એલન શીયરર

Alan Shearer
એલન શીયરર
Personal information
પુરું નામAlan Shearer
જન્મ તારીખ (1970-08-13) 13 August 1970 (ઉંમર 53)
ઊંચાઈ6 ft 0 in (1.83 m)
રમતનું સ્થાનStriker
Youth career
000Wallsend Boys Club
1986–1988Southampton
Senior career*
વર્ષટીમApps(Gls)
1988–1992Southampton118(23)
1992–1996Blackburn Rovers138(112)
1996–2006Newcastle United303(148)
Total559(283)
National team
1990–1992England U2111(13)
1992England B1(0)
1992–2000England63(30)
Teams managed
2009Newcastle United
* Senior club appearances and goals counted for the domestic league only.
† Appearances (Goals).

એલન શીયરર (જન્મ: તેરમી ઓગસ્ટ, ૧૯૭૦) બ્રિટનનો નિવૃત્ત ફૂટબોલર છે. તે ઉચ્ચ સ્તરીય ઇંગ્લિશ લીગ ફૂટબોલમાં સાઉથેમ્પ્ટન, બ્લેકબર્ન રોવર્સ, ન્યૂકેસલ યુનાઇટેડ તરફથી તથા ઇંગ્લેન્ડની નેશનલ ટીમમાં સ્ટ્રાઇકર તરીકે રમ્યો છે. તે ન્યૂકેસલ અને પ્રિમિયર લીગ બંનેમાં રેકોર્ડ ગોલસ્કોરર રહ્યો હોવાથી તેની ગણતરી એક મહાન સ્ટ્રાઇકર તરીકે કરવામાં આવે છે. એક રમતવીર તરીકે નિવૃત્ત થયા પછી શીયરર હવે બીબીસી (BBC) ચેનલ સાથે ટેલિવિઝન પંડિત તરીકે કામ કરે છે. પોતાની રમતવીર તરીકેની કારકિર્દીની નિવૃત્તિના આરે શીયરરે યુઇએફએ (UEFA) પ્રો લાયસન્સ મેળવવા માટેના પ્રયત્નો કર્યા અને તેનો મેનેજર બનવાની તમન્ના પણ વ્યક્ત કરી હતી. 2008-09ની સીઝનમાં ન્યૂકેસલ યુનાઇટેડની ટીમને રમતમાંથી બહાર ફેંકાઇ જતી અટકાવવાના પ્રયાસના ભાગ રૂપે તેણે ઇ. સ. 2009માં બીબીસી (BBC) સાથેનું કામ થોડાક સમય માટે છોડી દઇને છેલ્લી આઠ ગેમ માટે ન્યૂકેસલ યુનાઇટેડના મેનેજર બન્યા હતા. જો કે આ પ્રયાસ નિરર્થક રહ્યો હતો.

ટાઇન નદી પર આવેલા ન્યૂકેસલના મૂળ વતની, શીયરરે તેની કારકિર્દીની શરૂઆત ઇ. સ. ૧૯૮૮માં ઇંગ્લેન્ડની અગ્રણી ફૂટબોલ ક્લબ સાઉથેમ્પ્ટનથી કરી હતી. તેણે કારકિર્દીની શરૂઆત હેટ્રિક મારીને કરી હતી. સાઉથ કોસ્ટ પર કેટલાક વર્ષો સુધી તે રમ્યો. તે દરમિયાન તે પોતાના રમવાના ક્લાસિક અંદાજ, શક્તિ અને ગોલ સ્કોર કરવાની ક્ષમતાને કારણે ખાસો જાણીતો બન્યો. તેને ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય બુલાવો આવ્યો અને 1992માં તે બ્લેકબર્ન રોવર્સમાં તબદીલ થયો. શીયરરે ઉત્તર ઇંગ્લેન્ડમાં પણ પોતાનું જોમ દર્શાવ્યું અને પોતાની જાતને એક ખેલાડી તરીકે સાબિત કરી. ઇંગ્લેન્ડ સ્કવોડમાં તે રેગ્યુલર થઇ ગયો અને તેના 34 ગોલના સરવાળાએ 1994-95માં બ્લેકબર્નને પ્રિમિયમ લીગ ટાઇટલ મેળવવામાં મદદ કરી. ઇ. સ. 1994માં તેને ફૂટબોલ રાઇટર્સ એસોસિયેશન પ્લેયર ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યો અને તે ઇ. સ. 1995માં પીએફએ (PFA) પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો. 1995-96ની સીઝનમાં પહેલીવાર શીયરરે ચેમ્પિયન્સ લીગમાં ભાગ લીધો અને પ્રિમિયર લીગમાં તે 31 ગોલ સાથે સૌથી વધુ ગોલ કરનાર સ્કોરની પદવી લઇને બહાર આવ્યો. યુરો 1996 ખાતે પણ તે ટોપ સ્કોરર હતો, ઇંગ્લેન્ડ તરફથી તેણે પાંચ ગોલ કર્યા હતા અને 1996-97માં પ્રિમિયર લીગમાં 25 ગોલ સાથે તે ટોપ સ્કોરર બન્યો હતો.

યુરો '96 બાદ તેના બાળપણના નાયકો ન્યૂકેસલ યુનાઇટેડને વિશ્વ વિક્રમી £15 મિલિયન મળ્યા. ત્યારબાદ તેની કારકિર્દીના બાકીના વર્ષો તે ન્યૂકેસલ યુનાઇટેડ તરફથી જ રમ્યો. જો કે, તે જ્યારે બ્લેકબર્ન રોવર તરફથી રમતો હતો અને જે સફળતા તેને મળતી હતી એવી સફળતા તેને ક્યારેય મળી ન હતી. શીયરરે ન્યૂકેસલ તરફથી રમીને પ્રિમિયર લીગ અને એફએ (FA) કપમાં રનર્સ અપ મેડલ મેળવ્યું. તો પીએફએ (PFA) પ્લેયર ઓફ ધ યરનો તેનો બીજો ખિતાબ પણ તેને મળ્યો. ઇ. સ. 1996માં ઇંગ્લેન્ડના અને 1999માં ન્યૂકેસલનના કેપ્ટન બન્યા બાદ યુરો 2000 રમીને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી જ્યારે તે નિવૃત્ત થયો ત્યારે તેને દેશના નામે પોતાની 63 દેખાવો અને 30 ગોલ બોલતા હતા.

તેના મીડિયા સાથેના કામ ઉપરાંત તેણે રાષ્ટ્રીય અને સ્થાનિક દાન માટે નોંધપાત્ર રકમ ઉભી કરી હતી. આ રકમ રમતગમત અને તેની બહાર પણ ઉભી કરાઇ હતી. શીયરર વિવિધ ઉપલબ્ધિ અને બહુમાન ધરાવે છે જેમાં ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર (ઓબીઇ (OBE)), નોર્થઅમ્બરલેન્ડનો ડેપ્યુટી લેફ્ટનન્ટ, ટાઇન નદી પર આવેલા ન્યૂકેસલનો ફ્રીમેન અને નોર્થઅમ્બ્રીયા અને ન્યૂકેસલ યુનિવર્સિટીના માનદ ડોક્ટર ઓફ સિવિલ લોનો સમાવેશ થાય છે.

પ્રારંભના વર્ષો

શીયરર 1970માં ન્યૂકેસલના ગોસફોર્થમાં એક કામદાર કુટુંબમાં જન્મેલા. તેમની માતા એન અને પિતા એલન શીયરર હતા. તેમના પિતા મેટલ અને પતરાના કામદાર હતા. પિતાએ જ એલનને નાની વયથી ફૂટબોલ રમવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. અને એલન જેમ જેમ શાળાના અભ્યાસમાં આગળ વધતો ગયો તેમ તેમ તેણે ફૂટબોલને પણ આગળ ધપાવ્યો. એલન ગોસફોર્થ સેન્ટ્રલ મિડલ સ્કૂલ અને ગોસફોર્થ હાઇ સ્કૂલમાં ભણ્યા હતા. પોતાની માતૃભૂમિની શેરીઓમાં રમતા રમતાં તે મૂળ મિડફિલ્ડમાં રમતો હતો. કારણકે "તેનો અર્થ તે થયો કે [તે] રમતમાં વધુ ડૂબેલો રહે." શીયરર પોતાની શાળાની ફૂટબોલ ટીમનો કેપ્ટન બન્યો અને સેન્ટ જેમ્સ પાર્કમાં રમાયેલી સેવન એ સાઇડ ટુર્નામેન્ટમાં પોતાની શાળા ન્યૂકેસલ સીટી સ્કૂલ્સને જીતાડવામાં મદદ કરી. ત્યારબાદ તે કિશોરવયે એમેચ્યોર વોલસેન્ડ બોય્સ ક્લબમાં જોડાયો. એ વોલસેન્ડ ક્લબ તરફથી રમતો હતો ત્યારે સાઉથેમ્પ્ટનના સ્કાઉટ જેક હિક્સનની નજર શીયરર પર પડી. તેમને આ છોકરો કંઇક કરી બતાવે તેવો લાગ્યો. અને શીયરરે સાઉથેમ્પ્ટન ક્લબની યુવાન ટીમ સાથે પોતાની ઉનાળુ તાલીમ લીધી. પાછળથી તેણે આ સમયને અને આ તાલિમને "મારા ઘડતર" તરીકે ગણાવ્યો હતો. સાઉથેમ્પ્ટને એપ્રિલ 1986માં શીયરરને કોન્ટ્રાક્ટ આપ્યો તે પહેલા તે વેસ્ટ બ્રોમવિચ એલ્બોઇન, માન્ચેસ્ટર સીટી અને ન્યૂકેસલ યુનાઇટેડ જેવી ફર્સ્ટ ડિવિઝન ક્લબો સાથે પણ પોતાનું નસીબ અજમાવી ચૂક્યો હતો.

ક્લબ કારકિર્દી

સાઉથેમ્પ્ટન (1986–1992)

આ ક્લબમાં બે વર્ષ સુધી યુવાન ટીમ સાથે રમ્યા બાદ શીયરરને મુખ્ય ટીમ સાથે રમવાનો મોકો મળ્યો. સાઉથેમ્પ્ટન તરફથી વ્યાવસાયિક રીતે તે પહેલીવાર 26 માર્ચ 1988ના રોજ રમ્યો. ચેલ્સિયા ખાતે ફર્સ્ટ ડિવિઝન ફિક્ચરમાં તેણે કોઇ ખેલાડીના પૂરક તરીકે રમવાનું આવ્યું. ત્યારબાદ બે સપ્તાહ રહીને ધ ડેલ માં તેણે અધિકૃત રીતે રમવાનું શરૂ કર્યું. અને છાપાની હેડલાઇન્સમાં સ્થાન મેળવ્યું. તેણે હેટ્રિક કરી, તેનાથી તેની ટીમને આર્સેનલ સામે 4-2થી જીત મેળવવામાં મદદ મળી. આમ તે 17 વર્ષનો સૌથી યુવાન ખેલાડી બન્યો જેણે 240 દિવસમાં ટોપ ડિવિઝનમાં હેટ્રિક નોંધાવી. તેણે જીમી ગ્રીવ્સનો 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી. 1987-88ની સીઝન પૂરી થઇ ત્યારે શીયરરના ખાતામાં પાંચ મેચો સાથે 3 ગોલ બોલતા હતા. અને તેને પોતાનો પહેલો વ્યાવસાયિક કરાર મળ્યો.

