રામભદ્રાચાર્ય: ધાર્મિક (હિન્દુ) નેતા

જગદ્ગુરુ રામભદ્રાચાર્ય (સંસ્કૃત: जगद्गुरुरामभद्राचार्यः, હિંદી: जगद्गुरु रामभद्राचार्य) (જન્મ: ૧૪ જાન્યુઆરી ૧૯૫૦), જન્મનું નામ ગિરિધર મિશ્ર (સંસ્કૃત: गिरिधरमिश्रः), ચિત્રકૂટ, ઉત્તર પ્રદેશમાં રહેતા એક વખાણાયેલા વિદ્વાન, શિક્ષણવિદ્, રચનાકાર, વક્તા, દાર્શનિક અને હિન્દુ ધર્મગુરુ છે.

એ ચાર જગદગુરુ રામાનંદાચાર્યો (રામાનંદ સંપ્રદાયના નેતા) પૈકીના એક છે, અને ૧૯૮૮થી આ પદ ધરાવે છે. એ ચિત્રકૂટમાં સંત તુલસીદાસના નામ સાથે સંકળાયેલી તુલસી પીઠ નામની એક ધાર્મિક અને સામાજિક સેવા સંસ્થાના સંસ્થાપક અને અધ્યક્ષ છે. એ ચિત્રકૂટ ના જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય ના સંસ્થાપક અને આજીવન કુલાધિપતિ છે. આ વિશ્વવિદ્યાલય માં માત્ર ચાર પ્રકાર ના વિકલાંગ વિદ્યાર્થીયો ને સ્નાતક અને સ્નાતકોત્તર કાર્યક્રમ પ્રદાન કરવા માં આવે છે. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય એ માત્ર બે મહિના ની વયે તેમની દ્રષ્ટિ ગુમાવી હતી અને ત્યાર થી પ્રજ્ઞાચક્ષુ છે. શીખવા અને રચના કરવા માટે તેમણે બ્રેઇલ અથવા અન્ય કોઇ સહાય ક્યારેય વપરાય નથી. એ બહુભાષાવિદ છે અને ૨૨ ભાષાઓમાં વાત કરી શકે છે. તેમણે સંસ્કૃત, હિન્દી, અવધી, મૈથિલી અને અન્ય કેટલીક ભાષાઓ માં સ્વયંસ્ફુર્ત કવિ અને રચનાકાર છે. તેમણે ૮૦ થી વધુ પુસ્તકો અને ગ્રંથો રચ્યા છે, જેમાં ચાર મહાકાવ્ય (સંસ્કૃત અને હિન્દી માં બે-બે), રામચરિતમાનસ ઉપર હિન્દી ટીકા, અને અષ્ટાધ્યાયી પર પદ્ય માં સંસ્કૃત ભાષ્ય, અને પ્રસ્થાનત્રયી ગ્રંથો (બ્રહ્મસૂત્ર, ભગવદ્ગીતા અને પ્રધાન ઉપનિષદો) પર સંસ્કૃત ભાષ્ય સમ્મિલિત છે. તેમણે ભારતમાં તુલસીદાસ પર સર્વશ્રેષ્ઠ વિશેષજ્ઞ માં ગણવામાં આવે છે, અને તેમણે રામચરિતમાનસ ની ઈક પ્રામાણિક પ્રતિ ના સંપાદક કરેલ છે - આ પ્રતિ તુલસી પીઠ દ્વારા પ્રકાશિત છે તેમણે રામાયણ અને ભાગવત ના પ્રખ્યાત કથાકલાકાર છે - તેમના કથા કાર્યક્રમો નિયમિત રૂપે ભારત અને વિદેશમાં વિવિધ શહેરોમાં રાખવામાં આવે છે, અને સંસ્કાર ટીવી અને સનાતન જેવા ટીવી ટેલિવિઝન ચેનલો પર પ્રસારિત કરવામાં આવે છે.

જગદ્ગુરુ રામભદ્રાચાર્ય
રામભદ્રાચાર્ય: જન્મ અને પ્રારંભિક જીવન, ઔપચારિક શિક્ષણ, વિરક્ત દીક્ષા અને તદનન્તર જીવન
ઓક્ટોબર ૨૫, ૨૦૦૯ના દિવસે પ્રવચન કરતા જગદ્ગુરુ રામભદ્રાચાર્ય
અંગત
જન્મ
ગિરિધર મિશ્ર

૧૪ જાન્યુઆરી, ૧૯૫૦
૧૧
ફિલસૂફીવિશિષ્ટાદ્વૈત વેદાન્ત
કારકિર્દી માહિતી
ગુરુઈશ્વરદાસ મહારાજ
સન્માનોધર્મચક્રવર્તી, મહામહોપાધ્યાય, શ્રી ચિત્રકૂટતુલસી પીઠાધીશ્વર, જગદ્ગુરુ રામાનન્દાચાર્ય, મહાકવિ, પ્રસ્થાનત્રયીભાષ્યકાર, ઇત્યાદિ
માનવતા એ મારું મંદિર
હૂં છું એમનો એક પુજારી॥
છે વિકલાંગ મહેશ્વર મારા
હૂં છું તેમનો કૃપા ભિખારી ॥
૧૧

જન્મ અને પ્રારંભિક જીવન

માતા શચીદેવી અને પિતા પંડિત રાજદેવ મિશ્ર ના ચોથા બાળક જગદ્ગુરુ રામભદ્રાચાર્ય નો જન્મ ભારત ના ઉત્તર પ્રદેશ રાજ્યના જૌનપુર જિલ્લાના શાંડિખુર્દ ગામ માં એક વસિષ્ઠ ગોત્રિય સરયૂપારીણ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બાળકનો પ્રસવ રાત નાં ૧૦:૩૪ વાગે શનિવાર, મકર સંક્રાંતિ, ૧૪ જાન્યુઆરી, ૧૯૫૦ (તદનુસાર માઘ કૃષ્ણ એકાદશી વિક્રમ સંવત ૨૦૦૬) ના દિવસે થયો હતો. તેમના દાદા પંડિત સુરયબલી મિશ્ર ની એક પિતરાઇ બહેન મીરાંબાઈ ની ભક્ત હતી, અને મીરાંબાઈ પોતા નાં કાવ્યો માં કૃષ્ણ ને ગિરિધર નામથી સંબોધતી હતી, આ કારણે તેમણે બાળક નું નામ ગિરિધર આપવામાં આવ્યું હતું

દૃષ્ટિ નુકસાન

બાળ ગિરિધરની નેત્રદૃષ્ટિ બે મહિનાની વયે જતી રહી. ચોવીસમી માર્ચ, ૧૯૫૦ ના રોજ એમની આંખોમાં રોહા થઈ ગયા. ગામમાં અદ્યતન ચિકિત્સાનાં સાધન પ્રાપ્ય ન હતાં. બાળકનો પરિવાર તેમને એક વૃદ્ધ સ્ત્રી ચિકિત્સક પાસે લઈ ગયો, જે રોહાના ઉપચાર માટે જાણીતા હતાં. તેમણે બાળકની આંખોમાં ગરમ પ્રવાહી (દ્રવ્ય) નાખ્યું, પરંતુ લોહીના સ્રાવને કારણે બાળકે તેની દ્રષ્ટિ ગુમાવી. એમની દ્રષ્ટિની ખામી દૂર કરવા માટે એમના પરિવારે સિતપુર, લખનૌ અને મુંબઇ ખાતે વિવિધ આયુર્વેદ, હોમીયોપેથી, એલોપથી અને વૈકલ્પિક દવા વિશેષજ્ઞો પાસે ઉપચાર કરાવ્યો પરંતુ નેત્રોનો ઉપચાર શક્ય ન થયો. ગિરિધર મિશ્ર ત્યારથી પ્રજ્ઞાચક્ષુ છે. તેઓ વાંચી અથવા લખી શકતા નથી, કારણ કે તેઓ બ્રેઇલ લિપિનો ઉપયોગ કરતા નથી, પરંતુ શ્રવણ દ્વારા શીખે છે અને લિપિકારો દ્વારા પોતાની રચનાઓ લખાવે છે.

પ્રથમ કાવ્ય રચના

ગિરિધર ના પિતા મુંબઇ માં કાર્યરત હતા, તેથી તેમનો પ્રારંભિક અધ્યયન તેમના ઘરે દાદા ની દેખ-રેખ માં થયો. બપોરે તેમના દાદા તેમને રામાયણ, મહાભારત, વિશ્રામસાગર, સુખસાગર, પ્રેમસાગર, રાજવિલાસ, વગેરે જેવા અન્ય કાવ્ય ના પદો સંભળાવતા હતા. ત્રણ વર્ષની વયે, ગિરિધર એ તેમની પ્રથમ કવિતા હિન્દી (અવધી) ભાષા માં રચી અને તેમના દાદા ને સંભળાવી. આ કવિતા માં યશોદા માતા કૃષ્ણ ને બાંધવા માટે એક ગોપી ને ખખડાવે છે.

मेरे गिरिधारी जी से काहे लरी ॥
तुम तरुणी मेरो गिरिधर बालक काहे भुजा पकरी ॥
सुसुकि सुसुकि मेरो गिरिधर रोवत तू मुसुकात खरी ॥
तू अहिरिन अतिसय झगराऊ बरबस आय खरी ॥
गिरिधर कर गहि कहत जसोदा आँचर ओट करी ॥

તમે મારા ગિરિધર સાથે શા માટે લડવા કર્યું? તમે યુવાન છો, અને મારા ગિરિધર એક બાળક માત્ર છે, તો તમે તેમના હાથ શા માટે પકડ્યા? મારા ગિરિધર રડે જાય છે, અને તમે દાંત કાઢી ઉભા છો! ઓ આહિર બેન, તમે બહુ બાઝો છો, અને હઠ કરી અહીં ઊભા છો. "ગિરિધર" (કવિ) ગાય છે - ગિરિધર ના હાથ પકડી યશોદા ઘૂંઘટ કરી એમ કહે છે.

