ટિમ્બક્ટુ

ટિમ્બક્ટુ (ટિમ્બક્ટૂ )(કોયરા ચિઇનિ: ટુ્મ્બટુ ;French: Tombouctou) પશ્ચિમ આફ્રિકાના માલી દેશના ટોમ્બોઉક્ટોઉ પ્રદેશનું શહેર છે.

માલી સામ્રાજ્યના દસમા માન્સા, માન્સા મુસા દ્વારા તેને સમૃદ્ધ બનાવવામાં આવ્યું હતું. સાન્કોર યુનિવર્સિટી અને અન્ય મદ્રેસાઓ અહીં જ આવેલી છે. 15મી અને 16મી સદીમાં તે સમગ્ર આફ્રિકામાં ઇસ્લામના પ્રચારનું મહત્વનું કેન્દ્ર તેમજ બૌદ્ધિક અને આધ્યાત્મિક પાટનગર હતું. તેની દ્જિન્ગરેયબર, સાન્કોર અને સિદિ યાહ્યા એ ત્રણ મસ્જિદ ટિમ્બક્ટુના સુવર્ણકાળની યાદો તાજી કરે છે. સતત પુનઃસ્થાપન છતાં આજે પણ આ સ્થાપત્યો જમીનદોસ્ત થઇ જવાના ડર હેઠળ છે.

Timbuktu

Tombouctou
City
  લિપ્યંતર
 • Koyra Chiini:Tumbutu
Sankore Mosque in Timbuktu
Sankore Mosque in Timbuktu
Timbuktu is located in Mali
Timbuktu
Timbuktu
અક્ષાંશ-રેખાંશ: 16°46′33″N 3°00′34″W / 16.77583°N 3.00944°W / 16.77583; -3.00944
Countryટિમ્બક્ટુ Mali
RegionTombouctou Region
CercleTimbuktu Cercle
Settled10th century
ઊંચાઇ
૨૬૧ m (૮૫૬ ft)
વસ્તી
 (2009)
 • કુલ૫૪,૪૫૩

સોન્ઘાય, તુઆરેન્ગ, ફુલાનિ અને માન્ડે લોકોની વસ્તી ધરાવતું ટિમ્બક્ટુ નાઇજર નદીથી 15 કિલોમીટર ઉત્તરમાં આવેલું છે. સહારાથી એરાઔયુઆને પરના સહારામાંથી પસાર થતાં વેપાર રૂટના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ ભાગ જ્યાં એકબીજાને છેદે છે ત્યાં તે આવેલું છે. ઐતિહાસિક રીતે (અને આજે પણ) તે મૂળ ટાગઝા અને હાલ ટાઓઉદેન્નિના ખાણનાં મીઠાની આયાત-નિકાસનું મહત્વનું કેન્દ્ર હતું.

તેની ભૌગોલિક ગોઠવણે તેને નજીકના પશ્ચિમ આફ્રિકન લોકો તેમજ ઉત્તરમાંથી આવતી રખડતી બર્બર જાતિઓ અને આરબ લોકો માટે મિલન સ્થળ બનાવી દીધું હતું. પશ્ચિમ આફ્રિકાને સમગ્ર ઉત્તર આફ્રિકાના બર્બર, આરબ અને યહૂદી વેપારીઓ સાથે જોડીને અને તેમ કરીને આડકતરી રીતે યુરોપના વેપારીઓને પણ તેની સાથે જોડનાર સરહદ પરની વેપારી વસાહત તરીકેનો તેનો લાંબો ઇતિહાસ રહ્યો હતો. તેના આ લાંબા ઇતિહાસે તેને દંતકથાઓમાં જાણીતું બનાવી દીધું હતું. પશ્ચિમી દેશોમાં તો તે લાંબા સમય સુધી દૂરની આગંતુક દુનિયાના "અહીંથી ટિમ્બક્ટુ સુધી." રૂપક તરીકે ઓળખાતું હતું.

ઇસ્લામિક અને વૈશ્વિક સંસ્કૃતિઓમાં ટિમ્બક્ટુની વિદ્વત્તાનું લાંબા-સમયનું પ્રદાન છે. એવું માનવામાં આવે છે વિશ્વની પહેલી કેટલીક યુનિવર્સિટીઓમાંથી એક ટિમ્બક્ટુમાં હતી. સ્થાનિક વિદ્વાનો અને સંગ્રાહકો હજુ પણ તે સમયનાં પ્રાચીન ગ્રીક લખાણોનાં પ્રભાવી સંગ્રહનું ગૌરવ લે છે. 14મી સદી સુધીમાં ટિમ્બક્ટુમાં મહત્વના પુસ્તકો લખાયાં અને નકલો પણ થઇ, જેનાથી આ શહેર આફ્રિકાની લખાણ પરંપરાના મહત્વના કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું.

ઇતિહાસ

મૂળ

છેક 10મી સદીમાં વિચરતિ પ્રજા તુઆરેગ દ્વારા ટિમ્બક્ટુની સ્થાપના કરવામાં આવી હતી. તુઆરેગોએ ટિમ્બક્ટુને ભલે શોધ્યું, પરંતુ તે માત્ર એક મોસમી વસાહત હતી. ઉનાળાનાં ભીના મહિનાઓમાં રણમાં રખડતી વખતે તેઓ અંતરિયાળ નાઇજર મુખત્રિકોણના પૂરગ્રસ્ત મેદાનોની નજીક વસ્યાં. મચ્છરોના કારણે જમીન સીધી જ પાણી માટે યોગ્ય ન હોવાથી, નદીથી અમુક માઇલના અંતરે એક કૂવો ખોદવામાં આવ્યો હતો.

કાયમી વસાહતો

અગિયારમી સદીમાં દ્જેન્નીના વેપારીઓએ આ નગરમાં વિવિધ બજારો સ્થાપ્યા અને કાયમી નિવાસો બાંધ્યા, જેથી ઊંટ દ્વારા પ્રવાસ કરતાં લોકો માટે એક મિલન સ્થળ ઊભું થયું. તેમણે ઇસ્લામનો પરિચય શરૂ કર્યો અને કુર'આન વાંચનને પણ દાખલ કર્યું. ઇલ્સામ પહેલાં અહીંના લોકો નાઇજર નદીમાંથી નીકળતાં પૌરાણિક સર્પ ઓઉઆગાડોઉ-બિદાને પૂજતાં હતાં. ઘાના સામ્રાજ્યના ઉદય સાથે કેટલાક સહારામાંથી પસાર થતાં વેપારી માર્ગો સ્થપાયાં. ત્યાં ભૂમધ્ય આફ્રિકાના મીઠાંની સાથે પશ્ચિમ-આફ્રિકાના સોનું અને હાથીદાંત તેમજ મોટીસંખ્યામાં ગુલામોનો વેપાર થતો હતો. જોકે અગિયારમાં સદીના મધ્યભાગ સુધીમાં વેપારમાર્ગો પૂર્વ તરફ ખસતાં બુરે નજીક નવી સોનાની ખાણો બનાવવામાં આવી. આ ફેરફારને લીધે ટિમ્બક્ટુ સમૃદ્ધ શહેર બન્યું જ્યાં નાઇજર પર હોડીઓમાં ઊંટો પરથી માલસામાનને લાદવામાં આવતો હતો.