આટલી સારી શરૂઆત છતાં શીયરરની કારકિર્દી ધીમી પડી ગઇ. બાદની સીઝનમાં તેણે પોતાની ક્લબ તરફથી ભાગ તો લીધો પણ દસ મેચોમાં એકપણ ગોલ તે ન કરી શક્યો. પોતાની આખી કારકિર્દી દરમિયાન શીયરર તેની તાકાત માટે વખણાયો છે. તેના સાઉથેમ્પ્ટન સાથેના સમય દરમિયાન તેની તાકાત જ બોલ પાછો મેળવવામાં કામ લાગતી અને તેના ટીમના અન્ય સભ્યોને તેનાથી તક સાંપડતી. વાઇડ મેન રોડ વોલેસ અને મેટ લી ટીસીઅરની વચ્ચે એકમાત્ર સ્ટ્રાઇકર તરીકે રમીને શીયરરે 1989-90ની સીઝનમાં 26 મેચોમાં 3 ગોલ કર્યા, અને તેના પછીની સીઝનમાં 36 ગેમ્સમાં 4 ગોલ કર્યા. સેઇન્ટ્સના અટેકે, તેના દેખાવે તેના ચાહકોમાં તેની નોંધ લેવડાવી અને તેમણે તેને 1991માં પ્લેયર ઓફ ધ યર બનાવવા માટે મત આપ્યા. તેના અન્ય સ્ટ્રાઇકર મેટ લી ટીઝર સાથેની ભાગીદારીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સફળતા માટે માર્ગ મોકળો કર્યો.

1991ના ઉનાળામાં ફ્રાન્સના ટુલોનમાં રમાઇ રહેલી એક આંતરરાષ્ટ્રીય હરિફાઇમાં શીયરર ઇંગ્લેન્ડ નેશનલ અંડર 21 ફૂટબોલ સ્કવોડનો સભ્ય હતો. શીયરર એ ટુર્નામેન્ટનો હીરો હતો. તેણે 4 ગેમ્સમાં 7 ગોલ્સ કર્યા હતા. 1991-92ની સીઝનમાં શીયરરનો દેખાવ રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ અપાવનારો હતો. સેઇન્ટ્સ માટે તેણે 41 મેચોમાં 13 ગોલ કર્યા અને તેને ઇંગ્લેન્ડની ટીમમાં સ્થાન મળ્યું; તેણે પોતાના પહેલા દેખાવ વખતે જ સ્કોર કર્યો અને માન્ચેસ્ટર યુનાઇટેડ સુધી તેની ખ્યાતિ પહોંચી.

1992ના ઉનાળા દરમિયાન સાઉથેમ્પ્ટનનો મેનેજર ઇઆન બ્રેનફૂટ "ઇંગ્લિશ ફૂટબોલનો સૌથી વધુ જાણીતો મેનેજર" બન્યો. તે એવી ક્લબોના ટેલિફોન કોલ લીધા કે જેઓ તેમની ઇચ્છા નથી તેવા ખેલાડીઓ સાથે ભાવતાલ કરવાનો અને રોકડનો પ્રયાસ કરી રહયા હોય છે. જોકે, બ્રેનફૂટે સ્વીકાર્યું હતું કે આ વેચાણ ટાળી શકાય તેમ ન હતું. તેણે દાવો કર્યો હતો કે "જે કંઇ પણ થયું પરંતુ અમે મોખરાની સ્થિતિમાં છીએ" દરમિયાનમાં શીયરરને 36 લાખ યુરો ફી સાથે બ્લેકબર્ન રોવરને વેચવામાં આવ્યો. કરારના ભાગરૂપે ડેવિડ સ્પીડી અનિચ્છાએ ધ ડેલમાં ગયો. બ્રેનફૂટના "મોખરાની સ્થિતિમાં" હોવાના દાવા છતાં સેઇન્ટસ કરારમાં "સેલ-ઓન ક્લોઝ" સમાવી શક્યા ન હતા. સાઉથેમ્પ્ટન ટીમ સાથેના તેના ચાર વર્ષ દરમિયાન શીયરર 158 ગેમ્સ રમ્યો હતો અને તેમાં તેણે 43 ગોલ કર્યા હતા.

બ્લેકબર્ન રોવર્સ (1992–1996)

તે ઉનાળામાં ઇંગ્લેન્ડ યુરો 1992 ગ્રૂપ તબક્કામાં પ્રગતી નોંધાવવામાં નિષ્ફળ રહ્યું હતું અને શીયરરે માત્ર એક ગોલ વગરની મેચ રહી હતી તેમ છતાં બ્લેકબર્ન રોવર્સની £3.3 મિલિયનની વિક્રમી બિડમાં બ્રિટીશ ટ્રાન્સફર થઇ હતી. માન્ચેસ્ટર યુનાઇટેડના મેનેજર એલેક્સ ફર્ગ્યુસનને પણ શીયરરમાં રસ હતો પરંતુ બ્લેકબર્નના મદદગાર જેક વોકરના મિલિયન પાઉન્ડ સેઇન્ટ્સ પાસેથી સ્ટ્રાઇકર ખરીદવા માટે પુરતા હતા. અને શીયરર 1992ના ઉનાળામાં ઇવૂડ પાર્કમાં ગયો.

તેની બ્લેકબર્ન સાથેની પહેલી સીઝન મિશ્ર હતી. કેમ કે, તેની ઇજાને કારણે તે અડધી મેચો તો રમી નહોતો શક્યો. 1992ની ડિસેમ્બરમાં લિડ્સ યુનાઇટેડ સામેની મેચમાં તેના જમણા એન્ટિરીયર ક્રુસિયેટ સ્નાયુમાં ઇજા થઇ હતી. તેમ છતાં તે જેમાં રમ્યો તેમાં તેણે 21 ગેમ્સમાં 16 ગોલ કર્યા હતા. આ સીઝનમાં શીયરર ઇંગ્લેન્ડનો પણ નિયમિત ખેલાડી બની ગયો અને તેણે તેનો બીજો આંતરરાષ્ટ્રીય ગોલ નોંધાવ્યો. 1994 ફિફા (FIFA) વર્લ્ડ કપમાં નવેમ્બર મહિનામાં તેમણે તૂર્કી સામે 4-0થી જીત મેળવી હતી. જો કે, શીયરરના ઘાવને કારણે તેણે અમુક મેચો છોડવી પડી અને ખરાબ ફોર્મને કારણે તેઓ ઇંગ્લેન્ડ વર્લ્ડ કપમાં પસંદગી ના પામ્યા.

1993-94ની સીઝનમાં શીયરર ફરીથી જોશમાં આવ્યો. તેણે બ્લેકબર્નને પ્રિમિયર લીગની રનર-અપ ટીમ બનવા સુધી પહોંચાડતા 40 મેચોમાં 31 ગોલ કર્યા. ક્લબ માટે તેણે કરેલા દેખાવને પગલે તેને તે સીઝનના ફૂટબોલ રાઇટર્સ એસોસિયેશન ફૂટબોલર ઓફ ધ યરથી નવાજવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંગ્લેન્ડ 1994ની વર્લ્ડકપ ફાઇનલ જીતી શક્યું નહીં. પણ શીયરરે સ્થાનિક સ્તરનો આજ સુધીનો સૌથી સફળ ખેલાડી બનવા તરફ પ્રયાણ કરતાં પહેલા આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં વધુ ત્રણ ગોલ મારીને ફૂટબોલ જગતમાં પોતાનું નામ બનાવી લીધું હતું.

1994-95 સીઝન માટે ક્રીસ સટનના આગમને બ્લેકબર્ન ખાતે મજબૂત હુમલા ભાગીદારી સ્થાપી. 1994-95ની સીઝનમાં બંનેની મજબુત એટેક કરનારી ભાગીદારીથી શીયરરની લીગે 34 ગોલ કર્યા. તેમાં સટનના 15 ગોલ સામેલ હતા. તેમની આ ભાગીદારીએ સ્થાનિક ફૂટબોલનો ઇતિહાસ પલટાવી દીધો. બંનેની આ રમતથી એ વખતની સીઝનના છેલ્લા દિવસે જીતના કાયમી દાવેદાર એવા માન્ચેસ્ટર યુનાઇટેડને હરાવીને તેમની ક્લબ લેન્કશાયર પ્રિમિયર લીગની વિજેતા બની ગઇ. અને આ બંનેની જુગલજોડીને "સાસ" (SAS)(શીયરર અને સતન) એવું હુલામણું નામ મળ્યું. પ્રિમિયર લીગનો ખીતાબ જીત્યા બાદ અખબારોએ જ્યારે શીયરરને પૂછ્યું કે તેઓ પોતાની આ જીત કઇ રીતે ઉજવશે ત્યારે શીયરરે કહ્યું કે "બધા બંધનો દૂર કરીને". શીયરરે યુરોપિયન ફૂટબોલનો સ્વાદ પણ એ જ વખતે યુઇએફએ (UEFA) કપમાં ચાખ્યો અને તેને સ્કોર કરવાનો મોકો ન મળ્યો. કેમ કે બ્લેકબર્ન પહેલા જ રાઉન્ડમાં બહાર નીકળી ગઇ. સ્વિડનની ટ્રેલેબોર્ગ એફએફ સામે તેઓ હારી ગયા. ક્લબ માટેના તેના પ્રયત્નોને કારણે તેને 1995માં પીએફએ (PFA) પ્લેયર્સ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો.

જો કે, બાદના વર્ષમાં ક્લબ પોતાનું ટાઇટલ જાળવી શકી નહીં, પણ શીયરર ફરીથી પ્રિમિયર લીગ ટોપ સ્કોરર તરીકેનું સ્થાન જાળવી શક્યો. હવે તેના ગોલની સંખ્યા 31 હતી જે તેણે 35 ગેમ્સમાં કર્યા હતા. તે વખતે બ્લેકબર્ન લીગમાં સાતમા સ્થાને રહી. અગાઉની સીઝનની પહેલી પાયરીની આ ક્લબને ચેમ્પિયન્સ લીગમાં રમવાનો પણ મોકો મળ્યો. પણ ચેમ્પિયન્સ લીગની છ મેચોમાં શીયરરે જે ગોલ કર્યો હતો તે રોઝનબોર્ગ સામેની 4-1ની જીતમાં ફાઇનલ ફિક્સ્ચર વખતે કરાયેલો પેનલ્ટી શોટ હતો. આ જૂથમાં બ્લેકબર્ન ત્રીજા સ્થાને રહી અને આગળના તબક્કે તે રમી શકી નહીં. શીયરરનો આંતરરાષ્ટ્રીય સ્ટ્રાઇક રેટ પણ નબળો પડી ગયો હતો. યુરો 96 રમ્યો ત્યાં સુધી તેણે એકપણ ગોલ કર્યો ન હતો. તેની ક્લબની ત્રણ ફાઇનલ મેચો તેણે ઇજાને કારણે ગુમાવવી પડી. પણ તે ઇંગ્લેન્ડની યુઇએફએ (UEFA) યુરોપિયન ચેમ્પિયનશીપ કેમ્પેઇનમાં રમવા સુધી સાજો થઇ ગયો.

