ચંદ્રકાંત બક્ષી: ગુજરાતી લેખક

ચંદ્રકાંત કેશવલાલ બક્ષી (૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ – ૨૫ માર્ચ, ૨૦૦૬) આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય અને જાણીતા લેખક હતા.

ચંદ્રકાંત બક્ષી
બક્ષી કોલકાતા ખાતે, ૨૦૦૩
બક્ષી કોલકાતા ખાતે, ૨૦૦૩
જન્મ(1932-08-20)20 August 1932
પાલનપુર, ગુજરાત
મૃત્યુ25 March 2006(2006-03-25) (ઉંમર 73)
અમદાવાદ, ગુજરાત
અન્ય નામબક્ષીબાબુ, બક્ષી
વ્યવસાયલેખક, અધ્યાપક, જાહેર વક્તા
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી.એ., એલ.એલ.બી., એમ.એ.
જીવનસાથીબકુલા બક્ષી
સંતાનોરીવા બક્ષી
સહીચંદ્રકાંત બક્ષી: જીવન, અંગત જીવન, લેખન શૈલી

જીવન

ચંદ્રકાંત બક્ષી: જીવન, અંગત જીવન, લેખન શૈલી 
પાલનપુરમાં ચંદ્રકાંત બક્ષીના ઘરનો એક ભાગ, બક્ષીવાસમાં.

ચંદ્રકાંત બક્ષીનો જન્મ પાલનપુર ‍(હવે બનાસકાંઠા જિલ્લામાં) ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી જૈન કુટુંબના કેશવલાલ બક્ષી અને ચંચળબેનના બીજા પુત્ર હતા. તેમણે પ્રારંભનું શિક્ષણ પાલનપુર અને કલકત્તામાં લીધું હતું. ૧૯૫૨માં તેઓ કલકત્તા યુનિવર્સિટીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એ. થયા. તેઓ કલકત્તા સ્થાયી થયા અને કલકત્તા યુનિવર્સિટીમાંથી ૧૯૫૬માં એલ.એલ.બી. અને ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે એમ.એ. થયા.

કલકત્તામાં તેમણે ૧૨ વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત લખી હતી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાં ડૂબી ગયા ૧૯૫૭માં પ્રકાશિત થયું. ૧૯૬૯માં તેઓ મુંબઇમાં સ્થાયી થયા અને ઇતિહાસ અને રાષ્ટ્રવિજ્ઞાનના અધ્યાપક તરીકે ૧૯૭૦થી ૧૯૮૦ સુધી તેઓ મીઠીબાઈ કૉલેજ તથા મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં કાર્યરત રહ્યા. તેઓ યુનિવર્સિટીમાં સેનેટના સભ્ય હતા. ૧૯૮૦–૮૨ સુધી તેઓ મુંબઈની એલ.એસ. રાહેજા આર્ટ્સ અને કોમર્સ કૉલેજના પ્રિન્સિપાલ પદે રહ્યા અને ત્યાંથી નિવૃત્ત થયા. આ પછી તેઓ પૂર્ણ સમયના લેખક/પત્રકાર તરીકે જ સક્રિય રહ્યા. તેઓ વિવિધ સામયિકો અને દૈનિકોમાં લેખ લખતા હતા.

૧૯૯૯માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમની મુંબઈના શેરીફ પદે નિમણૂક કરવામાં આવી હતી. ૨૫ માર્ચ, ૨૦૦૬ ના રોજ અમદાવાદ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.

તેમના ચાહકોમાં તેઓ બક્ષી અથવા બક્ષીબાબુના નામથી જાણીતા હતા.

