વ્યક્તિત્વ: વ્યક્તિના મનોવજ્ઞાનિક ગુણધર્મો

વ્યક્તિત્વ એટલે જે-તે વ્યક્તિની વર્તનશૈલી, તેની બૌદ્ધિક શક્તિઓ, અભિયોગ્યતાઓ, વિચારો, ટેવો, આવેગો, મનોવલણો અને બીજાં એવાં વિશિષ્ટ પાસાંઓના ગત્યાત્મક સંગઠનથી ઊપજેલું સુગ્રથિત સ્વરૂપ.

સામાન્યરીતે એક વ્યક્તિની બીજી વ્યક્તિ ઉપર જે છાપ પડે છે તેના 'સામાજિક ઉદીપનના મૂલ્ય'ને પણ વ્યક્તિત્વ કહેવામાં આવે છે. વ્યક્તિત્વ એ અનેક પાસાંઓના સંગઠનથી ઊપજેલી અજોડ અને જટિલ સંરચના છે. વ્યક્તિત્વ એ વ્યક્તિનું વાતાવરણ સાથેનું સુસંગત વૈયક્તિક અનુકૂલન છે.

વ્યક્તિત્વના અભ્યાસમાં વ્યક્તિ 'શું છે', 'તે કોણ છે', 'કેવી છે', 'કેવી રીતે છે', 'શાથી તે આવી છે' વગેરે બાબતોનો સમાવેશ થાય છે. વ્યક્તિના વ્યક્તિત્વનો અભ્યાસ જુદા જુદા અનેક હેતુઓ, જરૂરિયાતો અને દ્રષ્ટિબિંદુથી થઈ શકે છે. આથી વ્યક્તિત્વનો અભ્યાસ કરવા માટે જુદા જુદા અનેક અભિગમો અને સિદ્ધાંતો ઉદભવ્યા છે. વ્યક્તિત્વનો અભ્યાસ જૈવીય, મનોવૈજ્ઞાનિક, વિકાસાત્મક, ગત્યાત્મક વગેરે અનેક અભિગમો દ્વારા કરવામાં આવે છે.

વ્યાખ્યા

વ્યક્તિત્વ માટેનો અંગ્રેજી શબ્દ 'Personality' છે, જે ગ્રીક શબ્દ 'Persona' પરથી ઊતરી આવ્યો છે. 'Persona' એટલે 'બુરખો' અથવા 'ચહેરા ઉપર પહેરવાનું મહોરું'. એ સમયના ગ્રીકમાં નાટકના અદાકારો તેમણે ભજવવાના પાત્રને અનુરૂપ મહોરું પહેરતા; જેથી પ્રેક્ષકો મહોરાના દેખાવ ઉપરથી કોણ 'નાયક' છે અને કોણ 'ખલનાયક' છે તે ઓળખી શકતા. આ ઉપરથી વ્યક્તિત્વ એટલે 'માણસનો બાહ્ય દેખાવ' એવો અર્થ પ્રચલિત થયો.

સામાન્યરીતે એક વ્યક્તિની બીજી વ્યક્તિ ઉપર જે છાપ પડે છે તેના 'સામાજિક ઉદીપનના મૂલ્ય'ને વ્યક્તિત્વ કહે છે; જેમ કે, જે વ્યક્તિ પોતાનાં વાણી, વર્તન, દેખાવ, પહેરવેશ ઉપરથી અન્ય માણસોને પ્રભાવિત કરે કે આંજી નાખે તેને પ્રભાવશાળી 'વ્યક્તિત્વ' છે એમ કહેવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વ્યક્તિનું વ્યક્તિત્વ એટલે તેની વર્તનશૈલી, તેની બૌદ્ધિક શક્તિઓ, અભિયોગ્યતાઓ, વિચારો, ટેવો, આવેગો, મનોવલણો અને બીજાં એવાં વિશિષ્ટ પાસાંઓના ગત્યાત્મક સંગઠનથી ઊપજેલું સુગ્રથિત સ્વરૂપ.

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચીનતુલસીતેલંગાણાગલગોટાક્ષય રોગભારતમાં આવક વેરોધરતીકંપહસ્તમૈથુનનરસિંહ મહેતાપ્રાણીગુજરાતઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનઇલોરાની ગુફાઓસાયમન કમિશનધવલસિંહ ઝાલાફેસબુકરાષ્ટ્રીય મતદાતા દિવસરવિન્દ્રનાથ ટાગોરમીન રાશીસમય માપવાનાં સાધનોનો ઇતિહાસબનાસ ડેરીપ્રજાસત્તાક દિન (ભારત)ગુજરાતી લિપિદલિતપ્રતિભા પાટીલચિત્તોડગઢવાઘમહાકાળેશ્વર જ્યોતિર્લિંગઇસરોકચ્છનો ઇતિહાસગૂગલભારતના રજવાડાઓની યાદીકમળોરવિન્દ્ર જાડેજાબોટાદ જિલ્લોજોસેફ મેકવાનક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ફુગાવોનવોદય વિદ્યાલયઅજંતાની ગુફાઓએલર્જીઅશ્વગંધા (વનસ્પતિ)ગુજરાતની ભૂગોળબીજું વિશ્વ યુદ્ધરાજીવ ગાંધીનક્ષત્રસુરત જિલ્લોઅમૂલઉંબરો (વૃક્ષ)મળેલા જીવઅક્ષાંશ-રેખાંશભારતના રાજ્ય ફૂલોની યાદીઘઉંરા' નવઘણલજ્જા ગોસ્વામીતેજપુરા રજવાડુંકબજિયાતબેંક ઓફ બરોડારાજ્ય સભાપિત્તાશયબજરંગદાસબાપાઆદમ સ્મિથમિથુન રાશીવાકછટારવિ પાકરાશીઅવિનાશ વ્યાસલીમડોકાળો કોશીસંત કબીરબેંકઇસ્લામઆર્યભટ્ટશિવવિક્રમ સારાભાઈનિર્મલા સીતારામનગોરખનાથ🡆 More