ગીતા અને રામચરિતમાનસ નો જ્ઞાન

એક્શ્રુત પ્રતિભા વાળા બાળક ગિરિધરે તેમના પાડોસી પંડિત મુરલીધર મિશ્ર ની સહાયતાથી પાંચ વર્ષ ની આયુ માં માત્ર પંદર દિવસ માં શ્લોક સાંખ્ય સહીત સાતસો શ્લોક વાળી સંપૂર્ણ ભગવદ્ગીતા કંઠસ્થ કરી લીધી હતી. ૧૯૫૫ માં જન્માષ્ટમી ના દિવસે તેમણે સમગ્ર ભગવદ્ગીતા નો પાઠ કર્યો. સંજોગવશાત્ ગીતા કંઠસ્થ કરવાના ૫૨ વર્ષ પછી ૩૦ નવેમ્બર ૨૦૦૭ ના દિવસે તેમણે ભગવદ્ગીતા ના સંસ્કૃત મૂલપાઠ અને હિન્દી અનુવાદ સહીત પ્રથમ બ્રેઇલ લિપિ સંસ્કરણ નું વિમોચન કર્યુ. સાત વર્ષની અવસ્થા માં તેમના પિતામહ ની સહાયતા થી ગિરિધરે છંદ સંખ્યા સહિત તુલસીદાસ રચિત સંપૂર્ણ રામચરિતમાનસ સાઠ દિવસ માં કંઠસ્થ કરી લીધુ હતુ. ૧૯૫૭ માં રામનવમી ના દિવસે તેમને ઉપવાસ કરતા સંપૂર્ણ માનસ નો પાઠ કર્યો. સમયાંતરે ગિરિધરે સમસ્ત વૈદિક વાંગ્મય, સંસ્કૃત વ્યાકરણ, ભાગવત પુરાણ, પ્રમુખ ઉપનિષદ્, તુલસીદાસ ની બધા રચનાઓ, અને સંસ્કૃત અને ભારતીય સાહિત્ય ની અનેકાનેક રચનાઓ કંઠસ્થ કરી લીધી.

જનોઈ અને કથાવાચન

ગિરિધર મિશ્ર નો ઉપનયન સંસ્કાર નિર્જળા એકાદશી ના દિવસે (જૂન ૨૪, ૧૯૬૧) કરવામાં આવ્યું હતું. આ દિવસે અયોધ્યાના પંડિત ઈશ્વરદાસ મહારાજે તેમને ગાયત્રી મંત્ર સાથે રામમંત્ર ની દીક્ષા પણ આપી હતી. ભગવદ્ગીતા અને રામચરિતમાનસનો અભ્યાસ નાનપણમાં જ કર્યા પછી ગિરિધર પોતાના ગામની નજીક અધિક માસ માં આયોજિત રામકથા કાર્યક્રમો માં જવાનુ પ્રારંભ કર્યુ હતું. બે વાર કાર્યક્રમ માં ગયા પછી ત્રીજા કાર્યક્રમ માં તેમણે રામચરિતમાનસ ઊપર કથા પ્રસ્તુત કરી, જે ઘણાં કથાવાચાકોએ સરાહી.

ઔપચારિક શિક્ષણ

ઉચ્ચ શાળા

૭ જુલાઈ, ૧૯૬૭ ના રોજ, ગિરિધર મિશ્રે જૌનપુર માં આદર્શ ગૌરીશંકર સંસ્કૃત મહાવિદ્યાલય માં તેમની ઔપચારિક શિક્ષા પ્રારંભ કરી. ત્યાં તેમણે હિન્દી, અંગ્રેજી, ગણિત, ઇતિહાસ અને ભૂગોળ સાથે સંસ્કૃત વ્યાકરણ નું પણ અધ્યયન કર્યુ. માત્ર એક વાર સાંભળવા પછી બધું યાદ કરવાની એક્શ્રુત ક્ષમતા સાથે તેઓ ક્યારેય બ્રેઇલ અથવા અન્ય સાધનો ની મદદ લીધી નથી. ત્રણ મહિના માં તેમણે વરદરાજાચાર્ય વિરચિત સમગ્ર લઘુસિદ્ધાંતકૌમુદીનો સમ્યક જ્ઞાન પ્રાપ્ત કર્યુ. પ્રથમા થી મધ્યમા સુધી ચાર વર્ષ માં દરેક ધોરણ માં પ્રથમ સ્થાન મેળવ્યા પછી ઉચ્ચતર શિક્ષા માટે ગિરિધર મિશ્ર સમ્પૂર્ણાનન્દ સંસ્કૃત વિશ્વવિદ્યાલય માં દાખલ થયા.

પ્રથમ સંસ્કૃત રચના

આદર્શ ગૌરીશંકર સંસ્કૃત મહાવિદ્યાલય માં છન્દઃપ્રભા નો અધ્યયન કરતા ગિરિધર મિશ્રે પિંગલાચાર્ય પમાણીત અષ્ટગણ નો જ્ઞાન અર્જિત કર્યુ. આગામી દિવસે તેમણે ભુજંગપ્રયાત છન્દ માં પોતાનો સર્વપ્રથમ સંસ્કૃત શ્લોક રચ્યો.

महाघोरशोकाग्निनातप्यमानं पतन्तं निरासारसंसारसिन्धौ ।
अनाथं जडं मोहपाशेन बद्धं प्रभो पाहि मां सेवकक्लेशहर्त्तः ॥

હે ભક્તો ની તકલીફના દૂરકરનાર સર્વશકિતમાન પ્રભુ! હું આ મહાઘોર શોકાગ્નિ દ્વારા બળુ છું, નિરાસાર સંસાર સાગર માં પડુ છું, અનાથ છું, જડ છું, અને મોહ ના પાશ થી બાંધેલો છું. મારી રક્ષા કરો.

રામભદ્રાચાર્ય: જન્મ અને પ્રારંભિક જીવન, ઔપચારિક શિક્ષણ, વિરક્ત દીક્ષા અને તદનન્તર જીવન 
યુવાન ગિરિધર મિશ્ર

શાસ્ત્રી (સ્નાતક) અને આચાર્ય (પરાસ્નાતક)

૧૯૭૧ માં ગિરિધર મિશ્ર વ્યાકરણ માં ઉચ્ચ શિક્ષા માટે વારાણસી માં સંપૂર્ણાનન્દ સંસ્કૃત વિશ્વવિદ્યાલય માં દાખલ થયા. ૧૯૭૪ માં સર્વાધિક અંક મેળવી તેમને શાસ્ત્રી ની સ્નાતક ઉપાધિ (ત્રણ વર્ષ ની બેચલર ડિગ્રી) પ્રાપ્ત કરી. એના પછી તેમણે આજ વિશ્વવિદ્યાલય માં પરાસ્નાતક આચાર્ય ઉપાધિ (બે વર્ષ ની માસ્ટર ડિગ્રી) માટે પ્રવેશ લીધો. આચાર્ય અધ્યયન ના સમયે ૧૯૭૪ માં અખિલ ભારતીય સંસ્કૃત અધિવેશન માં ભાગ લેવા માટે ગિરિધર મિશ્ર નવી દિલ્હી પધાર્યા. અધિવેશન માં તેમને વ્યાકરણ, સાંખ્ય, ન્યાય, વેદાન્ત અને સંસ્કૃત અંતકડી માં પાંચ સુવર્ણ પદક પ્રાપ્ત કર્યા. ભારત ના તાત્કાલિક વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ગિરિધર ને પાંચેય સુવર્ણ પદક સાથે ઉત્તર પ્રદેશ માટે ચલવૈજયન્તી પુરસ્કાર આપ્યા. તેમની ક્ષમતાથી પ્રભાવિત થઈને ઇન્દિરા ગાંધીએ તેમને નેત્રો નો ઉપચાર માટે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા મોકલવાનો પ્રસ્તાવ કર્યુ, પરંતુ ગિરિધર મિશ્રે સાદર આ પ્રસ્તાવ અસ્વીકાર કરી દીધો. ૧૯૭૬ માં સાત સ્વર્ણ પદક અને કુલાધિપતિ સ્વર્ણ પદક સાથે ગિરિધરે આચાર્ય ની પરીક્ષા ઉત્તીર્ણ કરી. તેમની એક વિરલ ઉપલબ્ધિ પણ હતી - આમ તો ગિરિધર મિશ્ર વ્યાકરણ માંજ આચાર્ય ઉપાધિ માટે દાખલ થયા હતા પરંતુ તેમના ચતુર્મુખી જ્ઞાન માટે વિશ્વવિદ્યાલયે એપ્રિલ ૩૦, ૧૯૭૬ ના રોજ વિશ્વવિદ્યાલય માં અધ્યાપિત તમામ વિષયો ના આચાર્ય ઘોષિત કર્યા.

