અળશી

અળશી (અંગ્રેજી: common flax કે linseed) એ દ્રિદળી વર્ગમાં આવેલા લાઈનેસી કુળની વનસ્પતિ છે.

તેનું વૈજ્ઞાનિક નામ Linum usitatissimum છે. ગુજરાતમાં અળશીની બે જાતિઓ ઉગે છે; તેમાંથી વાદળી પુષ્પો ધરાવતી જાતી L usitatissimum મુખ્ય છે, બીજી પીળા પુષ્પો ધરાવતી L mysurense જાતી ભાગ્યે જ જોવા મળે છે. અળશીનો ઉપયોગ ઉદ્યોગોમાં તેમજ પશુઓને ખવડાવવાના ખોળ તરીકે કરવામાં આવે છે.

અળશી
અળશી

વર્ણન

અળશી 
અળશીના પુષ્પો

અળશીના છોડવાઓ ૩૦ થી ૬૦ સેમી. ઊંચા, ઊભા, નાજુક રુવાંટી વગરના અને ક્વચિત જ શાખાઓ ધરાવતા હોય્ છે. તે અદંડી સાદા પર્ણો ધરાવે છે તેમજ એકાંતરિત, પીળા કે વાદળી રંગના, કક્ષીય, એકાંકી કે અગ્રિમ ઝૂમખાનાં પુષ્પો ધરાવે છે.


ભૌગોલિક ઉદભવસ્થાન અને ફેલાવો

અળશી 
કથ્થઈ અળશી
અળશી 
સોનેરી અળશી

વેવિલોન (૧૯૩૫) નામના વૈજ્ઞાનિકના મત પ્રમાણે અળશીનું મૂળ વતન દક્ષિણ-પશ્ચિમ એશિયામાં રહેલું છે અને તેલીબિયાંના પાક તરીકે ઉષ્ણકટિબંધ તેમજ અર્ધૌષ્ણકટિબંધ પ્રદેશો જેવા કે ભારત, આર્જેન્ટીના, અફઘાનિસ્તાન અને એશિયાઈ રશિયામાં તેની ખેતી થતી આવી છે. અમેરિકામાં પણ મોટા પ્રમાણમાં અળશીનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં અળશીની બે જાતિઓ ઉગે છે; તેમાંથી વાદળી પુષ્પો ધરાવતી જાતી L usitatissimum મુખ્ય છે, બીજી પીળા પુષ્પો ધરાવતી L mysurense જાતી ભાગ્યે જ જોવા મળે છે.

ખેતી

સામાન્ય રીતે અળશીની ખેતી વધારાની, ઓછી ફળદ્રૂપ જમીન ઉપર બિનપિયત રવિ (શિયાળુ) પાક તરીકે કરવામાં આવે છે. તેની ખેતી કોઈ પણ રાસાયણિક ખાતર તથા અન્ય કોઈ પણ જાતની માવજત વગર કરવામાં આવે છે. તેલીબિયાંના પાક તરીકે સામાન્ય ઠંડુ હવામાન, ચીકણી કાંપવાળી જમીન અને વાર્ષિક ૪૫ થી ૭૫ સેમી. જેટલો વરસાદ અળશીને અનુકૂળ રહે છે. પાક પૂરો તૈયાર થાય ત્યારે પાન સુકાઈ જાય છે અને શિંગો ભૂરા રાતા રંગની થાય અને બીજ ચળકતાં બને તે સમયે પાકની કાપણી થાય છે.

હાલમાં વવાતી અળશીની જાતો ૧૧૮ થી ૧૭૫ દિવસે પાકે છે અને ૧૨૦૦ થી ૧૫૦૦ કિગ્રા/હેક્ટરે ઉત્પાદન આપે છે. આ જાતોમાં ૩૫ થી ૪૫ ટકા જેટલું તેલ તથા તેના ખોળમાં ૨૪ ટકા પ્રોટીન રહેલું હોય છે. અળસીની ખેતીમાં ચણા, મસૂર, બિનપિયત ઘઉં, સૂર્યમુખી તેમજ કસુંબી જેવા આંતરપાકો લેવામાં આવે છે. અળશી સાથે ચણાનો આંતરપાક લેવાથી ચણામાં સુકારાના રોગથી તેમજ તેના પોપટા કોરી ખાનાર ઈયળથી થતું નુકસામ ઘટે છે.

