રાહીબાઈ સોમા પોપેરે

રાહીબાઈ સોમા પોપેરે એ ૧૯૬૪માં જન્મેલા, એક ભારતીય ખેડૂત અને સંરક્ષણવાદી છે.

તેઓ અન્ય ખેડૂતોને પાકની મૂળ દેશી જાતો તરફ પાછા ફરવામાં મદદ કરે છે, સ્વ-સહાય જૂથો માટે વાલનું બિયારણ તૈયાર કરે છે. બીબીસીની "૧૦૦ મહિલાઓ ૨૦૧૮"ની યાદીમાં સમાવાયેલી ત્રણ ભારતીય મહિલાઓમાંના તેઓ એક છે. વૈજ્ઞાનિક રઘુનાથ માશેલકરે તેમને "બીજ માતા" નામ આપ્યું છે.

રાહીબાઈ સોમા પોપેરે
રાહીબાઈ સોમા પોપેરે
રાહીબાઈ સોમા પોપેરે, ૨૦૧૯માં.
જન્મની વિગત૧૯૬૪
અહમદનગર જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત.
રાષ્ટ્રીયતાભારતીય
અન્ય નામોબીજ માતા
વ્યવસાયખેડૂત, ખેતી વિશેષજ્ઞ, સંરક્ષણ કાર્યકર
પ્રખ્યાત કાર્યદેશી અને પરંપરાગત ખેત પેદાશની પ્રજાતિઓનું સંવર્ધન અને સંરક્ષણ
પુરસ્કારો
  • બીબીસી ૧૦૦ મહિલા, ૨૦૧૮
  • નારી શક્તિ પુરસ્કાર, ૨૦૧૯
  • પદ્મશ્રી, ૨૦૨૦

પ્રારંભિક જીવન

રાહીબાઈ સોમા પોપેરે મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના અકોલે તાલુકામાં આવેલા કોમ્ભલણે ગામના વતની છે. તેમની પાસે કોઈ ઔપચારિક શિક્ષણ નથી. તેમણે આખી જિંદગી ખેતરોમાં કામ કર્યું છે અને તેઓ પાકની વિવિધતાની અસાધારણ સમજ ધરાવે છે.

કારકિર્દી

રાહીબાઈ સોમા પોપેરે તેમની ખેતરની જમીન પર ૧૭ જુદા જુદા પાક ઉગાડે છે. ૨૦૧૭ માં BAIF ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા તેમની મુલાકાત લેવામાં આવી હતી, તેમાં તેમને જાણવા મળ્યું હતું કે તેમના બનાવેલા બગીચાઓ આખા વર્ષ માટે પરિવારની આહાર જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરે છે.

તેમણે નજીકના ગામોમાં સ્વ-સહાય જૂથો અને પરિવારો માટે વાલના બિયારણની શ્રેણી વિકસાવી હતી. તેમને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના ભૂતપૂર્વ મહાનિર્દેશક રઘુનાથ માશેલકરે 'બીજ માતા' તરીકે વર્ણવી હતી. તેઓ કળસુબાઈ પરિસર બિયાની સંવર્ધન સમિતિ નામના સ્વ-સહાય જૂથના સક્રિય સભ્ય છે તેમણે ખેતરો પર સિંચાઈની પોતાની પદ્ધતિઓ વિકસાવી છે; બંજર જમીનને ઉપયોગી સ્થાનમાં ફેરવી તે તેનો ઉપયોગ કરતા. તે ખેડૂતો અને વિદ્યાર્થીઓને બીજ પસંદ કરવા, ફળદ્રુપ જમીન રાખવા અને જીવાતોનું નિયંત્રણ કરવાની તાલીમ આપે છે. તે ચાર પગલાની ડાંગરની ખેતીમાં કુશળ છે. તેમણે મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ટ્રાન્સફર ફોર રૂરલ એરિયાઝ (MITTRA) ના સહયોગથી તેના આંગણામાં મરઘાં ઉછેરવાનું શીખ્યા છે.

પુરસ્કારો

રાહીબાઈ સોમા પોપેરે 
રામનાથ કોવિંદ દ્વારા ૨૦૧૮ માં તેમને નારી શક્તિ પુરસ્કાર એનાયત થઈ રહ્યો છે.
  • બીબીસી ૧૦૦ મહિલાઓ ૨૦૧૮
  • બેસ્ટ સીડ સેવર એવોર્ડ
  • BAIF ડેવેઅલોપમેન્ટ રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ ખેડૂત પુરસ્કાર
  • નારી શક્તિ પુરસ્કાર, ૨૦૧૮, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત.
  • પદ્મશ્રી, ૨૦૨૦

આ સાથે, જાન્યુઆરી ૨૦૧૫માં, તેમણે બાયોવરસિટી ઇન્ટરનેશનલના માનદ સંશોધન ફેલો પ્રેમ માથુર અને ભારતમાં છોડની જાતો અને ખેડૂતોના અધિકારોના રક્ષણ માટેની સરકારી સંસ્થાના અધ્યક્ષ આર આર હંચિનલ તરફથી પ્રશંસા પણ મેળવી છે.

સંદર્ભ

Tags:

રાહીબાઈ સોમા પોપેરે પ્રારંભિક જીવનરાહીબાઈ સોમા પોપેરે કારકિર્દીરાહીબાઈ સોમા પોપેરે સંદર્ભરાહીબાઈ સોમા પોપેરેબીબીસીવાલ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગૌતમ અદાણીઇસ્કોનઉપેન્દ્ર ત્રિવેદીનારાયણ સ્વામી (ભજનીક)જ્ઞાનપીઠ એવોર્ડપ્રેમાનંદજ્વાળામુખીરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)સંસ્કૃત ભાષાહિંદી ભાષાપ્રાચીન ઇજિપ્તતુલસીબાણભટ્ટપન્નાલાલ પટેલડોંગરેજી મહારાજશુક્લ પક્ષબનાસકાંઠા લોક સભા મતવિસ્તારરણજિતરામ સુવર્ણચંદ્રકરમેશ પારેખમિલાનગોહિલ વંશમનાલીપાણીપતની ત્રીજી લડાઈચંદ્રવંશીકબૂતરનવસારી લોક સભા મતવિસ્તારનવરોઝગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨યુગકામસૂત્રસુનામીરસીકરણપુરાણ૦ (શૂન્ય)ભવનાથનો મેળોહનુમાન ચાલીસામહિનોવૃશ્ચિક રાશીકેરમલોકશાહીદિલ્હીસોલંકી વંશમોરબી જિલ્લોચંદ્રશેખર આઝાદબારડોલી સત્યાગ્રહશક સંવતવ્યાયામપશ્ચિમ ઘાટડાઉન સિન્ડ્રોમકેન્સરફેસબુકભગવતીકુમાર શર્માજાવા (પ્રોગ્રામિંગ ભાષા)ચીપકો આંદોલનવસ્ત્રાપુર તળાવભારતનો રાષ્ટ્રધ્વજરવીન્દ્ર જાડેજાક્રિકેટગાંધી આશ્રમબારડોલી લોક સભા મતવિસ્તારમહાવીર સ્વામીવંદે માતરમ્રામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાપાણીભારતનું સર્વોચ્ચ ન્યાયાલયકાદુ મકરાણીઇસ્લામીક પંચાંગપાટણ જિલ્લોઆવળ (વનસ્પતિ)વૃષભ રાશીરામનારાયણ પાઠકકાળો ડુંગરનવસારી જિલ્લોમનુભાઈ પંચોળીઅવકાશ સંશોધનધોવાણખંડકાવ્યસીદીસૈયદની જાળી🡆 More