ન્યૂકેસલ યુનાઇટેડ (1996–2006)

યુરો 96 રમ્યા બાદ માન્ચેસ્ટર ફરીથી શીયરરને સાઇન કરવા માગતું હતું અને તેણે તેના માટે ઘણાં પ્રયત્નો કર્યા. શીયરરે જણાવ્યું હતું કે ક્લબના મેનેજર એલેક્સ ફરગ્યુસન સાથે વાતચીત કર્યા બાદ તે આ કરાર કરવા માટે મહદ્અંશે તૈયાર હતો. પણ બ્લેકબર્ન રોવરના માલિક જેક વોલર માન્ચેસ્ટર યુનાઇટેડ સાથે શીયરરનો સોદો કરવા તૈયાર ન હતા. આખરે, 30 જુલાઇ 1996ના રોજ શીયરરની માતૃભૂમિની ક્લબ ન્યૂકેસલ યુનાઇટેડે જ શીયરર માટે 150 લાખ પાઉન્ડની વિશ્વ વિક્રમ બોલી લગાવી તેનું સંચાલન શીયરર જેને હીરો માનતો હતો તે કેવિન કીગનકરતો હતો. શીયરર ન્યૂકેસલમાં પાછો ફર્યો

શીયરરે 17 ઓગસ્ટ 1996ના રોજ એવર્ટન ખાતે લીગમાં ન્યૂકેસલ તરફથી શરૂઆત કરી,આખી સીઝન દરમિયાન તેણે તેની આગવી રમત અને ફોર્મ જાળવી રાખ્યું. સતત ત્રીજી સીઝનમાં તે પ્રિમિયર લીગના ટોપ સ્કોરર તરીકે ઉભરી આવ્યો. તેણે 31 પ્રિમિયર લીગ ગેમ્સમાં 25 ગોલ કર્યા,એટલું જ નહીં, ઇજાના કારણે તેણે સાત મેચો ગુમાવવી પડી છતાં તે પીએફએ (PFA) પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ પણ ફરી જીત્યો. જો કે, લીગનો ખિતાબ તો ક્લબથી દૂર રહ્યો હતો. તે સતત બીજા વર્ષે બીજા સ્થાને આવી. આ દરમિયાન કીગન સીઝનની અધવચ્ચેથી બહાર નીકળી ગયો હતો.

શીયરરને ફરી ઇજા થઇ. આ વખતે તેને ગુડીસન પાર્કમાં મેચ પહેલાનું સેશન રમતી વખતે ઘૂંટણમાં ઇજા થઇ. તેને કારણે 1997-98ની સીઝનમાં તે 17 ગેમ્સમાં માત્ર બે જ ગોલ કરી શક્યો. તેની ઇજાની ક્લબના દેખાવ પર અસર થઇ હતી અને ન્યૂકેસલ લીગમાં 13માં ક્રમે પહોંચી હતી. જો કે, યુનાઇટેડે (હવે શીયરરના બ્લેકબર્ન ખાતેના જૂના બોસ કેની ડાલ્ગીશ દ્વારા સંભાળાતી) એફએ (FA) કપમાં સારો દેખાવ કર્યો. સેમી ફાઇનલની જીત દરમિયાન શીયરરે શેફિલ્ડ યુનાઇટેડ સામે ટીમને જીતાડનારો ગોલ કર્યો. તેને કારણે ટીમ ફાઇનલમાં પહોંચી. વેમ્બલી ખાતે ટીમને સ્કોરશીટ મળે તેમ ન હતી. તેને કારણે તે આર્સેનલની સામે 2-0થી હારી ગઇ.

એલન શીયરર 
એફએ (FA) કપ ફાઇનલમાં 1998માં હાર્યા બાદ એલન શીયરર

લીસેસ્ટર સીટી સામેની રમતમાં બનેલા એક બનાવને કારણે એફએ (FA) દ્વારા શીયરર પર ગેરવર્તણૂંકનો આરોપ મૂકવામાં આવ્યો, માધ્યમોએ દાવો કર્યો હતો કે વીડીયો ટેપમાં ચોખ્ખું દેખાય છે કે શીયરરે એક પડકાર બાદ નીલ લેનનને જાણી જોઇને માથામાં ઇજા પહોંચાડી હતી. એ વખતની રમતના રેફ્રીએ શીયરર સામે કોઇ પગલાં લીધા નહીં અને ઘાયલ થયેલા ખેલાડીએ જ શીયરરના પક્ષમાં ચૂકાદો આપતાં એફએ (FA) દ્વારા તેને દરેક આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો. ફૂટબોલ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ ગ્રેહામ કેલી કે જેમણે શીયરર સામે આરોપ મૂક્યા હતા તેમણે પોતાની આત્મકથામાં જણાવ્યું હતું કે જો શીયરર પર કોઇપણ જાતના આરોપો મૂકવામાં આવશે તો તે 1998નો વર્લ્ડ કપ નહીં રમે તેવી ધમકી તેણે આપી હતી. જો કે, શીયરરે આ વાતનો ઇન્કાર કર્યો હતો.

ત્યારપછી બધી ઇજાઓમાંથી પાછા બેઠા થઇ ગયેલા શીયરરને 1998-99ની સીઝનમાં પોતાના ગત વર્ષના ગોલ સરભર કરવાનો મોકો મળ્યો. તેણે 30 લીગ ગેમ્સમાં 14 ગોલ કર્યા. ન્યૂકેસલને 13 વર્ષ પૂરાં થયાં અને સીઝન ચાલતી હતી તે દરમિયાન જ કેની ડગ્લીશની જગ્યાએ રુડ ગુલીટ આવ્યા. શીયરરે ન્યૂકેસલને સતત બીજા વર્ષે એફએ (FA) કપ ફાઇનલ સુધી પહોંચવામાં મદદ કરી અને ત્યાર પછીની યુઇએફએ (UEFA) કપની સીઝનમાં પણ. જો કે, તેઓ ફરી એકવાર આ કપ હારી ગયા. આ વખતે તેઓ ટ્રેબલનો પીછો કરી રહેલી માન્ચેસ્ટર યુનાઇટેડ સામે 2-0થી હાર્યા. ઉપરાંત મેનેજરમાં કરવામાં આવેલા બદલાવને કારણે 1999-2000ની અન્ય સીઝન પર પણ અસર પડી. રુડ ગુલિટે રાજીનામું આપી દીધું અને તેની જગ્યા લીધી 66 વર્ષના બોબી રોબસને. ગુલિટની વિદાયની સાથે સાથે તેણે સન્ડરલેન્ડ સામેની મેચમાં શીયરરને મુખ્ય લાઇનમાં ન રાખવાનો નિર્ણય પણ ગયો. આ મેચમાં તેમની ક્લબ 2-0થી હારી. ગુલિટે શીયરરને કેપ્ટનની પદવી આપી હતી છતાં ક્લબના કપ્તાન અને મેનેજર વચ્ચે ઝઘડા અને મતભેદ હોવાની વાતો ઉઠતી હતી. ગુલિટના નિર્ણયથી તેમની ક્લબના ફેન ખુબ જ નિરાશ હતા અને તેના જવા સાથે નવી સીઝનની દુખી શરૂઆત થઇ. ગુલિટ અને શીયરર વચ્ચેના આ મતભેદને બાદમાં ગુલીટે પુષ્ટિ આપી હતી અને તેણે સ્ટ્રાઇકરને કહ્યું હતું કે, "...આટલું વધુ પડતું રેટિંગ આપેલો રમતવીર મેં આજસુધી નથી જોયો." રોબસને સુકાન સંભાળ્યું તેમ છતાં ક્લબને મિડ-ટેબલથી ઉપર ઉઠવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. શીયરરે આમ તો એક જ લીગ ગેમમાં ભાગ ન હતો લીધો. તેણે 23 ગોલ કર્યા હતા. ન્યૂકેસલ એફએ (FA) ક્બલ સેમીફાઇનલમાં તો પહોંચી પણ સતત ત્રીજી ફાઇનલમાં તેમને હારનો સામનો કરવો પડ્યો. ચેલ્સિયા સામે તેઓ હારી ગયા. આ સીઝનમાં શીયરરની કારકિર્દીમાં પહેલીવાર શીયરરને પેનલ્ટીના ભાગ રૂપે મેદાનમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યો. એસ્ટન વિલા સામેની મેચમાં યુરીઆહ રેની નામના રેફ્રીએ બે વાર શીયરરને યેલો કાર્ડ આપ્યા અને તેની કોણીનો વધારે પડતો ઉપયોગ થતો હોવાનું જણાવ્યું.

2000-2001માં શીયરરે ઇજાગ્રસ્ત અને હતાશાજનક સીઝન પસાર કરી. યુઇએફએ (UEFA) યુરો 2000 હરીફાઇ બાદ તેણે સ્થાનિક ક્લબ ફૂટબોલ પર ધ્યાન આપવા માટે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી. લીગમાં તેણે 19 ગેમ્સમાં માત્ર 5 ગોલ કર્યા. 2001-02ની સીઝન વધારે સારી હતી. આ સીઝનમાં શીયરર 37 લીગ મેચોમાં 23 ગોલ કરી શક્યો અને ન્યૂકેસલ ચોથા સ્થાને રહી. જે 1997 પછીનું સૌથી મજબૂત સ્થાન તેણે પ્રાપ્ત કર્યું કહેવાય. એનો અર્થ એ થયો કે તેઓ પછીની સીઝનમાં ચેમ્પિયન લીગ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. આ સીઝનનો સૌથી યાદગાર કોઇ બનાવ હોય તો તે રોય કીનને મેદાનની બહાર જવાનું કહેવાયું તે. સપ્ટેમ્બર 2001માં રેડ ડેવિલ્સ સામેની મેચમાં તેના રમતવીર રોય કીને ન્યૂકેસલના શીયરર સામે ખરાબ વર્તન કર્યું. અને તેને મેદાનની બહાર જવું પડ્યું તો સાથે જ ન્યૂકેસલનો તેની સામે 4-3થી વિજય થયો. આ જ સીઝનમાં શીયરરને પણ તેની કારકિર્દીમાં બીજીવાર રેડ કાર્ડ આપવામાં આવ્યું. તેણે ચાર્લટન એથ્લેટિક નામના ખેલાડી સામે વારંવાર કોણીનો કથિત ઉપયોગ કર્યો હતો. જો કે, આખી મેચનો વીડીયો જોયા બાદ રેફ્રી એન્ડી ડીઉર્સોએ તે કાર્ડ પાછું લઇ લીધું હતું.

2002-03ની સીઝનમાં શીયરર અને ન્યૂકેસલ બંનેએ યુઇએફએ (UEFA) ચેમ્પિયન્સ લીગમાં કમ બેક કર્યું. શરૂઆતના તબક્કામાં જ ન્યૂકેસલ તેની પહેલી ત્રણ મેચ હારી ગયું. જો કે, ડાયનામો કીવ સામેના શીયરરના ગોલને કારણે અને સાથે જ જ્યુવેન્ટસને ફેયેનુર્ડ સામેની મેચોને કારણે ન્યૂકેસલને બીજા તબક્કામાં પ્રવેશવાનો મોકો મળ્યો. ઇન્ટર સામેની બીજા જૂથની મેચોમાં શીયરરે બેયર લેવરકુસ અને બ્રેસ સામે કરેલી હેટ્રિકને કારણે ચેમ્પિયન લીગમાં તેના 7 ગોલ થઇ ગયા હતા. આ ઉપરાંત લીગમાં 35 ગેમ્સમાં 17 ગોલ્સ તો ખરા. તેની સાથે જ આ સીઝનમાં તેના કુલ ગોલ્સની સંખ્યા 25 થઇ. તેમની ક્લબ આ વખતે પ્રિમિયર લીગમાં ત્રીજા સ્થાને પહોંચી. તે પણ સુધારો થયો.