ટિમ્બક્ટુ 
1400ની સાલ સુધીનો સૌથી મહત્વનો સહારામાંથી પસાર થતો વેપાર માર્ગ દર્શાવતો નકશો.ઘાના સામ્રાજ્ય (13મી સદી સુધીનું) અને 13થી 15મી સદીના માલી સામ્રાજ્ય સહીતના કેટલાંક રાજ્યોને હાઇલાઇટ કરવામાં આવ્યા છે.દ્જેન્નીથી ટિમ્બક્ટુ થઇને સિજિલ્માસ્સા આયાત-નિકાસ કેન્દ્ર સુધી જતાં પશ્ચિમી વેપાર માર્ગ પર ધ્યાન આપો.પીળા રંગમાં આજનું નાઇજર.
ટિમ્બક્ટુ 
Petermann's Geographische Mitteilungenમાં પ્રકાશિત થયેલો ટિમ્બક્ટુનો 1855નો નકશો, જે ઓગણીસમી સદીના મધ્ય સમયના શહેરના વિવિધ ભાગો દર્શાવે છે. આલેખન હેઇન્રિચ બાર્થની સપ્ટેમ્બર 1853ની ટિમ્બક્ટુની મુલાકાત આધારિત છે.
ટિમ્બક્ટુ 
7 સપ્ટેમ્બર 1853ના રોજ હેઇન્રિચ બાર્થના કાફલા દ્વારા દૂરથી દ્રશ્યમાન ટિમ્બક્ટુ

માલી સામ્રાજ્યનો ઉદય

12મી સદી દરમિયાન, ઘાના સામ્રાજ્યના અવશેષો પર સોસ્સો સામ્રાજ્યના રાજા સોઉમઓરો કાન્તેએ આક્રમણ કર્યું. વાલાતાના મુસ્લિમ વિદ્વાનો (ઔદાઘોસ્ટને વેપાર માર્ગ પરના ટર્મિનસ તરીકે બદલવાનું શરૂ કરીને) ભાગીને ટિમ્બક્ટુ આવ્યા અને ઇસ્લામની સ્થિતિને મજબૂત કરી. પરિણામે ટિમ્બક્ટુ તેની સાન્કોર યુનિવર્સિટી અને 180 કુરાનિક શાળાઓ સાથે ઇસ્લામિક અભ્યાસનું કેન્દ્ર બન્યું. 1324માં રાજા મુસા પહેલાએ મક્કાની પવિત્ર યાત્રા કરીને પરત ફરીને ટિમ્બક્ટુને શાંતિપૂર્ણ રીતે પોતાના સામ્રાજ્ય સાથે જોડી દીધું. આ શહેર માલી સામ્રાજ્યનો હિસ્સો બન્યા બાદ રાજા મુસા પહેલાએ શાહી મહેલના બાંધકામના આદેશો આપ્યા. સાથે પોતાના સેંકડો મુસ્લિમ વિદ્વાન અનુયાયીઓ માટે 1327માં દ્જિન્ગારેય બેરનું અભ્યાસ કેન્દ્ર પણ બંધાવ્યું.

1375 સુધીમાં તો ટિમ્બક્ટુ કેટલેન નક્શાપોથીમાં દ્રશ્યમાન થવા લાગ્યું. જેમાં તેને ઉત્તર-આફ્રિકન શહેરો સાથે જોડાયેલા વ્યાપારિક કેન્દ્ર તરીકે દર્શાવવામાં આવ્યું હતું અને તેથી તેણે યુરોપનું ધ્યાન પણ ખેંચ્યુ હતું.

તુઆરેગ નિયમ અને સોન્ઘાયન સામ્રાજ્ય

15મી સદીના પ્રથમ અર્ધમાં માલી સામ્રાજ્યનું જોર ઘટતાં માઘશરન તુઆરેગે 1433-1434માં આ શહેર પર કાબૂ મેળવ્યો અને સાન્હાજા ગવર્નરને બેસાડ્યો. જોકે ત્રીસ વર્ષ બાદ, ઉગતું સોન્ઘાય સામ્રાજ્ય વિસ્તર્યું અને 1468-1469માં ટિમ્બક્ટુને પોતાનામાં સમાવી લીધું. અનુક્રમે સુન્ની અલી બેર (1468–1492), સુન્ની બારુ (1492–1493) અને અસ્કિઆ મોહમ્મદ પહેલા (1493–1528)તેમની આગેવાની હેઠળ સોન્ઘાય સામ્રાજ્ય તેમજ ટિમ્બક્ટુ માટે સુવર્ણ કાળ લઇ આવ્યા. સામ્રાજ્યનાં પાટનગર ગાઓની સાથે, ટિમ્બક્ટુએ પ્રમાણમાં ઘણી સ્વાયત્ત સ્થિતિ ભોગવી હતી. ઉત્તર આફ્રિકાના ઘાદામેસ, આવજિદાહ અને અન્ય સંખ્યાબંધ શહેરો ત્યાં ટાગાઝાનાં સહારન મીઠાંનાં બદલામાં સોનું અને ગુલામો ખરીદવા તેમજ ઉત્તર આફ્રિકન કાપડ અને ઘોડા માટે ભેગાં થતાં હતાં. 1591 સુધી સામ્રાજ્યની આગેવાની અસ્કિઆ વંશમાં રહી, તેમ છતાં આંતરિક લડાઇઓ આ શહેરની સમૃદ્ધિના પતન તરફ દોરી ગઇ.

મોરોક્કન કબજો

મોરોક્કોના સાદી શાસક અહમદ પહેલા અલ-મન્સુરે મોકલેલા લશ્કરે 17 ઓગસ્ટ, 1591ના રોજ આ શહેર પર કબજો જમાવ્યો. સોનાની ખાણો શોધવા માટે પાશા મહમુદ બી. ઝારકુનની આગેવાનીમાં કરવામાં આવેલા આ કબજાએ શહેરની સાપેક્ષ સ્વાયત્તતાના યુગનો અંત આણ્યો. આ ઘટનાથી ટિમ્બક્ટુ બૌદ્ધિક અને વિશાળ પ્રમાણમાં આર્થિક પતનમાં પ્રવેશી ચૂક્યું હતું. 1593માં સાદીએ 'બિનવફાદારી'નું કારણ આપી અહમદ બાબા સહિત કેટલાય ટિમ્બક્ટુના વિદ્વાનોની ધરપકડ કરી, અને બાદમાં આ વિદ્વાનોને મારી નખાયાં અથવા તો તેમને દેશનિકાલ કરી દેવામાં આવ્યાં. મોરોક્કન ગવર્નરના બૌદ્ધિક વિરોધના કારણે શહેરના કદાચ સૌથી મહાન વિદ્વાન એવા બાબાને મારાકેશ ભાગી જવા માટે મજબૂર કરવામાં આવ્યા, જોકે ત્યાં પણ તેમણે વિદ્વાન વિશ્વનું સતત ધ્યાન ખેંચવાનું કાર્ય કર્યું. અહમદ બાબા બાદમાં ટિમ્બક્ટુ પરત ફર્યા, જ્યાં 1608માં તેઓ મૃત્યુ પામ્યાં. આ દરમિયાન ટિમ્બક્ટુનું અસામાન્ય પતન તો ચાલુ રહ્યું હતું. તેમાં પણ એટલાન્ટિક પરના વેપારીમાર્ગો વધવાને લીધે (ટિમ્બક્ટુના નેતાઓ અને વિદ્વાનોની સાથેસાથે આફ્રિકાના ગુલામોની હેરફેર) ટિમ્બક્ટુની ભૂમિકા સાવ હાંસિયામાં ધકેલાઇ ગઇ. મોરોક્ટો-ટિમ્બક્ટુ વેપારીમાર્ગો પર કબજો મેળવીને શરૂઆત કરનાર મોરોક્કનો 1780 સુધીમાં તો આ શહેર પરનો તેમનો કાબૂ ગુમાવવા લાગ્યા. 19મી સદીની શરૂઆતમાં આ સામ્રાજ્ય વિવિધ આક્રમણોથી શહેરને બચાવવામાં અને તેના પગલે તુઆરેગ (1800), ફુલા (1813) અને તુકુલાર (1840)ના ટૂંકાગાળાનાં શાસનોને પણ ખાળવામાં નિષ્ફળ નીવડ્યું. ફ્રેન્ચો આવ્યા ત્યાં સુધી તુકુલાર શાસનમાં રહેશે કે નહીં અથવા તો તુઆરેગ ફરીથી સત્તાના સૂત્રો સંભાળશે તે બાબતે શંકા-કુશંકાઓ પ્રવર્તી રહી હતી.

