છઠ

છઠ એ એક પ્રાચીન હિન્દુ વૈદિક તહેવાર છે જે ઐતિહાસિક રૂપે ભારતીય ઉપખંડમાં ખાસ કરીને ભારતીય રાજ્યો બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ અને નેપાળના મધેશ ક્ષેત્રમાં ઉજવવામાં આવે છે.

છઠ પૂજા સૂર્ય અને શાષ્ટિ દેવી (છઠી મૈયા) ને સમર્પિત છે. આ પૂજા નો ઉદ્દેશ તેમના દ્વારા આપવામાં આવેલી પૃથ્વી પર સમૃદ્દિનો આભાર માનવા અને ઇચ્છાપૂર્તિ માટે વિનંતિ કરી તેમનો આશિર્વાદ પ્રાપ્ત કરવાનો છે. આ તહેવાર બિહારીઓ અને નેપાળીઓ અને તે સંસ્કૃતિના પ્રવાસી નાગરિકો દ્વારા મનાવવામાં આવે છે.

છઠ પૂજા
છઠ
નદી તળાવ કે અન્ય જળ સ્રોત નજીજ જઈ સૂર્યની પ્રાર્થના.
બીજું નામછૈઠ
છઠ પર્વ
છઠ પૂજા
દાલા છઠ
દાલા પૂજા
સૂર્ય શષ્ટી
ઉજવવામાં આવે છે
  • ભારતીય લોકો અને નેપાળી લોકો
    • મગહી લોકો
    • મૈથી લોકો
    • ભોજપૂરી લોકો
    • અવધી લોકો
પ્રકારસાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક
મહત્વસૂર્યનો આભાર માનવા અને પૃથ્વી પરની સમૃદ્ધિ અને ઇચ્છા પૂર્તિ માટે.

આ તહેવારમાં મૂર્તિપૂજા કરવામાં આવતી નથી તેની વિપરીત તેમાં છઠી મૈયા (શષ્ઠિ માતા) અને સૂર્ય ભગવાન સૂર્યની તેમના પત્ની ઉષા અને પ્રતિઉષા (વૈદિક પરંપરામાં પરોઢ અને સાંજની દેવીઓ)ની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૂર્યની શક્તિના મુખ્ય સ્ત્રોત તેમની પત્ની ઉષા અને પ્રત્યુષા છે. છઠમાં સૂર્યની સાથે આ બંને શક્તિઓની સંયુક્ત ઉપાસના કરવામાં આવે છે. સવારે સૂર્યના પ્રથમ કિરણ (ઉષા) ની પૂજા અને સાંજે સૂર્યની અંતિમ કિરણ (પ્રત્યુષા)ની પૂજા એમ બંનેની પૂજા કરવામાં આવે છે. અને ધાર્મિક વિધિઓ કપરી હોય છે અને ચાર દિવસ સુધી આ વિધો ચાલે છે. તેમાં પવિત્ર સ્નાન, ઉપવાસ અને જળ સહિત નો ત્યાગ, લાંબા સમય સુધી પાણીમાં ઊભા રહેવું, અને પ્રસાદ અને સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરવું જેવે વિધિઓનો સમાવેશ થાય છે. કેટલાક શ્રદ્ધાળુઓ સરઘસ કાઢી નદી કાંઠે જઈ પૂજા કરે છે.

પર્યાવરણશાસ્ત્રીઓ એવો દાવો કરે છે કે છઠનો તહેવાર એક સૌથી પર્યાવરણનો મિત્ર એવા ધાર્મિક તહેવાર છે જેનો ઉપયોગ "પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ" ફેલાવવા માટે થવો જોઈએ. જાતિ, રંગ અથવા અમીરી ગરીબીના ભેદ વિના ભક્તો પ્રાર્થના કરવા માટે નદીઓ અથવા તળાવોના કાંઠે પહોંચે છે. "

જોકે આ તહેવાર સૌથી વિસ્તૃત રીતે નેપાળના મધેશ (દક્ષિણ)પ્રદેશ અને ભારતના અનેક રાજ્યો બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ માં ઉજવાય છે, આ સાથે અન્ય સ્થળે સ્થળાંતરીત થયેલા આ ક્ષેત્રના વતનીઓ જે તે સ્થળે આ ઉત્સવ ઉજવે છે. આ ઉત્સવ ભારત, મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, છત્તીસગ ,, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન મુંબઇ, મોરેશિયસ, ફીજી, દક્ષિણ આફ્રિકા, ત્રિનિદાદ અને ટોબેગો, ગિયાના સહિતના પ્રદેશોમાં ઉજવવામાં આવે છે તે સાથે સુરીનામ, જમૈકા, કેરેબિયનના અન્ય ભાગો, યુનાઈટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, રિપબ્લિક ઓફ આયર્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, મલેશિયા, મકાઉ, જાપાન અને ઇન્ડોનેશિયા માં પણ સ્થાનીય પ્રવાસી લોકો આ તહેવાર ઉજવે છે.

છઠ પૂજા, જેને સન ષષ્ટિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કારતક સુદ છઠ ના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર દિવાળીના ૬ દિવસ પછી ઉજવવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોમાં, છઠ પૂજાને લોકમેળો તરીકે વિશેષ મહત્વ મળ્યું છે. આ જ કારણ છે કે ઉત્સવ ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

સંદર્ભો

Tags:

ઉત્તર પ્રદેશઝારખંડનેપાળપૂજાબિહારભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોભારતીય ઉપખંડવેદસૂર્ય (દેવ)હિંદુહિંદુ ધર્મના ઉત્સવો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

માહિતીનો અધિકારભારતમાં આવક વેરોરાષ્ટ્રવાદકબડ્ડીજૈન ધર્મસોમનાથમીરાંબાઈજીમેઇલગાંધીનગરબરવાળા તાલુકોબર્બરિકદુલા કાગપરશુરામરાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)હિંદુઅમર્ત્ય સેનરા' ખેંગાર દ્વિતીયકેદારનાથ જ્યોતિર્લિંગઆમ આદમી પાર્ટીધરતીકંપભાસ્કરાચાર્યવિષ્ણુખ્રિસ્તી ધર્મપારસીમટકું (જુગાર)પ્રતિભા પાટીલકલાપીફાધર વાલેસદાંતનો વિકાસપ્રથમ વિશ્વ યુદ્ધનારિયેળભારત સરકારગુજરાત સલ્તનતસ્વામિનારાયણ સંપ્રદાયગૌતમ અદાણીઘોરખોદિયુંજુનાગઢ શહેર તાલુકોસોનુંરાણી લક્ષ્મીબાઈપ્રજાસત્તાક દિન (ભારત)ઉમરગામ તાલુકોવિશ્વ વન દિવસસુભાષચંદ્ર બોઝહિતોપદેશમકરંદ દવેદયારામમોરારીબાપુવિશ્વ રંગમંચ દિવસભાભર (બનાસકાંઠા)ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીકેનેડામૃણાલિની સારાભાઈઅશોકમહેસાણાનવરોઝસામાજિક મનોવિજ્ઞાનઈન્દિરા ગાંધીલગ્નમકાઈક્રિકેટસોનાક્ષી સિંહાનર્મદા બચાવો આંદોલનબ્રાઝિલકપાસબાલાસિનોર તાલુકોપાટણભારતના રાજ્ય ફૂલોની યાદીસુરેશ જોષીગાંધીનગર લોક સભા મતવિસ્તારશિવચંદ્રકાંત બક્ષીપન્નાલાલ પટેલહરીન્દ્ર દવેબાવળમળેલા જીવરાણકી વાવ🡆 More