ઉપયોગો

અળશીનું બીજ ૩૫ થી ૪૫ ટકા જેટલું સુકાતું તેલ ધરાવે છે; જેનો વાર્નિશ, તૈલી રંગો, તૈલી મીણિયા કાપડ (લિનોલિયમ) વાગેરે બનાવવામાં મોટા પાયે ઉપયોગ થાય છે. અળશીનો ખોળ અને તેલરહિત ભરડો ૨૦ ટકા પ્રોટીન ધરાવે છે અને દૂધાળાં પશુઓને ખવડાવવાના ઉપયોગમાં લેવાય છે. અળશીના છોડમાંથી ફલ્ડેક્સ તરીકે ઑળખાતા રેસા મળે છે, જેમાંથી લિનન કાપડ બનાવાય છે. આયુર્વેદ પ્રમાણે અળશી વાયુનાશક, ઉષ્ણ અને શોથધ્ન છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Flax seeds સંગ્રહિત ૨૦૧૪-૦૨-૨૬ ના રોજ વેબેક મશિન

Tags:

અળશી વર્ણનઅળશી ભૌગોલિક ઉદભવસ્થાન અને ફેલાવોઅળશી ખેતીઅળશી ઉપયોગોઅળશી સંદર્ભોઅળશી બાહ્ય કડીઓઅળશીઅંગ્રેજી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આર. કે. નારાયણક્રિકેટખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)કર્કરોગ (કેન્સર)પાટણ જિલ્લોઔદ્યોગિક ક્રાંતિગુજરાતી સિનેમાકચ્છનો ઇતિહાસપરમાણુ ક્રમાંકખરીફ પાકરાણકી વાવપોળોનું જંગલછોટાઉદેપુર જિલ્લોભારતમાં મહિલાઓદ્રોણદશાવતારડાંગ જિલ્લોભારતના રાજ્ય ફૂલોની યાદીહવામાનગુજરાતી લિપિમુંબઈગુજરાત વિધાનસભાસાવિત્રીબાઈ ફુલેહાથીનિરોધએશિયાઇ સિંહસોમનાથમહાભારતપોરબંદરબુધ (ગ્રહ)ગુજરાતના મુખ્યમંત્રીઓસહસ્ત્રલિંગ તળાવમહાગુજરાત આંદોલનકમળોયજુર્વેદગોળ ગધેડાનો મેળોમહેન્દ્ર સિંઘ ધોનીઅમદાવાદ બીઆરટીએસગેની ઠાકોરકેદારનાથસાબરમતી નદીપારસીગુજરાતની ભૂગોળફણસસૂર્યગ્રહણધૂમ્રપાનકાળો ડુંગરવૈશ્વિક આબોહવા પરિવર્તનસામાજિક વિજ્ઞાનમિનેપોલિસગુજરાતના શક્તિપીઠોસ્વામિનારાયણ સંપ્રદાયસાપુતારામરાઠા સામ્રાજ્યમોરકાળકા માતા મંદિર, પાવાગઢએરિસ્ટોટલજામનગર જિલ્લોકનૈયાલાલ મુનશીકબજિયાતરાણી લક્ષ્મીબાઈઔદિચ્ય બ્રાહ્મણગુજરાતના લોકમેળાઓબીજોરામહાત્મા ગાંધીવડાપ્રધાનઝરખઅંગકોર વાટહમીરજી ગોહિલગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)રુધિરાભિસરણ તંત્રક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ઉત્ક્રાંતિતેલંગાણાચાવડા વંશ🡆 More