પશ્ચિમની શોધ

16મી સદીના પ્રથમ અર્ધમાં લીઓ આફ્રિકનુસના લખાણોથી આ શહેરના ઐતિહાસિક વર્ણનો વહેતા થઇ ગયા હતાં. આ વર્ણનોમાં કેટલીક યુરોપીયન વ્યક્તિઓ અને સંસ્થાઓને ટિમ્બક્ટુ અને તેના પૌરાણિક વારસાને શોધવા માટેના પ્રયત્નો માટે બિરદાવવામાં આવ્યા હતાં. 1788માં ખિતાબી અંગ્રેજોના એક જૂથે આ શહેરને શોધવા અને નાઇજર નદીના પ્રવાહનો નકશો બનાવવાના હેતુથી આફ્રિકન એસોસિએશન રચ્યું. આ જૂથે સ્પોન્સર કરેલા સંશોધકોમાં મુન્ગો પાર્ક નામનો સ્કોટિશન યુવાન સાહસી સૌપ્રથમ હતો. મુન્ગોએ નાઇજર નદી અને ટિમ્બક્ટુની શોધમાં બે પ્રવાસ કર્યા (1795માં પ્રથમ વખત નીકળ્યો અને પછી 1805માં). એવું કહેવાય છે કે પાર્ક ટિમ્બક્ટુ પહોંચનોરો પ્રથમ પશ્ચિમી હતો, જોકે તેણે કરેલી શોધ લોકો સુધી પહોંચે તે પહેલા જ આધુનિક સમયના નાઇજીરિયામાં તે મૃત્યુ પામ્યો. 1824માં, પેરિસ સ્થિત સોસાઇટે દ જીઓગ્રાફીએ તે શહેરમાં પહોંચીને અને તેના વિશેની માહિતી લઇને પરત ફરનારા પ્રથમ બિન-મુસ્લિમને 10,000 ફ્રેન્કના ઇનામની ઘોષણા કરી. જેના પગલે 1826ના ઓગસ્ટમાં બ્રિટનનો વતની ગોર્ડન લેઇંગ ત્યાં પહોંચ્યો પરંતુ પછીના જ મહિને સ્થાનિક મુસ્લિમોએ યુરોપીયન શોધ અને દખલના ડરના કારણોથી તેની હત્યા કરી. ફ્રાન્સના રેને કેઇલ્લી 1828માં મુસ્લિમ છદ્મવેશ ધારણ કરીને એકલા જ ત્યાં પહોંચ્યા; તેઓ સલામત પરત ફર્યા અને જાહેર કરેલું ઇનામ મેળવ્યું.

આફ્રિકન-અમેરિકન નાવિક રોબર્ટ એડમ્સે 1811માં આ શહેરની મુલાકાત લીધી હોવાનો દાવો કર્યો. તેનું જહાજ આફ્રિકાના દરિયાકિનારા નજીક ભાંગી પડ્યા બાદની તેની આ મુલાકાત એક ગુલામ તરીકેની હતી. બાદમાં 1813માં તેમણે ટાન્જિઅર, મોરોક્કો ખાતેના બ્રિટિશ એલચીને પોતાના અનુભવોના વર્ણન આપ્યાં હતાં. તેમણે 1816માં પોતાના અનુભવોને ધ નેરેટિવ ઓફ રોબર્ટ એડમ્સ, અ બાર્બરી કેપ્ટિવ (2006ની સ્થિતિએ હજુ પણ પ્રિન્ટમાં છે) નામના પુસ્તકમાં પ્રકાશિત કર્યા હતા, પરંતુ તેમના અનુભવો વિશે શંકાઓ પ્રવર્તે છે. 1890 પહેલાં અન્ય ત્રણ યુરોપીયનો પણ આ શહેરમાં પહોંચ્યા: 1853માં હેનરિચ બાર્થ તેમજ 1880માં જર્મન ઓસ્કાર લેન્ઝ સ્પેનના ક્રિસ્ટોબલ બેનિટેઝ સાથે ટિમ્બક્ટુ પહોંચ્યા.

ફ્રેન્ચ સંસ્થાનવાદી સામ્રાજ્યનો હિસ્સો

આફ્રિકા માટેની ચઢાઇને બર્લિન કોન્ફરન્સમાં ઔપચારિક સ્વરૂપ અપાયા બાદ, 14મા મરિડિઅન અને મેલ્ટોઉ, ચાડ વચ્ચેનો પ્રદેશ ફ્રેન્ચ હકૂમત હેઠળ આવી ગયો. આ પ્રદેશ દક્ષિણમાં સે, નાઇજરથી બરોઉઆ સુધી જતી લાઇન સાથે જોડાયેલો હતો. ટિમ્બક્ટુ પ્રદેશ હવે ફ્રેન્ચ નામ હેઠળ આવતો હોવા છતાં, અસરકારકતાના સિદ્ધાંત હેઠળ ફ્રાન્સે તેમને અપાયેલા પ્રદેશો પર ખરી સત્તા હાંસલ કરવાની બાકી હતી, ઉદાહરણ તરીકે કબજો પૂરો થઇ જાય તે પહેલા સ્થાનિક આગેવાનો સાથે લેખિત કરારો કરવા, સરકારને રચવી અને વિસ્તારનો આર્થિક ઉપયોગ કરવો જેવી બાબતોનો તેમાં સમાવેશ થાય છે. 28 ડિસેમ્બર 1893ના રોજ ટિમ્બક્ટુને લેફ્ટનન્ટ બોઇટ્યુક્સની આગેવાની હેઠળના ફ્રેન્ચોના નાના જૂથે તેમની સાથે જોડ્યું. આ ઘટના બાદ ટિમ્બક્ટુ ફ્રાન્સના સંસ્થાન ફ્રેન્ચ સુદાનનો એક હિસ્સો બની ગયું. આ પરિસ્થિતિ 1902 સુધી જળવાઇ રહી. 1899માં ફરી એક વખત સંસ્થાનના થોડા ભાગના વિભાજન બાદના ભાગોને પુનઃસંગઠિત કરવામાં આવ્યા. થોડા સમય માટે આ વિસ્તારો સેનેગામ્બિઆ અને નાઇજર તરીકે ઓળખાયા. માત્ર બે વર્ષ બાદ 1904માં અન્ય પુનઃસંગઠને આકાર લીધો જેના પગલે ટિમ્બક્ટુ ઊચ્ચ સેનેગલ અને નાઇજરનો હિસ્સો બન્યું. 1920માં આ સંસ્થાને ફરીથી ફ્રેન્ચ સુદાન નામ ધારણ ન કર્યું ત્યાં સુધી ટિમ્બક્ટુની આ પરિસ્થિતિ જળવાઇ રહી હતી.

દ્વિતીય વિશ્વ યુદ્ધ

ટિમ્બક્ટુ 
પીટર દ ન્યુમેન્ન ઉર્ફે ધ મેન ફ્રોમ ટિમ્બક્ટૂ, આશરે 1950ની સાલમાં HMRC વિજિલન્ટના કમાન્ડર તરીકે દ્રશ્યમાન થાય છે.

દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન, ફ્રેન્ચ સોઉદાનમાં કેટલાક લશ્કરને ભરતી કરવામાં આવ્યા હતાં, જેમાંથી અમુક ટિમ્બક્ટુથી આવ્યા હતા. નાઝીઓના કબજાવાળાં ફ્રાન્સ અને દક્ષિણના વિચી ફ્રાન્સ માટેની લડાઇમાં જનરલ ચાર્લ્સ દ ગૉલને મદદ કરવા માટે આ લોકોને ભરતી કરવામાં આવ્યા હતા.


17 માર્ચ 1942ના દિવસે પશ્ચિમ આફ્રિકાના દક્ષિણ કિનારે ડૂબેલા એસએસ એલેન્ડે (કાર્ડિફ)ના આશરે 60 બ્રિટિશ વેપારી નાવિકોને દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન ટિમ્બક્ટુમાં કેદી તરીકે રાખવામાં આવ્યા હતા. બે મહિના બાદ તેમને ફ્રીટાઉનથી ટિમ્બક્ટુ લઇ જવાયા બાદ તેમાંથી બે વ્યક્તિ એબી જોહ્ન ટર્નબુલ ગ્રેહામ (2 મે 1942, ઉંમર 23) અને ચીફ એન્જિનીઅર વિલિયમ સોઉટર (28 મે 1942, ઉંમર 60) મે 1942માં મૃત્યુ પામ્યા. આ બંનેના અંતિમસંસ્કાર યુરોપીયન કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા હતાં - તેમની આ કબરો કદાચ કોમનવેલ્થ વૉર ગ્રેવ્સ કમિશન દ્વારા સંભાળ લેવાતી સૌથી દૂરની બ્રિટિશ યુદ્ધ કબરોમાં સ્થાન ધરાવે છે.

ટિમ્બક્ટુમાં માત્ર આ લોકો જ યુદ્ધ કેદીઓ તરીકે હતાં તેવું નહોતું: 1942માં ટિમ્બક્ટુમાં કેદ કરાયેલા 52 માણસોમાંથી એક પીટર દ ન્યુમેન્ન હતાં. બે વિન્ચી ફ્રેન્ચ યુદ્ધજહાજોએ પીટરના વહાણ એસએસ ક્રિટોન ને આંતરીને તેમને કેદ કર્યા હતાં. જોકે ન્યુમેન્ન સહિતના કેટલાક કેદી ભાગી જતાં તેમને ફરીથી પકડી પાડવામાં આવ્યા હતાં અને આ શહેરમાં કુલ દસ મહિના તેમને સ્થાનિક સુરક્ષાકર્મીઓની દેખરેખ હેઠળ રહેવું પડ્યું હતું. ઇંગ્લેન્ડમાં પરત ફર્યા બાદ પીટર "ધ મેન ફ્રોમ ટિમ્બક્ટૂ" તરીકે જાણીતા બન્યા હતા.