વિદ્યાવારિધિ (પી. એચ. ડી.) અને વાચસ્પતિ (ડી. લિટ)

આચાર્ય ની ઉપાધિ મેળવ્યા પછી ગિરિધર મિશ્ર વિદ્યાવારિધિ (પી. એચ. ડી.) ની ઉપાધિ માટે આજ વિશ્વવિદ્યાલય માં પંડિત રામપ્રસાદ ત્રિપાઠી ના નિર્દેશન માં શોધકાર્ય માટે પંજીકૃત થયા. તેમને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ થી શોધકાર્ય માટે છાત્રવૃત્તિ પણ મળી, પરંતુ આગામી વર્ષો માં અનેક આર્થિક કઠિનાઈઓનો સામનો કરવો પડ્યો। સંકટો વચ્ચે ઓક્ટોબર ૧૪, ૧૯૮૧ ના દિવસે સંસ્કૃત વ્યાકરણ માં સમ્પૂર્ણાનન્દ સંસ્કૃત વિશ્વવિદ્યાલય થી વિદ્યાવારિધિ (પી. એચ. ડી.) ની ઉપાધિ પ્રાપ્ત કરી. તેમના શોધકાર્ય નો શિર્ષક હતો अध्यात्मरामायणे अपाणिनीयप्रयोगानां विमर्शः (અધ્યાત્મરામાયણે અપાણિનીયપ્રયોગાનાં વિમર્શઃ) અને આ શોધકાર્ય માં તેમને અધ્યાત્મ રામાયણ માં પાણિનીય વ્યાકરણ થી અસમ્મત પ્રયોગો ઉપર વિમર્શ કર્યુ. વિદ્યાવારિધિ ઉપાધિ પ્રદાન કર્યા પછી વિશ્વવિદ્યાલય અનુદાન આયોગે તેમને સમ્પૂર્ણાનન્દ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ના વ્યાકરણ વિભાગાધ્યક્ષ તરીકે નિયુક્ત પણ કર્યા. પરંતુ ગિરિધર મિશ્રે આ નિયુક્તિ અસ્વીકાર કરી તેમનો જીવન ધર્મ, સમાજ અને વિકલાંગો ની સેવા માં લગાવવાનો નિર્ણય લીધો.

૧૯૯૭ માં સમ્પૂર્ણાનન્દ સંસ્કૃત વિશ્વવિદ્યાલયે તેમને તેમનો શોધકાર્ય अष्टाध्याय्याः प्रतिसूत्रं शाब्दबोधसमीक्षणम् (અષ્ટાધ્યાય્યાઃ પ્રતિસૂત્રં શાબ્દબોધસમીક્ષણમ્) માટે વાચસ્પતિ (ડી લિટ) ની ઉપાધિ પ્રદાન કરી. આ શોધકાર્ય માં ગિરિધર મિશ્રે અષ્ટાધ્યાયી ના પ્રત્યેક સૂત્ર ઉપર સંસ્કૃત ના શ્લોકો માં ટીકા રચી છે.

વિરક્ત દીક્ષા અને તદનન્તર જીવન

૧૯૭૬ માં ગિરિધર મિશ્રે કરપાત્રી મહારાજને રામચરિતમાનસની કથા સંભળાવી. સ્વામી કરપાત્રીએ ગિરિધર મિશ્રને લગન ના કરવાનું, વિરવ્રત ધારણ કરી આજીવન બ્રહ્મચારી તરીકે રહેવાનું અને કોઈ વૈષ્ણવ સમ્પ્રદાયમાં દીક્ષા લેવાનો ઉપદેશ આપ્યો. ગિરિધર મિશ્રાએ ઓગણીસમી નવેમ્બર, ૧૯૮૩ના રોજ કાર્તિક પૂર્ણિમાના દિવસે રામાનંદ સમ્પ્રદાયમાં શ્રી શ્રી ૧૦૦૮ રામચરણદાસ મહારાજ ફલાહારી પાસેથી વિરક્ત દીક્ષા લીધી. હવે ગિરિધર મિશ્ર રામભદ્રદાસ નામ થી પ્રખ્યાત થયા.

રામભદ્રાચાર્ય: જન્મ અને પ્રારંભિક જીવન, ઔપચારિક શિક્ષણ, વિરક્ત દીક્ષા અને તદનન્તર જીવન 
ચિત્રકૂટ ખાતે મંદાકિની નદીના તટ પર ષાણ્માસિક પયોવ્રત દરમ્યાન સુખાસન અને ધ્યાન મુદ્રામાં ધ્યાનસ્થ જગદ્ગુરુ રામભદ્રાચાર્ય

પયોવ્રત

ગિરિધર મિશ્રા એ ગોસ્વામી તુલસીદાસ રચિત દોહાવલી ના નિમ્નલિખિત પાંચમાં દોહા અનુસાર ૧૯૭૯ માં ચિત્રકૂટ માં છ મહિના સુધી માત્ર દૂધ અને ફળો નો આહાર લેતા પોતાનું પેહલું ષાણ્માસિક પયોવ્રત અનુષ્ઠાન સંપન્ન કર્યુ.

पय अहार फल खाइ जपु राम नाम षट मास ।
सकल सुमंगल सिद्धि सब करतल तुलसीदास ॥

કેવળ દૂધ અને ફાળો નો આહાર લઈ છ માસ સુધી રામ નામ જપો. તુલસીદાસ કહે છે આમ કરતા બધા સુંદર મંગલ અને સિદ્ધિઓ હાથવગી થઈ જાશે.

૧૯૮૩ માં તેમને ચિત્રકૂટ માં સ્ફટિક શિલા ની નજીક પોતાનું બીજું ષાણ્માસિક પયોવ્રત અનુષ્ઠાન સંપન્ન કર્યુ. આ પયોવ્રત સ્વામી રામભદ્રાચાર્ય ના જીવન નું એક નિયમિત વ્રત થઈ ગયું છે. ૨૦૦૨ માં એમને છઠા ષાણ્માસિક પયોવ્રત અનુષ્ઠાન માં શ્રીભાર્ગવરાઘવીયમ્ સંસ્કૃત મહાકાવ્ય ની રચના કરી. એ હજી નિયમિત રીતે ષાણ્માસિક પયોવ્રત ના અનુષ્ઠાન કરતા રહેતા હોય છે, ૨૦૧૦-૨૦૧૧ માં તેમને પોતાનું નવમું પયોવ્રત નું અનુષ્ઠાન કર્યુ।

રામભદ્રાચાર્ય: જન્મ અને પ્રારંભિક જીવન, ઔપચારિક શિક્ષણ, વિરક્ત દીક્ષા અને તદનન્તર જીવન 
ઓક્ટોબર ૨૫, ૨૦૧૧ ના રોજ ચિત્રકૂટ સ્થિત તુલસી પીઠ માં સંત તુલસીદાસ ની પ્રતિમા પર માલ્યાર્પણ કરતા જગદ્ગુરુ રામભદ્રાચાર્ય

તુલસી પીઠ

૧૯૮૭ માં તેમને ચિત્રકૂટ માં તુલસી પીઠ નામના એક ધાર્મિક અને સામાજિક સેવા સંસ્થાન ની સ્થાપના કરી, જ્યાં રામાયણ ના અનુસાર શ્રીરામ તેમના વનવાસ ના ચૌદ માંથી બાર વર્ષ રહ્યા હતા. આ પીઠ ની સ્થાપના હેતુ સાધુઓએ અને વિદ્વાનોએ તેમને શ્રીચિત્રકૂટતુલસીપીઠાધીશ્વર ની ઉપાધિ થી અલંકૃત કર્યા. આ તુલસી પીઠ માં તેમને એક સીતારામ મન્દિર નું નિર્માણ કરાવ્યુ, જેમને લોકો કાંચ મન્દિર ના નામ થી જાણે છે

જગદ્ગુરુત્વ

જગદ્ગુરુ સનાતન ધર્મ માં પ્રયુક્ત એક ઉપાધિ છે જે પારમ્પરિક રીતે વેદાન્ત દર્શન ના આચાર્યોને આપવા માં આવે છે કે જેમને પ્રસ્થાનત્રયી (બ્રહ્મસૂત્ર, ભગવદ્ગીતા અને મુખ્ય ઉપનિષદો) ઉપર સંસ્કૃત માં ભાષ્ય રચ્યુ હોય. મધ્યકાળ માં ભારત માં છ પ્રસ્થાનત્રયીભાષ્યકાર થયા હતા, યથા શંકરાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, રામાનન્દાચાર્ય અને અંતિમ હતા વલ્લભાચાર્ય (૧૪૭૯ થી ૧૫૩૧). વલ્લભાચાર્ય ના પછી પાંચ સો વર્ષ સુધી સંસ્કૃત માં પ્રસ્થાનત્રયી પર કોઈ પણ ભાષ્ય ન લખાયું.

જૂન ૨૪, ૧૯૮૮ ના દિવસે કાશી વિદ્વત્ પરિષદે વારાણસીમાં સ્વામી રામભદ્રદાસ નું તુલસીપીઠસ્થ જગદ્ગુરુ રામાનન્દાચાર્ય તરીકે ચયન કર્યુ. ૩ ફેબ્રુઆરી ૧૯૮૯ ના રોજ પ્રયાગ ના મહાકુંભ માં રામાનન્દ સમ્પ્રદાય ના ત્રણ અખાડા ના મહંતોએ, બધા સંપ્રદાયોએ, ખાલસાઓએ અને સંતોએ સર્વસમ્મતિ થી કાશી વિદ્વત્ પરિષદ્ ના નિર્ણય નું સમર્થન કર્યુ. આના પછી ૧ ઓગસ્ટ ૧૯૯૫ માં અયોધ્યા માં દિગમ્બર અખાડાએ રામભદ્રદાસ નું જગદ્ગુરુ રામભદ્રાચાર્ય તરીકે વિધિવત અભિષેક કર્યો. હવે રામભદ્રદાસ નું નામ થયુ જગદ્ગુરુ રામાનન્દાચાર્ય સ્વામી રામભદ્રાચાર્ય. આના પછી તેમણે બ્રહ્મસૂત્ર, ભગવદ્ગીતા અને ૧૧ ઉપનિષદો (કઠ, કેન, માણ્ડૂક્ય, ઈશાવાસ્ય, પ્રશ્ન, તૈત્તિરીય, ઐતરેય, શ્વેતાશ્વતર, છાન્દોગ્ય, બૃહદારણ્યક અને મુણ્ડક) ઉપર સંસ્કૃત માં શ્રીરાઘવકૃપાભાષ્ય ની રચના કરી. બધા ભાષ્યો નું પ્રકાશન ૧૯૯૮ માં થયુ. તેમને પહેલા જ નારદ ભક્તિ સૂત્ર અને રામસ્તવરાજસ્તોત્ર ઉપર સંસ્કૃત માં રાઘવકૃપાભાષ્ય ની રચના કરી હતી. આ પ્રકારે સ્વામી રામભદ્રાચાર્યે ૫૦૦ વર્ષો માં પેહલી વાર સંસ્કૃત માં પ્રસ્થાનત્રયીભાષ્યકાર બની લુપ્ત થયી જગદ્ગુરુ પરમ્પરા ને પુનર્જીવિત કર્યુ અને રામાનન્દ સમ્પ્રદાયને સ્વયં રામાનન્દાચાર્ય રચિત આનન્દભાષ્ય પછી પ્રસ્થાનત્રયી પર બીજુ સંસ્કૃત ભાષ્ય આપ્યું.

