લીલા રોય

લીલા રોય (નાગ) (બંગાળી: লীলা রায়; ૨ ઑક્ટોબર ૧૯૦૦ - ૧૧ જૂન ૧૯૭૦) એ કટ્ટરવાદી ડાબેરી ભારતીય રાજકારણી, સુધારક અને નેતાજી સુભાષચંદ્ર બોઝના નિકટના સાથી હતા.

લીલા રોય
લીલા રોય
જન્મની વિગત(1900-10-02)2 October 1900
ગોયલપારા, સિલહટ, આસામ, બ્રિટિશ ભારત
મૃત્યુની વિગત11 June 1970(1970-06-11) (ઉંમર 69)
કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત
મૃત્યુનું કારણભારતીય
જન્મ સમયનું નામલીલાબોતી (લીલાવતી) નાગ
જીવનસાથીઅનિલ ચંદ્ર રોય

કુટુંબ

તેમનો જન્મ એક ઉચ્ચ મધ્યમ વર્ગના બંગાળી હિન્દૂ કાયસ્થ પરિવારમાં સિલહટમાં (હવે બાંગ્લાદેશ) થયો હતો અને તેઓ કોલકતાની બેથુન કોલેજમાંથી અંગ્રેજીમાં સુવર્ણ ચંદ્રક સાથે સ્નાતક થયા હતા. તેમના પિતા ગિરિશ્ચંદ્ર નાગ, સુભાષચંદ્ર બોઝના શિક્ષક હતા. તેઓ ઢાકા વિશ્વવિદ્યાલયના અધિકારીઓ સાથે લડ્યા અને તેમાં પ્રવેશ મેળવનારી પહેલી મહિલા બન્યા. અહીંથી તેમણે એમ.એ.ની પદવી મેળવી. તે સમયે ઢાકા યુનિવર્સિટીમાં સહ-શિક્ષણની મંજૂરી નહોતી. તત્કાલીન કુલપતિ ફિલિપ હાર્ટોગે તેમને પ્રવેશ માટે વિશેષ મંજૂરી આપી હતી.

સામાજિક કાર્ય

અભાસ બાદ તેમણે ઢાકામાં સામાજિક કાર્યો શરૂ કર્યા. તેમણે ઢાકામાં બીજી કન્યા વિદ્યાલય શરૂ કરી. તેમણે છોકરીઓને શિક્ષણમાં કુશળતા અને વ્યાવસાયિક તાલીમ પ્રાપ્ત કરવા પ્રોત્સાહન આપ્યું .આ સિવાય છોકરીઓના પોતાના બચાવ માટે માર્શલ આર્ટ શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ત્યાર પછીના વર્ષોમાં તેમણે મહિલાઓ માટે સંખ્યાબંધ શાળાઓ અને સંસ્થાઓની સ્થાપના કરી.

ઈ. સ. ૧૯૨૧ના બંગાળ પૂર પછી સુભાષચંદ્ર બોઝ રાહત કાર્યવાહીનું નેતૃત્વ કરી રહ્યા હતા ત્યારે તેઓ જઈને તેમને મળ્યા. લીલા નાગ જ્યારે ઢાકા વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થીની હતા ત્યારે તેમણે ઢાકા મહિલા સમિતિની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેના સભ્ય તરીકે નેતાજી માટે દાન અને રાહત સામગ્રી એકત્રિત કરી હતી.

ઈ.સ. ૧૯૩૧ માં, તેમણે જયશ્રીનું પ્રકાશન કરવાનું શરૂ કર્યું, તે સંપૂર્ણ રીતે મહિલા દ્વારા સંપાદિત, સંચાલિત અને મહિલા લેખકો દ્વારા લખાતું સૌ પ્રથમ સામાયિક હતું. તેનું નામ રવીન્દ્રનાથ ટાગોરે સૂચવ્યું હતું અને જાણીતી હસ્તીઓનો તેમને આશીર્વાદ મળ્યો હતો.

રાજકીય પ્રવૃત્તિ

લીલા નાગે ડિસેમ્બર ૧૯૨૩ માં ઢાકામાં દીપાલી સંઘ નામે એક મહિલા ક્રાંતિકારી સંગઠન બનાવ્યું, જેમાં મહિલાઓને લડાઇની તાલીમ આપવામાં આવી હતી. પ્રીતીલતા વાડ્ડેદારે ત્યાંથી અભ્યાસક્રમો લીધા હતા. તેમણે સવિનય કાનૂન ભંગ ચળવળમાં ભાગ લીધો અને છ વર્ષ સુધી જેલમાં રહ્યા હતા. ઈ.સ. ૧૯૩૮માં, તેમને તે સમયના કૉંગ્રેસ અધ્યક્ષ, સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસની રાષ્ટ્રીય યોજના સમિતિમાં નિયુક્ત કર્યા હતા. ઈ.સ. ૧૯૩૯ માં તેમણે અનિલચંદ્ર રોય સાથે લગ્ન કર્યા. સુભાષચંદ્ર બોઝના કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આ દંપતી તેમની સાથે ફોરવર્ડ બ્લૉકમાં જોડાયા હતા.