એલન શીયરર 
શીયરરની 2005ની તાલીમ

ત્યારબાદ ન્યૂકેસલ પાસે ચેમ્પિયન્સ લીગમાં 2003માં વધારે સારો દેખાવ કરવાનો એક મોકો હતો પણ શીયરર સ્કોરમાં નિષ્ફળ રહેનાર ખેલાડીઓ પૈકીનો એક હતો કારણકે ટીમ ત્રીજા ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પાર્ટીઝન બેલગ્રેડ દ્વારા પેનલ્ટી શુટઆઉટ દ્વારા બહાર ફેંકાઇ ગઇ હતી. યુનાઇટેડે તે સીઝનના યુઇએફએ (UEFA) કપમાં સારો દેખાવ કર્યો અને શીયરરના છ ગોલને કારણે ક્લબને સેમી-ફાઇનલમાં પહોંચવામાં મદદ મળી. જો કે, સેમી ફાઇનલમાં તેમને ઓલિમ્પિક દ માર્સેલી ક્લબે મહાત આપી. સ્થાનિક સ્તરે પણ શીયરર માટે આ સીઝન સારી રહી. તેણે 37 મેચોમાં 22 ગોલ કર્યા. જો કે, ચેમ્પિયન્સ લીગમાં પોતાની ક્લબને પાંચમાં સ્થાને ઉતરતાં તે બચાવી શક્યો નહીં. તેઓ યુઇએફએ (UEFA) કપ માટે ફરી એકવાર ક્વોલિફાય થયા.

શીયરરે જાહેર કરી દીધું હતું કે 2004-05ની સીઝન પછી તે નિવૃત્ત થઇ જશે. જો કે, આ સીઝનમાં તેની રમત બહુ ખરાબ રહી. પેટ્રિક ક્લુવર્ટ નામના નવા ખેલાડી સાથે તેણે જોડી બનાવી. પણ 28 ગેમ્સમાં તે માત્ર સાત ગોલ કરી શક્યો. અને તેમની ટીમ આ સીઝનમાં 14માં સ્થાને રહી. કપ કોમ્પિટિશનમાં ક્લબે સારો દેખાવ કર્યો હતો. જો કે, તેઓ યુપા કપ ક્વાર્ટર ફાઇનલમાં સ્પોર્ટીંગ સામે હાર્યા અને એફએ (FA) કપ સેમિફાઇનલમાં માન્ચેસ્ટર યુનાઇટેડ સામે હાર્યા. શીયરરે પહેલા રાઉન્ડમાં હેપોલ બ્ની શાકનીન સામે હેટ્રિક કરી અને 11 યુરોપિયન ગોલ સાથે સીઝનનો અંત આણ્યો. સાથે જ સ્થાનિક કપનો તેનો એક ગોલ પણ ખરો.

તે વખતના ક્લબના મેનેજર ગ્રીમ સોનેસ સમજાવટ બાદ 2005ના ઉનાળામાં શીયરરે પોતાનો નિવૃત્ત થવાનો નિર્ણય પાછો ખેંચ્યો. બાદની સીઝનના અંત સુધી તેણે ખેલાડી અને કોચની ક્ષમતાથી રમવાનું ચાલું રાખવાનો નિર્ણય કર્યો. તે 2005-06માં એક વધુ સીઝન રમવા માટે પાછો આવ્યો. આ છેલ્લી સીઝનમાં તેણે ન્યૂકેસલ યુનાઇટેડ માટે 200 ગોલ કરવાનો જેકી મિલબર્નનો 49 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો (તેમાં તેના 38 વર્લ્ડ વોર II વોરટાઇમ લીગ ગોલનો સમાવેશ થતો નથી). 4 ફેબ્રુઆરી 2006ના રોજ તેણે પ્રીમિયમ લીગ ફિક્સચરમાં પોર્ટ્સમાઉથ સામે 201મી સ્ટ્રાઇક લીધી ત્યારે તે ક્લબનો સૌથી વધુ લીગ અને કપ કોમ્પિટિશન ગોલ સ્કોરર બની ગયો. 17 એપ્રિલ 2006નો દિવસ..તેની નિવૃત્તિ પહેલાની છેલ્લી સીઝનમાં હવે તેને ખેલાડી તરીકે રમવાની માત્ર ત્રણ જ મેચ બાકી હતી... તે સન્ડરલેન્ડ સામે 4-1થી પોતાની ક્લબને જીતાડી રહ્યો હતો અને આ મેચમાં તેણે 206મો ગોલ કર્યો હતો.. આ તેની 395મી મેચ હતી. સન્ડરલેન્ડ સામેની મેચ પહેલા શીયરરના ડાબા ઘૂંટણમાં મેડિયલ લાટેરલ લિગામેન્ટમાં ઇજા થઇ હતી. તેને કારણે તેણે છેલ્લી ત્રણ મેચ ગુમાવવી પડી. એ સાથે જ તે પોતાની નિવૃત્તિની કગાર પર આવી ગયો. શીયરરે તેની છેલ્લી સીઝનમાં 32 લીગ ગેમ્સમાં ભાગ લીધો અને 10 ગોલ કર્યા.

પ્રશંસા અને પ્રમાણપત્ર

એલન શીયરર 
તેની સન્માનનીય મેચ ખાતે એલન શીયરર અને તેનું કુટુંબ

શીયરરે ન્યૂકેસલ યુનાઇટેડ માટે આપેલા દસ વર્ષથી પણ વધુ યોગદાનના માનમાં ક્લબે શીયરરનું એક મોટું બેનર સેન્ટ જેમ્સ પાર્કના ગેલોવગેટ છેડા પર મુક્યું હતું. ગેલોવ એન્ડનો અડધો ગેટ ઢંકાઇ જાય એટલું 25 metres (82 ft) ઊંચું અને 32 metres (105 ft) પહોળું બેનર ક્લબ બાર શીયરર્સ ની ઉપર મુકવામાં આવ્યું હતું જે તેના માનમાં 2005માં ખોલવામાં આવ્યો હતો. બેનરમાં શીયરરને "ગેલોગેટ જાયન્ટ" તરીકે રજૂ કરવામાં આવ્યો. તેમાં તેનો એક હાથ તેના જાણીતા ગોલની જીત મનાવતો બતાવાયો હતો અને ઉપર સંદેશ હતો કે "10 મહાન વર્ષો માટે આભાર". ક્લબ ખાતે શીયરરની કારકિર્દી અંગે મિડિયાએ આપેલા કવરેજમાં પણ આ બેનર દેખાયું હતું. તેને 19 એપ્રિલ 2006થી 11 મે 2006 સુધી મૂકવામાં આવ્યું હતું જે તેનો વખાણવાલાયક મેચનો દિવસ હતો. આ બેનર સમગ્ર શહેરમાંથી તેમજ ટાઇન નદી પર ગેટશેડ સુધી દૂર સુધી જોઇ શકાતું હતું. તે સ્થાનિક સિમાચિહ્ન એન્ગલ ઓફ ધ નોર્થ કરતા પણ ઊંચું હતું.

શીયરરને એક પ્રશંસાપાત્ર મેચ ક્લબ તરફથી આપવામાં આવી. તે સ્કોટિશ તરફી સેલ્ટિક સામે હતી. આ મેચમાંથી ઉભી થયેલી બધી રકમ દાનમાં ગઇ હતી. સન્ડરલેન્ડ ખાતે ત્રણ ગેમ અગાઉ ઇજા પહોંચવાને કારણે શીયરર સમગ્ર મેચ રમી શક્યો ન હતો જો કે તેણે ગેમ શરૂ કરી હતી અને એક પેનલ્ટી સ્કોર કરીને તેની ટીમને 3-2થી જીતાડવામાં સફળ રહ્યો હતો. મેચ સેલ-આઉટ હતી અને તેના અંતે શીયરરનું તેના પરિવાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું. લોકોને શીયરરને સન્માન આપવાનો એટલો બધો અવાજ હતો કે તેના નાના પુત્રએ રીતસર તેના કાન બંધ કરી દેવા પડ્યા હતા.

આંતરરાષ્ટ્રીય કારકિર્દી

શીયરરની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત 1990માં થઇ હતી જ્યારે દવે સેક્સટન હેઠળની ઇંગ્લેન્ડ અન્ડર-21 સ્ક્વોર્ડ તરફથી બુલાવો આવ્યો હતો. સ્કવોડ સાથેના તેના સમય દરમિયાન તેણે 11 ગેમ્સમાં 13 વાર સ્કોર કર્યા. એ એક એવો રેકોર્ડ છે જે હજુ સુધી નથી તૂટ્યો. આ સ્તરે સ્ટ્રાઇકરનો ગોલ અને તેની સાથે તેની ક્લબનો જુસ્સાનો અર્થ હતો કોચ ગ્રેહામ ટેલર દ્વારા તેને સિનીયર સ્ક્વોડની બઢતી અપાઇ હતી. તેણે ફેબ્રુઆરી 1992માં ફ્રાન્સ સામેની ગેમમાં સિનિયર સ્કવોડમાંથી રમવાની શરૂઆત કરી. તેમાં તેણે ગોલ કર્યો. આ મેચ તેઓ 2-0થી જીત્યા હતા. એક જ મહિના પછી તેણે ઇંગ્લેન્ડ-બી ટીમ માટેની તેની કારકિર્દીની એકમાત્ર ગેમ રમી. ઇંગ્લેન્ડ એટેકમાં 1992માં નિવૃત્ત થયેલા ગેરી લિનકરની જગ્યાએ રમવાનું હોવાથી શીયરર તેની ઇજાને કારણે 1994 ફિફા (FIFA) વર્લ્ડ કપમાં ક્વોલિફાઇંગ ઝુંબેશમાં માત્ર ઇન્ટરમિટનલી જ રમ્યો હતો. અને તેમની ટીમ કોમ્પિટિશનની ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ નીવડી હતી.

શીયરર અને ઇંગ્લેન્ડ બંને માટે યુરો 96 વધારે સારો અનુભવ રહ્યો. યજમાનપદે હોવાથી ઇંગ્લેન્ડને ક્વોલિફાય થવાની જરૂર ન હતી. આ કોમ્પિટિશન પહેલાના 21 મહિનામાં 12 ગેમ્સમાં શીયરરે કોઇ સ્કોર કર્યો ન હતો. પણ સ્વિત્ઝર્લેન્ડ સામેની આ કોમ્પિટિશનની પહેલી જ મેચની 22મી મિનિટે તેણે જાળી અને દડાનું મિલન કરાવી દીધું. સ્વિત્ઝર્લેન્ડ સામેની આ મેચ જીત્યા પછી સ્કોટલેન્ડ સામેનો વિજય અને નેધરલેન્ડ સામે બે વાર 4-1થી વિજય મેળવ્યો. શીયરરે ઇંગ્લેન્ડમાં પોતાના જ ઘર વેમ્બલીના દર્શકો સામે ઇંગ્લેન્ડને બીજા તબક્કા સુધી પહોંચાડવામાં મદદ કરી.