અંગત જીવન

તેમના લગ્ન બકુલા (મૃ. ૨૦૦૨) સાથે થયા હતા. તેમના પુત્રી રીવા હાલમાં અમદાવાદ ખાતે પોતાના દત્તક પુત્ર સાથે રહે છે.[સંદર્ભ આપો]

લેખન શૈલી

તેઓ તેમના લખાણોનો ક્યારેય એક કરતાં વધુ કાચો મુસદ્દો તૈયાર કરતા નહોતા. તેમનાં લખાણોમાં ગુજરાતી અને ઉર્દૂ શબ્દોનું મિશ્રણ રહેતું. તેમની નવલકથા અને વાર્તાઓના પાત્રો મુશ્કેલીભર્યું જીવન જીવતા દર્શાવાયા છે. તેમણે ઐતહાસિક નવલકથાઓ અતીતવન અને અયનવૃત પણ લખી છે. ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તાઓ શહેરી જીવન, લાગણીઓનો ઉભરો, યુદ્ધનું વાતાવરણ વગેરે પાર્શ્વભૂમિકાઓ ધરાવતી હતી. તેમણે ઇતિહાસ અને સંસ્કૃતિ પર ખૂબ લખ્યું છે. રેડિફ અનુસાર જ્યારે તેઓ તેમને ન ગમતાં વ્યક્તિઓ વિશે લખતા ત્યારે તેમનું લખાણ તીક્ષ્ણ અને ભેદક હતું. તેમની આત્મકથા બક્ષીનામા ગુજરાતી દૈનિક સમકાલીનમાં હપ્તાવાર પ્રગટ થઇ હતી. આ આત્મકથાના કેટલાંક પ્રકરણો તેઓ તેમનાં દુશ્મનના મૃતદેહમાં પેશાબ કરતા હોવાની કલ્પનાને કારણે પ્રગટ નહોતા કરવામાં આવ્યા.

પારિતોષિક

૧૯૬૮માં પેરેલિસિસ નવલકથા માટે તેમને ત્રીજા ઇનામનો અડધો ભાગ ગુજરાત સરકાર તરફથી એનાયત થયો હતો, જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો. ૧૯૮૪માં મહાજાતિ ગુજરાતી માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાયેલ પ્રથમ ઇનામ તેમણે પાછું આપી દીધું હતું, તેમના મત મુજબ આ ઈનામો યુવા લેખકોને આપવા જોઈએ.

વિવાદ

ગુજરાત સરકારે તેમની ટૂંકી વાર્તા કુત્તી પર અશ્લીલ લખાણ માટે કેસ કરેલો. તેમણે આ માટે સરકાર વિરુદ્ધ કોર્ટમાં કેસ લડેલો. છેવટે ગુજરાત સરકારે તેમની સામેના બધાં આરોપો પાછાં ખેંચી લીધા હતા.

સર્જન

તેમની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત કુમાર માસિકમાં જાન્યુઆરી, ૧૯૫૧ દરમિયાન પ્રકાશિત થઇ હતી. તેમણે કુલ ૧૭૮ પુસ્તકો લખ્યા છે, જેમાં ૧૭ પુસ્તકો ઇતિહાસ પર, ૨૬ નવલકથાઓ, ૧૫ ટૂંકી વાર્તાઓના સંગ્રહો, ૬ રાજકારણ સંબંધી પુસ્તકો, ૮ પ્રવાસવર્ણનો, ૨ નાટકો અને ૨૫ પુસ્તકો વિવિધ વિષયો પર છે. તેમની આત્મકથા બક્ષીનામા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. તેમનાં ૧૫ જેટલાં પુસ્તકો હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલ છે.

ચંદ્રકાંત બક્ષીનું સંપૂર્ણ સર્જન વિષય પ્રમાણે નીચે પ્રમાણે છે:

નવલકથાઓ

નામ વર્ષ
પડઘા ડૂબી ગયા ૧૯૫૭
રોમા ૧૯૫૯
એકલતાના કિનારા ૧૯૫૯
આકાર ૧૯૬૩
એક અને એક ૧૯૬૫
પેરેલિસિસ ૧૯૬૭
જાતકકથા ૧૯૬૯
હનીમૂન ૧૯૭૧
અયનવૃત્ત ૧૯૭૨
અતિતવન ૧૯૭૩
લગ્નની આગલી રાતે ૧૯૭૩
ઝિંદાની ૧૯૭૪
સુરખાબ ૧૯૭૪
આકાશે કહ્યું ૧૯૭૫
રીફ મરીના ૧૯૭૬
યાત્રાનો અંત (અનુવાદ) ૧૯૭૬
દિશાતરંગ ૧૯૭૯
બાકી રાત ૧૯૭૯
હથેળી પર બાદબાકી ૧૯૮૧
હું, કોનારક શાહ... ૧૯૮૩
લીલી નસોમાં પાનખર ૧૯૮૪
વંશ ૧૯૮૬
પ્રિય નીકી... ૧૯૮૭
કૉરસ ૧૯૯૧
મારું નામ તારું નામ ૧૯૯૫
સમકાલ ૧૯૯૮

