પટોળા

પટોળા એ સામાન્ય રીતે રેશમમાંથી વણાટ કરીને બનાવવામાં આવતી સાડી છે, જે પાટણ, ગુજરાતમાં બનાવવામાં આવે છે.

પટોળા એ બહુવચન છે, જ્યારે એકવચનમાં તેને પટોળું કહેવામાં આવે છે. તે અત્યંત મોંઘા છે, જે એક વખતે માત્ર રાજવી અને ઉચ્ચ કુટુંબોમાં જ પહેરવામાં આવતા હતા. તે લોકપ્રિય છે અને જેઓને પોષાય તેમના તરફથી તે અત્યંત માંગ ધરાવે છે. મખમલ પટોળા સુરતમાં પણ બનાવવામાં આવે છે. પટોળા વણાટની પ્રક્રિયાએ ખાનગી કુટુંબ પરંપરા છે. પાટણમાં અત્યંત મોંઘી પટોળા સાડી બનાવતા માત્ર ત્રણ કુટુંબો બાકી રહ્યા છે. તેને તૈયાર કરતાં ૬ મહિનાથી ૧ વર્ષ લાગે છે.

પટોળા
૧૮મી અથવા ૧૯મી સદીની શરૂઆતના ગુજરાતના 'પટોળા'

વણાટ

પટોળા 
પાટણમાં પટોળા બનાવવાની પ્રક્રિયા

પટોળા સાડી બનાવવા માટેની પદ્ધતિ વિશિષ્ટ છે. પાટણના પટોળા તેના રંગોની વિવિધતા અને ભૌમિતિક શૈલી માટે જાણીતા છે.

ઇતિહાસ

કર્ણાટક અને મહારાષ્ટ્રના રેશમ વણકરોએ તેમના પટોળા માટે ગુજરાતની પસંદગી કરી હતી. એવું માનવામાં આવે છે કે ૧૨મી સદીમાં સાલવી લોકો ગુજરાત, માળવા અને દક્ષિણ રાજસ્થાનમાં શાસન કરતા સોલંકી વંશની છત્રછાયા માટે ગુજરાતમાં સ્થળાંતર કર્યું. વાયકા મુજબ ૭૦૦ સાલવીઓ રાજા કુમારપાળના મહેલમાં આવ્યા હતા. એ સમયે રાજા પોતે ખાસ પ્રસંગોએ પટોળા રેશમનો વસ્ત્રોમાં ઉપયોગ કરતો હતો. સોલંકી વંશના અસ્ત પછી સાલવીઓએ ગુજરાતમાં બહોળો વેપાર શરૂ કર્યો. પટોળા સાડીઓ ગુજરાતની સ્ત્રીઓમાં ટૂંક સમયમાં જ સામાજીક મોભાનું પ્રતિક બની ગઇ, ખાસ કરીને સ્ત્રીધન એટલે કે સ્ત્રીઓની પોતાના હક્કની વસ્તુઓમાં પટોળા અત્યંત લોકપ્રિય બન્યા.

શૈલી અને ભાત

સાલવીઓ વડે ગુજરાતમાં મુખ્યત્વે ચાર શૈલીઓમાં પટોળા વણવામાં આવે છે. જૈન અને હિંદુઓમાં બેવડી ઇકત સાડીઓ જેમાં પોપટ (પક્ષીઓ), ફૂલો, હાથીઓ અને નૃત્ય કરતી શૈલીઓ વપરાય છે. મુસ્લિમો માટેની સાડીઓમાં ભૌમિતિક આકૃતિઓ અને ફૂલોની શૈલી વપરાય છે, જે લગ્ન તેમજ ખાસ પ્રસંગોમાં પહેરાય છે. મહારાષ્ટ્રના બ્રાહ્મણ લોકો સાદી, ગાઢા રંગની કિનારીઓ અને નરી કુંજ કહેવાતી પક્ષીઓની ભાત વધુ પહેરે છે.

સંદર્ભ

Tags:

પટોળા વણાટપટોળા ઇતિહાસપટોળા શૈલી અને ભાતપટોળા સંદર્ભપટોળાગુજરાતપાટણરેશમસાડીસુરત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

માનવ શરીરઆર્યભટ્ટરાજકોટ જિલ્લોરવિન્દ્રનાથ ટાગોરસુભાષચંદ્ર બોઝગુજરાતી સામયિકોનર્મદસમાજવાદછંદSay it in Gujaratiગુજરાતદાહોદ જિલ્લોકાંકરિયા તળાવવેણીભાઈ પુરોહિતભાથિજીહસ્તમૈથુનમહાભારતજાહેરાતગુજરાતમાં પર્યટનન્હાનાલાલમાનવીની ભવાઇસ્ટેચ્યુ ઓફ યુનિટીગીધનરેશ કનોડિયાએપ્રિલવિરમગામસારનાથવૈશ્વિકરણવિશ્વ બૌદ્ધિક સંપદા દિનભીમદેવ સોલંકીબાવળશબ્દકોશવિક્રમોર્વશીયમ્અમદાવાદના દરવાજાક્ષય રોગચાવડા વંશતકમરિયાંIP એડ્રેસહડકવાલાલ કિલ્લોમોટરગાડીબાજરીમહંત સ્વામી મહારાજભાસહિંમતનગરપક્ષીવિધાન સભાડુંગળીવિષ્ણુ સહસ્રનામઅક્ષરધામ (ગાંધીનગર)ધોળાવીરાઅરવલ્લીમાધ્યમિક શાળાપ્રીટિ ઝિન્ટાઘોડોભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસભારતીય જ્યોતિષવિદ્યાસંત કબીરહિંદુસ્તાન એમ્બેસેડરબનાસકાંઠા જિલ્લોપવનચક્કીપ્રહલાદખાવાનો સોડામુખ મૈથુનહિમાલયઆસનરામાયણમહાગુજરાત આંદોલનભારતના ચારધામગુજરાતી ભાષાભવભૂતિભરવાડઅબ્દુલ કલામઆવળ (વનસ્પતિ)ચોમાસું🡆 More