    સંયુક્ત રાષ્ટ્ર ને સંબોધન

અગસ્ત ૨૮ થી ૩૧, ૨૦૦૦ ના દરમિયાન ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત સાહસ્રાબ્દી વિશ્વ શાન્તિ શિખર સમ્મેલન માં ભારત ના આધ્યાત્મિક અને ધાર્મિક ગુરુઓ માં જગદ્ગુરુ રામભદ્રાચાર્ય સમ્મિલિત હતા. સંયુક્ત રાષ્ટ્ર ને ઉદ્બોધિત કરતા તેમને ભારત અને હિંદુ શબ્દો ની સંસ્કૃત વ્યાખ્યા અને ઈશ્વર ના સગુણ અને નિર્ગુણ સ્વરૂપો નું ઉલ્લેખ કરતા શાન્તિ ઉપર વક્તવ્ય આપ્યું. આ વક્તવ્ય માં તેમને વિશ્વ ના બધા વિકસિત અને વિકાસશીલ દેશો ને એકઠા થઇ દરિદ્રતા નું ઉન્મૂલન, આતંકવાદ નું દલન અને નિઃશસ્ત્રીકરણ માટે પ્રયાસરત થવાનું આહ્વાન કર્યુ.

અયોધ્યા વિવાદ માં સાક્ષી

જુલાઈ ૨૦૦૩ માં જગદ્ગુરુ રામભદ્રાચાર્ય અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલય ના સમ્મુખ અયોધ્યા વિવાદ ના અપર મૂલ અભિયોગ સંખ્યા ૫ ના અંતર્ગત ધાર્મિક મામલાના વિશેષજ્ઞ તરીકે સાક્ષી થઈ પ્રસ્તુત થયા (સાક્ષી સંખ્યા ઓ પી ડબલ્યુ ૧૬). તેમના શપથ પત્ર અને જિરહ ના થોડા અંશ અંતિમ નિર્ણય માં ઉપલબ્ધ છે. પોતાના શપથ પત્ર માં તેમને સનાતન ધર્મ ના પ્રાચીન શાસ્ત્રો (વાલ્મિકીની રામાયણ, રામતાપનીય ઉપનિષદ, સ્કંદપુરાણ, યજુર્વેદ, અથર્વવેદ ઇત્યાદિ) થી ઘણા ઉક્તીયોએ ઉદ્ધૃત કર્યુ જે તેમના મતાનુસાર અયોધ્યા ને એક પવિત્ર તીર્થ સ્થાન અને શ્રીરામ નું જન્મસ્થાન સિદ્ધ કરે છે. તેમને તુલસીદાસ ની બે કૃતિયો માંથી નવ છંદો (તુલસી દોહા શતક થી આઠ દોહા અને કવિતાવલી થી એક કવિત્ત) ને ઉદ્ધૃત કર્યા જેમાં તેમના કથાનુસાર મંદિર ને તોડી અને વિવાદિત સ્થાન ઉપર મસ્જીદ નિર્માણ નું વર્ણન છે. પ્રશ્નોત્તરી દરનિયાન તેમણે રામાનન્દ સમ્પ્રદાય ના ઇતિહાસ, તેમના મઠો, મહંતો ના વિષય માં નિયમો, અખાડો ની સ્થાપના અને સંચાલન, અને તુલસીદાસ ની કૃતિઓ વગેરેનું વિસ્તૃત વર્ણન કર્યુ. મૂળ મંદિરના વિવાદિત સ્થાન ના ઉત્તર દિશામાં થવાનું પ્રતિપક્ષ દ્વારા રાખેલું તર્કનો વિરોધ કરતા તેમણે સ્કંદપુરાણના અયોધ્યામાહાત્મ્ય માં વર્ણિત રામ જન્મભૂમિ ની સીમાઓ નું વર્ણન કર્યુ, જે ન્યાયમૂર્તિ સુધીર અગ્રવાલ દ્વારા વિવાદિત સ્થાન ના વર્તમાન સ્થાન મુજબ પ્રાપ્ત થયું.

જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય

રામભદ્રાચાર્ય: જન્મ અને પ્રારંભિક જીવન, ઔપચારિક શિક્ષણ, વિરક્ત દીક્ષા અને તદનન્તર જીવન 
જાન્યુઆરી ૨, ૨૦૦૫ ના રોજ વિકલાંગ વિશ્વવિદ્યાલય ના પરિસર માં મુખ્ય ભવન ની સામે અસ્થિ વિકલાંગ વિદ્યાર્થીઓ ના સાથે કુલાધિપતિ જગદ્ગુરુ રામભદ્રાચાર્ય

૨૩ ઓગસ્ટ ૧૯૯૬ ના રોજ સ્વામી રામભદ્રાચાર્યે ચિત્રકૂટ માં દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે તુલસી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલય ની સ્થાપના કરી. આના પછી તેમને માત્ર વિકલાંગ વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષાના પ્રાપ્તિ હેતુ એક સંસ્થાન ની સ્થાપના નો નિર્ણય લીધો. આ ઉદ્દેશ્ય થી તેમણે સપ્ટેમ્બર ૨૭, ૨૦૧૧ ના રોજ ચિત્રકૂટ, ઉત્તર પ્રદેશ માં જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય ની સ્થાપના કરી. આ ભારત અને વિશ્વ ની પ્રથમ વિકલાંગ વિશ્વવિદ્યાલય છે. આ વિશ્વવિદ્યાલય નું ગઠન ઉત્તર પ્રદેશ સરકાર ના એક અધ્યાદેશ દ્વારા થયુ, જેમને પછી ઉત્તર પ્રદેશ રાજ્ય અધિનિયમ ૩૨ (૨૦૦૧) માં પરિવર્તિત કરવા માં આવ્યું. આ અધિનિયમે સ્વામી રામભદ્રાચાર્યને વિશ્વવિદ્યાલય ના જીવન પર્યંત કુલાધિપતિ તરીકે પણ નિયુક્ત કર્યા. આ વિશ્વવિદ્યાલય સંસ્કૃત, હિન્દી, આંગ્લભાષા, સમાજ શાસ્ત્ર, મનોવિજ્ઞાન, સંગીત, ચિત્રકલા (રેખાચિત્ર અને રંગચિત્ર), લલિત કલા, વિશેષ શિક્ષણ, પ્રશિક્ષણ, ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્ત્વશાસ્ત્ર, સંગણક અને સૂચના વિજ્ઞાન, વ્યાવસાયિક શિક્ષણ, વિધિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, અંગ-ઉપયોજન અને અંગ-સમર્થન ના ક્ષેત્રો માં સ્નાતક, સ્નાતકોત્તર અને ડોક્ટરની ઉપાધિઓ પ્રદાન કરે છે. વિશ્વવિદ્યાલય માં ૨૦૧૩ સુધી આયુર્વેદ અને ચિકિત્સાશાસ્ત્ર (મેડીકલ) નું અધ્યાપન પ્રસ્તાવિત છે. વિશ્વવિદ્યાલય માં માત્ર ચાર પ્રકાર ના વિકલાંગ – દૃશ્તીબાધિત, મૂક-બધિર, અસ્થિ-વિકલાંગ (પંગુ અથવા ભુજાહીન), અને માનસિક વિકલાંગ – છાત્રો ને પ્રવેશ ની અનુમતિ છે, જેમકે ભારત સરકાર ના વિકલાંગતા અધિનિયમ ૧૯૯૫ માં નિરૂપિત છે. ઉત્તર પ્રદેશ સરકાર ના અનુસાર આ વિશ્વવિદ્યાલય પ્રદેશ ના પ્રમુખ સૂચના પ્રૌદ્યોગિકી અને ઈલેક્ટ્રોનિક્સ શૈક્ષણિક સંસ્થાઓ માં થી એક છે. માર્ચ ૨૦૧૦ માં વિશ્વવિદ્યાલય ના દ્વિતીય દીક્ષાંત સમારોહ માં કુલ ૩૫૪ વિદ્યાર્થીઓએ વિભિન્ન શૈક્ષણિક ઉપાધિઓ પ્રદાન કરવા માં આવી. જાન્યુઆરી ૨૦૧૧ માં આયોજિત તૃતીય દીક્ષાંત સમારોહ માં ૩૮૮ વિદ્યાર્થીયોએ શૈક્ષણિક ઉપાધિયો પ્રદાન કરવામાં આવી હતી.

