દુર્વાસા ઋષિ

હિંદુ ધર્મના પુરાણોમાં દુર્વાસા ઋષિ વિશે ઉલ્લેખ જોવા મળે છે.

તેઓ અત્રિ મુનિ અને અનસૂયાના સંતાન હતા. દુર્વાસાને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. તે પોતાના ક્રોધના કારણે જાણીતા હતા. એમણે ગુસ્સે થઇ કેટલાય લોકોને શાપ આપી એમની હાલત બગાડી નાખી હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. આ કારણે તેઓ જ્યાં પણ જાય ત્યાં લોકો ભગવાનની જેમ એમનો આદર કરતા હતા.

વિવાહ

દુર્વાસા ઋષિના વિવાહ ઔર્વ મુનિની પુત્રી કંદલી સાથે થયા હતા. વિવાહ સમયે તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે હું મારી સ્ત્રીના સો સુધી અપરાધ ક્ષમા કરીશ. પ્રતિજ્ઞા પ્રમાણે તેમણે સો અપરાધ માફ કર્યા. પછી શાપ આપી પોતાની પત્નિને ભસ્મ કરી દીધી હતી.

શાપ

ઇન્દ્ર

વળી કોઇ અપરાધ સારૂં ઇન્દ્રને પણ શાપ આપ્યો હતો કે તારી સર્વ સંપત્તિ સમુદ્રમાં પડશે અને તેમ તે પડી હતી. સમુદ્રમંથન દ્વારા તેણે આપેલા ઉશાપને લીધે ઇન્દ્રને તે પાછી મળી હતી.

શકુંતલા

દુર્વાસા ઋષિ 
શકુંતલાને શ્રાપ આપતા દુર્વાસા

મહાકવિ કાલિદાસની મહાન રચના અભિજ્ઞાન શાકુંતલમાં વર્ણવ્યા મુજબ એમણે શકુંતલાને શાપ આપ્યો હતો કે તેણીનો પ્રેમી એને ભૂલી જશે, જે સાચું સાબિત થયું હતુ.

કૃષ્ણ

એક વખત તે દ્વારકા ગયા ત્યારે કૃષ્ણએ તેમનો બહુ જ સત્કાર કરી પોતાને ત્યાં રાખ્યા હતા. તે વખતે તેમણે કૃષ્ણને ઘણી વખત સતાવ્યા હતા. એક વખત કૃષ્ણની પાસે ખીર કરાવી અને તે ખીર પોતાને હાથે રુક્મિણી અને કૃષ્ણને શરીરે ચોપડી હતી. બીજી વખત રથે ઘોડા ન જોડાવતાં કૃષ્ણ અને રુકિમણીને જોડ્યાં અને રુક્મિણી બરાબર ચાલે નહિ તો તેને ચાબુક માર્યા હતા. આમ છતાં પણ કૃષ્ણને ક્રોધ ઉત્પન્ન થયો નહિ, એટલું જ નહિ પણ રુક્મિણીની મુખમુદ્રા પણ પ્રસન્ન જ રહી હતી. તે ઉપરથી પોતે બહુ પ્રસન્ન અને સંતુષ્ટ થઈ બંનેને ઘણાં પ્રકારનાં ઇચ્છિત વરદાન આપી પોતે સ્વસ્થાને ગયા હતા. એક સમયે કૃષ્ણએ તેમની મહેમાનગતિ કરવામાં ભૂલ કરી. અન્નનો અમુક ભાગ દુર્વાસાના પગ ઉપરથી સાફ કરતાં કૃષ્ણ ભૂલી જતાં ઋષિ બહુ ગુસ્સે થયા અને તેનું મૃત્યુ કેમ થશે તે જણાવ્યું.

