ઉલ્લાસકર દત્ત

ઉલ્લાસ્કર દત્તા (૧૬ એપ્રિલ ૧૮૮૫ – ૧૭ મે ૧૯૬૫) અનુશીલન સમિતિ અને બંગાળના યુગાંતર સાથે સંકળાયેલા ભારતીય ક્રાંતિકારી હતા.

તેઓ બારિન્દ્રકુમાર ઘોષના નિકટના સહયોગી હતા.

ઉલ્લાસકર દત્ત
উল্লাসকর দত্ত
ઉલ્લાસકર દત્ત
જન્મની વિગત(1885-04-16)16 April 1885
બ્રાહ્મણબારિયા જિલ્લો, બંગાળ પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન બાંગ્લાદેશ)
મૃત્યુ17 May 1965(1965-05-17) (ઉંમર 80)
શિક્ષણપ્રેસિડેન્સી યુનિવર્સિટી, કોલકાતા
વ્યવસાયભારતીય સ્વાધીનતા કાર્યકર
સંસ્થાયુગાંતર અને અનુશીલન સમિતિ
પ્રખ્યાત કાર્યસ્વાતંત્ર્ય ચળવળ
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ

પ્રારંભિક જીવન

ઉલ્લાસ્કરનો જન્મ હાલના બાંગ્લાદેશના બ્રાહ્મણબારિયા જિલ્લાના કાલિકાછા ગામમાં એક વૈદ્ય પરિવારમાં થયો હતો. તેમના પિતા દ્વિજાદાસ દત્તગુપ્તા બ્રહ્મ સમાજના સભ્ય હતા અને તેમણે યુનિવર્સિટી ઓફ લંડનમાંથી કૃષિની ડિગ્રી મેળવી હતી. ૧૯૦૩માં પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ તેમણે પ્રેસિડેન્સી કોલેજ, કલકત્તામાં પ્રવેશ મેળવ્યો હતો. તેમનો રસ રસાયણ શાસ્ત્ર વિષય પ્રત્યે હતો. જો કે, બંગાળીઓ વિશે કેટલીક અપમાનજનક ટિપ્પણી કરનારા બ્રિટિશ પ્રોફેસર રસેલને મારવા બદલ તેમને કોલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

ક્રાંતિકારી પ્રવૃત્તિઓ

ઉલ્લાસ્કર યુગાંતર જૂથના સભ્ય હતા અને તેઓ બોમ્બ બનાવવામાં નિપુણ હતા. ખુદીરામ બોઝે મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડની હત્યાના પ્રયાસમાં ઉલ્લાસકર અને હેમચંદ્ર દાસ દ્વારા નિર્મિત બોમ્બનો ઉપયોગ કર્યો હતો. જોકે, પોલીસે યુગાંતર જૂથના ઘણા સભ્યોને પકડી પાડ્યા હતા, જેમાં ઉલ્લાસકર દત્તા, બારીન્દ્ર ઘોષ અને ખુદીરામનો સમાવેશ થાય છે.

મુકદ્દમો અને સજા

પ્રખ્યાત અલીપોર બોમ્બ કેસમાં ઉલ્લાસકરની ૨ મે ૧૯૦૮ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ૧૯૦૯માં તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. બાદમાં, અપીલ પર, ચુકાદાને આજીવન કેદમાં ઘટાડવામાં આવ્યો હતો અને તેમને આંદામાનની સેલ્યુલર જેલમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

સેલ્યુલર જેલ

ઉલ્લાસ્કરને સેલ્યુલર જેલમાં ક્રૂર ત્રાસ આપવામાં આવ્યો હતો પરિણામે તેમણે તેમનું માનસિક સંતુલન ગુમાવ્યું છે. ૧૯૨૦માં તેમને મુક્ત કરવામાં આવ્યા અને તેઓ કોલકાતા પાછા ફર્યા હતા.