વાર્તાસંગ્રહ

નામ વર્ષ
પ્યાર ૧૯૫૮
એક સાંજની મુલાકાત ૧૯૬૧
મીરા ૧૯૬૫
મશાલ ૧૯૬૮
ક્રમશ: ૧૯૭૧
કેટલીક અમેરિકન વાર્તાઓ ૧૯૭૨
બક્ષીની કેટલીક વાર્તાઓ ૧૯૭૨
પશ્ચિમ ૧૯૭૬
આજની સોવિયેત વાર્તાઓ ૧૯૭૭
ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ ૧૯૭૭
૧૩૯ વાર્તાઓ - ૧ ૧૯૮૭
૧૩૯ વાર્તાઓ - ૧ ૧૯૮૭
સદાબહાર વાર્તાઓ ૨૦૦૨
દસ વાર્તાઓ ૨૦૦૩
બક્ષીની વાર્તાઓ ૨૦૦૩

નાટક

  1. જ્યુથિકા (૧૯૭૦)
  2. પરાજય (૧૯૭૬)

આત્મકથા

  1. બક્ષીનામા: ભાગ ૧, ૨, ૩ (૧૯૮૮)

અનુવાદ

  1. સુખી હોવું (૨૦૦૨)

ઇતિહાસ/સંસ્કૃતિ

નામ વર્ષ
મેસોપોટેમિયાની સંસ્કૃતિ ૧૯૭૨
ગ્રીસની સંસ્કૃતિ ૧૯૭૩
ચીનની સંસ્કૃતિ ૧૯૭૪
યહૂદી સંસ્કૃતિ ૧૯૭૫
આભંગ ૧૯૭૬
ઇજિપ્તની સંસ્કૃતિ ૧૯૭૬
તવારીખ ૧૯૭૭
રોમન સંસ્કૃતિ ૧૯૭૭
પિકનિક ૧૯૮૧
વાતાયન ૧૯૮૪
સ્પીડબ્રેકર ૧૯૮૫
ક્લોઝ-અપ ૧૯૮૫
ચંદ્રકાંત બક્ષીના શ્રેષ્ઠ નિબંધો ૧૯૮૭
વિજ્ઞાન વિશે ૧૯૯૨
સ્ટૉપર ૧૯૯૫
સ્પાર્કપ્લગ ૧૯૯૫
એ-બી-સીથી એક્સ-વાય-ઝી ૨૦૦૦