સ્વતંત્રતા અને પછીનો ગાળો

દ્વિતીય વિશ્વ યુદ્ધ સમાપ્ત થયા બાદ ચાર્લ્સ દ ગોલના નેતૃત્વ હેઠળની ફ્રેન્ચ સરકારે આ સંસ્થાનને વધુને વધુ સ્વતંત્રતા આપવા માંડી. થોડા સમય બાદ માલી ફેડરેશનનાં ટૂંકા આયુષ્ય પછી 22 સપ્ટેમ્બર, 1960ના રોજ માલી પ્રજાસત્તાકની અધિકૃત જાહેરાત થઇ. 19 નવેમ્બર, 1968 બાદ 1974માં નવું બંધારણ રચવામાં આવ્યું જેમાં માલીને એક-પક્ષીય રાજ્ય બનાવાયું હતું. ત્યાં સુધીમાં નાઇજર નદી સાથે આ શહેરને જોડતી કેનાલ અતિક્રમી રહેલા રણની રેતીથી ભરાઇ ગઇ હતી. 1973 અને 1985માં સહેલ પ્રદેશમાં ભીષણ દુષ્કાળો પડ્યા જેમાં ટિમ્બક્ટુની આસપાસ બકરાંનાં પશુપાલન પર નભતી તુઆરેગ જાતિ મોટેભાગે ખલાસ થઇ ગઇ. નાઇજરનું પાણીનું સ્તર ઘટતાં ખોરાક પુરવઠો અને વેપારી વહાણો પણ મોડા પડવા લાગ્યા. આ કટોકટીને લીધે ટોમ્બોઉક્ટોઉ પ્રદેશના ઘણા રહેવાસીઓને અલ્જીરિયા અને લિબીયા હિજરત કરવી પડી. જે લોકો બચ્યા હતાં તે ખોરાક અને પાણી માટે યુનિસેફ જેવા માનવતાવાદી સંગઠનોના ભરોસે રહ્યા હતા.

વ્યુત્પત્તિશાસ્ત્ર

સદીઓથી ટિમ્બક્ટુની જોડણી બાબતે મોટા તફાવતો જોવા મળ્યા છે: પ્રવાસી એન્ટોનિયસ માલફન્ટેએ 1447માં લખેલા પત્રમાં અને બાદમાં કા દા મોસ્ટોએ તેના "વોયેજીસ ઓફ કાદામોસ્ટો"માં લીધેલા "થામ્બેટ"થી લઇને હેનરિચ બાર્થના ટિમ્બક્ટુ અને ટિમ્બ'ક્ટુ સુધી આ તફાવતો જોવા મળે છે. એટલું જ નહીં, ટિમ્બક્ટુની જોડણીની વ્યુત્પત્તિ બાબતે હજુ પણ ચર્ચાઓ થાય છે.

ટિમ્બક્ટુના નામની વ્યુત્પત્તિ બાબતે ઓછામાં ઓછા ચાર સંભવિત મૂળ દર્શાવવામાં આવે છે:

  • સોન્ઘાઇ મૂળ: લીઓ આફ્રિકનુસ અને હેનરિચ બાર્થ બંને માનતા હતા કે ટિમ્બક્ટુ નામ બે સોન્ઘાઉ શબ્દો પરથી લેવામાં આવ્યું છે. લીઓ આફ્રિકનુસે દલીલ કરી હતી કે : "આ નામ [ટિમ્બક્ટુ] અમારા સમયમાં (કોઇકે વિચાર્યા પ્રમાણે) આ સામ્રાજ્ય ઉપર તેના જેવા જ કોઇક નગરના નામ પરથી પાડવામાં આવ્યું હતું, જેને રાજા મેન્સે સુલૈમાન દ્વારા હીજરા વર્ષ 610 [1213-1214]માં શોધાયું હતું ." આ શબ્દ બે ભાગ ધરાવતો હતો, ટિન (દીવાલ ) અને બુટુ ("બુટુની દીવાલ "), જેનો અર્થ આફ્રિકનુસે સમજાવ્યો નથી. હેનરિચ બાર્થે સૂચવ્યું હતું કે: "નામનું મૂળ સ્વરૂપ સોન્ઘાઇ સ્વરૂપ ટુમ્બટુ હતું, જ્યાંથી ઇમોસાઘે ટુમ્બીટ્કુ કર્યું, જે બાદમાં આરબોએ ટોમ્બક્ટુમાં બદલ્યું" (1965[1857]: 284). શબ્દના અર્થ ઉપર બાર્થે આ મુજબ નોંધ્યું હતું: "નગરને આવી રીતે કદાચ સોન્ઘાઇ ભાષામાં બોલાતું હતું: જો તે ટેમાશાઇટ શબ્દ હોત, તો તે ટિન્બક્ટુ લખાયું હોત. યુરોપીયનો દ્વારા સામાન્ય રીતે આ નામનું અર્થઘટન "બક્ટુના કૂવા" [તરીકે] થાય છે, પરંતુ "ટિન"ને કૂવા સાથે કોઇ સબંધ નથી". (બાર્થ 1965:284-285 પાદટીપ)
  • બર્બર મૂળ: સિસ્સોકો અલગ જ વ્યુત્પત્તિ વર્ણવે છે: શહેરના તુઆરેગ શોધકોએ તેને બર્બર નામ આપ્યું હતું. આ નામ બે ભાગ ધરાવતો એક શબ્દ હતો: ટિમ , ઇન નું સ્ત્રેણ સ્વરૂપ, જેનો અર્થ "નું સ્થળ " તેમજ આરબ શબ્દ નેકબા (નાનો રેતીનો ઢૂવો)નું સંક્ષિપ્ત રૂપ "બોઉક્ટોઉ ". આ પ્રમાણે જોવા જઇએ તો ટિમ્બક્ટુનો અર્થ "નાના ઢૂવાથી છવાયેલું સ્થળ તેવો થશે ".


  • અબ્દ અલ-સાદી તેમના તારીખ અલ-સુદાનમાં ત્રીજું અર્થઘટન આપે છે (ca. 1655): "શરૂઆતમાં અહીં પાણીમાર્ગે અને જમીનમાર્ગે આવતાં પ્રવાસીઓ મળતાં હતાં. તેમણે તેને વાસણો અને અનાજનું મથક બનાવી દીધું હતું. ખૂબ જ ઝડપથી આ સ્થળ બંને બાજુ જતાં -આવતાં પ્રવાસીઓ માટે ચાર-રસ્તાનું મિલનસ્થળ બની ગયું. પ્રવાસીઓ પોતાનો સામાન ટિમ્બક્ટૂ નામના એક ગુલામને સાચવવા આપતાં હતાં, તે લોકોના દેશોની ભાષામાં ટિમ્બક્ટૂનો અર્થ જૂનું એવો થતો હતો".
  • પૂર્વના દેશોના નિષ્ણાત ફ્રાન્સના રેને બેસ્સેટે નવી થીયરી વહેતી કરી હતી: આ નામ ઝેનાગા મૂળ બી-કે-ટી , જેનો અર્થ "દૂર હોવું" અથવા "છુપાયેલું" થાય છે તેના પરથી, અને સ્ત્રીલિંગ સંબંધસૂચક ટિન પરથી લેવામાં આવ્યું છે. "છુપાયેલું" અર્થ શહેરના સ્થાનને સહેજ પોલાણમાં દર્શાવતું હોઇ શકે છે.

આ તમામ થીયરીઓની પ્રમાણભૂતતા આ શહેરના મૂળ શોધકોની ઓળખ પર નભે છે: સોન્ઘાઇ સામ્રાજ્યથી પણ પહેલાંના અવશેષો હજુ પણ અસ્તિત્વ ધરાવે છે અને શરૂના ઇતિહાસની વાર્તાઓ આ બાબતે તુઆરેગ તરફ ઇશારો કરે છે. પરંતુ તાજેતરમાં જ 2000ની સાલમાં કરાયેલા પુરાતત્વીય સંશોધનમાં 11મી/12મી સદીના અવશેષો ન મળ્યા કારણ કે છેલ્લી કેટલીક સદીઓમાં કેટલાય મીટર રેતીએ આ અવશેષોને દાટી દીધા છે. કોઇ પણ સર્વસામાન્ય અભિપ્રાયના અભાવે ટિમ્બક્ટુની વ્યુત્પત્તિ હજુ પણ અસ્પષ્ટ જ રહેવા પામી છે.

