રાકેશ શર્મા: પ્રથમ ભારતીય અવકાશયાત્રી

રાકેશ શર્મા ભારતના પહેલા અવકાશયાત્રી હતા.

રાકેશ શર્મા
રાકેશ શર્મા: બાળપણ, હવાઈદળમાં કારકિર્દી, સન્માન
રાકેશ શર્મા
ઇન્ટરકોસ્મોસ કોસ્મોનૌટ સંશોધનકાર
રાષ્ટ્રીયતાભારતીય
હાલની સ્થિતિનિવૃત
જન્મ (1950-01-13) 13 January 1950 (ઉંમર 74)
પટિયાલા, પંજાબ, ભારત
અન્ય વ્યવસાયટેસ્ટ પાયલોટ
રેન્કવિંગ કમાન્ડર, ભારતીય વાયુદળ
અવકાશમાં સમય૭ દિવસ ૨૧ કલાક ૪૦ મિનિટ
મિશનસોયુઝ ટી-૧૧/સોયુઝ ટી-૧૦
મિશનનું સૂચકચિહ્નરાકેશ શર્મા: બાળપણ, હવાઈદળમાં કારકિર્દી, સન્માન
પુરસ્કારોરાકેશ શર્મા: બાળપણ, હવાઈદળમાં કારકિર્દી, સન્માન અશોક ચક્ર
સોવિયેત યુનિયનનો હીરો

બાળપણ

રાકેશ શર્માનો જન્મ ૧૩ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ પંજાબ રાજ્યના પટિયાલા શહેરમાં દેવેન્દ્રનાથ શર્માને ત્યાં થયો હતો. વિન્ગ કમાન્ડર રાકેશ શર્મા ઈન્ડિયન એર ફોર્સમાં ટેસ્ટ પાઈલટ હતા. બાળપણથી જ હવામાં વિમાન ઉડાડવાના સપનાં જોતા હતા. તેમણે હૈદરાબાદ ખાતે શાળાકીય અભ્યાસ કર્યો. તેમણે નિઝામ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી. શર્મા ૧૯૬૬માં એરફોર્સ કેડેટની તાલીમ લેવાની શરુઆત કરી હતી. ત્યાર બાદ તેઓ ભારતીય વાયુ દળમાં જોડાયા.

હવાઈદળમાં કારકિર્દી

૧૯૭૦માં તેઓ ભારતીય હવાઈદળમાં પાઈલટ ઓફિસર તરીકે જોડાયા હતા. ૧૯૭૧માં જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે પણ તેમણે મિગ-૨૧ ઉડાવ્યું હતું. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો) અને સોવિયેત સંઘના સોવિયેત ઇન્ટરકોસ્મોસના સંયુક્ત અવકાશ કાર્યક્રમ હેઠળ ૧૯૮૨માં સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્માની પસંદગી કરાઇ હતી. ૩ એપ્રિલ, ૧૯૮૪ના રોજ સોયુઝ ટી-૧૧ અવકાશયાન દ્વારા રાકેશ શર્માએ અવકાશ તરફ પ્રયાણ કર્યું હતું.તેમણે અવકાશમાં ૭ દિવસ, ૨૧ કલાક અને ૪૦ મિનિટનો સમય ગાળ્યો હતો અને અને આ સિદ્ધિ મેળવતાની સાથે જ તેમનું નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી અંકિત થઈ ગયું. ઇન્ડિયન એર ફોર્સના અધિકારીએ ૧૯૮૪માં અવકાશમાં પગ મૂકીને ઇતિહાસ સર્જ્યો. ૩૫ વષીર્ય સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્મા બીજી એપ્રિલ ૧૯૮૪ના રોજ અંતરિક્ષમાં પહોંચ્યા અને સેલ્યુટ ૭ નામના અવકાશ મથકે ૮ દિવસ ગાળ્યા. સોયુઝ ટી-૧૧માં અવકાશી મુસાફરી દરમિયાન રાકેશ શર્માએ ઉત્તર ભારતના હિમાલય પર્વતમાળામાં સ્થપાયેલા જળવિદ્યુત મથકોની મિલ્ટ સ્પેક્ટ્ર્લ ફોટોગ્રાફી કરી. રાકેશ શર્મા અવકાશમાં પગ મૂકનારા પ્રથમ ભારતીય અને વિશ્વના ૧૩૮મા પ્રવાસી બન્યા. તેઓ ભારતીય વાયુ સેનામાંથી વિંગ કમાન્ડરના પદેથી નિવૃત્ત થયા. તેઓ ટૂંકા સમયમાં ઝડપથી પદ મેળવતા ગયા. તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને પૂછ્યું હતું ‘અંતરિક્ષમાંથી ભારત દેશ કેવો દેખાય છે?’ જવાબમાં કવિ ઇકબાલની પંક્તિ ટાંકીને શર્માએ કહ્યું હતું, "સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા".