શ્રેણીઓ

  • જ્ઞાન-વિજ્ઞાન શ્રેણી (૧૯૮૯)
ક્રમ નામ વર્ષ
૧. જ્ઞાન – વિજ્ઞાન ભાગ – ૧ ૧૯૮૯
૨. જ્ઞાન – વિજ્ઞાન ભાગ - ૨ ૧૯૮૯
૩. શિક્ષણ ભાગ – ૧ ૧૯૮૯
૪. શિક્ષણ ભાગ – ૨ ૧૯૮૯
૫. અર્થશાસ્ત્ર ૧૯૮૯
૬. ઇતિહાસ ભાગ – ૧ ૧૯૮૯
૭. ઇતિહાસ ભાગ – ૨ ૧૯૮૯
૮. રાજકારણ ભાગ – ૧ ૧૯૮૯
૯. રાજકારણ ભાગ – ૨ ૧૯૮૯
૧૦. સમાજ ભાગ – ૧ ૧૯૮૯
૧૧. સમાજ ભાગ – ૨ ૧૯૮૯
૧૨. ગુજરાત ભાગ – ૧ ૧૯૮૯
૧૩. ગુજરાત ભાગ – ૨ ૧૯૮૯
૧૪. ગુજરાતી ભાષા અને સાહિત્ય ભાગ – ૧ ૧૯૮૯
૧૫. ગુજરાતી ભાષા અને સાહિત્ય ભાગ – ૨ ૧૯૮૯
૧૬. સ્ત્રી ૧૯૮૯
૧૭. રમતગમત ૧૯૮૯
૧૮. પત્રકારત્વ અને માધ્યમ ભાગ – ૧ ૧૯૮૯
૧૯. પત્રકારત્વ અને માધ્યમ ભાગ – ૨ ૧૯૮૯
૨૦. દેશ ૧૯૮૯
૨૧. વિદેશ ૧૯૮૯
૨૨. આનંદરમૂજ ભાગ – ૧ ૧૯૮૯
૨૩. આનંદરમૂજ ભાગ – ૨ ૧૯૮૯
૨૪. વિવિધા ભાગ – ૧ ૧૯૮૯
૨૫. વિવિધા ભાગ – ૨ ૧૯૮૯
  • યુવાનોને સપ્રેમ શ્રેણી (૧૯૯૧)
ક્રમ નામ વર્ષ
૧. યુવતા ૧૯૯૧
૨. સાહસ ૧૯૯૧
૩. સંસ્કાર ૧૯૯૧
૪. શિક્ષણ ૧૯૯૧
૫. સામયિકતા ૧૯૯૧
  • જીવનનનું આકાશ શ્રેણી (૧૯૯૧)
ક્રમ નામ વર્ષ
૧. ઉપક્રમ ૧૯૯૧
૨. ક્રમ ૧૯૯૧
૩. અનુક્રમ ૧૯૯૧
૪. અતિક્રમ ૧૯૯૧
૫. યથાક્રમ ૧૯૯૧
૬. વિક્રમ ૧૯૯૧
૭. પરાક્રમ ૧૯૯૧
  • વિકલ્પ શ્રેણી (૧૯૯૪)
ક્રમ નામ વર્ષ
૧. સંસ્કાર અને સાહિત્ય ૧૯૯૪
૨. ધર્મ અને દર્શન ૧૯૯૪
૩. માદા અને નારી ૧૯૯૪
૪. કાલ અને આજ ૧૯૯૪
  • ચાણક્ય ગ્રંથમાળા (૧૯૯૭)
ક્રમ નામ વર્ષ
૧. હિંદુત્વ: દિશા ૨૧મી સદી ૧૯૯૭
  • નવભારત શ્રેણી (૧૯૯૮)
ક્રમ નામ વર્ષ
૧. સ્ત્રી વિષે ૧૯૯૮
૨. મિજાજ અને દિલદરિયા ૧૯૯૮
૩. અસ્મિતા ગુજરાતની ૧૯૯૮
૪. મેનેજમેન્ટ અને બિઝનેસ ૧૯૯૮
૫. ટી.વી. પહેલાં અને ટી.વી. પછી ૧૯૯૮
૬. મેઘધનુષ્ય ૧૯૯૮
  • વાગ્દેવી શ્રેણી (૧૯૯૮)
ક્રમ નામ વર્ષ
૧. બસ, એક જ જિંદગી ૧૯૯૮
૨. ખાવું, પીવું, રમવું ૧૯૯૮
૩. દેશ – પરદેશ ૧૯૯૮
૪. રમૂજકાંડ ૧૯૯૮
૫. ખુરશીકારણથી રાષ્ટ્રકારણ ૧૯૯૮
૬. શબ્દ અને સાહિત્ય ૧૯૯૮
  • નમસ્કાર શ્રેણી (૧૯૯૯)
ક્રમ નામ વર્ષ
૧. યાદ ઇતિહાસ ૧૯૯૯
૨. મહાન ભારત ૧૯૯૯
૩. દર્શન વિશ્વ ૧૯૯૯
૪. દેશ ગુજરાત ૧૯૯૯
  • વાતાયન શ્રેણી (૨૦૦૧)
ક્રમ નામ વર્ષ
૧. જીવન અને સફર ૨૦૦૧
૨. સાહિત્ય અને સર્જન ૨૦૦૧
૩. ગુજરાત અને ગુજરાતી ૨૦૦૧
૪. સ્ત્રી અને કવિતા ૨૦૦૧
  • વર્તમાન શ્રેણી (૨૦૦૩)
ક્રમ નામ વર્ષ
૧. મૌજ અને શોખ ૨૦૦૩
૨. દૂધમાં લોહીના ટીંપાં ૨૦૦૩
૩. મીડીયા, કાવ્ય, સાહિત્ય ૨૦૦૩
૪. રાજનીતિ અને અનીતિકારણ ૨૦૦૩
૫. સ્ત્રી અને કવિતા ૨૦૦૩