દુર્યોધનને આશીર્વાદ

એમની એવા પ્રકારની સેવા દુર્યોધને પણ કરી હતી. દુર્યોધને વર માગ્યો કે, પાંડવોને ત્યાં જઈ ભોજન કરવા ખાતર નહિ પણ પાંડવોનું સત્ત્વ જોવા સારૂ મધ્યરાત્રિ પછી જ્યારે ભોજન વગેરે આટોપયું હોય તે વખતે ભોજન માંગવું. જો ભોજન ન આપે તો તેમને શાપવા. દુર્યોધનનું આ કહેવું દુર્વાસાને રુચ્યું નહિ, પણ પોતે વર માગ એમ કહ્યું હતું એટલે નિરુપાયે ત્યાં ગયા અને પોતાના અયુત શિષ્યો સહિત પોતાને માટે અન્ન માગ્યું. યુધિષ્ઠિરે તેમને સ્નાન માટે મોકલીને દ્રૌપદીને જગાડીને સમાચાર કહ્યા. એ સાંભળીને એ ગભરાઈ અને લાગલું જ કૃષ્ણનું સ્મરણ કર્યું. કૃષ્ણ ત્યાં પ્રગટ થયા અને સૂર્યની આપેલી થાળીમાં શાકપત્ર ઉપજાવી બધાંના દેખતાં પોતે ખાધું. એમ જમીને તૃપ્ત થતાં જ દુર્વાસા અને સઘળા ઋષિઓ પણ તૃપ્ત થયા. તેથી યુધિષ્ઠિરનું કલ્યાણ થાઓ એવો આશીર્વાદ દઈ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા

કુંતીને આશીર્વાદ

મહાભારતમાં પાંડુરાજાની પત્નિ કુંતીને તેમણે આપેલ વરદાનને કારણે પાંડવોનો જન્મ થયાની કથા છે.તેમણે કુંતીને વરદાનમાં મંત્ર આપેલ કે જેનાથી તે જે પણ દેવને ઇચ્છે તે દેવ પાસેથી પુત્ર પ્રાપ્ત કરી શકે. કુંતીએ આ મંત્રનો ઉપયોગ કરી નીચે મુજબનાં દેવો પાસેથી પુત્રોની પ્રાપ્તી કરેલ.

અંબરીશ સાથે મેળાપ (શ્રીમદ ભાગવત)

શ્રીમદ્ ભાગવતમ્‌માં અંબરીશની સાથે દુર્વાસા ઋષિના ઝઘડાની કથા ખૂબ જ જાણીતી છે. અંબરીશ રાજા ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હતા અને હંમેશા સાચું બોલતા હતા. અંબરીશે પોતાના રાજ્યની સુખ, શાંતિ અને સમૃધ્ધિ માટે પૂરી શ્રધ્ધાથી એક યજ્ઞ કરાવ્યો હતો. એક વાર અંબરીશે દ્વાદશીનું વ્રત કર્યું હતું, જેમાં એકાદશીએ વ્રતની શરુઆત થાય અને બારસના દિવસે વ્રત પૂર્ણ થાય છે. વ્રત પૂર્ણ થયા બાદ સાધુજનોને ભોજન કરાવવાનું હોય છે. જ્યારે આ દ્વાદશીના દિવસે વ્રત પૂર્ણ થવા આવ્યું ત્યારે અંબરીશના ઘરે દુર્વાસા મુનિ પધાર્યા. અંબરીશે દુર્વાસા મુનિનું સાદર સ્વાગત કર્યું. અંબરીશે એમને ભોજન કરવા માટે આગ્રહ કર્યો. દુર્વાસાએ અંબરીશના આગ્રહનો સ્વીકાર કર્યો અને કહ્યું કે જ્યાં સુધી તેઓ નદીએ જઇ સ્નાન કરીને ન આવે ત્યાં સુધી અંબરીશે વ્રત પૂર્ણ કરવું નહીં. ઘણો સમય વીતી ગયો, પરંતુ દુર્વાસા મુનિ આવ્યા નહીં. અંબરીશે વ્રત પૂર્ણ કરવાનું હતું. ગુરુ વશિષ્ઠના આગ્રહને કારણે અંબરીશે તુલસી-પત્ર વડે પોતાનો ઉપવાસ પૂર્ણ કર્યો અને દુર્વાસા મુનિની પ્રતિક્ષા કરવા લાગ્યા. દુર્વાસા ઋષિને એમ લાગ્યું કે એમના આવવા પહેલાં વ્રત પૂર્ણ કરી અંબરીશે એમનું અપમાન કર્યું, આથી ગુસ્સે ભરાયેલા દુર્વાસાએ પોતાની જટામાંથી એક રાક્ષસ પેદા કર્યો અને એને અંબરીશને મારવા માટે કહ્યું. આ સમયે ભગવાન નારાયણના સુદર્શન ચક્રએ રાક્ષસનો વધ કર્યો અને અંબરીશની રક્ષા કરી. ત્યાર પછી સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિનો પીછો કરવા લાગ્યું. આથી ભયભીત દુર્વાસા મુનિએ પહેલાં બ્રહ્મા અને પછી શિવ પાસે પોતાના રક્ષણ માટે ગયા. બધાએ દુર્વાસા ઋષિને બચાવવા માટે પોતાની અસમર્થતા જાહેર કરી અને કહ્યું કે તેઓ અંબરીશ પાસે ક્ષમા માંગે. આખરે દુર્વાસા ઋષિએ અંબરીશ પાસે માફી માગી. અંબરીશે ભગવાન વિષ્ણુને યાદ કર્યા અને એમને દુર્વાસા મુનિની રક્ષા માટે પ્રાર્થના કરી.