ક્વાર્ટરફાઇનલમાં ઇંગ્લેન્ડ અને સ્પેન બરાબરીમાં આવી ગયા. પણ પેનલ્ટી શુટઆઉટ દરમિયાન સામેની ટીમનો ગોલ ન થવા દેતાં તેઓ પાછા ગેમમાં આવી ગયા. શીયરરે ઇંગ્લેન્ડ તરફથી પહેલી પેનલ્ટી શુટ મારી હતી. સ્પેનના ખેલાડીઓ બે વાર ગોલ કરી શક્યા ન હતા. તેને કારણે ઇંગ્લેન્ડ જર્મની સામે સેમિફાઇનલમાં આવી ગયું. શીયરરે મેચની પહેલી ત્રણ મિનિટમાં જ ગોલ કરીને ઇંગ્લેન્ડની જીતના પડઘમ શરૂ કર્યા, પણ જર્મનીએ થોડીક જ વારમાં તેમની બરાબરી મેળવી. તેને કારણે મેચ ફરીથી પેનલ્ટી શુટઆઉટ માટે ગઇ. આ વખતે જર્મનીએ મોકો ગુમાવ્યો નહીં. શીયરરે તો સ્કોર કર્યો પણ તેમની ટીમનાસભ્ય ગેરેથ સાઉથગેટ પોતાનો મોકો ચૂકી ગયો અને ઇંગ્લેન્ડ બહાર ધકેલાઇ ગયું. શીયરર તેના પાંચ ગોલને કારણે કોમ્પિટિશનનો ટોપ સ્કોરર રહ્યો. ટીમના અન્ય સભ્યો ડેવીડ સિમેન અને સ્ટીવ મેકમેનમાન સાથે મળીને તે યુઇએફએ (UEFA) ટીમ હરીફાઇમાં નોંધાયો.

ઇંગ્લેન્ડના નવા મેનેજર ગ્લેન હુદાલે શીયરરને 1998 ફિફા (FIFA) વર્લ્ડ કપ માટે સ્કવોડનો કપ્તાન બનાવ્યો હતો. તેમની ટીમ મોલ્ડોવા સામે 1 સપ્ટેમ્બર 1996ના રોજ જીતી હતી. આ ગેમ માં એક વાર સ્કોર કાર્ય પછી અને પોલેન્ડ સામે બેવાર રમ્યા પછી શીયરર કપ્તાન તરીકે જામી ગયો. 1998 ફિફા (FIFA) વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડના સફળ ક્વોલિફિકેશન કેમ્પેનમાં તેણે 5 ગોલ કર્યા હતા અને તેની ટેલીમાં જ્યોર્જિયા સામેની સ્ટ્રાઇકની સંખ્યામાં વધારો કર્યો હતો જે પોલેન્ડ કરતા ગણો દૂર હતો. 1997-98ની સિઝન દરમિયાન શીયરરને સાઈડ લાઈન કરી દેવામાં આવ્યો હતો પણ તે વર્લ્ડ કપ ફાઈનલ્સમાં રમવા માટે તૈયાર થઇ ગયો હતો. શીયરરના ભાગીદાર તરીકે ટેડી શ્રીન્ગામના સ્થાને માઇકલ ઓવેન આવતા શીયરરે ટુર્નામેન્ટ માટે ઇંગ્લેન્ડનો સૌ પ્રથમ ગોલ કર્યો હતો અને ટ્યુનિસિયા સામેની મેચ 2-0થી જીતી હતી. ત્રણ ગ્રૂપ મેચમાં આ તેનો એક માત્ર ગોલ હતો. બીજા રાઉન્ડ માં ઇંગ્લેન્ડનો સામનો તેના લાંબા સમયથી પ્રતિસ્પર્ધી એવા આર્જેન્ટિના સાથે થયો. શીયરરે ડેવિડ બેકહામને બીજા હાફની શરૂઆતમાં બહાર મોકલતા પહેલા પ્રથમ હાફમાં પેનલ્ટી સ્પોટ પરથી એક્વિલાઇઝર ગોલ કર્યો હતો. મેચની છેલ્લી મીનીટોમાં સોલ કેમ્પબેલે મેચ જીતાડનારો શોટ માર્યો હતો. પણ રેફરીએ તે શોટ માન્ય ના રાખ્યો. કેમ કે, શીયરરે ગોલકીપર કાર્લોસ રાઓને કોણી અડાડી હતી. બંને ટીમોનો સ્કોર 2-2 હતો. ગેમને પેનલ્ટી સુધી લઇ જવી પડી. શીયરરે તેમાં સ્કોર પણ કર્યો. પણ ડેવિડ બેત્તીના શોટને આર્જેન્ટીનાના ગોલકીપરે બચાવી લીધા પછી ઇંગ્લેન્ડ આ ટુર્નામેન્ટ માંથી બહાર ફેંકાઈ ગયું. આ હાર સાથે ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભાગીદારીનો અંત આવ્યો હતો. આ ટુર્નામેન્ટ શીયરરની એક માત્ર વર્લ્ડ કપ હરીફાઇ હતી.

સપ્ટેમ્બર 1999માં શીયરરે યુરો 2000 ક્વોલિફાયરમાં લક્ઝેમબર્ગ સામે તેની ઇંગ્લેન્ડ માટેની એક માત્ર હેટ્રિક કરી. તેણે કારણે ઇંગ્લેન્ડને સ્કોટલેન્ડ સામે રમવામાંથી મુક્તિ અપાવી. ઇંગ્લેન્ડ રમત બે લેગથી જીત્યું હતું અને તેનાથી તે યુરોપિયન ચેમ્પીયનશીપ માટે ક્વોલિફાય થયું. આ સમય સુધી શીયરર તેના ત્રીસમાં જન્મદિવસની નજીક આવી ગયો હતો. અને તેણે જાહેર કરી દીધું ક તે યુરો 2000 પછી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાનો ઇરાદો ધરાવે છે.

ઇંગ્લેન્ડે પોર્ટુગલ સામે 3-2થી હાર નોંધાવી ત્યારે એ મેચ માં શીયરરે એક પણ ગોલ નહોતો કર્યો. પણ ચાર્લીરોઇમાં ઇંગ્લેન્ડે જર્મનીને 1-0થી હરાવ્યું ત્યારે તેમાં શીયરરનું જ પ્રદાન હતું. 1996ના વર્લ્ડ કપ ફાઈનલ બાદ પહેલી વાર ઇંગ્લેન્ડે તેના યુરોપિયન પડોશી દેશોને હરાવ્યા. હવે ટુર્નામેન્ટમાં રહેવા માટે ઇંગ્લેન્ડે રોમાનિયા સામેની મેચને માત્ર ડ્રો કરવાની હતી. અડધા સમયમાં ઇંગ્લેન્ડ 2-1 પર પહોચી ગયું એટલે શીયરરે પેનલ્ટી રમવી પડી.તેમ છતાં છેવટે રોમાનિયા 3-2 થી જીતી ગયું. ઇંગ્લેન્ડની ટુર્નામેન્ટ પતિ ગઈ અને સાથે શીયરરની આંતરાષ્ટ્રીય કારકિર્દી પણ. તેના 63 કેપ્સમાં તે 34 વખત ટીમનો કપ્તાન બન્યો અને 30 ગોલ કર્યા. ઈંગ્લેન્ડના સૌથી વધુ ગોલ કરનાર ગોલકીપરની સૂચિમાં તે સંયુક્ત રીતે પાંચમાં તરીકે નેટ લોફ્થાઉસ અને ટોમ ફીની સાથે સ્થાન મેળવ્યું. શીયરર આંતરાષ્ટ્રીય કક્ષાએ નિવૃત થઇ ગયો. જો કે, એવી અટકળો થતી હતી કે 2002ના વર્લ્ડ કપ અને 2004ના યુરોપીયન ચેમ્પીયનશિપ કેમ્પેઈનમાં તે રમશે. શીયરરે 2006ના વર્લ્ડ કપ પછી સ્ટીવ મેકકલારેનનાં સહાયક મેનેજર બનવાની પણ ના પડી દીધી. પાછળથી આ જગ્યા પર ટેરી વેનેબલ્સને લેવામાં આવ્યા.

રમતની શૈલી

એક રમતવીર તરીકે શીયરરને ઘણીવાર ક્લાસિક ઇંગ્લિશ સેન્ટર ફોરવર્ડ શૈલી માટે યાદ કરવામાં આવે છે. તેનું કારણ તેની તાકાત અને શારીરિક ક્ષમતા તથા તેની મજબુત શોટ મારવાની સ્થિતિ હતી. તેણે ન્યૂકેસલ દરમિયાન મરેલા 206 ગોલ્સમાંથી 49 ગોલ્સ તેણે માથાથી કર્યા હતા. તેની કારકિર્દીના અગાઉના તબક્કામાં અને ખાસ કરીને જયારે તે સાઉથેમ્પ્ટનમાં રમતો હતો ત્યારે તેણે ઘણી રચનાત્મક ભૂમિકા ભજવી છે. તે મિડફીલ્ડર તીકે તેના પ્રારંભિક વિકાસને કારણે તેની સાથેના સ્ટ્રાઈકરોને તે તક આપતો અને ખાલી જગ્યામાં કઈ રીતે રન બનાવતો. તેની કારકિર્દીમાં પાછળથી શીયરરે ઘણો અગત્યનો અને વધારે ફોરવર્ડ રોલ ભજવ્યો હતો. બોલ ને સારી રીતે ઉપર જાળવી રાખવાની તેની ક્ષમતાને કારણે તેણે ટાર્ગેટ મેન તરીકે પણ કામ કર્યું છે. તે બીજા ખેલાડીઓને બોલ પહોંચાડતો. જો કે, તેની તાકાતને કારણે તે વધારે સમય સુધી બોલને પોતાની પાસે ટકાવી રાખતો. તેની રમવાની શૈલીને કારણે ઘણીવાર તે વિવાદનું કેન્દ્ર પણ બન્યો છે. સૌથી વધુ તો એની રમત વધારે શારીરિક હતી અને તે પોતાની કોણીનો ઉપયોગ સૌથી વધારે કરે છે. તેણે કારણે જ બે વાર તેણે મેદાનમાંથી પેનલ્ટીના ભાગરૂપે બહાર મોકલવામાં આવ્યો હતો જો કે એક પેનલ્ટી બાદમાં વિનંતી પર પાછી ખેંચવામાં આવી હતી. શીયરરને તેની કારકિર્દી દરમિયાન 2 લાલ કાર્ડસની સાથે સાથે 59 યલ્લો કાર્ડ્સ પણ મળ્યા હતા.

શીયરરને ક્લબ અને દેશ બંને માટે એકદમ સતર્ક પેનલ્ટી ટેકર માનવામાં આવતો હતો. ન્યૂકેસલ તરફથી રમતી વખતે તે 45 વખત સ્પોટ પરથી ગોલ કરી શક્યો હતો. જ્યાં તે પ્રથમ પસંદગી લેનાર હતો. નોર્થ ઇસ્ટ માટે તેણે ફ્રી કિક મારીને 5 ગોલ કર્યા હતા.

