હળપતિ

હળપતિ એ મુખ્યત્વે ભારતના ગુજરાત રાજ્યમાં જોવા મળતી જાતિ છે.

આ સમુદાયની નાની વસ્તીઓ આસપાસના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ જોવા મળે છે. તેઓ તળાવિયા અથવા તલવી રાઠોડ તરીકે પણ ઓળખાય છે.

હળપતિ, તળાવિયા
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
ભારત૬૭૫,૯૪૫
 ગુજરાત643,120
 મહારાષ્ટ્ર૧૮,૬૯૭
 દમણ અને દીવ૧૧,૦૮૭
 દાદરા અને નગરહવેલી૨,૭૦૩
 કર્ણાટક૨૬૪
 ગોવા૭૪
ભાષાઓ
મુખ્ય ગુજરાતી

વ્યુત્પત્તિ

હળપતિ શબ્દનો અર્થ ગરીબ ખેડૂત એવો થાય છે. આધુનિક ભારતની ક્રાંતિ પછી મહાત્મા ગાંધીએ ખેડૂતોનું તેમનું નામ બદલીને હળપતિ નામના નવા બિરુદથી ઓળખાવ્યા હતા. હળપતિઓનો દાવો છે કે તેઓ રાઠોડ રાજપૂતો હતા, જેમણે આ ઉપનામ તેમના ખેતીના વ્યવસાયના લીધે મેળવ્યું હતું. તેઓ હળપતિ તરીકે પણ ઓળખાય છે, જેનો ગુજરાતીમાં અર્થ ખેડૂત છે. હળપતિ સુરત, વલસાડ, ભરૂચ અને વડોદરા જિલ્લામાં જોવા મળે છે.

મહારાષ્ટ્રના હળપતિઓ પણ રાઠોડ સમુદાયના વંશજો હોવાનો દાવો કરે છે. તેમનું નામ (હળપતિ) પણ ખેડૂત શબ્દ પરથી આવ્યું છે. તેઓ મુખ્યત્વે થાણે જિલ્લામાં જોવા મળે છે, અને ગુજરાતી બોલે છે.

વર્તમાન સંજોગો

ગોવા, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ એમ ૪ રાજ્યો અને ૧ કેન્દ્ર શાસિત પ્રદેશમાં તેઓને અનુસૂચિત જનજાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં

હળપતિઓની વસ્તી મુખ્યત્વે સુરત જીલ્લાના કામરેજ, પલસાણા, બારડોલી અને નવસારી જીલ્લામાં જોવા મળે છે.

આ સમુદાયમાં વીસ પેટા સમુદાયોનો સમાવેશ થાય છે, જેમાં મુખ્ય છે તળાવિયા, રાઠોરિયા, વોહરીયા, દામરીયા, વલસાડિયા, ઓલપાડિયા, માંડવીયા, ઉંબેરિયા, ઘાંઘોડિયા, ખોડિયા, ચોરીયા, ઉખેરિયા, બારમીયા,બારિયા, નારડા, હેઈવિયા, ઠાકુરા, કારચા, વતાલ, પારસી હલપતિ અને લાલદતવાળા હળપતિ. તલાવીયા સિવાયના અન્ય કુળો સમાન મોભો અને આંતરલગ્ન સબંધો ધરાવે છે. તળાવિયા કુળના લોકો પોતાને અન્ય કુળો કરતા શ્રેષ્ઠ માને છે. હળપતિઓ ગુજરાતી બોલે છે.

હળપતિ સીમાંત ખેડૂતો અને જમીન વિહોણાઓ ખેતમજૂરો છે. તેઓ ભેંસ, ગાય અને બકરાં જેવા પશુ પાળે છે અને તે ઘણીવાર દૂધ વેચવાનો વ્યવસાય પણ કરે છે, આ એક સહાયક વ્યવસાય છે. કેટલાક નાના વેપારીઓ હોય છે અને તેમાં પણ મોટાભાગે ગામડાના દુકાનદારો હોય છે. ઘણા હળપતિઓ સુરત અને અમદાવાદમાં સ્થળાંતરિત થયા છે, જ્યાં તેઓ હીરા ઘસવાના ઉદ્યોગમાં રોજગારી મેળવે છે.