દંતકથાત્મક વાર્તાઓ

ટિમ્બક્ટુના કપોળકલ્પિત ખજાનાની વાર્તાઓને લીધે યુરોપીયનોના આફ્રિકાના પશ્ચિમ કિનારાના સંશોધનને વેગ મળ્યો હતો. ટિમ્બક્ટુના સૌથી પ્રખ્યાત વર્ણનોમાં ઇબ્ન બત્તુતા, લીઓ આફ્રિકનુસ અને શાબેનીના વર્ણનોનો સમાવેશ થાય છે.

ઇબ્ન બત્તુતા

The Malians fled in fear, and abandoned the city to them. The Mossi sultan entered Timbuktu, and sacked and burned it, killing many persons and looting it before returning to his land.

- Ibn Battuta's Rihla according to the Tarikh al-Sudan

ટિમ્બક્ટુના સૌથી જૂનાં વૃત્તાન્તો પ્રખ્યાત પ્રવાસી અને વિદ્વાન ઇબ્ન બત્તુતાના છે. ઇબ્ન બત્તુતાની ફેબ્રુઆરી 1352 અને ડીસેમ્બર 1353 વચ્ચેની પશ્ચિમ આફ્રિકાની મુલાકાત સમયે ટિમ્બક્ટુ માલી સામ્રાજ્યનો હિસ્સો હોવા છતાં પડોશી રાજ્યો દ્વારા આ સામ્રાજ્યને ખતરો હતો. ટિમ્બક્ટુને જેવી રીતે ખંડિયા રાજ્ય બની રહેલા સોન્ઘાય સામ્રાજ્યની વધતી જતી તાકાતને કારણે ખતરો હતો, તેવો જ ખતરો આ પડોશી રાજ્યો દ્વારા હતો. આ સમય સુધી આર્થિક કેન્દ્ર બની ગયેલાં ટિમ્બક્ટુએ મોસ્સી સામ્રાજ્ય માટે આકર્ષક લક્ષ્યાંક રચી દીધું હતું. ઇબ્ન બત્તુતાના વર્ણવ્યા પ્રમાણે તે લક્ષ્યાંક હતું તે લોકો દ્વારા શહેરનો વિધ્વંસ. મોસ્સી સામ્રાજ્ય આધુનિક સમયના બુર્કિના ફાસોમાં આવેલું છે.

લીઓ આફ્રિકનુસ

The rich king of Tombuto hath many plates and scepters of gold, some whereof weigh 1300 pounds. ... He hath always 3000 horsemen ... (and) a great store of doctors, judges, priests, and other learned men, that are bountifully maintained at the king's cost and charges.

Leo Africanus, Descrittione dell’ Africa, Volume 3 pp. 824-825

The inhabitants are very rich, especially the strangers who have settled in the country [..] But salt is in very short supply because it is carried here from Tegaza, some 500 miles from Timbuktu. I happened to be in this city at a time when a load of salt sold for eighty ducats. The king has a rich treasure of coins and gold ingots.

Leo Africanus, Descrittione dell’ Africa in Paul Brians' Reading About the World, Volume 2

ટિમ્બક્ટુ વિશે લખાયેલા તમામ લખાણોમાં કદાચ સૌથી વધુ પ્રખ્યાત લીઓ આફ્રિકનુસના લખાણો હતાં. એલ હસન બેન મુહમ્મદ એલ-વઝાન-એઝ-ઝય્યાતી તરીકે 1485ની સાલમાં ગ્રેનેડામાં જન્મેલા લીઓને તેના માતા-પિતા અને હજારો અન્ય મુસ્લિમો સાથે રાજા ફર્નિનાન્ડ અને રાણી ઇસાબેલ્લા દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યા હતા. 1492માં રાજાએ સ્પેન પર તેમના પુનઃવિજય બાદ આમ કર્યું હતું. મોરોક્કોમાં સ્થાયી થયા બાદ તેમણે ફેસમાં અભ્યાસ કર્યો અને તેમના કાકાના સમગ્ર ઉત્તર આફ્રિકાના રાજનૈતિક મિશનો વખતે તે તેમની સાથે રહ્યા. આ પ્રવાસો દરમિયાન તેમણે ટિમ્બક્ટુની મુલાકાત લીધી. યુવાન વ્યક્તિ હોવાથી સમુદ્ર લૂંટારૂઓએ તેને કેદ કર્યો અને પોપ લીઓ દસમા સમક્ષ અપવાદરૂપ ભણેલા ગુલામ તરીકે રજૂ કર્યો. પોપે તેને મુક્ત કરીને ખ્રિસ્તી ધર્મની દીક્ષા આપીને જોહન્નિસ લીઓ દ મેડિસિ નામ આપ્યું અને ઇટાલિયનમાં આફ્રિકાનો વિગતવાર સર્વે લખવા માટે તેમની નિમણૂક કરી. આવનારી કેટલીક સદીઓ માટે મોટાભાગના યુરોપીયનોનું આ ખંડ વિશેનું જ્ઞાન લીઓના લખાણોએ પૂરું પાડ્યું હતું. સોન્ઘાઇ સામ્રાજ્ય જ્યારે તેના શાસનાના સર્વોચ્ચ શિખર પર હતું, ત્યારનું ટિમ્બક્ટુનું આ વર્ણન તેમના પુસ્તકની અંગ્રેજી આવરણમાં છે:

લીઓ આફ્રિકનુસ પ્રમાણે, શહેરની ફરતે બગીચાઓ કે ભરવાડો ન હોવા છતાં, ત્યાં સ્થાનિક ઉત્પાદનના મકાઈ, જાનવરો, દૂધ અને માખણનો પુષ્કળ જથ્થો ઉપલબ્ધ હતો. વાતાવરણ અને રાજા બંનેની સમૃદ્ધિનું વર્ણન કરતા એક અન્ય ફકરામાં આફ્રિકનુસે ટિમ્બક્ટુમાં વેપાર થતી ચીજોની વિરલતાનો ઉલ્લેખ કર્યો છે: જેમ કે મીઠું. આ વર્ણનો અને લખાણોએ યુરોપીયન સંશોધકોનું ધ્યાન ખેંચ્યું હતું. આફ્રિકનુસે શહેરની ભૌતિક બાબતો પર વધુ ધ્યાન આપ્યું હતું, જેમ કે "કોટેજો ચૂનાના પત્થરોથી બાંધવામાં આવ્યા હતાં અને તેને છાપરાથી ઢાંકવામાં આવ્યા હતાં" - જોકે તેમ છતાં આ બાબતો પર અન્યો દ્વારા કોઇ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નહોતું.

શાબેની

The natives of the town of Timbuctoo may be computed at 40,000, exclusive of slaves and foreigners [..] The natives are all blacks: almost every stranger marries a female of the town, who are so beautiful that travellers often fall in love with them at first sight.

- Shabeni in James Grey Jackson's An Account of Timbuctoo and Hausa, 1820

On the east side of the city of Timbuctoo, there is a large forest, in which are a great many elephants. Close to the town of Timbuctoo, on the south, is a small rivulet in which the inhabitants wash their clothes, and which is about two feet deep.

- Shabeni in James Grey Jackson's An Account of Timbuctoo and Hausa, 1820

લીઓ આફ્રિકનુસની ટિમ્બક્ટુની મુલાકાતના 250 વર્ષ બાદ તે શહેરે ઘણા શાસકો જોયા હતા. 18મી સદીના અંત સુધીમાં આ શહેર પરના શાસનમાં મોરોક્કન શાસકોનો પ્રભાવ ક્ષીણ થતો ગયો, જેના પરિણામે ઝડપથી બદલાતી આદિજાતિઓની અસ્થાયી સરકારોનો સમય શરૂ થયો. આવી જાતિઓના શાસનમાંથી એક એવી હૌસાના સમયમાં, ટેતોઉઆનથી 14 વર્ષનો છોકરો તેના પિતા સાથે ટિમ્બક્ટુની મુલાકાતે આવ્યો. વેપારી તરીકે મોટો થયા બાદ, તેને કેદ કરવામાં આવ્યો અને અંતે ઇંગ્લેન્ડ લઇ જવામાં આવ્યો.