કોચિંગ અને મેનેજમેન્ટ કારકિર્દી

કોચિંગ

પોતાની ખેલાડી તરીકેની કારકિર્દીમાંથી નિવૃત્ત થયા પછી શીયરર તાત્કાલિક પગલાં તરીકે કોચિંગના વ્યવસાયમાં જોડાશે એવી અટકળો ચાલી રહી હતી. શીયરરે આ અટકળો અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું કે તે થોડા વર્ષો સુધી "જીવન માણવા" વ્યક્તિગત સમય લેશે. તેણે એવું પણ કહ્યું હતું કે તે ધીમે ધીમે મેનેજમેન્ટની કારકિર્દી તરફ પણ વળશે પણ યોગ્ય સમયે. જો કે, માર્ચ 2009 સુધી તો હજુ તેણે યુઇએફએ (UEFA) પ્રો લાયસન્સ કોર્સ શરૂ કર્યો ન હતો. પ્રિમિયર લીગ કે યુરોપિયન કોમ્પિટિશનમાં કોઇ ટીમને મેનેજ કરવા માટે આ લાયસન્સ જરૂરી છે.

પોતાનું "જીવન માણવા" માટે સમય વ્યતિત કરવાનું તેણે આપેલું નિવેદન સાર્થક કરતો હોય તેમ તેણે ઇંગ્લેન્ડની ટીમ માટે કોચ તરીકે જોડાવાની ઓફર પણ ફગાવી દીધી. તેના માટે તેણે બીબીસી સાથે ચાલી રહેલી તેની કામગીરીનું કારણ આપ્યું અને એ પણ કહ્યું કે તે ફૂટબોલમાં નોકરીના દબાણથી દૂર રહેવા માગે છે. આ બધા છતાં, મિડિયામાં શીયરરે તેની ત્રણ જૂની ક્લબો માટે કોચ તરીકે જોડાવાનું કહ્યું હોય તેવી વાતો વારંવાર આવતી રહી.

શીયરરે તેની છેલ્લી ત્રણ ગેમ્સ ગ્લેન રોડર હેઠળ રમી હતી. શીયરરે ન્યૂકેસલ ખાતે કોચિંગની કે સહાયકની ભૂમિકા ભજવવાનો ઇન્કાર કરી દીધો હતો. તેણે ફેબ્રુઆરી 2008માં કેવિન કીગલને આ વાતનો ઇન્કાર કર્યો હતો તો નવેમ્બર 2008માં કિનરને પણ તેણે ના પાડી હતી. શીયરર સાથે અગાઉ ઘણીવાર વાતો તો થઇ હતી. પણ ન્યૂકેસલ ખાતે તેને મેનેજરની પદવી આપવાની વાત ક્યારેય કરાઇ ન હતી. છેવટે 1 એપ્રિલ 2009ના રોજ તે આ માટે ચૂંટાયો.

મેનેજર – ન્યૂકેસલ યુનાઇટેડ

1 એપ્રિલ 2009ના રોજ એક અચંબો થયો જ્યારે મોડી સાંજે જાહેર કરવામાં આવ્યું કે શીયરર તેની જુની ટીમ ન્યૂકેસલ યુનાઇટેડનો મેનેજર બનશે અને આગામી સીઝનની આઠ મેચો માટે તે મેનેજરની ભૂમિકા નિભાવશે. તે હેડ કોચ ક્રિસ હ્યુટન પાસેથી હોદ્દો લેશે, કાયમી મેનેજર જો કિનનીયર હાર્ટ સર્જરીમાંથી બહાર આવ્યા બાદ 7 ફેબ્રુઆરીએ ફરીથી બિમાર પડતા તેમના સ્થાને હ્યુટને હંગામી ચાર્જ સંભાળ્યો હતો. શીયરરે કહ્યું હતું કે, "આ ક્લબને હું ખુબ પ્રેમ કરું છું અને ક્લબની હાલત ખરાબ થાય તે મને નહીં ગમે. તેને બચાવવા માટે હું જે કરી શકું તેમ છું તે ચોક્કસ કરીશ."

ક્લબના મેનેજિંગ ડિરેક્ટર ડેરેક લામ્બિયાસે બીજા દિવસે શીયરરને પ્રેસ સામે રજૂ કરીને આ વાતને અધિકૃત રીતે જાહેર કરી. આ સમયે ન્યૂકેસલ ક્લબમાં કેમ મેનેજર તરીકેની ભૂમિકા સ્વીકારી તે અંગે જણાવતાં શીયરરે કહ્યું હતું કે આ સ્થિતિમાં બીજી કોઇપણ ક્લબના મેનેજરની કામગીરી સંભાળવાની મેં હા ન જ પાડી હોત. તેમાં તે ન્યૂકેસલ સિવાય જે બે ક્લબ તરફથી પ્રિમિયર લીગ રમ્યો હતો તેનો પણ સમાવેશ થાય છે. શીયરર આ ટીમના મેનેજરપદે ક્યાં સુધી રહેશે તે અંગે મિડિયાએ સવાલ કરતાં ક્લબના મેનેજિંગ ડિરેક્ટર લામ્બિયાસે જણાવ્યું હતું કે આવનારી સીઝનની આઠ ગેમ્સનું નેતૃત્વ શીયરર કરશે. ત્યારબાદ જો કિનર સાજા થઇ જશે તો તેઓ આગામી ઉનાળા માટે મેનેજરની ભૂમિકા પર પાછા આવી જશે. શીયરરે પુષ્ટિ આપી હતી કે બીબીસીએ તેને મેચ ઓફ ધ ડે ની ભૂમિકામાંથી આઠ સપ્તાહ માટે રજા આપી છે. લામ્બિયાસે એ પણ જણાવ્યું કે ડેનિસ વાઇસ તેની એક્ઝિક્યુટિવની ભૂમિકા છોડીને જતો રહ્યો છે અને તેની જગ્યાએ કોઇ નવી ભરતી કરવાના મૂડમાં ક્લબ નથી. શીયરરે કહ્યું હતું કે જે લોકો ક્લબ છોડીને જતાં રહ્યા છે અને આગળ વધી રહ્યા છે તેઓ તેમના રસ્તે છે. મારે તેમની સાથે કોઇ લેવાદેવા નથી. વાઇસની હાજરીને અગાઉ મેનેજરની કોઇ પણ સંભવિત નિમણૂકમાં અવરોધ તરીકે જોવાતી હતી. શીયરર સામે સોમવારે આ આશ્ચર્યજનક ઓફર મુકવામાં આવી અને તેણે સ્વીકારી. સાથે તેણે શર્ત મૂકી કે તે પોતાના સહાયક ઇયાન ડોવીને સાથે લઇને આવશે. ક્લબની તબીબી, કસરતી અને ડાયેટની બાબતો જોવા માટે તે પોલ ફેરીસને પણ ક્લબમાં લાવ્યો. જ્યારે શીયરર ખેલાડી હતો ત્યારે ફેરીસે તેની સાથે કામ કર્યું હતું અને તે 13 વર્ષ સુધી ક્લબમાં હતો. ગ્લેન રોડર મેનેજર બન્યો ત્યારબાદ તે ક્લબમાંથી નીકળી ગયો.

શીયરરની મેનેજર તરીકે કારકિર્દીની શરૂઆતની પહેલી જ મેચ તેમની ક્લબ સેન્ટ જેમ્સ પાર્ક ખાતે ચેલ્સિયા સામે 2-0થી હારી ગઇ હતી. 11 એપ્રિલે ન્યૂકેસલે આ ગેમમાં તેની ખરી શરૂઆત કરી અને બ્રિટાનિયા સ્ટેડિયમ ખાતે સ્ટોક સિટી સામેની મેચ એન્ડી કેરોલના ઇક્વલાઇઝિંગ ગોલ સાથે 1-1થી ડ્રો કરી. તોતેનહામ સામેની મેચ તેઓ હાર્યા અને પોર્ટ્સમાઉથ સામેની મેચ ડ્રો ગઇ. ન્યૂકેસલની પહેલી જીત મિડલ્સબ્રો સામે મળી. 3-1થી મળેલી આ જીતથી ન્યૂકેસલ ક્લબ રેલિગેશન ઝોનમાંથી ઉપર આવી ગયું.

આ સીઝનના છેલ્લા દિવસ એટલે કે 24 મેની સાંજે બધી જ મેચો એકસાથે રમાતી હતી. ત્યારે ચેમ્પયિનશીપ તરફ આગળ વધવાનો એક મોકો ન્યૂકેસલ તરફ આવી રહ્યો હતો. તે હલ સીટી, મિડલ્સબ્રો અને સન્ડરલેન્ડ સામે મેચ રમી રહ્યા હતા. સતત 16 વર્ષની પ્રીમિયમ લીગમાં લાગેલો ન્યૂકેસલના માથાનો દાગ આ વખતે ધોવાઇ શકે તેમ હતો. ડેમીન ડફના પોતાના ગોલ સાથે એસ્ટન વિલા સામે 1-0થી હાર્યા બાદ તેમની જોડી મિડલ્સબ્રો સાથે બની. તેમણે વેસ્ટ બોર્મવિચ એલ્બિયન સાથે હાથ મિલાવેલા હતા. શીયરરની આઠ ગેમ્સમાં તેઓ માત્ર 5 પોઇન્ટ્સ જ મેળવી શક્યા, શક્તરા 24 પોઇન્ટ્સ મેળવવાની હતી.

ફૂટબોલ બહાર કારકિર્દી

ટીવી કારકિર્દી અને વ્યાપારિક ભૂમિકા

નિવૃત્ત થયા પછી ફેરરે મહેમાન તરીકે ભાગ લીધા બાદ ત્યારબાદ તે બીબીસી (BBC)ના મેચ ઓફ ધ ડે પ્રોગ્રામનો નિયમિત પંડિત બની ગયો. બીબીસી (BBC) માટે 2006ના વર્લ્ડ કપનું કવરેજ કરવા માટે જે ટીમ તૈયાર કરાઇ હતી તેમાં પણ શીયરર હતો.

એલન શીયરર 
સાઇકલની મેરેથોન ખાતે બેનબરીમાં એલન શીયરર

2005-06ની સીઝનમાં શીયરરે ન્યૂકેસલના રખેવાળ સહાયક મેનેજરની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા પૂરી થઇ ત્યારબાદ ન્યૂકેસલના ચેરમેન ફેડી શેફર્ડે જાહેર કર્યું કે શીયરર તેમની ક્લબનો 2006-07 માટેનો "સ્પોર્ટિંગ એમ્બેસેડર" છે. જો કે, સપ્ટેમ્બર 2008માં એવા અહેવાલો આવ્યો કે ક્લબના માલિક માઇક એશ્લીએ શીયરરને આપવામાં આવેલી આ માનદ્ પદવીમાંથી કાઢી મૂક્યો છે. સ્ટીવન ટેલર અને ડેમિયન ડફ જેવા ખેલાડીઓના વિરોધ છતાં શીયરરને કાઢી મૂકવામાં આવ્યું. તેનું કારણ એવું આપવામાં આવે છે કે શીયરરે એવી ટિપ્પણી કરી હતી કે કેવિન કીગનની વિદાય બાદ આ ક્લબની હાલત ખરાબ છે. તેને સરખી રીતે ચલાવવામાં આવતી નથી. જો કે, ક્લબે આ પ્રકારની વાતોથી ઇન્કાર કર્યો હતો.

દાનની પ્રવૃત્તિ

પોતાના ખેલાડી તરીકેના દિવસોમાં શીયરર બાળકો માટેની ચેરિટી સંસ્થા એનએસપીસીસી (NSPCC) સાથે સંકળાયેલો હતો. તેણે આ સંસ્થાના 1999માં યોજાયેલા ફુલ સ્ટોપ નામના કેમ્પેઇનમાં પણ ભાગ લીધો હતો. નિવૃત્ત થયા બાદ શીયરરે ન્યૂકેસલ વિસ્તાર અને તેની બહાર રાષ્ટ્રીય સ્તરે પણ ઘણી બધી ચેરિટી સંસ્થાઓ માટે કામ કર્યું છે.

