રાષ્ટ્રીય રમતગમત દિવસ

રાષ્ટ્રીય રમતગમત દિવસ એ વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત અને રમતગમતની પરંપરાઓને સન્માનિત કરવાના હેતુથી મનાવામાં આવે છે.

આ દિવસે વિવિધ વયજૂથના લોકો કબડ્ડી, મેરેથોન, બાસ્કેટબોલ, હોકી વગેરે રમતોમાં ભાગ લે છે.

ઉજવણી

ભારત

ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ ૨૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ના વર્ષોમાં ભારત માટે ઓલમ્પિક્સમાં સુવર્ણપદક જીતનાર હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે. તેમણે ૧૯૨૬ થી ૧૯૪૯ સુધીની તેમની રમત કારકિર્દી દરમિયાન (તેમની આત્મકથા અનુસાર ) ૫૭૦ ગોલ કર્યા હતા.

આંતરરાષ્ટ્રીય હોકી ક્ષેત્ર પર સિક્કો જમાવનાર ધ્યાનચંદના સન્માનમાં ભારત સરકાર દ્વારા દરવર્ષે રમતગમતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરનાર ખેલાડીને ધ્યાનચંદ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.

ઈરાન

ઈરાનમાં, ૧૭ ઓક્ટોબરને 'શારીરિક શિક્ષણ અને રમતગમત દિવસ' તરીકે તથા અને ૧૭ થી ૨૩ ઓક્ટોબર ને 'શારીરિક શિક્ષણ અને રમતગમત સપ્તાહ' તરીકે ઉજવવામાં આવે છે. ઉજવણીનો મુખ્ય ધ્યેય લોકોના વ્યક્તિગત અને સામાજિક જીવનમાં વ્યાયામના મહત્વ પર ભાર મૂકવાનો છે.

જાપાન

જાપાનમાં 'સ્વાસ્થ્ય અને રમતગમત દિવસ' ઓક્ટોબર મહિનામાં ઉજવવામાં આવે છે. ટોક્યોમાં ૧૯૬૪માં આયોજીત સમર ઓલમ્પિક્સની બીજી વર્ષગાંઠના ઉપ્લક્ષમાં સૌ પ્રથમવાર ૧૦ ઓક્ટોબર ૧૯૬૬ ના રોજ તેની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૦થી તે ઓક્ટોબરના બીજા સોમવારે યોજવામાં આવે છે.

મલેશિયા

મલેશિયામાં 'રાષ્ટ્રીય રમતગમત દિવસ' દર વર્ષે ઓક્ટોબરના બીજા શનિવારે યોજાય છે , તેનો મુખ્ય ઉદ્દેશ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. પ્રથમ રાષ્ટ્રીય રમતગમત દિવસ ૨૦૧૫માં યોજાયો હતો.

કતાર

કતારમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ દર વર્ષે ફેબ્રુઆરીમાં બીજા મંગળવારે યોજાય છે, જેનો મુખ્ય ઉદેશ્ય સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. પ્રથમ રાષ્ટ્રીય રમત દિવસ ૨૦૧૨ માં યોજાવામાં આવ્યો હતો.

સંદર્ભ

Tags:

રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવણીરાષ્ટ્રીય રમતગમત દિવસ સંદર્ભરાષ્ટ્રીય રમતગમત દિવસ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉમાશંકર જોશીસૂર્યમંદિર, મોઢેરાવીર્ય સ્ખલનલોકમાન્ય ટિળકવિકિમીડિયા ફાઉન્ડેશનહાથીધરતીકંપભૌતિક શાસ્ત્રઇસ્લામલિબિયાગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)સંયુક્ત આરબ અમીરાતપરબધામ (તા. ભેંસાણ)તાલુકા મામલતદારલગ્નપાયથાગોરસફેસબુકઇન્ટરનેટપાણીનું પ્રદૂષણસ્વાઈન ફ્લૂગોરખનાથહલ્દી ઘાટીવન લલેડુભારતીય સંગીતભારતનું બંધારણશિવાજી જયંતિપાવાગઢબાલાસિનોર તાલુકોજાડેજા વંશગુજરાતીવેબેક મશિનઅથર્વવેદમોરારજી દેસાઈનાટ્યશાસ્ત્રભારતીય-યુરોપીય ભાષાસમૂહલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)સ્વતંત્રતા દિવસ (ભારત)બીજું વિશ્વ યુદ્ધઅમૃતા (નવલકથા)એઇડ્સછોટાઉદેપુર જિલ્લોમાર્ચ ૨૮ધોળાવીરાઇસુસોનુંકરોડદિવાળીબેન ભીલઝવેરચંદ મેઘાણીવાયુનું પ્રદૂષણગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમહેન્દ્ર સિંઘ ધોનીઈશ્વરમરાઠા સામ્રાજ્યસાબરમતી નદીબજરંગદાસબાપાવૃષભ રાશીયુનાઇટેડ કિંગડમશિક્ષકફિરોઝ ગાંધીબોટાદ જિલ્લોબહુચરાજીઆયુર્વેદભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલનેપાળવિષ્ણુવિધાન સભાકરીના કપૂરરશિયાનવોદય વિદ્યાલયપ્રદૂષણઉંબરો (વૃક્ષ)ક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ડાકોરરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાસુખદેવઅડાલજની વાવ🡆 More