અન્ય ભાષામાં અનૂદિત

નામ ભાષા વર્ષ
પેરેલિસિસ મરાઠી ૧૯૭૯
દોમાનિકો હિન્દી ૧૯૭૯
આકાર હિન્દી ૧૯૭૯
પેરેલિસિસ અંગ્રેજી ૧૯૮૨
ઝિન્દાની મરાઠી ૧૯૮૪
લોસ્ટ ઇલ્યુઝન્સ (લીલી નસોમાં પાનખર) અંગ્રેજી ૧૯૮૯
પેરેલિસિસ હિન્દી ૧૯૮૯
પતઝડ હપે પત્તેમેં હિન્દી ૧૯૯૦
ગુડ નાઇટ, ડેડી મરાઠી ૧૯૯૬
નાનું નીનું મથુ (વાર્તાસંગ્રહ) કન્નડ ૧૯૯૬
સ્પીડબ્રેકર હિન્દી ૨૦૦૧
સમકાલ હિન્દી ૨૦૦૩
સમકાલ મરાઠી ૨૦૦૩
અવર ટાઇમ્સ (સમકાલ) અંગ્રેજી ૨૦૦૩

ગુજરાત/પ્રવાસ

નામ વર્ષ
મહાજાતિ ગુજરાતી ૧૯૮૧
ગુજરે થે હમ જહાં સે ૧૯૮૨
પિતૃભૂમિ ગુજરાત ૧૯૮૩
અમેરિકા અમેરિકા ૧૯૮૫
રશિયા રશિયા ૧૯૮૭
દક્ષિણ આફ્રિકા ૧૯૯૦
વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ ૧૯૯૧

રાજકારણ

નામ વર્ષ
રાજકારણ ગુજરાત (૧૯૮૯-૧૯૯૫) ૧૯૯૫
રાજકારણ ભારત (૧૯૮૯-૧૯૯૫) ૧૯૯૫
ગોધરાકાંડ: ગુજરાત વિરુધ્ધ સેક્યુલર તાલિબાન ૨૦૦૨
મહાત્મા અને ગાંધી ૨૦૦૨
આઝાદી પહેલાં ૨૦૦૨
આઝાદી પછી ૨૦૦૨

પ્રકીર્ણ

ક્રમ નામ વર્ષ
૧. અન્ડરલાઇન ૧૯૯૨
૨. આદાન ૧૯૯૨
૩. પ્રદાન ૧૯૯૨
૪. ઇંગ્લિશ વર્ડ : ગુજરાતી પર્યાય ૧૯૯૫
૫. નવાં નામો ૧૯૯૫
૬. ૧૭૪૭ – ૧૯૯૭: ૫૦ વર્ષમાં સામાજીક વિકાસ ૧૯૯૮
૭. સેક્સ: મારી દ્રષ્ટિએ ૨૦૦૦

જીવનવૃત્તાંત

ક્રમ પુસ્તક્નું નામ લેખકનું નામ વર્ષ
૧. બક્ષી: એક જીવની જયંતીલાલ મહેતા ૧૯૯૨
૨. ચંદ્રકાંત બક્ષીનું નવલકથાવિશ્વ બિપિન આશર ૧૯૯૮
૩. ચંદ્રકાંત બક્ષીની સહિત્યસૃષ્ટિ દક્ષેશ ઠાકર ૨૦૦૦