જોકે શિવ પુરાણમાં આ કથા થોડી અલગ રીતે આલેખવામાં આવેલી છે.

અંબરીશ સાથે મેળાપ (શિવ પુરાણ)

શિવ પુરાણમાં વર્ણવ્યા મુજબ અંબરીશે દુર્વાસા ઋષિને ભોજન કરાવતાં પહેલાં વ્રત તોડીને દુર્વાસાનું અપમાન કર્યું. આથી દુર્વાસા ઋષિએ અંબરીશને મારી નાખવાનો નિર્ણય કર્યો. અંબરીશને બચાવવા માટે સુદર્શન ચક્ર ઉપસ્થિત થયું, પરંતુ દુર્વાસાના રૂપમાં સાક્ષાત શિવ ભગવાનને જોઇ ચક્ર રોકાઇ ગયું. એ સમયે એક આકાશવાણી થઇ. નંદીએ કહ્યું કે અંબરીશની પરીક્ષા લેવા માટે સ્વયં શિવ ભગવાન આવ્યા છે એટલે અંબરીશ શિવ ભગવાન પાસે ક્ષમા માગી લે. અંબરીશે ક્ષમા માગી અને દુર્વાસા મુનિએ પણ એને આશીર્વાદ આપ્યા.

Tags:

દુર્વાસા ઋષિ વિવાહદુર્વાસા ઋષિ શાપદુર્વાસા ઋષિ દુર્યોધનને આશીર્વાદદુર્વાસા ઋષિ કુંતીને આશીર્વાદદુર્વાસા ઋષિ અંબરીશ સાથે મેળાપ (શ્રીમદ ભાગવત)દુર્વાસા ઋષિ અંબરીશ સાથે મેળાપ (શિવ પુરાણ)દુર્વાસા ઋષિભગવાનશિવહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સિતાંશુ યશશ્ચન્દ્રઅયોધ્યાઉપનિષદચૈત્ર સુદ ૮નર્મદદેવાયત બોદરરાણકી વાવસચિન તેંડુલકરતક્ષશિલાવલ્લભીપુરકેન્સરછોટાઉદેપુર જિલ્લોભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોપંચાયતી રાજશામળાજીમહાત્મા ગાંધીઉત્તરાખંડમાર્ચ ૨૮હરદ્વારમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭અબ્દુલ કલામએકી સંખ્યાશામળ ભટ્ટનળાખ્યાન (પ્રેમાનંદ)એલોન મસ્કહૈદરાબાદજવાહરલાલ નેહરુગુજરાતી વિશ્વકોશદશરથકાળકા માતા મંદિર, પાવાગઢવીર્યરમત-ગમતગુણવંતરાય આચાર્યભારતીય ભૂમિસેનાઅજંતાની ગુફાઓદિવાળીભારતીય જીવનવીમા નિગમવાઘેલા વંશકાલરાત્રિકલાપીગ્રીનહાઉસ વાયુરાણી લક્ષ્મીબાઈમધુ રાયમરાઠી ભાષારિસાયક્લિંગરતિલાલ બોરીસાગરઘોડોશાહરૂખ ખાનપાણીનું પ્રદૂષણગ્રહઆંગણવાડીભારતીય ધર્મોયુગઉત્તર પ્રદેશભારતના નાણાં પ્રધાનભારતના રાજ્ય પક્ષીઓની યાદીઆશાપુરા માતાવાતાવરણફ્રાન્સની ક્રાંતિખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત)જલિયાંવાલા બાગ હત્યાકાંડનાયકી દેવીગુજરાતની નદીઓની યાદીઇલોરાની ગુફાઓગર્ભાવસ્થાગંગાસતીપાણીપતનું પહેલું યુદ્ધઆરઝી હકૂમતરસીકરણચૈત્રમોબાઇલ ફોનઆણંદ જિલ્લોરાધાપિત્તાશયમંગલ પાંડેબેંકબ્રહ્માંડ🡆 More