જુનાગઢ બૌદ્ધ ગુફાઓ: ભારતમાં ગુફાઓ

જુનાગઢ બૌદ્ધ ગુફાઓ એક પુરાતત્ત્વીય સ્થળ છે, જે ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ જુનાગઢ જિલ્લામાં જુનાગઢ શહેર નજીક આવેલ છે.

તે વાસ્તવમાં, કુદરતી ગુફાઓ નથી, પરંતુ અહીં પથ્થર કોતરીને ત્રણ ખંડનો સમૂહ બનાવવામાં આવેલ છે. આ ગુફાઓ મૌર્ય રાજવંશના રાજા અશોક મહાનકાળના સમયગાળાથી પહેલી-ચોથી સદીના પહેલાના સમયમાં બનાવવામાં આવી હતી અને ત્યારબાદ બૌદ્ધ સાધુઓ રહેવા માટે તેનો ઉપયોગ કરતા હતા.

જુનાગઢ બૌદ્ધ ગુફાઓ: ખાપરા કોડિયા ગુફાઓ, બાબા પ્યારે ગુફાઓ, ઉપરકોટ ગુફાઓ
ખાપરા કોડિયા ગુફાઓ, જુનાગઢ, ગુજરાત, ભારત

ખાપરા કોડિયા ગુફાઓ

ખાપરા કોડિયા ગુફાઓ સમગ્ર જુનાગઢ બૌદ્ધ ગુફા સંકુલની સૌથી પ્રાચીન અને દિવાલો પર મરોડવાળા અક્ષરોમાં લખાણો ધરાવતી ૩ થી ૪ થી સદી પૂર્વે, સમ્રાટ અશોકના શાસનમાં બનેલ સૌથી સાદી ગુફાઓ છે આ ગુફાઓને ખેંગાર મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગુફાને સમ્રાટ અશોકના શાસન દરમિયાન આ વિસ્તારમાં સૌપ્રથમ બનાવવામાં આવેલ બૌદ્ધ ઇમારત ગણવામાં આવે છે. આ ગુફાઓ પ્રાચીન સુદર્શન તળાવ (જે લાંબા સમયથી અસ્તિત્વમાં નથી)ના કિનારે અને ઉપરકોટના કિલ્લાથી થોડા બહારના ભાગમાં ઉત્તર દિશા તરફ આવેલ છે. આ ગુફાઓ પૂર્વ થી પશ્ચિમ તરફ જતા એક વિશાળ પથ્થરને કોતરીને બનાવવામાં આવેલ છે. આ ગુફાઓ નાના વિસ્તારમાં છે, પરંતુ તેનું પશ્ચિમ બાજુ પર પાણીની ટાંકી અને અંગ્રેજી 'એલ' આકારનું નિવાસસ્થાન બેજોડ સ્થાપત્ય છે.ગુફાઓનો ઉપયોગ ભિક્ષુઓ દ્વારા વસ્સા (વર્ષા)ના સમયમાં કરવામાં આવતો હતો. ઘણા વર્ષો પછી તેનો ઉપયોગ તેમણે આ જગ્યા ખાલી કરી દીધી હતી, કારણ કે તિરાડોની અંદરથી નિવાસોમાં પાણી ઉતરવા લાગતાં તેમાં રહેવું શક્ય ન હતું. ઘણા સ્ત્રોતો કહે છે કે આ પછી બૌદ્ધ સાધુઓ આ જગ્યા છોડી મહારાષ્ટ્ર તરફ ગયા હતા, જ્યાં તેઓએ કોતરકામ કરીને ઘણા સમાન અને વધુ વિસ્તૃત માળખાંઓ બનાવ્યાં હતાં. પાછળથી ખોદકામને કારણે ખાપરા કોડિયા ઇમારતને નુકસાન થયું હતું, અને હવે માત્ર સૌથી ઉપર આવેલ માળખું રહ્યું છે.

બાબા પ્યારે ગુફાઓ

જુનાગઢ બૌદ્ધ ગુફાઓ: ખાપરા કોડિયા ગુફાઓ, બાબા પ્યારે ગુફાઓ, ઉપરકોટ ગુફાઓ 
બાબા પ્યારે ગુફાઓનું રેખાચિત્ર
જુનાગઢ બૌદ્ધ ગુફાઓ: ખાપરા કોડિયા ગુફાઓ, બાબા પ્યારે ગુફાઓ, ઉપરકોટ ગુફાઓ 
બાબા પ્યારે ગુફાઓ

બાબા પ્યારે ગુફાઓ ઉપરકોટ કિલ્લા પરિસરથી દક્ષિણમાં થોડા બહારના ભાગમાં મોધિમઠ નજીક આવેલ છે. આ ગુફાઓ ખાપરા કોડિયા ગુફાઓ કરતાં વધુ સારી હાલતમાં રહેલ છે. આ ગુફાઓ સાતવાહન શાસનમાં ૧–૨જી સદી એ. ડી.ના સમયમાં બાંધવામાં આવી હતી.  અનુસાર હ્યુ-એન-ત્સાંગની હિંદુસ્તાન યાત્રાના લખાણ અનુસાર તે ૧લી સદી એ. ડી.ના સમયમાં બાંધવામાં આવી હતી. ઉત્તરી જૂથમાં ચાર ગુફાઓ છે. દક્ષિણ પૂર્વીય જૂથમાં ચૈત્ય ખંડ અને મોકળાશ ધરાવતી ખુલ્લી જગ્યા છે. આ જૂથમાં ત્રણ માળ ધરાવતી ૧૩ ગુફાઓ, ૪૫ મીટર (૧૫૦ ફૂટ) લાંબી કોતરવામાં આવેલ છે, જે બૌદ્ધ સ્થાપત્ય દ્વારા પ્રભાવિત છે. બાવા પ્યારે ગુફાઓ ખાતે બોદ્ધ ધર્મ તથા જૈન ધર્મ એ બંનેની કલાકૃતિઓ સમાવેશ થયેલ છે.