પછીનું જીવન

ઉલ્લાસ્કરની ૧૯૩૧માં ફરીથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને ૧૮ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી હતી. ૧૯૪૭માં બ્રિટીશ શાસનનો અંત આવ્યો ત્યારે તેઓ તેમના વતન ગામ કાલિકાછા પાછા ફર્યા હતા. ૧૦ વર્ષની એકલવાયી જિંદગી બાદ ૧૯૫૭માં તેઓ કોલકાતા પરત ફર્યા હતા. કોલકાતા પરત ફર્યા બાદ તેમણે પોતાની બાળપણની મિત્ર અને બિપિનચંદ્ર પાલની પુત્રી લીલા સાથે લગ્ન કર્યા હતા, જેઓ તે સમયે શારીરિક રીતે અશક્ત વિધવા મહિલા હતા. તેમણે તેમનું પાછળનું જીવન આસામના કછાર જિલ્લાના જિલ્લા શહેર સિલચરમાં વિતાવ્યું હતું. ૧૭ મે ૧૯૬૫ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતામાં તેમનું અવસાન થયું હતું. તાજેતરમાં, કોલકાતા અને સિલચરના બે રસ્તાઓના નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યા હતા.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ઉલ્લાસકર દત્ત પ્રારંભિક જીવનઉલ્લાસકર દત્ત ક્રાંતિકારી પ્રવૃત્તિઓઉલ્લાસકર દત્ત મુકદ્દમો અને સજાઉલ્લાસકર દત્ત સેલ્યુલર જેલઉલ્લાસકર દત્ત પછીનું જીવનઉલ્લાસકર દત્ત સંદર્ભઉલ્લાસકર દત્ત બાહ્ય કડીઓઉલ્લાસકર દત્તઅનુશીલન સમિતિબારિન્દ્રકુમાર ઘોષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વલ્લભી વિશ્વવિદ્યાલયભગવદ્ગોમંડલનવદુર્ગાશીતળાધરમપુરકોળીજુનાગઢચંદ્રશેખર આઝાદવાઘસંજ્ઞાધૂમકેતુલોથલરાહુલ ગાંધીચંદ્રખાદ્ય પદાર્થની સાચવણીરઘુવીર ચૌધરીઅભિમન્યુઅવિભાજ્ય સંખ્યાકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીમિઝોરમભાવનગર જિલ્લોરામનવમીપંજાબ, ભારતપોરબંદર જિલ્લોસુભાષચંદ્ર બોઝહડકવાસપ્તર્ષિકસ્તુરબાગુજરાતના મુખ્યમંત્રીઓરથયાત્રાચંદ્રગુપ્ત મૌર્યખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત)સ્વામિનારાયણગુજરાતી સાહિત્ય પરિષદઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહવર્તુળગિજુભાઈ બધેકાનરેશ કનોડિયારાજકોટએડોલ્ફ હિટલરમરીઝઅમરનાથ (તીર્થધામ)ગુજરાતી સિનેમાતારંગાઘર ચકલીઅંગ્રેજી ભાષાહિંદુ ધર્મગુરુના ચંદ્રોઘઉંબેંક ઓફ બરોડાઉદ્‌ગારચિહ્નભરૂચચોઘડિયાંજળ ચક્રઈન્દિરા ગાંધીભારતીય રૂપિયોશૂન્ય પાલનપુરીસૂર્યનમસ્કારપંચમહાલ જિલ્લોગુજરાત સાહિત્ય અકાદમીફેસબુકવર્તુળનો પરિઘઅંગકોર વાટતાપી નદીગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોહેમચંદ્રાચાર્યસ્વાદુપિંડમહારાણા પ્રતાપપરમાણુ ક્રમાંકકુપોષણમહાત્મા ગાંધીતાલુકા પંચાયતકંપની (કાયદો)નિરંજન ભગતજામીનગીરીઓકીકીનરસિંહ મહેતા🡆 More