષ્મીબાઈ પોતાના દરબારીની સલાહથી ભંડેરીના દરવાજેથી પોતાના પુત્ર અને સેવકો સાથે કાલપી ભાગી ગયા. લક્ષ્મીબાઈના નાસી છૂટવાના સમાચાર સાંભળીને ઝલકારીબાઈ વેશ પલટો કરી પોતાને રાણી જાહેર કરી જનરલ રોઝની છાવણીમાં જવા નીકળ્યાં. આનાથી એક ભ્રમ ઊભો થયો જે આખો દિવસ ચાલુ રહ્યો અને રાણીની સેનાને નવેસરથી લાભ મળ્યો.

તેઓ રાણીના નજીકના વિશ્વાસુ અને સલાહકાર હતા. તેઓ લક્ષ્મીબાઈની સાથે યુદ્ધના વિશ્લેષણમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા.

વિરાસત

ઝલકારીબાઈ 

ઝલકારીબાઈની મૃત્યુંજયતિને વિવિધ કોળી/કોરી સંસ્થાઓ દ્વારા શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બુંદેલખંડને પૃથક રાજ્ય તરીકે સ્થાપિત કરવાના આંદોલન દરમિયાન બુંદેલી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ઝલકારીબાઈની કથાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારત સરકારના ટપાલ અને ટેલિગ્રાફ વિભાગે ઝલકારીબાઈના સન્માનમાં સ્મારક ટપાલટિકિટ બહાર પાડી છે.

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા ઝલકરીબાઈની યાદમાં ઝાંસી કિલ્લાની અંદર સ્થિત પાંચ માળની ઈમારત પંચ મહેલમાં એક સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી રહી છે.

૧૯૫૧માં બી. એલ. વર્માએ લખેલી નવલકથા ઝાંસી કી રાણીમાં ઝલકારીબાઈનો ઉલ્લેખ મળી આવે છે. તેમણે ઝલકારીબાઈને 'કોરીન' અને લક્ષ્મીબાઈની સેનામાં અસાધારણ સૈનિક તરીકે સંબોધન કર્યું હતું. તે જ વર્ષે પ્રકાશિત થયેલી રામચંદ્ર હેરનની બુંદેલી નવલકથા માટીએ તેમને "શૂરવીર અને બહાદુર શહીદ" તરીકે દર્શાવ્યા હતા. ઝલકારીબાઈનું પ્રથમ જીવનચરિત્ર ૧૯૬૪માં ભવાનીશંકર વિશારદે બી. એલ. વર્માની નવલકથાની મદદથી અને ઝાંસીની આસપાસમાં વસતા કોરી સમુદાયોના મૌખિક વર્ણનોમાંથી તેમના સંશોધનની મદદથી લખ્યું હતું.

ઝલકારીબાઈની કથા વર્ણવતા લેખકો દ્વારા ઝલકારીબાઈને લક્ષ્મીબાઈના સમાન દરજ્જા પર મૂકવાના પ્રયાસો હાથ ધરાયા છે. ૧૯૯૦ના દાયકાથી, ઝલકારીબાઈની વાર્તાએ કોળી નારીત્વના ઉગ્ર સ્વરૂપનું મોડેલ બનાવવાનું શરૂ કર્યું છે, રાજકીય પરિમાણ મેળવ્યું છે, અને સામાજિક પરિસ્થિતિની માંગ સાથે તેમની છબીનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૧૦ નવેમ્બર, ૨૦૧૭નાં રોજ ભોપાલમાં ગુરુ તેગ બહાદુર સંકુલમાં ઝલકારીબાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

    ફિલ્મમાં ચિત્રણ

અંકિતા લોખંડેએ હિન્દી ફિલ્મ મણિકર્ણિકા (૨૦૧૯)માં ઝલકારીબાઈની ભૂમિકા ભજવી હતી.

ઓરોશિખા ડેએ બ્રિટિશ સમયગાળાના નાટક ધ વોરિયર ક્વીન ઓફ ઝાંસી (૨૦૧૯)માં ઝલકારીબાઈની ભૂમિકા ભજવી હતી.

સંદર્ભ

ગ્રંથસૂચિ

Tags:

ઝલકારીબાઈ જીવનઝલકારીબાઈ લશ્કરી સેવાઝલકારીબાઈ વિરાસતઝલકારીબાઈ સંદર્ભઝલકારીબાઈ ગ્રંથસૂચિઝલકારીબાઈરાણી લક્ષ્મીબાઈ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સોલંકી વંશવિલિયમ શેક્સપીયરકાબરઉત્તરાખંડભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલઅક્ષરધામ (દિલ્હી)શ્રીનાથજી મંદિરહરિશ્ચંદ્રભારતનું સર્વોચ્ચ ન્યાયાલયગરમાળો (વૃક્ષ)મુંબઈસીદીસૈયદની જાળીશ્રીલંકાપંચાયતી રાજનિવસન તંત્રહરે કૃષ્ણ મંત્રદિવ્ય ભાસ્કરજગન્નાથપુરીવડગામ તાલુકોગોપનું મંદિરસારનાથનર્મદમાન સરોવરભારતના રાષ્ટ્રપતિઓની યાદીગુજરાતનકશોગુણવંતરાય આચાર્યખેડબ્રહ્માહનુમાન મંદિર, સાળંગપુર૧૯૭૯ મચ્છુ બંધ હોનારતઆપત્તિ સજ્જતાકુન્દનિકા કાપડિયાઅબ્દુલ કલામચંપારણ સત્યાગ્રહજ્વાળામુખીમહારાણા પ્રતાપયુરોપના દેશોની યાદીગુજરાતના રાજ્યપાલોનિરોધઆવર્ત કોષ્ટકગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળજાહેરાતસરસ્વતી દેવીસીતાબૌદ્ધ ધર્મમીરાંબાઈમહેસાણા જિલ્લોમિઆ ખલીફાગાંધીનગરશક સંવતલોહીત્રેતાયુગટાઇફોઇડતલાટી-કમ-મંત્રીભારતનો ઇતિહાસરાષ્ટ્રપતિ શાસનધોળાવીરાભાવનગરઆઈના મહેલરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘકેદારનાથઔદ્યોગિક ક્રાંતિગુજરાતી સામયિકોઅક્ષાંશ-રેખાંશબળવંતરાય ઠાકોરદુબઇઅમૃત ઘાયલજ્યોતીન્દ્ર દવેવીર્યપીપાવાવ બંદરઇન્ટરનેટસમરસ ગ્રામ પંચાયતજયંત પાઠકફાગણગ્રહભારતનો રાષ્ટ્રધ્વજશૂન્ય પાલનપુરી🡆 More