ઉપરકોટની ગુફાઓ

ઉપરકોટની ગુફાઓ પ્રાચીન માનવસર્જિત ગુફાઓ છે.

આ ગુફાઓ જુનાગઢ બૌદ્ધ ગુફા સમૂહનો ભાગ છે, જે ભારતના ગુજરાત રાજ્યના જુનાગઢમાં આવેલ છે.

ઉપરકોટની ગુફાઓ
ઉપરકોટની ગુફાઓ
ઉપરકોટની ગુફાઓનો ઉપરનો ભાગ
Map showing the location of ઉપરકોટની ગુફાઓ
Map showing the location of ઉપરકોટની ગુફાઓ
Map showing the location of ઉપરકોટની ગુફાઓ
Map showing the location of ઉપરકોટની ગુફાઓ
અક્ષાંશ-રેખાંશ21°31′33″N 70°28′09″E / 21.5257426°N 70.4692992°E / 21.5257426; 70.4692992

ગુફાઓ

આ ગુફાઓ ઉપરકોટમાં ૩૦૦ ફીટ ઉંડી ખાઇ પછી, અડી કડી વાવની નજીક, ઇ.સ. ૨જી - ૩જી સદી દરમિયાન રચવામાં આવી હતી. આ ગુફાઓ સાતવાહન સ્થાપત્ય સાથે ગ્રેકો-સ્કિથિયન શૈલી ધરાવે છે.

ભારતીય પુરાતત્વ વિભાગ મુજબ, આ ગુફા સમૂહ ત્રણ સ્તરોમાં છે, અને દરેક સ્તરને ઝરુખાઓ છે, પરંતુ માત્ર બે માળો જ નિયમિત છતો ધરાવે છે. પ્રથમ માળ પર એક કૂંડ છે, જે ૧૧ ચોરસ ફીટના માપનો છે અને તેની ત્રણ બાજુઓ આવરેલી છે. તેની બાજુમાં ૬ સ્થંભો વાળો મોટો ઓરડો આવેલો છે. પરસાળમાં બાકીનો વિસ્તાર, ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ બાજુઓ પર દિવાલો ધરાવે છે. નીચલા માળ પર તેવા જ ઓરડાઓ પરસાળ સહિત આવેલા છે અને તેના સ્થંભો ઉપરના માળોને ટેકો પૂરો પાડે છે અને સુશોભિત ચૈત્ય બારી ધરાવે છે.

નીચલો માળ સુંદર કોતરણી વાળા થાંભલાઓ ધરાવે છે, જેનો પાયો, મધ્યનો ભાગ અને ઉપલો ભાગ અનન્ય એવી સુશોભિત ભાત ધરાવે છે. આ ગુફાઓ સુંદર થાંભલાઓ અને પ્રવેશદ્વારો, પાણીની ટાંકીઓ, ઘોડાની નાળની આકારની ચૈત્ય બારીઓ, મંત્રણા ખંડ અને ધ્યાન માટેનો ઓરડો ધરાવે છે.

આ ગુફાઓ રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-135) છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

જુનાગઢભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શિક્ષકગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીજીરુંહવામાનમહાત્મા ગાંધીનું કુટુંબઅદ્વૈત વેદાંતસૌરાષ્ટ્રપુરાણઈન્દિરા ગાંધીદાહોદખ્રિસ્તી ધર્મમિઆ ખલીફામહાત્મા ગાંધીભારતના ચારધામઆણંદ જિલ્લોપ્રિયંકા ચોપરાવિરામચિહ્નોશામળાજીખલીલ ધનતેજવીપ્રહલાદ જેઠાલાલ પારેખયુટ્યુબઝરખચક્રવિક્રમોર્વશીયમ્મહિનોઅમદાવાદગાંધીધામપ્રત્યાયનતલાટી-કમ-મંત્રીઆફ્રિકાના રાષ્ટ્રોની યાદીસુંદરમ્મહેસાણા જિલ્લોઆંધ્ર પ્રદેશશિવાજીબાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાનબુર્જ દુબઈનિવસન તંત્રચંદ્રયાન-૩ભેંસકુન્દનિકા કાપડિયાજલારામ બાપાઇ-કોમર્સવડકાંકરિયા તળાવસામ પિત્રોડાવિજ્ઞાનમગજધોળાવીરાલસિકા ગાંઠવેણીભાઈ પુરોહિતરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિગુજરાતી થાળીચોટીલાધરતીકંપભાસC (પ્રોગ્રામિંગ ભાષા)શ્રીમદ્ રાજચંદ્રજય શ્રી રામપંચમહાલ જિલ્લોરાધાહનુમાન જયંતીમાનવીની ભવાઇતાના અને રીરીઅનસૂયાજંડ હનુમાનજય જય ગરવી ગુજરાતપોલિયોકનૈયાલાલ મુનશીજ્વાળામુખીમુંબઈસુભાષચંદ્ર બોઝઈંડોનેશિયાવેદલોક સભાગુજરાત વડી અદાલત🡆 More