રામચરિતમાનસ ની પ્રામાણિક પ્રતિ

રામભદ્રાચાર્ય: જન્મ અને પ્રારંભિક જીવન, ઔપચારિક શિક્ષણ, વિરક્ત દીક્ષા અને તદનન્તર જીવન 
પોતાની સમ્પાદિત રામચરિતમાનસ ની પ્રામાણિક પ્રતિ (ભાવાર્થબોધિની ટીકા સહિત) ભારત ના રાષ્ટ્રપત્ની પ્રતિભા પાટિલ ને અર્પિત કરતા જગદ્ગુરુ રામભદ્રાચાર્ય

ગોસ્વામી તુલસીદાસે અયુતાધિક પદો થી યુક્ત રામચરિતમાનસ ની રચના ૧૬વી શતાબ્દી ઈ માં કરી હતી. ૪૦૦ વર્ષો માં તેમની આ કૃતિ ઉત્તર ભારત માં ખૂબજ લોકપ્રિય બની ગૈ હતી, અને એમને પાશ્ચાત્ય ભારતવિદ બહુશઃ ઉત્તર ભારતનું બાઈબલ કહે છે. આ કાવ્ય ની અનેક પ્રતો મુદ્રિત થયી છે, જેમાં શ્રી વેંકટેશ્વર પ્રેસ (ખેમરાજ શ્રીકૃષ્ણદાસ) અને રામેશ્વર ભટ્ટ આદિ જુની પ્રતો, અને ગીતા પ્રેસ, મોતીલાલ બનારસીદાસ, કૌદોરામ, કપૂરથલા અને પટના દ્વારા મુદ્રિત નવી પ્રતો સમ્મિલિત છે. માનસ પર અનેક ટીકાઓ લેખાવી છે, જેમાં માનસપીયૂષ, માનસગૂઢાર્થચન્દ્રિકા, માનસમયંક, વિનાયકી, વિજયા, બાલબોધિની ઇત્યાદિ સમ્મિલિત છે. અનેક સ્થાનો પર આ પ્રતિયો અને ટીકાઓ માં છન્દોં ની સંખ્યા, મૂલપાઠ, પ્રચલિત વર્તનિઓ (યથા અનુનાસિક પ્રયોગ), અને પ્રચલિત વ્યાકરણ નિયમો (યથા વિભક્ત્યન્ત સ્વર) ની બાબત માં ભેદો છે. થોડીક પ્રતો માં એક આઠમો કાંડ પણ પરિશિષ્ટ તરીકે મળે છે, જેમ કે મોતીલાલ બનારસીદાસ અને શ્રી વેંકટેશ્વર પ્રેસ ની પ્રતિયો માં આઠમો કાંડ પરિશિષ્ટ તરીકે મળે છે .

૨૦વી શતાબ્દી માં વાલ્મીકિ રામાયણ અને મહાભારતની વિભિન્ન પ્રતિઓ ના આધાર પર સમ્પાદન અને પ્રામાણિક પ્રત (અંગ્રેઝી: critical edition) નું મુદ્રણ ક્રમશઃ બરોડા સ્થિત મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય અને પુણે સ્થિત ભણ્ડારકર પ્રાચીન શોધ સંસ્થાન દ્વારા કરવા માં આવ્યું હતું. સ્વામી રામભદ્રાચાર્ય નાનપણ થી ૨૦૦૬ સુધી રામચરિતમાનસ ની ૪૦૦૦ આવૃતિઓ કરી ચુકયા હતા. તેમને ૫૦ પ્રતોના પાઠ પર આઠ વર્ષ અનુસન્ધાન કરી એક પ્રામાણિક પ્રત નું સમ્પાદન કર્યુ. આ પ્રત ને તુલસી પીઠ સંસ્કરણ નામ થી મુદ્રિત કરવામાં આયુ. આધુનિક પ્રતો ની તુલના માં તુલસી પીઠ પ્રત માં મૂલપાઠ માં ઘણા સ્થાનો પર અંતર છે - મૂલ પાઠ માટે સ્વામી રામભદ્રાચાર્યે જૂની પ્રતોને અધિક વિશ્વસનીય માન્યું છે. આના અતિરિક્ત વર્તની, વ્યાકરણ અને છન્દ સમ્બન્ધી પ્રચલન માં આધુનિક પ્રતો થી તુલસી પીઠ પ્રત નિમ્નલિખિત પ્રકાર થી ભિન્ન છે.

  1. ગીતા પ્રેસ સહિત આધુનિક પ્રતો બે પંક્તિઓ માં લિખિત ૧૬-૧૬ માત્રાઓ ની ચાર ચરણો ની ઇકાઈ ને એક ચૌપાઈ તરીકે ગણે છે, પણ થોડા વિદ્વાન એક પંક્તિ માં લિખિત ૩૨ માત્રાઓ ની ઇકાઈ ને એક ચૌપાઈ માને છે. રામભદ્રાચાર્યે ૩૨ માત્રાઓ ની ઇકાઈ ને એક ચૌપાઈ માની છે, જેમના સમર્થન માં તેમને હનુમાન ચાલીસા અને આચાર્ય રામચન્દ્ર શુક્લ દ્વારા પદ્માવત ની સમીક્ષા નું ઉદાહરણ આપ્યું છે. તેમના અનુસાર આ વ્યાખ્યા માં પણ ચૌપાઈ ના ચાર ચરણ નીકળે છે - બન્ને ૧૬ માત્રાઓ ની અર્ધાલી માં ૮ માત્રાઓ પછી યતિ છે. પરિણામતઃ તુલસી પીઠ પ્રત માં ચૌપાઇઓ ની ગણના ફિલિપ લુટ્ગેનડાર્ફ ની ગણના જેમ છે.
  2. થોડા અપવાદો (પાદપૂર્તિ ઇત્યાદિ) ને છોડી તુલસી પીઠ ની પ્રત માં આધુનિક પ્રતો માં પ્રચલિત કર્તૃવાચક અને કર્મવાચક પદો ના અન્ત માં ઉકાર ના સ્થાને અકાર નો પ્રયોગ છે. રામભદ્રાચાર્ય ના મતાનુસાર ઉકાર ના પદો ના અન્ત માં પ્રયોગ ત્રુટિપૂર્ણ છે, કારણ કે આ પ્રયોગ અવધી ના સ્વભાવ ની વિરુદ્ધ છે.
  3. તુલસી પીઠ ની પ્રતિ માં વિભક્તિ દર્શાવા માટે અનુનાસિક નો પ્રયોગ નથી છે જ્યારે આધુનિક પ્રતો માં આ પ્રયોગ ઘણા સ્થાનો પર છે. રામભદ્રાચાર્ય ના અનુસાર જૂની પ્રતો માં અનુનાસિક નું પ્રચલન નથી છે.
  4. આધુનિક પ્રતો માં કર્મવાચક બહુવચન અને મધ્યમ પુરુષ સર્વનામ પ્રયોગ માં સંયુક્તાક્ષર ન્હ અને મ્હ ના સ્થાને તુલસી પીઠ ની પ્રતિ માં ક્રમશઃ ન અને મ નો પ્રયોગ છે.
  5. આધુનિક પ્રતિઓ માં પ્રયુક્ત તદ્ભવ શબ્દો માં તેમના તત્સમ રૂપ ના તાલવ્ય શકાર ના સ્થાને સર્વત્ર દન્ત્ય સકાર નો પ્રયોગ મળે છે. તુલસી પીઠ ની પ્રતિ માં આ પ્રયોગ ત્યાંજ છે જ્યાં સકાર ના પ્રયોગ થી અનર્થ અથવા વિપરીત અર્થ ન બને. ઉદાહરણતઃ સોભા (તત્સમ શોભા) માં તો સકાર નો પ્રયોગ છે, પરંતુ શંકર માં નથી કારણ કે રામભદ્રાચાર્ય ના અનુસાર અહી સકાર કરવા થી વર્ણસંકર ના અનભીષ્ટ અર્થ વાળું સંકર પદ બની જશે.

નવેમ્બર ૨૦૦૯ માં તુલસી પીઠ ની પ્રત ઉપર અયોધ્યા માં એક વિવાદ થયો હતો. અખિલ ભારતીય અખાડા પરિષદે અને રામ જન્મભૂમિ ન્યાસે માનસ માં ફેરફાર ના આરોપ કરતા સ્વામી રામભદ્રાચાર્ય પાસે ક્ષમાયાચના કરવાનુ કહ્યુ હતુ. ઉત્તર માં સ્વામી રામભદ્રાચાર્ય નું કથન હતું કે તેમણે કેવળ માનસ ની પ્રચલિત પ્રતોનું સંપાદન કર્યુ હતું, મૂળ માનસ માં સંશોધન નહી. આ વિવાદ ત્યારે શાંત થયો જ્યારે સ્વામી રામભદ્રાચાર્યે અખાડા પરિષદ ને એક પત્ર લખી તેમને થયેલા કષ્ટ અને પીડા પર ખેદ પ્રકટ કર્યો. પત્ર માં રામભદ્રાચાર્યે અખાડા પરિષદ ને નિવેદન કર્યુ કે તેઓ જૂની પ્રતોને જ માન્ય રાખે, અન્ય પ્રતો ને નહી.

સાહિત્યિક કૃતિઓ

જગદ્ગુરુ રામભદ્રાચાર્યે ૮૦ થી અધિક પુસ્તકો અને ગ્રંથો ની રચના કરી છે, જેમાં કોઇ પ્રકાશિત અને કોઇ અપ્રકાશિત છે. તેમની પ્રમુખ રચનાઓ નિમ્નલિખિત છે.