ઈ.સ. ૧૯૪૧ માં, જ્યારે ઢાકામાં કોમી રમખાણો ગંભીર બન્યા ત્યારે તેમણે શરતચંદ્ર બોઝ સાથે મળીને યુનિટી બોર્ડ અને રાષ્ટ્રીય સેવા બ્રિગેડની રચના કરી. ઈ.સ. ૧૯૪૨માં, ભારત છોડો આંદોલન દરમિયાન તેમની અને તેમના પતિ બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને તેમનું સામયિક બંધ કરવાની ફરજ પાડી હતી. ઈ.સ. ૧૯૪૬ માં તેમની જેલમાંથી મુક્તિ પછી તેમની ભારતની બંધારણ સભામાં ચૂંટાઇ આવી.

ભારતના ભાગલા સમયની હિંસા દરમિયાન, તેઓ ગાંધીજીને નોઆખાલીમાં મળ્યા હતા. ગાંધીજી ત્યાં પહોંચે તે પહેલાં જ, તેમણે એક રાહત કેન્દ્ર ખોલ્યું હતું અને માત્ર છ દિવસમાં ૯૦ માઇલ પગપાળા પ્રવાસ કર્યા પછી ૪૦૦ મહિલાઓને બચાવી હતી. ભારતના ભાગલા પછી, તેમણે કોલકાતામાં નિરાધાર અને ત્યજી દેવાયેલી મહિલાઓ માટે આશ્રય ઘરો ચલાવ્યાં અને પૂર્વ બંગાળના શરણાર્થીઓને મદદ કરવાનો પ્રયાસ કર્યો.

ઈ. સ. ૧૯૪૭માં તેમણે પશ્ચિમ બંગાળમાં જતિયા મહિલા સંગઠનની સ્થાપના કરી હતી.

પછીના વર્ષો

ઈ.સ. ૧૯૬૦ માં તેઓ ફોરવર્ડ બ્લૉક (સુભાષ) અને પ્રજા સમાજવાદી પાર્ટીના વિલિનીકરણથી રચાયેલી નવી પાર્ટીની અધ્યક્ષ બની હતી, પરંતુ તેની કામગીરીથી નિરાશ થઈ અને બે વર્ષ પછી તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તી લીધી.

લાંબી માંદગી પછી, જૂન ૧૯૭૦ માં તેમનું અવસાન થયું.

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

લીલા રોય કુટુંબલીલા રોય સામાજિક કાર્યલીલા રોય રાજકીય પ્રવૃત્તિલીલા રોય પછીના વર્ષોલીલા રોય આ પણ જુઓલીલા રોય સંદર્ભલીલા રોયબંગાળી ભાષાભારતસુભાષચંદ્ર બોઝ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાજપૂતભારતીય સિનેમાસ્વામિનારાયણ સંપ્રદાયકાઠિયાવાડધ્રુવ ભટ્ટરવિન્દ્રનાથ ટાગોરજવાહરલાલ નેહરુહસ્તમૈથુનશ્રીમદ્ ભગવદ્ ગીતાપ્રત્યાયનજયંતિ દલાલચણોઠીઓખાહરણકચ્છ જિલ્લોબાંગ્લાદેશઅંજાર તાલુકોસુરેન્દ્રનગર જિલ્લોકમળોજહાજ વૈતરણા (વીજળી)ભારતીય માનક સમયઆવર્ત કોષ્ટકસિદ્ધરાજ જયસિંહપાટણ જિલ્લોનવરાત્રીરવીન્દ્ર જાડેજાદિલ્હી સલ્તનતગુજરાત ટાઇટન્સઉંબરો (વૃક્ષ)સાતવાહન વંશભારતીય-યુરોપીય ભાષાસમૂહકુમારપાળ દેસાઈભારતીય જનતા પાર્ટીસમાજવાદગુજરાત સરકારરાવણપ્રીટિ ઝિન્ટાનરેશ કનોડિયાકૃષ્ણકુમારસિંહ ગોહીલઅમદાવાદ જિલ્લોહરિવંશસોલંકી વંશઉપેન્દ્ર ત્રિવેદીઉર્વશીમનુભાઈ પંચોળીઅમદાવાદ બીઆરટીએસગરબાચંદ્રગુપ્ત મૌર્યદિલ્હીરમણભાઈ નીલકંઠવાતાવરણહોમિયોપેથીઅમિતાભ બચ્ચનચક્રવાતક્ષેત્રફળગુજરાતી સાહિત્યદેવભૂમિ દ્વારકા જિલ્લોવિકિપીડિયાગોરખનાથભારતીય રેલખજુરાહોવલ્લભી વિશ્વવિદ્યાલયઅમિત શાહમોટરગાડીકારડીયાપાટીદાર અનામત આંદોલનમધુ રાયગુજરાતી સાહિત્યકારોની યાદીવિક્રમ ઠાકોરમહિનોઈંડોનેશિયાહિંદુ અવિભક્ત પરિવારપરબધામ (તા. ભેંસાણ)ગોહિલ વંશયાદવનિરંજન ભગતલાલ બહાદુર શાસ્ત્રી🡆 More