તેની પ્રશંસાજનક મેચમાંથી 16 લાખ પાઉન્ડ ઉભા થયા હતા. તેનો ઉપયોગ 14 જુદા જુદા કામ માટે થયો હતો. તેમાંથી 4 લાખ પાઉન્ડ એનએસપીસીસી (NSPCC)ને મળ્યા હતા. તો 3,20,000 પાઉન્ડ ન્યૂકેસલ ખાતે વેસ્ટ ડેન્ટનમાં આવેલી શ્વાસના દર્દીઓ માટે કામ કરતી સંસ્થાને એલન શીયરર સેન્ટર બનાવવા માટે આપવામાં આવ્યા હતા. ઓક્ટોબર 2006માં તે NSPCCનો એમ્બેસેડર બન્યો અને શીયરરે કહ્યું કે મારી સૌથી અગત્યની ભૂમિકાની અહીંથી શરૂઆત થાય છે. તેણે ડ્રીમ ફાઉન્ડેશન નામની ચેરિટી સંસ્થા સાથે પણ કામ કર્યું છે. 2006માં ન્યૂકેસલમાં રહેલા સારા અને આગળ વધી શકે, કંઇક કરી બતાવે તેવા ખેલાડીઓને મદદ કરવા અને તેમના વિકાસ માટે એલન શીયરર એકેડમી સ્કોલરશીપ શરૂ કરી.

2008માં તેણે મેચ ઓફ ધ ડે ના તેના સાથીદાર એડ્રિઅન ચાલ્સ સાથે મળીને એક બાઇક રાઇડ કરી અને તેમાંથી સ્પોર્ટ રિલીફ માટે 3 લાખ પાઉન્ડ ઉભા કર્યા. આ વિચાર ચાલ્સની સાઇકલિંગ કરવાની નિયમિત ટેવ પરથી આવ્યો હતો. શીયરરે સપ્ટેમ્બર 2008માં યુનિસેફ (UNICEF) માટે નાણાં ઉભા કરવા માટે વેમ્બલી સ્ટેડિયમ ખાતે પ્રખ્યાત હસ્તીઓ અને જાણીતા ખેલાડીઓ વચ્ચે રમાયેલી સોકર એઇડ નામની ગેમમાં પણ ભાગ લીધો હતો અને સ્કોર પણ કર્યો હતો.

26 જુલાઇ 2009ના રોજ શીયરરે સર બોબી રોબ્સન ટ્રોફી મેચમાં પણ ભાગ લીધો હતો. તે સર બોબી રોબ્સનના માનમાં સેન્ટ જેમ્સ પાર્ક ખાતે રમાઇ હતી. અને તેમાંથી ઉભા કરાયેલા નાણાં સર બોબી રોબ્સન ફાઉન્ડેશનમાં જવાના હતા. જે કેન્સરના દર્દીઓ માટે કામ કરે છે. સર બોબીનો તે છેલ્લો જાહેર દેખાવ હતો. તેના પાંચ દિવસ પછી તે મૃત્યુ પામ્યા. 15 ઓક્ટોબર 2009ના રોજ શીયરર સર બોબી ફાઉન્ડેશનનો નવો આશ્રયદાતા બની ગયો હતો.

અંગત જીવન

પરિવાર

શીયરરના લગ્ન લાઇન્યા સાથે થયા છે. તે સાઉથેમ્પ્ટનનો ખેલાડી હતો ત્યારે તેને મળ્યો હતો. સાઉથ કોસ્ટ ક્લબમાં શીયરરનું બીજું વર્ષ હતું ત્યારે તેઓ લાઇન્યાના માતાપિતા સાથે સ્થાનિક સ્તરે રહેતા હતા. આ જ શહેરમાં તેઓ સેન્ટ જેમ્સ ચર્ચ ખાતે 8 જુન 1991ના રોજ પરણ્યા. કેટલાક ખેલાડીઓના ડબલ્યુએજીએસ (WAGs) (પત્નીઓ અને સ્ત્રીમિત્રો) મીડિયામાં ચમકતાં રહેતા. પણ શીયરરના કહેવા મુજબ લાઇન્યા એકદમ શાંત અને અંતર્મુખી હતી. તે આ પ્રકારની પ્રસિદ્ધિથી દૂર ભાગતી. અને તેના પતિની પ્રસિદ્ધીને કારણે ક્યારેય તેણે જાહેરમાં આવવું પડતું તો તે સંકોચ અનુભવતી. તેમને ત્રણ બાળકો થયા. શીયરર પોતાના કુટુંબને તેના મૂળમાંથી ઉખાડવા માગતો ન હતો અને તેથી જ તેની કારકિર્દી દરમિયાન તેણે ઇંગ્લેન્ડમાં જ રહેવાનું પસંદ કર્યું. જ્યારે તે બ્લેકબર્ન ક્લબ છોડતો હતો ત્યારે તેની પાસે બાર્સેલોના કે જુવેન્ટસમાં જઇને સેટ થવાની તક હતી. પણ તેણે તે જતી કરી. મે 2006માં જ્યારે જ્યારે સેન્ટ જેમ્સ પાર્કમાં શીયરરના માનમાં મેચ રમાઇ અને તેનું સન્માન કરવામાં આવ્યું ત્યારે તેનું આખું કુટુંબ તેની સાથે હતું.

વ્યક્તિગત સન્માન

6 ડિસેમ્બર 2000ના રોજ શીયરરને ટાઇન નદી પર આવેલા ન્યૂકેસલ શહેરમાં ઓનરરી ફ્રીડમથી નવાજવામાં આવ્યો. સાથે જ લખ્યું હતું કે તેના ન્યૂકેસલ યુનાઇટેડ ફૂટબોલ ક્લબના કપ્તાન તરીકેની તથા ઇંગ્લેન્ડના ભૂતપુર્વ કપ્તાન તરીકેની ભૂમિકાના માનમાં. તેનાથી શહેરની ખ્યાતિ વધી.

2001 ક્વિન્સ બર્થડે ઓનર્સમાં શીયરરને ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર(ઓબીઇ (OBE)) ના અધિકારી બનાવવામાં આવ્યા.

4 ડિસેમ્બર 2006ના રોજ ન્યૂકેસલ સિટી હોલ ખાતે એક પ્રસંગમાં શીયરરને નોર્થઅમ્બ્રીયા યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ સિવિલ લોની પદવી આપવામાં આવી. આ પ્રસંગે યુનિવર્સિટીના ઉપકુલપતિએ જાહેર કર્યું કે તેની આખી કારકિર્દી દરમિયાન એલન શીયરરે ખુબ મહેનત કરી છે, સમર્પિત થઇને કામ કર્યું છે, શિસ્ત જાળવી છે અને પોતાની રમત પર ધ્યાન આપ્યું છે, કારકિર્દી રગદોળી દે તેવી ઇજાઓમાંથી તે ઉઠ્યો છે અને સખત હિમંતથી તેણે કામ લીધું છે.

1 ઓક્ટોબર 2009ના રોજ શીયરરને નોર્થઅમ્બરલેન્ડના ડેપ્યુટી લેફ્ટેનન્ટ તરીકેની પદવી મળી. લોર્ડ લેફ્ટેનન્ટ ઓફ નોર્થઅમ્બરલેન્ડ, ડચિસ ઓફ નોર્થઅમ્બરલેન્ડ, જેન પર્સી વગેરે દ્વારા તેનું નામ નામાંકિત કરવામાં આવ્યું હતું. અને રાણીએ તેને મંજૂરી આપી હતી. 21 બીજા ડેપ્યુટીઓ સાથે શીયરરે આ ભૂમિકામાં ડ્યુસ જ્યારે રાણીની અધિકૃત પ્રતિનિધિ તરીકેની ભૂમિકા ન ભજવી શકે ત્યારે તેની પડખે ઉભા રહેવાનું. ડેપ્યુટીઝે દેશની સરહદોની 7 માઇલના અંતરમાં જ રહેવાનું. 75 વર્ષની ઉંમર સુધી આ પદવી જાળવી રાખવાની. શીયરરની નિયુક્તિ વખતે ડ્યુસે કહ્યું હતું કે એલન જેવો પ્રતિભાશાળી વ્યક્તિ બીજો તમને કોઇ નહીં મળે. તેણે ફૂટબોલમાં જે કામ કર્યું છે તેના માટે નહીં પણ તેની બહાર પણ તેણે થાક્યા વગર જે લોકોની સેવા અને દાન માટે કામ કર્યું છે તે ખરેખર વખાણવાલાયક છે. તેણે ડેપ્યુટી લેફ્ટનન્ટની પદવી સ્વિકારી તે માટે હું ખુશ છું કેમ કે ખરેખર તે એક સારો આદર્શ છે. મેં તેને વચન આપ્યું છે કે તેણે કંઇ વધુ નહીં કરવું પડે પણ વર્ષમાં એકવાર પણ જો કંઇ કામ હશે તો તે એક યોગ્ય પસંદગી છે."

7 ડિસેમ્બર 2009ના રોજ શીયરરને ન્યૂકેસલ યુનિવર્સિટીનો ડોક્ટર ઓફ સિવિલ લો નીમવામાં આવ્યો. કુલપતિ સર લિઆમ ડોનાલ્સને કહ્યું કે "ન્યૂકેસલ યુનાઇટેડ મારી ટીમ છે. એલન શીયરર એક સ્થાનિક દંતકથા કરતાં ઘણો વધારે છે અને તે કદાચ અત્યારસુધીના બધા ફૂટબોલરોમાં સૌથી શ્રેષ્ઠ છે."

કારકિર્દીના આંકડા

રાષ્ટ્રીય ટીમ

ઢાંચો:Football player national team statistics |- |1992||6||2 |- |1993||1||0 |- |1994||6||3 |- |1995||8||0 |- |1996||9||8 |- |1997||5||3 |- |1998||11||6 |- |1999||10||6 |- |2000||7||2 |- !કુલ||63||30 |}