કાવ્ય

રામભદ્રાચાર્ય: જન્મ અને પ્રારંભિક જીવન, ઔપચારિક શિક્ષણ, વિરક્ત દીક્ષા અને તદનન્તર જીવન 
ઓક્ટોબર ૩૦, ૨૦૦૨ ના રોજ શ્રીભાર્ગવરાઘવીયમ્ ના લોકાર્પણ કરતા ભારત ના તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય ડાબી તરફ છે.
  • શ્રીભાર્ગવરાઘવીયમ્ (૨૦૦૨) – એક સૌ એક શ્લોકો વાળા એકવીસ સર્ગો માં વિભાજીત અને ચાલીસ સંસ્કૃત અંદ પ્રાકૃત ના છંદો માં બદ્ધ ૨૧૨૧ શ્લોકો માં વિરચિત સંસ્કૃત મહાકાવ્ય. સ્વયં મહાકવિ દ્વારા રચિત હિન્દી ટીકા સહિત. મહાકાવ્યનું વર્ણ્ય વિષય બે રામ અવતારો (પરશુરામ અને રામ) ની લીલા છે. આ રચના માટે કવિ ને ૨૦૦૫ માં સંસ્કૃત ના સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવા માં આવ્યું હતું. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • અષ્ટાવક્ર (૨૦૧૦) – એક સૌ આઠ પદો વાળા આઠ સર્ગો માં વિભાજિત ૮૬૪ પદો માં વિરચિત હિન્દી મહાકાવ્ય. આ મહાકાવ્ય અષ્ટાવક્ર ઋષિ ના જીવન નું વર્ણન છે, જેમને વિકલાંગો ના પુરોધા તરીકે દર્શાયુ છે. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • અરુન્ધતી (૧૯૯૪) – ૧૫ સર્ગો અને ૧૨૭૯ પદોં મેં રચિત હિન્દી મહાકાવ્ય. આમાં ઋષિ દમ્પતી વસિષ્ઠ અને અરુન્ધતી ના જીવન નું વર્ણન છે. રાઘવ સાહિત્ય પ્રકાશન નિધિ, રાજકોટ દ્વારા પ્રકાશિત.
    ખણ્ડકાવ્ય
  • આજાદચન્દ્રશેખરચરિતમ – સ્વતન્ત્રતા સેનાની ચન્દ્રશેખર આઝાદ પર સંસ્કૃત માં રચિત ખણ્ડકાવ્ય (ગીતાદેવી મિશ્ર દ્વારા રચિત હિન્દી ટીકા સહિત). શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • લઘુરઘુવરમ – સંસ્કૃત ભાષા ના કેવલ લઘુ વર્ણો માં રચિત સંસ્કૃત ખણ્ડકાવ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • સરયૂલહરી – અયોધ્યા માં પ્રવાહિત થતી સરયૂ નદી પર સંસ્કૃત માં રચિત ખણ્ડકાવ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • ભૃઙ્ગદૂતમ (૨૦૦૪) – બે ભાગોં મેં વિભક્ત અને મન્દાક્રાન્તા છન્દ મેં બદ્ધ ૫૦૧ શ્લોકોં માં રચિત સંસ્કૃત દૂતકાવ્ય. દૂતકાવ્યો માં કાલિદાસ નું મેઘદૂતમ, વેદાન્તદેશિક નું હંસસન્દેશઃ અને રૂપ ગોસ્વામી નું હંસદૂતમ સમ્મિલિત છે. ભૃઙ્ગદૂતમ માં કિષ્કિન્ધા માં પ્રવર્ષણ પર્વત પર રહેતા શ્રીરામ ના એક ભંવરા ના માધ્યમ થી લંકા માં રાવણ દ્વારા અપહૃત માતા સીતા માટે મોકલ્યો સન્દેશ વર્ણિત છે. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • કાકા વિદુર – મહાભારત ના વિદુર પાત્ર પર વિરચિત હિન્દી ખણ્ડકાવ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
    પત્રકાવ્ય
  • કુબ્જાપત્રમ – સંસ્કૃત માં રચિત પત્રકાવ્ય. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
    ગીતકાવ્ય
  • રાઘવ ગીત ગુંજન – હિન્દી માં રચિત ગીતો નું સંગ્રહ. રાઘવ સાહિત્ય પ્રકાશન નિધિ, રાજકોટ દ્વારા પ્રકાશિત.
  • ભક્તિ ગીત સુધા – ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ પર રચિત ૪૩૮ ગીતો નું સંગ્રહ. રાઘવ સાહિત્ય પ્રકાશન નિધિ, રાજકોટ દ્વારા પ્રકાશિત.
  • ગીતરામાયણમ (૨૦૧૧) – સમ્પૂર્ણ રામાયણ ની કથા ને વર્ણિત કરતો લોકધુનોં ની ઢાલ પર રચિત ૧૦૦૮ સંસ્કૃત ગીતો નું મહાકાવ્ય. આ મહાકાવ્ય ૩૬-૩૬ ગીતોં થી યુક્ત ૨૮ સર્ગોં માં વિભક્ત છે. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
    રીતિકાવ્ય
  • શ્રીસીતારામકેલિકૌમુદી (૨૦૦૮) – ૧૦૯ પદો ના ત્રણ ભાગોં માં વિભક્ત અને પ્રાકૃત ના છઃ છન્દોં મેં બદ્ધ ૩૨૭ પદો માં વિરચિત હિન્દી (બ્રજ, અવધી અને મૈથિલી) ભાષા મેં રચિત રીતિકાવ્ય. કાવ્ય નું વર્ણ્ય વિષય બાલ રૂપ શ્રીરામ અને માતા સીતા ના લીલાઓ છે. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
    શતકકાવ્ય
  • શ્રીરામભક્તિસર્વસ્વમ – ૧૦૦ શ્લોકો માં રચિત સંસ્કૃત કાવ્ય જેમાં રામભક્તિ નું સાર વર્ણિત છે. ત્રિવેણી ધામ, જયપુર દ્વારા પ્રકાશિત.
  • આર્યાશતકમઆર્યા છન્દ માં ૧૦૦ શ્લોકો માં રચિત સંસ્કૃત કાવ્ય. અપ્રકાશિત.
  • ચણ્ડીશતકમ – ચણ્ડી માતા ને અર્પિત ૧૦૦ શ્લોકો માં રચિત સંસ્કૃત કાવ્ય. અપ્રકાશિત.
  • રાઘવેન્દ્રશતકમ – શ્રી રામ ની સ્તુતિ માં ૧૦૦ શ્લોકો માં રચિત સંસ્કૃત કાવ્ય. અપ્રકાશિત.
  • ગણપતિશતકમ – શ્રી ગણેશ પર ૧૦૦ શ્લોકો મેં રચિત સંસ્કૃત કાવ્ય। અપ્રકાશિત.
  • શ્રીરાઘવચરણચિહ્નશતકમ – શ્રીરામ ના ચરણચિહ્નો ની પ્રશંસા માં ૧૦૦ શ્લોકો માં રચિત સંસ્કૃત કાવ્ય. અપ્રકાશિત.
    સ્તોત્રકાવ્ય
  • શ્રીગઙ્ગામહિમ્નસ્તોત્રમગંગા નદી ની મહિમા નું વર્ણન કરતુ સંસ્કૃત કાવ્ય. રાઘવ સાહિત્ય પ્રકાશન નિધિ, રાજકોટ દ્વારા પ્રકાશિત.
  • શ્રીજાનકીકૃપાકટાક્ષસ્તોત્રમસીતા માતા ના કૃપા કટાક્ષ નું વર્ણન કરતુ સંસ્કૃત કાવ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • શ્રીરામવલ્લભાસ્તોત્રમ – સીતા માતા ની પ્રશંસા માં રચિત સંસ્કૃત કાવ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • શ્રીચિત્રકૂટવિહાર્યષ્ટકમ – આઠ શ્લોકો માં શ્રીરામ ની સ્તુતિ કરતુ સંસ્કૃત કાવ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • ભક્તિસારસર્વત્રમ – સંસ્કૃત કાવ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • શ્રીરાઘવભાવદર્શનમ – આઠ શિખરિણીઓ માં ઉત્પ્રેક્ષા અલંકાર ના માધ્યમ થી શ્રીરામ ની ઉપમા ચન્દ્રમા, મેઘ, સમુદ્ર, ઇન્દ્રનીલ, તમાલવૃક્ષ, કામદેવ, નીલકમલ અને ભ્રમર થી દેતું સંસ્કૃત કાવ્ય. કવિ દ્વારા રચિત અવધી કવિત્ત અનુવાદ અને ખડી બોલી ગદ્ય અનુવાદ સહિત. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • શ્રીસીતારામસુપ્રભાતમ – ચાલીસ શ્લોકો (૮ શાર્દૂલવિક્રીડિત, ૨૪ વસન્તતિલક, ૪ સ્રગ્ધરા અને ૪ માલિની) માં રચિત સંસ્કૃત સુપ્રભાત કાવ્ય. કવિ દ્વારા રચિત હિન્દી અનુવાદ સહિત. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત. કવિ દ્વારા ગાયેલું કાવ્ય સંસ્કરણ યુકી કૈસેટ્સ, નવી દિલ્લી દ્વારા વિમોચિત.
    ભાષ્યકાવ્ય
  • અષ્ટાધ્યાય્યાઃ પ્રતિસૂત્રં શાબ્દબોધસમીક્ષણમ – પદ્ય માં અષ્ટાધ્યાયી પર સંસ્કૃત ભાષ્ય. વિદ્યાવારિધિ શોધકાર્ય. રાષ્ટ્રિય સંસ્કૃત સંસ્થાન દ્વારા પ્રકાશ્યમાન.

નાટક

    નાટકકાવ્ય
  • શ્રીરાઘવાભ્યુદયમ – શ્રીરામ ના અભ્યુદય પર સંસ્કૃત માં રચિત એકાંકી નાટક. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • ઉત્સાહ – હિન્દી નાટક. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.