શાબેની અથવા અસ્સીદ એલ હજ અબ્દ સલામ શાબીની હૌસા જતાં પહેલા ટિમ્બક્ટુમાં ત્રણ વર્ષ રહ્યો હતો. બે વર્ષ બાદ, તે ટિમ્બક્ટુ પરત ફર્યો અને વધુ સાત વર્ષ ત્યાં જ રહ્યો. આ શહેરના ઉત્તમકાળની સદીઓની સરખામણીએ અને ગુલામોની સંખ્યાને ધ્યાનમાં ન લઇએ તો પણ તે સમયના શહેરની વસ્તી 21મી સદીના શહેર કરતાં બમણી હતી. શાબેની 27 વર્ષનો થયો ત્યાં સુધીમાં તે તેના વતનમાં વેપારી તરીકે જામી ગયો હતો. 1789માં હેમ્બર્ગથી વેપારીકાર્યો પૂરાં કરીને પરત ફરતી વેળાએ તેનાં અંગ્રેજી વહાણને જપ્ત કરીને રશિયન રંગો હેઠળના વહાણ દ્વારા ઓસ્ટેન્ડે લાવવામાં આવ્યું. બ્રિટિશ એલચી કચેરી દ્વારા તેને તરત જ મુક્ત કરાવાયો હતો, પરંતુ ફરીથી કેદ થવાના ડરે તે તેના વહાણ સાથે ડોવરના દરિયાકિનારા તરફ હંકારી ગયો. અહીં, તેની સમગ્ર વાતની નોંધ થઇ હતી. શાબીનીએ 18મી સદીના મધ્યમાં શહેરના માપના અંદાજો આપ્યા. લખાણોની શરૂઆતમાં, તેમણે ટિમ્બક્ટુની આસપાસના વાતાવરણને હાલના બંજર વાતાવરણ કરતાં ઘણું અલગ વર્ણવ્યું છે.

અભ્યાસનું કેન્દ્ર

"If the University of Sankore [...] had survived the ravages of foreign invastions, the academic and cultural history of Africa might have been different from what it is today."

- Kwame Nkrumah at the University of Ghana inauguration, 1961


Timbuktu
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
ટિમ્બક્ટુ 
માપદંડCultural: ii, iv, v
સંદર્ભ119
વિશ્વ ધરોહરમાં સમાવેશ1988 (12th સત્ર)
ભયજનક સ્થિતિ1990-2005
ટિમ્બક્ટુ 
સાન્કોર મદ્રેસાહ

13મીથી 17મી સદી દરમિયાન ટિમ્બક્ટુ ઇસ્લામિક અભ્યાસનું વૈશ્વિક કેન્દ્ર હતું. માલીની સરકાર અને વિવિધ એનજીઓ ટિમ્બક્ટુની હસ્તપ્રતોના આ જ્ઞાન વારસાના અવશેષોની યાદી બનાવવાનું અને પુનઃસ્થાપનનું કાર્ય કરી રહી છે.


13મી અને 14મી સદીમાં ટિમ્બક્ટુના ઝડપી વિકાસને લીધે નજીકના વાલાતામાંથી ઘણા વિદ્વાનો ત્યાં ખેંચાઇ આવ્યા, જેના લીધે શહેર 15મી અને 16મી સદીમાં તેના સુવર્ણકાળ સુધી પહોંચી ગયું. ધર્મ, કળા અને વિજ્ઞાનમાં વિદ્વત્તા મેળવવા માટે આ સમય શ્રેષ્ઠ પુરવાર થયો. ટિમ્બક્ટુ અને ઇસ્લામિક વિશ્વના અન્ય હિસ્સાઓ વચ્ચે પુસ્તકોના સક્રીય વેપાર તેમજ રાજા અસિકા મોહમ્મેદના મજબૂત ટેકાના કારણે હજારો હસ્તપ્રતો લખાઇ.

જોકે જ્ઞાન યુરોપીયન મધ્યકાલીન યુનિવર્સિટીના મોડેલની તર્જ પર ભેગું કરવામાં નહોતું આવતું. અભ્યાસુઓને વ્યાખ્યાનો મદ્રેસાહ નામે ઓળખાતી સંખ્યાબંધ ઔપચારિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવતાં હતાં. હાલના દિવસોમાં 'યુનિવર્સિટી ઓફ ટિમ્બક્ટુ'નામ હેઠળ દ્જિન્ગ્યુરેબર, સિદિ યાહ્યા અને સાન્કોર એ ત્રણ મદ્રેસાહ 25,000 વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. યુરોપીયન યુનિવર્સિટીઓના બિનસાંપ્રદાયિક અભ્યાસક્રમની સરખામણીએ આ સંસ્થાઓ અત્યંત ધાર્મિક હતી. વધુમાં, યુરોપીયન રીતની યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેના મંડળ તરીકે શરૂ થઇ હતી. જ્યારે પશ્ચિમ-આફ્રિકાનાં શિક્ષણને કેટલાક કુટુંબો અથવા પેઢીઓ આશ્રય આપતાં હતાં. જેમાં ટિમ્બક્ટુના અકિત અને બુનુ અલ-કાદી અલ-હાજી એમ બે અગ્રણી પરિવારોનો સમાવેશ થતો હતો. જોકે ટિમ્બક્ટુમાં ઇસ્લામિક કાયદા અને તેનું ભણતર ઉત્તર આફ્રિકામાંથી આવ્યું હતું, ઇસ્લામના ફેલાવા સાથે પશ્ચિમ આફ્રિકાની વિદ્વતા પણ વિકાસ પામી. અહેમદ બાબા અલ માસ્સુફી ટિમ્બક્ટુમાં થઇ ગયેલા સૌથી મહાન વિદ્વાન માનવામાં આવે છે. જોકે સમય જતાં, પશ્ચિમ-આફ્રિકન મૂળના અથવા તો પોતાને પશ્ચિમ-આફ્રિકન તરીકે ઓળખાવતાં આશ્રયદાતાઓનો હિસ્સો ઘટતો ગયો.

આ પ્રક્રિયામાં ટિમ્બક્ટુએ વિદ્વાનો અને વિદ્વતાના વિતરણ કેન્દ્ર તરીકેની સેવાઓ આપી. શહેર અને તેના વેપારી ભાગીદારોના વ્યાપક નેટવર્ક વચ્ચે વિદ્વાનોની ઘનિષ્ઠ આવનજાવન પર જ અહીંનો વેપાર આધાર રાખતો હતો. જોકે, 1468-1469માં જ્યારે સુન્ની અલીના સોન્ઘાય સામ્રાજ્યએ ટિમ્બક્ટુ લઇ લીધું ત્યારે ઘણા વિદ્વાનો શહેર છોડીને વાલાતા ચાલ્યા ગયા. 1591માં મોરોક્કન લોકોના કબજા વખતે પણ આમ જ બન્યું હતું.


શિક્ષણની આ પદ્ધતિ 19મી સદીના અંત સુધી ચાલુ જ હતી, જ્યારે 18મી સદીએ સાર્વત્રિક શિક્ષણના સ્વરૂપમાં હરતીફરતી કુરાનિક શાળાઓ જોઇ હતી. જેમાં વિદ્વાનો તેમના શિષ્યો સાથે સમગ્ર પ્રદેશમાં પ્રવાસ કરતાં અને આખા દિવસનો ખોરાક ભીખ માગીને ખાઇ લેતા હતાં. ફ્રેન્ચ લોકોના કબજા, 70 અને 80ના દાયકાના દુકાળો તેમજ 90ના દાયકાની શરૂઆતમાં માલીના ગૃહ યુદ્ધ પછી ઇસ્લામિક શિક્ષણ દબાણમાં આવી ગયું.

ટિમ્બક્ટુ 
કોઉન્તા વંશની કુન્તુઆ આદિમજાતિના મૂરિશ મારાબૌટ. જેના નામ પરથી અલ કોઉન્તિ હસ્તપ્રત સંગ્રહનું નામ પડ્યું છે. 1898માં કાલબદ્ધ.

ટિમ્બક્ટુની હસ્તપ્રતો અને પુસ્તકાલયો

ટિમ્બક્ટુ 
ગણિતશાસ્ત્ર અને ટિમ્બક્ટુની હસ્તપ્રતો ખગોળશાસ્ત્ર દર્શાવતી ટિમ્બક્ટુની હસ્તપ્રતો.