સન્માન

અવકાશમાંથી પરત ફર્યા બાદ રાકેશ શર્માને "સોવિયેત સંઘના હીરો"નું બિરુદ અપાયું. ભારત સરકારે તેમને સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કર્યા. નવેમ્બર, ૨૦૦૯માં ઇસરોએ યોજેલા ભારતના ટોચના વિજ્ઞાનીઓના સંમેલનમાં રાકેશ શર્માએ ભાગ લીધો હતો.

અંગત જીવન

૧૯૮૨માં રશિયાના પાટનગર મોસ્કો નજીક આવેલા યુરી ગાગારીન સેન્ટરમાં તાલીમ માટે પહોંચ્યા. તાલીમ દરમિયાન તેઓ પોતાના પરિવાર સહિત મોસ્કોમાં રહ્યા. તેઓ અને તેમના પત્ની મધુ રશિયન ભાષા શીખ્યા. આ અવકાશયાત્રીને રમતગમત પ્રત્યે પણ એટલો જ લગાવ છે. ૫૬ વર્ષે તેઓ બેંગલુરુની ઓટોમેટેડ કંપનીના ડિરેક્ટર બન્યા. પછી તેમણે સંગીત શીખવાનું શરૂ કર્યું. રાકેશ શર્માનો પુત્ર કપિલ દિગ્દર્શક અને પુત્રી ક્રિતિકા મિલ્ટમીડિયા આર્ટિસ્ટ છે.

સંદર્ભ

Tags:

રાકેશ શર્મા બાળપણરાકેશ શર્મા હવાઈદળમાં કારકિર્દીરાકેશ શર્મા સન્માનરાકેશ શર્મા અંગત જીવનરાકેશ શર્મા સંદર્ભરાકેશ શર્મા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કર્ણમોગરોએકી સંખ્યામાનવ શરીરગુજરાતી અંકસમાજદ્રૌપદી મુર્મૂહનુમાન મંદિર, સાળંગપુરતરંગલંબાઈજાંબુ (વૃક્ષ)ઘઉંભારતીય અર્થતંત્રઅમરેલી જિલ્લોશુક્લ પક્ષગલબાભાઈ નાનજીભાઈ પટેલવર્ગમૂળપારસીચુડાસમાઆણંદ લોક સભા મતવિસ્તારભગત સિંહઅમેરિકારતન તાતાલાલ કિલ્લોપટોળાસ્વામિનારાયણચેસકર્મ યોગગુજરાત વિધાનસભાતુવેરઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારકાકડીઆંખતાપમાનસીદીસૈયદની જાળીગુલાબસિંહ રાજપૂતવાઘેલા વંશબદ્રીનાથડોંગરેજી મહારાજતારક મેહતા કા ઉલ્ટા ચશ્માપાણીપતનું પહેલું યુદ્ધસંજય લીલા ભણશાળીરુધિરાભિસરણ તંત્રવીર્ય સ્ખલનઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબરસિકલસેલ એનીમિયા રોગવિરાટ કોહલીભૃગુમેકણ દાદાબારડોલી સત્યાગ્રહપ્રદૂષણનરસિંહ મહેતાસોનુંનિરોધઉમરગામતીર્થંકરચાવડા વંશરામશિવલક્ષ્મી વિલાસ મહેલએશિયાઇ સિંહરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિવંદે માતરમ્ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલગોરખનાથઇલોરાની ગુફાઓજય શ્રી રામગાયત્રીભારતીય સિનેમાપોપટપટેલમહેસાણા જિલ્લોગિરનારખંભાળિયારતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યપાણીપતની ત્રીજી લડાઈજય વસાવડાવલસાડ જિલ્લો🡆 More