તા. ભચાઉ કંથકોટ: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

કંથકોટ (તા.

ભચાઉ ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

કંથકોટ (તા. ભચાઉ )
—  ગામ  —
કંથકોટ (તા. ભચાઉ )નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°17′N 70°21′E / 23.28°N 70.35°E / 23.28; 70.35
દેશ તા. ભચાઉ કંથકોટ: કંથકોટનો કિલ્લો, સંદર્ભ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

કંથકોટનો કિલ્લો

તા. ભચાઉ કંથકોટ: કંથકોટનો કિલ્લો, સંદર્ભ 
કંથકોટના કિલ્લાનો દરવાજો

કંથકોટ ગામની નજીક કંથકોટનો કિલ્લો આવેલો છે.

ઇતિહાસ

કંથકોટનો કિલ્લો ખડકાળ ટેકરી પર આવેલો જૂનો કિલ્લો છે, જે ૫ કિમીના પરિઘ વિસ્તારમાં ફેલાયેલો છે. આ કિલ્લાની દિવાલો મોટા પથ્થરોની બનેલી અને અમુક જગ્યાએથી નાના પથ્થરોથી સમારકામ કરેલી છે. કંથકોટ ૮મી સદીમાં કાઠીઓની રાજધાની હતું એમ મનાય છે, અને ત્યાર પછી ચાવડાઓએ તેમની પાસેથી કંથકોટનો કબ્જો મેળવ્યો હતો.

લોકકથા મુજબ હાલનો કિલ્લો ઇ.સ. ૮૪૩ ‍(સંવત ૯૦૦)ની સાલમાં બંધાવવાનો શરૂ થયો હતો. કિલ્લાની દિવાલનો એક ભાગ કંઠડનાથની ધૂણી પરથી પસાર થતા તેમના ક્રોધને કારણે કિલ્લાનો નાશ થયો હતો. કિલ્લો બાંધકાર કરનારે તેમના પરથી કિલ્લાનું નામ પાડ્યું અને પછી કિલ્લો પૂર્ણ થયો. ૧૦મી સદીની મધ્યમાં, કંથદુર્ગના નામથી કિલ્લો પ્રચલિત હતો જ્યાં ચાલુક્ય-સોલંકી રાજા મૂળરાજ કલ્યાણની ચાલુક્ય શાસક તૈલપ બીજાથી ભાગીને સંતાયો હતો. ૧૧મી સદીમાં કિલ્લામાં મહમદ ગઝનીથી બચવા ભીમ પહેલાએ અહીં આશરો લીધો હતો. ઇ.સ. ૧૧૪૩માં કંથગામ અથવા કંથકોટના રાજાએ અણહિલવાડ પાટણના કુમારપાળની વિરુદ્ધ નાગોર સરદારની સાથે બળવો કર્યો હતો.

૧૩મી સદીમાં ઇ.સ. ૧૨૭૦ સુધી કંથકોટ વાઘેલા વંશનું પાટનગર હતું. વાઘેલા સરદારે કંથકોટની સાથે તેની પુત્રી મનાજ સામાના પુત્ર સાદને આપી, સાદના પુત્ર ફુલે કિલ્લાનું નામ કંથદુર્ગ પાડ્યું હતું.

૧૫મી સદીની શરૂઆતમાં ઇ.સ. ૧૪૧૦માં મુઝફ્ફર (૧૩૯૦-૧૪૧૧) વડે કિલ્લા પર આક્રમણ કરાયું હતું. ત્યાર પછી તેના પર જાડેજા વંશના દેદા રાજપૂતોનું શાસન આવ્યું. જાડેજાઓના શાસન દરમિયાન કંથકોટ રાવ રાયધણ રત્નના બીજા પુત્ર દેદાજીને અપાયું. ૧૬મી સદીમાં મુઘલ વઝીર અબુલ-ફઝલ ઇબ્ન મુબારકે તેને કચ્છના એક મુખ્ય કિલ્લા તરીકે વર્ણવ્યો હતો.

ઇ.સ. ૧૮૧૬માં બ્રિટિશ કર્નલ ઇસ્ટ દ્વારા કિલ્લેબંધનો નાશ કરાયો હતો અને ઇ.સ. ૧૮૧૯માં કચ્છ રાજ્યે બ્રિટિશ આધિપત્ય સ્વીકાર્યું હતું. તેમ છતાં, કંથકોટનો કિલ્લો ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા સુધી જાડેજા શાસકો જોડે રહ્યો.

સ્થાપત્ય

તા. ભચાઉ કંથકોટ: કંથકોટનો કિલ્લો, સંદર્ભ 
કંઠડનાથ મંદિર, કંથકોટનો કિલ્લો

ટેકરીની પશ્ચિમ દિશામાં બે મોટા ઊંડા કૂવા અને રેતિયા પથ્થરોથી બનેલી એક ખંડેર વાવ આવેલી છે. આ કૂવામાંથી એક ભમ્મરિયો કૂવો ૧૨ ફૂટનો વ્યાસ ધરાવે છે અને ૭૬ ફૂટ ઊંડો છે, બીજો કૂવો નવઘણ તરીકે ઓળખાય છે, જે ૬૩ ફીટ ઊંડો છે.