છેલ્લી કેટલીય સદીઓ દરમિયાન ટિમ્બક્ટુમાંથી હજારો હસ્તપ્રતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે: જેમાંથી કેટલીક આ નગરમાં જ લખાઇ હતી. જ્યારે અન્ય હસ્ત્ર માં સમૃદ્ધ પરિવારો માટેની કુર'આનની વિરલ હસ્તપ્રતો સહિતની હસ્તપ્રતોનો સમાવેશ થતો હતો, જે અહીંના પુસ્તકોના ધમધમતાં વેપારના ભાગરૂપે આયાત કરવામાં આવી હતી. ભોયરાઓમાં અથવા તો દાટેલી અવસ્થામાં, મસ્જિદની દીવાલો વચ્ચે સંતાડેલી અને આશ્રયદાતાઓ દ્વારા સાચવવામાં આવી હોવાથી આ હસ્તપ્રતોમાંથી ઘણીને શહેરના પતન છતાં બચાવી શકાઇ હતી. આ હસ્તપ્રતો હવે નીચે આપેલા કેટલાક પુસ્તકાલયોનો સંગ્રહ બની ગઇ છે, જેમાં આશરે 7,00,000 હસ્તપ્રતો સાચવવામાં આવી છે:

  • અહેમદ બાબા ઇન્સ્ટિટ્યુટ
  • મામ્મા હૈદરા પુસ્તકાલય
  • ફોન્ડો કાતિ
  • અલ-વાન્ગારિ પુસ્તકાલય
  • મોહમેદ તહાર પુસ્તકાલય
  • મૈગલા પુસ્તકાલય
  • બાઉલરાફ સંગ્રહ
  • અલ કોઉન્તિ સંગ્રહો

આજની તારીખે ટિમ્બક્ટુમાં અસ્તિત્વ ધરાવતાં આશરે 60 જેટલાં જાહેર કે ખાનગી પુસ્તકાલયોમાં આ પુસ્તકાલયો સૌથી મોટા છે: જોકે કેટલાક પુસ્તકાલયોમાં તો એક છાજલીથી થોડા જ વધારે પુસ્તકો છે. આ સંજોગોમાં, હસ્તપ્રતોને જંતુઓથી નુકસાન તેમજ ચોરીનો ખતરો છે. આ સિવાય ટિમ્બક્ટુની આબોહવા પણ નુકસાન કરી શકે છે. અહીંના બંજર પ્રદેશની આબોહવા સૂકી છતાં તે હસ્તપ્રતોને લાંબાગાળે નુકસાન કરી શકે છે. 2008માં શરૂ થયેલા યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ પ્રોગ્રામ અને એનઇપીએડી (NEPAD) સાંસ્કૃતિક પ્રોજેક્ટ, ટિમ્બક્ટુ મેન્યુસ્ક્રિપ્ટ્સ પ્રોજેક્ટ, હસ્તપ્રતોના આ કાર્યોની યાદી બનાવવા અને તેને સંવર્ધિત કરવાના હેતુસર હાથ ધરવામાં આવ્યાં છે.

ટિમ્બક્ટુનું વર્તમાન

ટિમ્બક્ટુ 
કેઇલ્લે હાઉસ - શેરીનું એક દ્રશ્ય

આજે, ટિમ્બક્ટુ એક ગરીબ નગર બનીને રહી ગયું છે, જોકે તેની પ્રતિષ્ઠાને લીધે તે પ્રવાસી આકર્ષણ બની રહ્યું છે. એટલે સુધી કે અહીં આંતરરાષ્ટ્રીય વિમાનમથક (ટિમ્બક્ટુ એરપોર્ટ) પણ છે. માલીના આઠ પ્રદેશોમાંથી તે એક છે, અને પ્રદેશના ગવર્નર અહીં જ બેસે છે. માલીમાં જ આવેલું દ્જેન્ની અને ટિમ્બક્ટુ બાજુ બાજુના નગરો છે. 1998માં કરાયેલી વસ્તી ગણતરીમાં તેની વસ્તી 31,973 નોંધાવમાં આવી હતી, જે 1987ની 31,962ની વસ્તીની સરખામણીએ વધી હતી.

1988માં ટિમ્બક્ટુનો સમાવેશ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કરવામાં આવ્યો. આગળ વધતાં રણની રેતીના ખતરાને કારણે 1990માં તેનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ઇન ડેન્જરની યાદીમાં કરવામાં આવ્યો. 2005માં તેને બચાવવા માટેની ક્વાયત હાથ ધરવામાં આવી જેના પરિણામે 2005માં તેનું નામ ભય હેઠળની સાઇટોની યાદીમાંથી રદ કરવામાં આવ્યું. જોકે, યુનેસ્કો કમિટીએ ચેતવણી આપી છે કે નવા બાંધકામો પ્રાચીન મસ્જિદો સામે જોખમ ઊભું કરી રહ્યાં છે.

હેન્રી લુઇસ ગેટ્સની પીબીએસ (PBS)ની ખાસ "વન્ડર્સ ઓફ ધ આફ્રિકન વર્લ્ડ" સીરીઝ માટે ટિમ્બક્ટુ એક મોટું નામ હતું. ગેટ્સે મામ્મા હૈદરા પુસ્તકાલયના પ્રબંધક અબ્દેલ કાદિર હૈદરા અને કલ્ચરલ મિશન ઓફ માલીના અલી ઓઉલ્ડ સિદી સાથે અહીંની મુલાકાત કરી. આ પુસ્તકાલયમાં વિવિધ વ્યવસ્થાના બાંધકામ માટે એન્ડ્રૂ મેલ્લોન ફાઉન્ડેશન ગ્રાન્ટ મળી તે ગેટ્સને આભારી છે, આ ગ્રાન્ટ મળ્યા બાદ ટિમ્બક્ટુ મેન્યુસ્ક્રિપ્ટસ પ્રોજેક્ટના કાર્ય માટેની પ્રેરણા મળી. કમનસીબે, ટિમ્બક્ટુમાં હાલ કોઇ પણ પુસ્તક કલાકારો બચ્યા નથી. જોકે પુસ્તક કલાકારોની સાંસ્કૃતિક યાદો હજુ પણ જીવંત છે, અને તે અહીંના પ્રવાસ ઉદ્યોગ પોષે છે. ટિમ્બક્ટુ બે નાના સંગ્રહાલયો ઉપરાંત આ પ્રદેશના ઐતિહાસિક દસ્તાવેજોની જાળવણી માટે સમર્પિત એવી એક સંસ્થા ધરાવે છે. આ બે સંગ્રહાલયોમાંથી એકમાં તો જર્મન સંશોધક હેનરિચ બાર્થ 1853-54 દરમિયાન છ મહિના રહ્યા હતા. તુઆરેગ અને માલી સરકાર વચ્ચેના સમાધાનની ઊજવણીના ભાગરૂપે બનેલું ફ્લેમ ઓફ પીસ સ્મારક પણ આ જ શહેરમાં આવેલું છે.

આકર્ષણો

ટિમ્બક્ટુનાં સ્થાનિક સ્થાપત્યની ઓળખ તેની લીંપણની મસ્જિદોથી છે, કહેવાય છે કે તેનાથી એન્ટોની ગૌડી પ્રેરાયા હતાં. તેમાં નીચેના સ્થાપત્યોનો સમાવેશ થાય છે:

  • દ્જિન્ગ્યુરેબર મસ્જિદ. જેને એલ સહેલી દ્વારા 1327માં બાંધવામાં આવી હતી
  • સાન્કોર મસ્જિદ . સાન્કોર યુનિવર્સિટી તરીકે પણ જાણીતું આ સ્થાપત્ય પંદરમી સદીના શરૂના વર્ષોમાં બંધાયું હતું
  • સિદિ યાહ્યા મસ્જિદ. જેને મોહમેદ નાદ્દાહ દ્વારા 1441માં બાંધવામાં આવી હતી.

અન્ય આકર્ષણોમાં સંગ્રહાલય, અગાસી પર કરેલા બગીચાઓ અને પાણીના ટાવરનો સમાવેશ થાય છે.

ભાષા

ટિમ્બક્ટુની મુખ્ય ભાષા કોયરા ચિઇનિ તરીકે ઓળખાતી સોન્ઘાય ભાષા છે, જે 80 ટકાથી વધુ રહેવાસીઓ બોલે છે. 1990-1994ના તુઆરેગ/આરબ બળવા દરમિયાન હાંકી કઢાયેલા 10-10 ટકા વસ્તી ધરાવતાં બે નાના સમૂહો હસ્સનિયા અરેબિક અને તામશેક ભાષા બોલે છે.