ગદ્ય

રામભદ્રાચાર્ય: જન્મ અને પ્રારંભિક જીવન, ઔપચારિક શિક્ષણ, વિરક્ત દીક્ષા અને તદનન્તર જીવન 
જગદ્ગુરુ રામભદ્રાચાર્ય દ્વારા રચિત થોડા પુસ્તકો અને ગ્રન્થ (સમ્પાદિત શ્રીરામચરિતમાનસ ની પ્રતિ સહિત)
    પ્રસ્થાનત્રયી પર સંસ્કૃત ભાષ્ય
  • શ્રીબ્રહ્મસૂત્રેષુ શ્રીરાઘવકૃપાભાષ્યમ – બ્રહ્મસૂત્ર પર સંસ્કૃત માં રચિત ભાષ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • શ્રીમદ્ભગવદ્ગીતાસુ શ્રીરાઘવકૃપાભાષ્યમ – ભગવદ્ગીતા પર સંસ્કૃત માં રચિત ભાષ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • કઠોપનિષદિ શ્રીરાઘવકૃપાભાષ્યમ – કઠોપનિષદ પર સંસ્કૃત માં રચિત ભાષ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • કેનોપનિષદિ શ્રીરાઘવકૃપાભાષ્યમ – કેનોપનિષદ પર સંસ્કૃત માં રચિત ભાષ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • માણ્ડૂક્યોપનિષદિ શ્રીરાઘવકૃપાભાષ્યમ – માણ્ડૂક્યોપનિષદ પર સંસ્કૃત માં રચિત ભાષ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • ઈશાવાસ્યોપનિષદિ શ્રીરાઘવકૃપાભાષ્યમ – ઈશાવાસ્યોપનિષદ પર સંસ્કૃત માં રચિત ભાષ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • પ્રશ્નોપનિષદિ શ્રીરાઘવકૃપાભાષ્યમ – પ્રશ્નોપનિષદ પર સંસ્કૃત માં રચિત ભાષ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • તૈત્તિરીયોપનિષદિ શ્રીરાઘવકૃપાભાષ્યમ – તૈત્તિરીયોપનિષદ પર સંસ્કૃત માં રચિત ભાષ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • ઐતરેયોપનિષદિ શ્રીરાઘવકૃપાભાષ્યમ – ઐતરેયોપનિષદ પર સંસ્કૃત માં રચિત ભાષ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • શ્વેતાશ્વતરોપનિષદિ શ્રીરાઘવકૃપાભાષ્યમ – શ્વેતાશ્વતરોપનિષદ પર સંસ્કૃત માં રચિત ભાષ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • છાન્દોગ્યોપનિષદિ શ્રીરાઘવકૃપાભાષ્યમ – છાન્દોગ્યોપનિષદ પર સંસ્કૃત માં રચિત ભાષ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • બૃહદારણ્યકોપનિષદિ શ્રીરાઘવકૃપાભાષ્યમ – બૃહદારણ્યકોપનિષદ પર સંસ્કૃત માં રચિત ભાષ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • મુણ્ડકોપનિષદિ શ્રીરાઘવકૃપાભાષ્યમ – મુણ્ડકોપનિષદ પર સંસ્કૃત માં રચિત ભાષ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
    અન્ય સંસ્કૃત ભાષ્ય
  • શ્રીનારદભક્તિસૂત્રેષુ શ્રીરાઘવકૃપાભાષ્યમનારદ ભક્તિ સૂત્ર પર સંસ્કૃત માં રચિત ભાષ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ, સતના, મધ્ય પ્રદેશ દ્વારા પ્રકાશિત.
  • શ્રીરામસ્તવરાજસ્તોત્રે શ્રીરાઘવકૃપાભાષ્યમ – રામસ્તવરાજસ્તોત્રમ્ પર સંસ્કૃત માં રચિત ભાષ્ય. શ્રી તુલસી પીઠ સેવા ન્યાસ, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
    હિન્દી ભાષ્ય
  • મહાવીરીહનુમાન ચાલીસા પર હિન્દી માં રચિત ટીકા.
  • ભાવાર્થબોધિની – શ્રીરામચરિતમાનસ પર હિન્દી માં રચિત ટીકા.
  • શ્રીરાઘવકૃપાભાષ્ય – શ્રીરામચરિતમાનસ પર હિન્દી માં નૌ ભાગો માં વિસ્તૃત ટીકા. રચ્યમાન.
    વિમર્શ
  • અધ્યાત્મરામાયણે અપાણિનીયપ્રયોગાનાં વિમર્શઃ – અધ્યાત્મ રામાયણ માં પાણિનીય વ્યાકરણ થી અસમ્મત પ્રયોગો પર સંસ્કૃત વિમર્શ. વાચસ્પતિ ઉપાધિ હેતુ શોધકાર્ય. અપ્રકાશિત.
  • શ્રીરાસપઞ્ચાધ્યાયીવિમર્શઃ (૨૦૦૭) – ભાગવત પુરાણ ની રાસપઞ્ચાધ્યાયી પર હિન્દી વિમર્શ. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
    પ્રવચન સંગ્રહ
  • તુમ પાવક મઁહ કરહુ નિવાસા (૨૦૦૪) – રામચરિતમાનસ માં માતા સીતા ના અગ્નિ પ્રવેશ પર સપ્ટેમ્બર ૨૦૦૩ મેં આપેલા નવદિવસીય પ્રવચનો નું સંગ્રહ. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • અહલ્યોદ્ધાર (૨૦૦૬) – રામચરિતમાનસ માં શ્રીરામ દ્વારા અહલ્યા ના ઉદ્ધાર પર એપ્રિલ ૨૦૦૦ માં આપેલા નવદિવસીય પ્રવચનો નું સંગ્રહ. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.
  • હર તે ભે હનુમાન (૨૦૦૮) – શિવ ના હનુમાન રૂપ અવતાર પર એપ્રિલ ૨૦૦૭ માં આપેલા ચતુર્દિવસીય પ્રવચનો નું સંગ્રહ. જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય, ચિત્રકૂટ દ્વારા પ્રકાશિત.

પુરસ્કાર અને સમ્માન

વિરક્ત દીક્ષા પછી

રામભદ્રાચાર્ય: જન્મ અને પ્રારંભિક જીવન, ઔપચારિક શિક્ષણ, વિરક્ત દીક્ષા અને તદનન્તર જીવન 
૨૦૦૬ માં તત્કાલીન લોક સભા અધ્યક્ષ સોમનાથ ચટર્જી દ્વારા વાણી અલંકરણ પુરસ્કાર થી સમ્માનિત થતા જગદ્ગુરુ રામભદ્રાચાર્ય
રામભદ્રાચાર્ય: જન્મ અને પ્રારંભિક જીવન, ઔપચારિક શિક્ષણ, વિરક્ત દીક્ષા અને તદનન્તર જીવન 
માર્ચ ૩૦, ૨૦૦૬ ના દિવસે તત્કાલીન રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામ દ્વારા પ્રશસ્તિ પત્ર દ્વારા પુરસ્કૃત થતા જગદ્ગુરુ રામભદ્રાચાર્ય
  • ૨૦૧૧. હિમાચલ પ્રદેશ સરકાર, શિમલા દ્વારા દેવભૂમિ પુરસ્કાર. હિમાચલ પ્રદેશ ના તત્કાલીન પ્રધાન ન્યાયાધીશ જોસેફ કુરિયન દ્વારા પ્રદત્ત।
  • ૨૦૦૮. શ્રીભાર્ગવરાઘવીયમ્ માટે કે કે બિડલા પ્રતિષ્ઠાન ની તરફ થી શ્રી વાચસ્પતિ પુરસ્કાર. રાજસ્થાન ના તત્કાલીન રાજ્યપાલ શૈલેન્દ્ર કુમાર સિંહ દ્વારા પ્રદત્ત।
  • ૨૦૦૭. તુલસી શોધ સંસ્થાન, ઇલાહાબાદ નગર નિગમ ની તરફ થી ગોસ્વામી તુલસીદાસ સમર્ચન સમ્માન. ભારત ના ભૂતપૂર્વ પ્રધાન ન્યાયાધીશ રમેશ ચંદ્ર લાહોટી દ્વારા પ્રદત્ત।
  • ૨૦૦૬. હિન્દી સાહિત્ય સમ્મેલન, પ્રયાગ ના તરફ થી સંસ્કૃત મહામહોપાધ્યાય।
  • ૨૦૦૬. જયદયાલ દાલમિયા શ્રી વાણી ટ્રસ્ટ ના તરફ થી શ્રીભાર્ગવરાઘવીયમ્ માટે શ્રી વાણી અલંકરણ પુરસ્કાર. તત્કાલીન લોક સભા અધ્યક્ષ સોમનાથ ચટર્જી દ્વારા પ્રદત્ત.
  • ૨૦૦૬. મધ્ય પ્રદેશ સંસ્કૃત સંસ્થાન, ભોપાલ ના તરફ થી શ્રીભાર્ગવરાઘવીયમ્ માટે બાણભટ્ટ પુરસ્કાર.
  • ૨૦૦૫. શ્રીભાર્ગવરાઘવીયમ્ માટે સંસ્કૃત માં સાહિત્ય અકાદમી પુરસ્કાર.
  • ૨૦૦૪. બાદરાયણ પુરસ્કાર. ભારત ના તત્કાલીન રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામ દ્વારા પ્રદત્ત.
  • ૨૦૦૩. મધ્ય પ્રદેશ સંસ્કૃત અકાદમી ના તરફ થી રાજશેખર સમ્માન.
  • ૨૦૦૩. લખનૌ સ્થિત ભાઉરાવ દેવરસ સેવા ન્યાસ ના તરફ થી ભાઉરાવ દેવરસ પુરસ્કાર.
  • ૨૦૦૩. દિવાલીબેન મેહતા ચૈરિટેબલ ટ્રસ્ટ ના તરફ થી ધર્મ અને સંસ્કૃતિ માં પ્રગતિ માટે દીવાલીબેન પુરસ્કાર. ભારત ના ભૂતપૂર્વ પ્રધાન ન્યાયાધીશ પી એન ભગવતી દ્વારા પ્રદત્ત.
  • ૨૦૦૩. ઉત્તર પ્રદેશ સંસ્કૃત સંસ્થાન, લખનૌ તરફ થી અતિવિશિષ્ટ પુરસ્કાર.
  • ૨૦૦૨. સમ્પૂર્ણાનન્દ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વારાણસી તરફ થી કવિકુલરત્ન ની ઉપાધિ.
  • ૨૦૦૦. ઉત્તર પ્રદેશ સંસ્કૃત સંસ્થાન, લખનૌ તરફ થી વિશિષ્ટ પુરસ્કાર.
  • ૨૦૦૦. લાલ બહાદુર શાસ્ત્રી સંસ્કૃત વિદ્યાપીઠ, નવી દિલ્લી ના તરફ થી મહામહોપાધ્યાય ની ઉપાધિ.
  • ૧૯૯૯. કવિરાજ વિદ્યા નારાયણ શાસ્ત્રી અર્ચન-સમ્માન સમિતિ, ભાગલપુર (બિહાર) દ્વારા સંસ્કૃત ભાષા તરફ યોગદાન માટે કવિરાજ વિદ્યા નારાયણ શાસ્ત્રી અર્ચન-સમ્માન પુરસ્કાર.
  • ૧૯૯૯. અખિલ ભારતીય હિન્દી ભાષા સમ્મેલન, ભાગલપુર (બિહાર) દ્વારા હિન્દી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ તરફ અમૂલ્ય યોગદાન અને એના પ્રચાર-પ્રસાર માટે મહાકવિ ની ઉપાધિ.
  • ૧૯૯૮. વિશ્વ ધર્મ સંસદ દ્વારા ધર્મચક્રવર્તી ની ઉપાધિ