અન્ય

ક્રમ નામ વર્ષ
૧. લવ… અને મૃત્યું ૨૦૦૫
૨. નેપથ્ય ૨૦૦૫
૩. શબ્દપર્વ ૨૦૦૫
૪. ગુજરાત વિવિધા ૨૦૦૫
૫. ૩૫ લેખો ૨૦૦૫

કોલમ/કટારલેખ

સમાચાર

  • ૨૬ એપ્રિલ, ૨૦૦૮ ના રોજ શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય મંડળ, રાજકોટ દ્વારા ચંદ્રકાંત બક્ષીનાં જીવન પર બે ડીવીડી બહાર પાડવામાં આવી હતી.
  • ચંદ્રકાંત બક્ષીના જીવન પર આધારિત એકાંકી નાટક હું ચંદ્રકાંત બક્ષી જૂન ૨૦૧૩માં રજૂ થયું હતું. આ એકાંકીમાં પ્રતિક ગાંધીએ ચંદ્રકાંત બક્ષીની ભૂમિકા ભજવી હતી, જ્યારે શિશિર રામાવત આ એકાંકીના લેખક હતા.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ચંદ્રકાંત બક્ષી જીવનચંદ્રકાંત બક્ષી અંગત જીવનચંદ્રકાંત બક્ષી લેખન શૈલીચંદ્રકાંત બક્ષી પારિતોષિકચંદ્રકાંત બક્ષી વિવાદચંદ્રકાંત બક્ષી સર્જનચંદ્રકાંત બક્ષી સમાચારચંદ્રકાંત બક્ષી સંદર્ભચંદ્રકાંત બક્ષી બાહ્ય કડીઓચંદ્રકાંત બક્ષીઓગસ્ટ ૨૦ગુજરાતીમાર્ચ ૨૫

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ત્રાટકકપાસગુજરાતી વિશ્વકોશમહેસાણાનવરાત્રીગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળગુજરાત યુનિવર્સિટીમરાઠા સામ્રાજ્યઅર્જુનઋગ્વેદચક દે ઇન્ડિયાઘોરખોદિયુંવડશાહબુદ્દીન રાઠોડપાટણ જિલ્લોમંગળ (ગ્રહ)વરૂણવિદ્યાગૌરી નીલકંઠસાળંગપુરઅરવિંદ ઘોષજસ્ટિન બીબરફેસબુકદિવાળીબેન ભીલદત્તાત્રેયપંડિત ઓમકારનાથ ઠાકુરરમેશ પારેખનવસારી જિલ્લોજુનાગઢભાભર (બનાસકાંઠા)વિશ્વ આરોગ્ય સંસ્થાડોલ્ફિનલતા મંગેશકરગોળ ગધેડાનો મેળોભૌતિક શાસ્ત્રપુરાણઉશનસ્કમળોસરોજિની નાયડુરાધાસૂર્યનમસ્કારરાજીવ ગાંધીભારતના રાષ્ટ્રપતિગેની ઠાકોરપૂરઆંખઅંગકોર વાટરસીકરણમનમોહન સિંહબિંદુ ભટ્ટજ્યોતિબા ફુલેસિવિલ હોસ્પિટલ, અમદાવાદઇસ્લામગુજરાતી લિપિશ્રીલંકાપાલીતાણાના જૈન મંદિરોકમ્પ્યુટર હાર્ડવેરસાઇરામ દવેજાડેજા વંશનરસિંહદ્વારકાધીશ મંદિરમુહમ્મદવ્યાસગઝલકાશ્મીરવિશ્વ બેંકઆયુર્વેદરા' નવઘણનિરોધપાલનપુરમોબાઇલ ફોનવડોદરાફિરોઝ ગાંધીવિકિકોશમાઉન્ટ આબુસંગણકચક્રવાતપૃથ્વીરાજ ચૌહાણ🡆 More