આબોહવા

સમગ્ર વર્ષ દરમિયાન અહીંયા પુષ્કળ સૂર્યપ્રકાશ સાથે હવામાન ગરમ અને સૂકું રહે છે. સૌથી ગરમ મહિનાઓ મે અને જૂનમાં રોજનું સરેરાશ મહતમ તાપમાન 40°C થી ઉપર રહે છે. જોકે ગરમી છતાં જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન તાપમાન પ્રમાણમાં ઠંડું રહે છે. આ જ સમયમાં અલ્પ પ્રમાણમાં વાર્ષિક વરસાદ પડી જાય છે. માત્ર શિયાળાના ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જ સરેરાસ મહતમ તાપમાન 32°C કરતાં નીચે જાય છે.

હવામાન માહિતી Timbuktu
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
સ્ત્રોત: World Meteorological Organization

લોકપ્રિય સંસ્કૃતિમાં

અન્ય દેશોમાં આ શહેરની રહસ્યમય અથવા પૌરાણિક તરીકેની છાપ આજના દિવસ સુધી બચી છે: 2006માં 150 યુવાન બ્રિટનોમાં કરાયેલા અભ્યાસમાં જણાયું હતું કે તેમાનાં 34%ની માન્યતા હતી કે આવું કોઇ શહેર અસ્તિત્વમાં જ નથી, જ્યારે 66%એ તેને "પૌરાણિક સ્થળ" તરીકે ગણાવ્યું હતું. 1940માં શહેરમાં તૈયાર થયેલી 1959ની ફિલ્મ ટિમ્બક્ટુ કનબ ઉટાહમાં ફિલ્માવવામાં આવી હતી. તેમાં વિક્ટર મેચ્યોર અને ય્વોન્ની દ કાર્લોને ચમકાવવામાં આવ્યાં હતાં.


"ધ ફ્યુચર્સ સો બ્રાઇટ, આઇ ગોટ્ટા વેઅર શેડ્સ" નામનું હિટ ગીત ધરાવતાં અમેરિકન ઓલ્ટરનેટિવ પૉપ ગ્રુપ "ટિમ્બક3"એ પોતાનું નામ ટિમ્બક્ટુના ઉચ્ચારણ સાથે શબ્દરમત કરીને પાડ્યું છે. સાન ફ્રાન્સિસ્કો સ્થિત સંદેશાવાહક બેગ ઉત્પાદક ટિમ્બક2 કંપનીએ પણ પોતાનું નામ આવી જ શબ્દરમત કરીને પાડ્યું છે. ટિમ્બક્ટુમાં થયેલી ડચ ડોનાલ્ડ ડક કોમિક સબસીરીઝમાં ડોનાલ્ડ ડક આ શહેરનો સુરક્ષિત સ્વર્ગ તરીકે ઉપયોગ કરે છે. 1970ની ડિઝની એનિમેટેડ ફીચર ધ એરિસ્ટોકેટ્સ માં, ખાનસામો એડ્ગર બિલાડીઓને એક પેટીમાં મૂકીને આ પેટી ટિમ્બક્ટુ મોકલવાની યોજના ઘડે છે. ટિમ્બક્ટુને ભૂલથી ફ્રેન્ચ પશ્ચિમ આફ્રિકાને બદલે ફ્રેન્ચ વિષુવવૃત્તીય આફ્રિકામાં નોંધવામાં આવ્યું છે.


બ્રિટિશ મ્યુઝિકલ ઓલિવર! માં પણ ટિમ્બક્ટુ દ્રશ્યમાન થાય છે જ્યારે ઓલિવર નેન્સી સામે ગાય છે, "આઇ વુડ ડુ એનીથિંગ ફોર યુ, ડીયર, એનીથિંગ, ફોર યુ". જેના જવાબમાં નેન્સી ગાય છે, "પેઇન્ટ યોર ફેઇસ બ્રાઇટ બ્લુ?" "એનીથિંગ", ઓલિવર પ્રતિભાવ આપે છે. "ટિમ્બક્ટુ જાય છે?" નેન્સી પૂછે છે. "અને ફરી વખત", ઓલિવર પ્રતિભાવ આપે છે, અને ગીત આગળ વધે છે. ટૉમ રોબિન્સની નવલકથા હાફ એસ્લીપ ઇન ફ્રોગ પજામાસ માં ટિમ્બક્ટુએ કેન્દ્રિય થીમ પૂરી પાડી છે. તેમાં લેરી ડાયમન્ડ નામનું પ્રમુખ પાત્ર આ શહેરના સમૃદ્ધ ઇતિહાસ અને દૈવી મહત્વના ગુણગાન સાંભળીને મંત્રમુગ્ધ થઇ જતું બતાવાયું છે. આવા સાંસ્કૃતિક પ્રભાવોને કારણે ટિમ્બક્ટુ વાતચીતની ભાષા અને ઉદ્દગારોની યજમાનીના ઉદ્ગમસ્થાનનું મૂળ બન્યું છે. ઉદાહરણ તરીકે, કોઇ ચીજ મેળવવી દુષ્કર અથવા તો અઘરી છે તેમ સૂચવવા માટે લોકો ઘણી વખત "ટુ ગો ટુ ટિમ્બક્ટુ" અથવા "ઇટ ઇઝ ઇન ટિમ્બક્ટુ" જેવા શબ્દસમૂહોનો ઉપયોગ કરતાં હોય છે.

બાજુ બાજુના નગરો

ટિમ્બક્ટુ નીચેના નગરો જેવું પડોશી નગર છે:

  • ટિમ્બક્ટુ  - કેમ્નિટ્ઝ, જર્મની
  • ટિમ્બક્ટુ  - હે-ઓન-વાય, વેલ્સ, યુનાઇટેડ કિંગડમ
  • ટિમ્બક્ટુ  - મારાકેશ, મોરોક્કો
  • ટિમ્બક્ટુ  - સેઇન્તેસ, ફ્રાન્સ
  • ટિમ્બક્ટુ  - ટેમ્પે, એરિઝોના, યુનાઇટેડ સ્ટેટ્સ

નોંધ

]

પર્યટન

ટિમ્બક્ટુ 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
ટિમ્બક્ટુ

Tags:

ટિમ્બક્ટુ ઇતિહાસટિમ્બક્ટુ વ્યુત્પત્તિશાસ્ત્રટિમ્બક્ટુ દંતકથાત્મક વાર્તાઓટિમ્બક્ટુ અભ્યાસનું કેન્દ્રટિમ્બક્ટુ નું વર્તમાનટિમ્બક્ટુ લોકપ્રિય સંસ્કૃતિમાંટિમ્બક્ટુ બાજુ બાજુના નગરોટિમ્બક્ટુ નોંધટિમ્બક્ટુ સંદર્ભોટિમ્બક્ટુ વધુ વાંચનટિમ્બક્ટુ બાહ્ય કડીઓટિમ્બક્ટુઇસ્લામ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દાર્જિલિંગસ્વામી વિવેકાનંદનારિયેળઆણંદ જિલ્લોમકરંદ દવેએકમઋગ્વેદકબૂતરપ્રમુખ સ્વામી મહારાજવિક્રમાદિત્યગ્રામ પંચાયતટેક્સસવશચણાગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોરમેશ પારેખમધુ રાયઉત્તરવાહિની નર્મદા પરિક્રમાગાંધી આશ્રમઅમૂલકુબેર ભંડારીસીદીસૈયદની જાળીકોણાર્ક સૂર્ય મંદિરહોમી ભાભાદમણઇ-કોમર્સવૈશ્વિક આબોહવા પરિવર્તનમિઆ ખલીફાસંયુક્ત આરબ અમીરાતનડાબેટપાકિસ્તાનહિમાલયરબારીપાણીગાંધીનગર લોક સભા મતવિસ્તારમધર ટેરેસામનમોહન સિંહવ્યક્તિત્વકાન્હડદે પ્રબંધપન્નાલાલ પટેલસરદાર સરોવર બંધટ્વિટરરાજા રામમોહનરાયશેત્રુંજયરાજ્ય સભાફિરોઝ ગાંધીમુસલમાનઇસ્લામઅદ્વૈત વેદાંતજ્ઞાનકોશતાલુકા વિકાસ અધિકારીકાંકરિયા તળાવપાટણમોરકેનેડાબનાસ ડેરીગરમાળો (વૃક્ષ)બનાસકાંઠા જિલ્લોસાડીઅરવલ્લી જિલ્લોહરિયાણાવિશ્વામિત્રરમઝાનમેષ રાશીમાર્કેટિંગવલસાડ તાલુકોમુંબઈગુજરાતી ભાષાવાલ્મિકીસંજ્ઞાજયશંકર 'સુંદરી'નર્મદા બચાવો આંદોલન🡆 More