ઉપરકોટ ગુફાઓ

જુનાગઢ બૌદ્ધ ગુફાઓ: ખાપરા કોડિયા ગુફાઓ, બાબા પ્યારે ગુફાઓ, ઉપરકોટ ગુફાઓ 
ઉપરકોટ ગુફાઓનું રેખાચિત્ર; નીચેનો ભાગ (ડાબે) અને ઉપરનો ભાગ (જમણે)
જુનાગઢ બૌદ્ધ ગુફાઓ: ખાપરા કોડિયા ગુફાઓ, બાબા પ્યારે ગુફાઓ, ઉપરકોટ ગુફાઓ 
ઉપરકોટ ગુફાઓનો ઉપરનો ભાગ

ઉપરકોટની ગુફાઓ ઉપરકોટ કિલ્લા પરિસર ખાતે ૩૦૦ ફૂટ ઊંડી ખાઈમાં, અડી કડી વાવની તદ્દન બાજુમાં, ૨–૩જી સદી એ. ડી.ના સમયમાં કોતરવામાં આવી હતી. આ ગુફાઓ પર સાતવાહન સ્થાપ્ત્ય શૈલીના પ્રભાવ સાથે મિશ્રણ સાથે ગ્રીકો - સિથિયન શૈલીનું મિશ્રણ છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અનુસાર "આ ગુફા જુથ ત્રણ સ્તરોમાં બનેલ છે, જેમાં આધારવહન કરતા સ્તંભ અર્ધ-દૃશ્યમાન છે, પરંતુ માત્ર બે માળ પર જ નિયમિત ફર્સ રહે છે. ટોચના મજલા પર એક ઊંડો ટાંકો છે, જેના પર ત્રણ બાજુઓ પર વરંડાઓ અને પશ્ચિમ તથા ઉત્તરપશ્ચિમ બાજુ પર કક્ષ છે. નીચલા માળ પર કોરિડોર અને આધારસ્તંભ છે. આ સ્તંભો પર સુંદર કોતરણી કરવામાં આવેલ અને તેના નીચલા, મધ્યમ અને ઉપલા ભાગોમાં અલગ-અલગ કોતરણી દેખાય છે. ગુફાઓ સુંદર કોતરણીયુક્ત સ્તંભો અને પ્રવેશદ્વારો, પાણીના ટાંકા, ઘોડાનાળ આકારની ચૈત્ય વાતાયનો, સભા ખંડ અને ધ્યાન કક્ષ વડે સુશોભિત છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

જુનાગઢ બૌદ્ધ ગુફાઓ ખાપરા કોડિયા ગુફાઓજુનાગઢ બૌદ્ધ ગુફાઓ બાબા પ્યારે ગુફાઓજુનાગઢ બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ ગુફાઓજુનાગઢ બૌદ્ધ ગુફાઓ સંદર્ભોજુનાગઢ બૌદ્ધ ગુફાઓ બાહ્ય કડીઓજુનાગઢ બૌદ્ધ ગુફાઓગુજરાતજુનાગઢજુનાગઢ જિલ્લોભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગિરનારડાકોરડેન્ગ્યુગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'દિવેલનિરંજન ભગતગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોરાણકદેવીલોકમાન્ય ટિળકજયંતિ દલાલચિત્તોડગઢમિઆ ખલીફાદયારામગાંધારીચાઉચ્ચતર માધ્યમિક શાળાઅબ્દુલ કલામલૂઈ ૧૬મોઅખા ભગતવાયુનું પ્રદૂષણભારતના રાજ્ય વૃક્ષોની યાદીછેલ્લો દિવસ (ચલચિત્ર)કાદુ મકરાણીઉંચા કોટડાઆયંબિલ ઓળીકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીગંગાસતીચોટીલામોહેં-જો-દડોહનુમાનતલાટી-કમ-મંત્રીપ્રભાશંકર પટ્ટણીઅજંતાની ગુફાઓઆવર્ત કોષ્ટકરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાગઝલઓખાહરણજિલ્લા પંચાયતપક્ષીઓએસઆઈ મોડેલયુગબારીયા રજવાડુંએપ્રિલ ૨૩ગુજરાતી લોકોપીપળોજલારામ બાપાચેસમહાત્મા ગાંધીફ્રાન્સની ક્રાંતિભાષાખીજડોજાડેજા વંશગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યઠાકોરદાહોદ જિલ્લોઔદ્યોગિક ક્રાંતિચૈત્ર સુદ ૧૫મોરબી જિલ્લોHIV/AIDS વિશે ગેરમાન્યતાઓકલ્પના ચાવલાઔદિચ્ય બ્રાહ્મણમાણસાઈના દીવાયુનાઇટેડ કિંગડમચાણક્યકુરુક્ષેત્ર યુદ્ધમીટરજગન્નાથપુરીસરસ્વતીચંદ્રગુજરાતની નદીઓની યાદીશરણાઈકર્ણાટકઉત્તરમાધવપુર ઘેડગુજરાત મેટ્રોચીપકો આંદોલનસરપંચ🡆 More