મહારાષ્ટ્રમાં

હળપતિ (ખેડુતોનું જૂથ) સમાજમાં ઘણા પેટા સમુદાયોનો હોય છે, તેઓ એકબીજા સાથે લગ્ન નથી કરતા. તેમના કેટલાક પેટા સમુદાયો ભામણીયા, ગરાસીયા, કારચા, માંડવીયા, રતજોડ, રાજપૂત અને તળાવિયા શામેલ છે. તેમનો પ્રાથમિક વ્યવસાય ખેતી છે. આ સમુદાય નાના જમીનમાલિકો અને જમીન વિહોણા ખેતમજૂરોમાં વિભાજીત થયેલો છે. તે હિન્દુ ધર્મ પાળે છે અને ધોડિયા અને વારલી જેવા પડોશી આદિવાસી સમુદાયો જેવાં રિવાજો ધરાવે છે.

વિશેષતા

હળપતિ આદિવાસીઓ નૃત્યના ખુબ શોખીન હોય છે. તેઓ તુરી, થાળી, તંબુરો, ભજનીયાં, ભૂંગળ અને ઝારી કાઠી જેવા વાદ્યો વગાડે છે. તેમના નૃત્યને 'ચાળો' તરીકે ઓળખવામાં આવે છે. જેના 'મરઘી ચાળો', 'પાટલાઘો ચાળો', 'ખિસકોલી ચાળો' વગરે તેમના નૃત્યના વિવિધ પ્રકારો છે.

'દિવાસો' હળપતિઓનો મુખ્ય તહેવાર છે અને તેઓ 'ઢીંગલી ઉત્સવ' મનાવે છે.

સંદર્ભ

Tags:

હળપતિ વ્યુત્પત્તિહળપતિ વર્તમાન સંજોગોહળપતિ વિશેષતાહળપતિ સંદર્ભહળપતિગુજરાત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દેવાયત પંડિતવાયુ પ્રદૂષણઑસ્ટ્રેલિયામંદિરકૃષ્ણકબડ્ડીગુણવંત શાહબદનક્ષીસમાજચિનુ મોદીપરબધામ (તા. ભેંસાણ)પ્રહલાદપાણી (અણુ)હરે કૃષ્ણ મંત્રરુદ્રમહાલય (સિદ્ધપુર)ધરમપુરખુદીરામ બોઝકથકલીગાંધીનગર જિલ્લોસિદ્ધપુરરાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)ભારતનાં વિશ્વ ધરોહર સ્થળોઆંતરરાષ્ટ્રીય મહિલા દિનઈશ્વર પેટલીકરપ્રદૂષણશનિ (ગ્રહ)રમઝાનબીજું વિશ્વ યુદ્ધઝાલાક્રિયાવિશેષણવડોદરાહવા મહેલસૂર્ય (દેવ)ગાંધી સમાધિ, ગુજરાતજ્યોતિષવિદ્યામહાત્મા ગાંધીમહંમદ ઘોરીવનસ્પતિકુદરતી આફતોમાનવ શરીરઇસ્લામસામવેદઆયંબિલ ઓળીઔદ્યોગિક ક્રાંતિસુરેશ જોષીમહીસાગર જિલ્લોજંડ હનુમાનમહેન્દ્ર સિંઘ ધોનીવૌઠાનો મેળોરાહુલ ગાંધીહૈદરાબાદચંદ્રમુકેશ અંબાણીતલાટી-કમ-મંત્રીસંત કબીરધ્રાંગધ્રાબનાસ નદીવર્તુળપટેલસાપુતારાએશિયાઇ સિંહચિત્તોસોમનાથપશ્ચિમ બંગાળતારોખાદ્ય પદાર્થની સાચવણીવલસાડ જિલ્લો૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટનાશ્રીમદ્ રાજચંદ્રવાયુનું પ્રદૂષણપાલીતાણાશ્રીમદ્ ભગવદ્ ગીતાકબૂતરસ્વતંત્રતા દિવસ (ભારત)બાજરોઆરઝી હકૂમત🡆 More