પૂર્વાશ્રમ માં પ્રાપ્ત

  • ૧૯૭૬. સમ્પૂર્ણાનન્દ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વારાણસી માં કુલાધિપતિ સ્વર્ણ પદક.
  • ૧૯૭૬-૭૭. સમ્પૂર્ણાનન્દ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વારાણસી માં આચાર્ય ની પરીક્ષા માં સાત સ્વર્ણ પદક.
  • ૧૯૭૫. અખિલ ભારતીય સંસ્કૃત વાદ વિવાદ પ્રતિયોગિતા માં પાંચ સ્વર્ણ પદક.
  • ૧૯૭૪. સમ્પૂર્ણાનન્દ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વારાણસી માં શાસ્ત્રી ની પરીક્ષા માં પાંચ સ્વર્ણ પદક.


ટિપ્પણીઓ

સંદર્ભ

  • અગ્રવાલ, ન્યાયમૂર્તિ સુધીર (સપ્ટેમ્બર ૩૦, ૨૦૧૦). Consolidated Judgment in OOS No. 1 of 1989, OOS No. 3 of 1989, OOS No. 4 of 1989 & OOS No. 5 of 1989 (અંગ્રેઝીમાં). ઇલાહાબાદ, ઉત્તર પ્રદેશ, ભારત: ઇલાહાબાદ ઉચ્ચ ન્યાયાલય. મેળવેલ એપ્રિલ ૨૪, ૨૦૧૧.CS1 maint: unrecognized language (link)
  • દિનકર, ડા વાગીશ (૨૦૦૮). श्रीभार्गवराघवीयम् मीमांसा (હિન્દીમાં). દિલ્લી, ભારત: દેશભારતી પ્રકાશન. ISBN 978-81-908276-6-9.
  • નાગર, શાન્તિ લાલ (૨૦૦૨). શર્મા, આચાર્ય દિવાકર; ગોયલ, શિવ કુમાર; સુશીલ, સુરેન્દ્ર શર્મા (સંપાદકો). The Holy Journey of a Divine Saint: Being the English Rendering of Swarnayatra Abhinandan Granth (અંગ્રેઝીમાં) (પ્રથમ, સજીલ્દ સંસ્કરણ આવૃત્તિ). નવી દિલ્લી, ભારત: બી આર પ્રકાશન નિગમ. ISBN 978-81-7646-288-4.CS1 maint: unrecognized language (link)
  • પ્રસાદ, રામ ચંદ્ર (૧૯૯૯) [પ્રથમ સંસ્કરણ ૧૯૯૧]. Sri Ramacaritamanasa The Holy Lake Of The Acts Of Rama (અંગ્રેઝીમાં) (સચિત્ર, પુનર્મુદ્રિત સંસ્કરણ આવૃત્તિ). દિલ્લી, ભારત: મોતીલાલ બનારસીદાસ. ISBN 978-81-208-0762-4. મેળવેલ જૂન ૨૦, ૨૦૧૧. CS1 maint: discouraged parameter (link) CS1 maint: unrecognized language (link)
  • રામભદ્રાચાર્ય, સ્વામી, ed. (માર્ચ ૩૦, ૨૦૦૬). श्रीरामचरितमानस – मूल गुटका (तुलसीपीठ संस्करण) (હિન્દીમાં) (ચતુર્થ સંસ્કરણ આવૃત્તિ). ચિત્રકૂટ, ઉત્તર પ્રદેશ, ભારત: જગદ્ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્વવિદ્યાલય. CS1 maint: extra text: authors list (link)
  • શર્મા, ન્યાયમૂર્તિ ધરમ વીર (સપ્ટેમ્બર ૩૦, ૨૦૧૦). Judgment in OOS No. 4 of 1989 (અંગ્રેઝીમાં). ઇલાહાબાદ, ઉત્તર પ્રદેશ, ભારત: ઇલાહાબાદ ઉચ્ચ ન્યાયાલય. મેળવેલ એપ્રિલ ૨૪, ૨૦૧૧.CS1 maint: unrecognized language (link)
  • શર્મા, ન્યાયમૂર્તિ ધરમ વીર (સપ્ટેમ્બર ૩૦, ૨૦૧૦). Annexure V (અંગ્રેઝીમાં). ઇલાહાબાદ, ઉત્તર પ્રદેશ, ભારત: ઇલાહાબાદ ઉચ્ચ ન્યાયાલય. મેળવેલ એપ્રિલ ૨૪, ૨૦૧૧. CS1 maint: unrecognized language (link)

બાહ્ય કડીઓ

Tags:

રામભદ્રાચાર્ય જન્મ અને પ્રારંભિક જીવનરામભદ્રાચાર્ય ઔપચારિક શિક્ષણરામભદ્રાચાર્ય વિરક્ત દીક્ષા અને તદનન્તર જીવનરામભદ્રાચાર્ય જગદ્ગુરુ વિકલાંગ વિશ્વવિદ્યાલયરામભદ્રાચાર્ય રામચરિતમાનસ ની પ્રામાણિક પ્રતિરામભદ્રાચાર્ય સાહિત્યિક કૃતિઓરામભદ્રાચાર્ય પુરસ્કાર અને સમ્માનરામભદ્રાચાર્ય ટિપ્પણીઓરામભદ્રાચાર્ય સંદર્ભરામભદ્રાચાર્ય બાહ્ય કડીઓરામભદ્રાચાર્યen:Awadhi languageen:Maithili languageતુલસીદાસશ્રીમદ્ ભાગવતમ્સંસ્કૃતસંસ્કૃત ભાષાહિન્દીહિન્દી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બનાસ ડેરીતાલાલા તાલુકોઅંગ્રેજી ભાષાચિત્તોડગઢજ્ઞાનકોશભગવતીકુમાર શર્માવાતાવરણસુરત જિલ્લોચોટીલામતદાનબહુચર માતામુકેશ અંબાણીલોક સભાહિમાંશી શેલતઆઇઝેક ન્યૂટનઅંબાજીદ્વારકાવર્ણવ્યવસ્થાદત્તાત્રેયરામનારાયણ પાઠકમુંબઈ ઉપનગરી જિલ્લોસાડીદુબઇચિનુ મોદીખેડા જિલ્લોકૃષ્ણકુમારસિંહ ગોહીલક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીપ્રાણીઅમરેલી જિલ્લોઅમદાવાદઅમેરિકાપ્રધાન મંત્રી જન ધન યોજનામુખપૃષ્ઠતીર્થંકરભરવાડકાશી વિશ્વનાથગુજરાત વિધાનસભામકાઈમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭સ્વાદુપિંડવંદે માતરમ્સમાજગુજરાત સરકારકુદરતી આફતોદશરથલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)રિસાયક્લિંગઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનધ્રાંગધ્રાનક્ષત્રસુરેન્દ્રનગર જિલ્લોમોરબી જિલ્લોદ્વારકાધીશ મંદિરઇન્ટરનેટકાન્હડદે પ્રબંધસલમાન ખાનવિકિમીડિયા ફાઉન્ડેશનલતા મંગેશકરગરમાળો (વૃક્ષ)ગાંધી આશ્રમદાંડી સત્યાગ્રહદિવાળીરા' ખેંગાર દ્વિતીયકમ્પ્યુટર હાર્ડવેરભારતના રાજ્ય ફૂલોની યાદીરુધિરાભિસરણ તંત્રક્રિકેટકાળો ડુંગરરબારીહરડેઋગ્વેદસુંદરવનબનાસકાંઠા જિલ્લોહર્ષ સંઘવી૧૮૫૭ની ભારતીય ક્રાંતિકાંકરિયા તળાવ🡆 More