ટેકરીની ઉપર ત્રણ મંદિરો આવેલા છે, જેમાંનું એક કંઠડનાથનું, બીજું જૂનું મંદિર મહાવીરનું અને ત્રીજું મંદિર સૂર્ય મંદિર છે.

કંઠડનાથનું મંદિર ટેકરીના પશ્ચિમ ખૂણાએ ઇ.સ. ૧૮૨૦માં દેદા જાડેજાઓ વડે બાંધવામાં આવ્યું હતું જે ઇ.સ. ૧૮૧૯ના કચ્છના ધરતીકંપમાં નાશ પામેલા ઇ.સ. ૧૨૭૦માં મોડ સામ્માએ બંધાવેલા વિશાળ મંદિર વિશાળ મંદિરની જગ્યાએ બનાવેલું. હાલનું મંદિર ઊંચા પાયા પર ઘુંમટ સાથે ૨૮ ફીટ x ૧૪ ફીટ પહોળું અને ૨૮ ફીટ ઊંચું છે. તે ચાર સ્થંભો ધરાવે છે અને ગર્ભગૃહમાં પગ વાળીને બેઠેલા કંઠડનાથની સફેદ આરસની પ્રતિમા ધરાવે છે.

મહાવીરનું જૈન મંદિર મોટાભાગે ખંડિત છે અને બે મંડપો ધરાવે છે. પ્રવેશ ગૃહના સ્થંભ પરનું લખાણ ઇ.સ. ૧૨૮૩ (સંવત ૧૩૪૦)નું છે જે આત્મદેવનાથના પુત્રો લાખા અને સોહી મંદિરના શિલ્પકારો છે એમ દર્શાવે છે. બહારની બાજુએ મૂકેલ તકતી આત્મદેવનો પુત્ર પાસિલ મંદિર બાંધનાર છે એમ કહે છે. મંદિરનું બાંધકાર કરનાર કુટુંબ ભદ્રેસરના જગડુશાના સંબંધીઓ હતા એમ મનાય છે.

જૈન મંદિરની બાજુમાં જૂનું સૂર્ય મંદિર આવેલું છે, જે કાઠીઓના માનીતા દેવ હતા. અહીં આવેલું લખાણ રૂદ્રની પ્રશંસાના શ્લોકો ધરાવે છે. મંદિરમાં સૂર્ય દેવની મૂર્તિ પુરુષ અને સ્ત્રી સેવકો બે બાજુએ ધરાવે છે. મૂર્તિ જોકે વિષ્ણુ જેવી વધુ લાગે છે. મંદિરની નજીક પાળિયાઓ આવેલા છે.

કંથકોટનો કિલ્લો હવે કચ્છનું એક જાણીતું પર્યટન આકર્ષણ છે.

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને ભચાઉ તાલુકાના ગામ


સંદર્ભ

Tags:

તા. ભચાઉ કંથકોટ કંથકોટનો કિલ્લોતા. ભચાઉ કંથકોટ સંદર્ભતા. ભચાઉ કંથકોટઆંગણવાડીકચ્છખેતમજૂરીખેતીગુજરાતજુવારતલપંચાયતઘરપશુપાલનપ્રાથમિક શાળાબાજરીભચાઉ તાલુકોભારતમગરજકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રેશમઘનદલિતસૌરાષ્ટ્રચિત્તોડગઢભારતનું બંધારણમનોવિજ્ઞાનભારતીય ધર્મોરામનવમીપલ્લીનો મેળોભીષ્મનાગલીપશ્ચિમ બંગાળપ્રાણીવીર્યપીપળોરાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનાછોટાઉદેપુર જિલ્લોસોલંકીજુનાગઢ જિલ્લોગર્ભાવસ્થાજળ શુદ્ધિકરણઅડાલજની વાવઓઝોનવ્યક્તિત્વગુરુ (ગ્રહ)નવલકથાસૂર્યમંદિર, મોઢેરાનૅપ્ચ્યુન (ગ્રહ)ક્રિકેટધીરુબેન પટેલજંડ હનુમાનઅરવલ્લીયુરોપના દેશોની યાદીદામોદર બોટાદકરસ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ રચિત વૈદિક ગણિતપાલીતાણામોહેં-જો-દડોજર્મનીરવિન્દ્રનાથ ટાગોરઓઝોન અવક્ષયરાધાકોચરબ આશ્રમવર્તુળશ્યામજી કૃષ્ણ વર્માકલમ ૩૭૦વંદે માતરમ્ગુજરાતી વિશ્વકોશજળ ચક્રવાલ્મિકીસૂર્ય (દેવ)ભારતના ઉપરાષ્ટ્રપતિમોરારજી દેસાઈખેડા જિલ્લોપ્રોટોનકંપની (કાયદો)પશ્ચિમ ઘાટઅમદાવાદક્ષય રોગઇમરાન ખાનગંગા નદીમહુવાભારતીય અર્થતંત્રકાકાસાહેબ કાલેલકરરાઠવાથરાદ તાલુકોઆયુર્વેદરવિશંકર વ્યાસકમ્પ્યુટર નેટવર્કગુજરાત યુનિવર્સિટીક્ષેત્રફળપૃથ્વીખંડબનાસકાંઠા જિલ્લોપ્રકાશપ્રાથમિક શાળાભારતીય રિઝર્વ બેંક🡆 More