આંતરરાષ્ટ્રીય ગોલ

    સ્કોર અને પરિણામો સૌ પ્રથમ ઇંગ્લેન્ડના ગોલ દર્શાવે છે. "સ્કોર" સ્તંભ ખેલાડીના ગોલની પાછળ સ્કોર દર્શાવે છે.
# તારીખ સ્થળ વિરોધી સ્કોર પરિણામ સ્પર્ધા
1 19 ફેબ્રુઆરી 1992 વેમ્બલી સ્ટેડિયમ, લંડન એલન શીયરર  ફ્રાન્સ 1-0 2-0 મૈત્રી મેચ
2 18 નવેમ્બર 1992 વેમ્બલી સ્ટેડિયમ, લંડન એલન શીયરર  Turkey 2-0 4-0 1994 ફિફા (FIFA) વર્લ્ડ કપ ક્વોલિફાય.
3 17 મે 1994 વેમ્બલી સ્ટેડિયમ, લંડન એલન શીયરર  ગ્રીસ 1-0 5-0 મૈત્રી મેચ
4 7 સપ્ટેમ્બર વેમ્બલી સ્ટેડિયમ, લંડન એલન શીયરર  યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા 1-0 2-0 મૈત્રી મેચ
5 7 સપ્ટેમ્બર 1994 વેમ્બલી સ્ટેડિયમ, લંડન એલન શીયરર  યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા 2-0 2–1 મૈત્રી મેચ
6 8 જૂન 1996 વેમ્બલી સ્ટેડિયમ, લંડન એલન શીયરર  Switzerland 1-0 1-1 યુઇએફએ (UEFA) યુરો 1996
7 15 જૂન 1996 વેમ્બલી સ્ટેડિયમ, લંડન એલન શીયરર  સ્કોટલેન્ડ 1-0 2-0 યુઇએફએ (UEFA) યુરો 1996
8 18 જૂન 1996 વેમ્બલી સ્ટેડિયમ, લંડન એલન શીયરર  નેધરલેંડ 1-0 4-1 યુઇએફએ (UEFA) યુરો 1996
9 18 જૂન 1996 વેમ્બલી સ્ટેડિયમ, લંડન એલન શીયરર  નેધરલેંડ 3-0 4-1 યુઇએફએ (UEFA) યુરો 1996
10 26 જૂન 1996 વેમ્બલી સ્ટેડિયમ, લંડન એલન શીયરર  જર્મની 1-0 1-1 યુઇએફએ (UEFA) યુરો 1996
11 1 સપ્ટેમ્બર 1996 સ્ટેડિયોનલ રિપબ્લિકન, ચિસિનાઉ એલન શીયરર  મોલ્દોવા 3-0 3-0 1998 ફિફા (FIFA) વર્લ્ડ કપ ક્વોલિફાય
12 9 ઓક્ટોબર 1996 વેમ્બલી સ્ટેડિયમ, લંડન એલન શીયરર  Poland 1-1 2–1 1998 ફિફા (FIFA) વર્લ્ડ કપ ક્વોલિફાય
13 9 ઓક્ટોબર 1996 વેમ્બલી સ્ટેડિયમ, લંડન એલન શીયરર  Poland 2–1 2–1 1998 ફિફા (FIFA) વર્લ્ડ કપ ક્વોલિફાય
14 30 એપ્રિલ 1997 વેમ્બલી સ્ટેડિયમ, લંડન એલન શીયરર  જ્યોર્જીયા 2-0 2-0 1998 ફિફા (FIFA) વર્લ્ડ કપ ક્વોલિફાય
15 31 મે 1997 સ્ટેડિયોન સ્લાસ્કી, કોર્ઝો એલન શીયરર  Poland 1-0 2-0 1998 ફિફા (FIFA) વર્લ્ડ કપ ક્વોલિફાય
16 7 જૂન 1997 સ્ટેડ દી લા મોસોન, મોન્ટપેલિયર એલન શીયરર  ફ્રાન્સ 1-0 1-0 ટુરનોઇ દી ફ્રાન્સ
17 22 એપ્રિલ 1998 વેમ્બલી સ્ટેડિયમ, લંડન એલન શીયરર  પોર્ટુગલ 1-0 3-0 મૈત્રી મેચ
18 22 એપ્રિલ 1998 વેમ્બલી સ્ટેડિયમ, લંડન એલન શીયરર  પોર્ટુગલ 3–0 3–0 મૈત્રી મેચ
19 15 જૂન 1998 સ્ટેડ વેલોડ્રોમ, મર્સિલી એલન શીયરર  Tunisia 1-0 2–0 1998નો ફિફા (FIFA) વિશ્વ કપ
20 30 જૂન 1998 સ્ટેડ જ્યોફ્રોય ગુચાર્ડ, સેઇન્ટ ઇટીની એલન શીયરર  આર્જેન્ટીના 1-1 2-2 1998નો ફિફા (FIFA) વિશ્વ કપ
21 5 સપ્ટેમ્બર 1998 રસુંદાસ્ટેડિયોન, સ્ટોકહોમ એલન શીયરર  Sweden 1-0 1-2 યુઇએફએ (UEFA) યુરો 2000 ક્વોલિફાય
22 14 ઓક્ટોબર 1998 સ્ટેડ જોસી, બાર્થેલ, લક્ઝેમ્બર્ગ સીટી ઢાંચો:Country data LUX 2-0 3-0 યુઇએફએ (UEFA) યુરો 2000 ક્વોલિફાય
23 28 એપ્રિલ 1999 નેપસ્ટેડિયોન, બુડાપેસ્ટ એલન શીયરર  હંગેરી 1-0 1-1 મૈત્રી મેચ
24 9 જૂન 1999 બલગારસ્કા આર્મીઆ સ્ટેડિયોન, સોફિયા એલન શીયરર  બલ્ગેરિયા 1-1 1-1 યુઇએફએ (UEFA) યુરો 2000 ક્વોલિફાય
25 4 સપ્ટેમ્બર 1999 વેમ્બલી સ્ટેડિયમ, લંડન ઢાંચો:Country data LUX 1-0 6–0 યુઇએફએ (UEFA) યુરો 2000 ક્વોલિફાય
26 4 સપ્ટેમ્બર 1999 વેમ્બલી સ્ટેડિયમ, લંડન ઢાંચો:Country data LUX 2-0 6–0 યુઇએફએ (UEFA) યુરો 2000 ક્વોલિફાય
27 4 સપ્ટેમ્બર 1999 વેમ્બલી સ્ટેડિયમ, લંડન ઢાંચો:Country data LUX 4-0 6–0 યુઇએફએ (UEFA) યુરો 2000 ક્વોલિફાય
28 10 ઓક્ટોબર 1999 સ્ટેડિયમ ઓફ લાઇટ, સન્ડરલેન્ડ એલન શીયરર  બેલ્જિયમ 1-0 2–1 મૈત્રી મેચ
29 17 જૂન 2000 સ્ટેડ ડુ પેય્સ ડી ચાર્લરોઇ, ચાર્લરોઇ એલન શીયરર  જર્મની 1-0 1-0 યુઇએફએ (UEFA) યુરો 2000
30 20 જૂન 2000 સ્ટેડ ડુ પેય્સ ડી ચાર્લરોઇ, ચાર્લરોઇ ઢાંચો:Country data ROU 1-1 [2][3] યુઇએફએ (UEFA) યુરો 2000

સ્ત્રોત

મેનેજર

ટીમ નેટ માંથી થી વિક્રમ
જી ડબલ્યુ ડી એલ વિજય
ન્યૂકેસલ યુનાઇટેડ એલન શીયરર  27 એપ્રિલ 2005 24 May 2009ઢાંચો:WDL

ફૂટબોલના સન્માન

ક્લબ અને આંતરરાષ્ટ્રીય

    બ્લેકબર્ન રોવર્સ
  • પ્રિમિયર લીગ વિજેતા: 1994–95
    ઇંગ્લેન્ડ
  • ટુર્નોઇ દી ફ્રાન્સ: 1997

વ્યક્તિગત

  • યુરો 96 ગોલ્ડન બૂટ જીતનાર (પાંચ ગોલ)
  • યુઇએફએ (UEFA) કપ ટોપ સ્કોરર: 2003–04, 2004–05
  • પ્રિમિયર લીગમાં સૌથી વધુ ગોલ કરનાર: 260 ગોલ
  • પ્રિમિયર લીગ ગોલ્ડન બૂટ: 1994–95, 1995–96, 1996–97
  • 42 ગેમ સીઝનમાં મોસ્ટ પ્રિમિયર લીગ ગોલનો વિક્રમ (1992–93 થી 1994–95): 34a
  • 38 ગેમ સીઝનમાં મોસ્ટ પ્રિમિયર લીગ ગોલનો વિક્રમ (1995થી શરૂ): 31b
  • ન્યૂકેસલ યુનાઇટેડ કરેલા કુલ સૌથી વધુ ગોલ: 206
  • ન્યૂકેસલ યુનાઇટેડ માટે સૌથી વધુ યુરોપીયન ગોલ: 30
  • પીએફએ (PFA) પ્લેયર્સ પ્લેયર ઓફ ધ યર: 1995, 1997
  • ફૂટબોલ રાઇટર્સ એસોસિયેશન પ્લેયર ઓફ ધ યર: 1994
  • 2004માં ઇંગ્લિશ ફૂટબોલ હોલ ઓફ ફેમમાં સમાવેશ
  • 125 સૌથી મહાન જીવતા ફૂટબોલખેલાડીઓ પૈકીના એક તરીકે પેલે દ્વારા નામાંકન.
  • પ્રિમિયર લીગ 10 સીઝન્સ એવોર્ડ (1992–93 થી 2001–02)
    • ડોમેસ્ટિક એન્ડ ઓવરઓલ પ્લેયર ઓફ ધ ડિકેડ
    • ડોમેસ્ટિક એન્ડ ઓવરઓલ ટીમ ઓફ ધ ડિકેડ
    • આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રિબ્યુશન ટુ એફએ પ્રિમિયર લીગ
    • ટોપ ગોલસ્કોરર (204)

^ એન્ડ્રૂ કોલ સાથે સંયુક્ત રીતે યોજાયેલું. ^ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે સંયુક્ત રીતે યોજાયેલું.

સંદર્ભો

બાહ્ય લિંક્સ

Tags:

એલન શીયરર પ્રારંભના વર્ષોએલન શીયરર ક્લબ કારકિર્દીએલન શીયરર આંતરરાષ્ટ્રીય કારકિર્દીએલન શીયરર રમતની શૈલીએલન શીયરર કોચિંગ અને મેનેજમેન્ટ કારકિર્દીએલન શીયરર ફૂટબોલ બહાર કારકિર્દીએલન શીયરર અંગત જીવનએલન શીયરર કારકિર્દીના આંકડાએલન શીયરર ફૂટબોલના સન્માનએલન શીયરર સંદર્ભોએલન શીયરર બાહ્ય લિંક્સએલન શીયરર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બહુચર માતાશ્રવણવાતાવરણરામેશ્વરમઇસુગરબાભારતનો રાષ્ટ્રધ્વજકાલિદાસકમળોમાહિતીનો અધિકારકનૈયાલાલ મુનશીપ્લૂટોઝેર તો પીધાં છે જાણી જાણીબાવળલોથલહાથીભીમદેવ સોલંકીચરક સંહિતાવસ્તીપૃથ્વીરાજ ચૌહાણકીકીવલ્લભભાઈ પટેલએચ-1બી વિઝામહારાષ્ટ્રસુરતનરસિંહ મહેતા એવોર્ડમોખડાજી ગોહિલખુદીરામ બોઝભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઘઉંહનુમાનરાશીમોહરમચાવડા વંશઅમરેલી જિલ્લોપ્રથમ વિશ્વ યુદ્ધચીનનો ઇતિહાસગુજરાતના રાજ્યપાલોખજૂરપ્રાથમિક શાળાભાલણવીર્ય સ્ખલનદેવાયત પંડિતચિનુ મોદીપાળિયાકોયલમાળો (પક્ષી)સામવેદમળેલા જીવકાલરાત્રિબાળાજી બાજીરાવસુભાષચંદ્ર બોઝશહીદ દિવસસંસ્કૃતિકર્કરોગ (કેન્સર)બાંગ્લાદેશતાલુકોરાધાએકી સંખ્યાભારતના ઉપરાષ્ટ્રપતિગોળમેજી પરિષદઈશ્વર પેટલીકરપિત્તાશયભારતીય સંસદગબ્બરકર્નાલા પક્ષી અભયારણ્યરેશમઅંગકોર વાટપાણીઘોડોગર્ભાવસ્થાગુજરાતી સાહિત્યસાળંગપુરપીડીએફસિહોરપાણી (અણુ)🡆 More