સાયમન કમિશન

સાયમન કમિશન અથવા સાયમન આયોગ એ સાત બ્રિટિશ સાંસદો વડે બનાવવામાં આવેલું એક જુથ હતું.

આ આયોગની રચના ઇ. સ. ૧૯૨૭ના વર્ષમાં અંગ્રેજી શાસન ધરાવતા ભારત દેશમાં બંધારણીય સુધારાઓનું અધ્યયન કરવાના હેતુથી કરવામાં આવી હતી. આ આયોગનું નામ સાયમન આયોગ (કમીશન) તેના અધ્યક્ષપદે રહેલા સર જોન સાયમનના નામ પરથી પાડવામાં આવ્યું હતું.

વિરોધ અને લાલા લજપતરાયનું મૃત્યુ

સાયમન કમિશનના બધા જ સદસ્યો અંગ્રેજો હતા, એ ભારતીયોનું ખુબ જ મોટું અપમાન હતું. ચૌરી ચૌરામાં બનેલી ઘટના બાદ અસહકાર આંદોલન પાછું ખેંચી લેવાયા પછી આઝાદીની લડાઈમાં જે ઠંડાપણું આવી ગયું હતું, તે હવે સાયમન કમિશનની રચનાની ઘોષણા સાથે જ વિખેરાઇ ગયું. ઇ. સ. ૧૯૨૭માં મદ્રાસ શહેરમાં કોંગ્રેસનું અધિવેશન થયું, જેમાં સર્વસંમતિથી સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો ફેંસલો કરવામાં આવ્યો. મુસ્લિમ લીગ દ્વ્રારા પણ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો ફેંસલો કરવામાં આવ્યો.

3 ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ આ કમિશન ભારત પહોચ્યું હતું. સાયમન કમિશન કોલકાતા, લાહોર, લખનૌ, વિજયવાડા અને પુના સહિત જ્યાં જ્યાં પણ પહોંચ્યું ત્યાં તેણે જબરજસ્ત વિરોધનો સામનો કરવો પડ્યો અને લોકોએ તેને કાળા વાવટા દેખાડી વિરોધ કર્યો. આખા દેશમાં સાયમન ગો બૈક (સાયમન પાછા જાઓ)ના નારા ગૂંજવા લાગ્યા હતા. લખનૌ ખાતે કરવામાં આવેલા લાઠીચાર્જમાં પંડિત જવાહર લાલ નેહરૂ ઘાયલ થઇ ગયા અને ગોવિંદ વલ્લભ પંત અપંગ થયા. ત્રીસમી ઓક્ટોબર, ૧૯૨૮ના લાલા લાજપત રાયના નેતૃત્વમાં સાયમન કમિશનનો વિરોધ કરી રહેલા યુવાઓ પર બેરહમીથી લાઠીઓ ચલાવી પીટવામાં આવ્યા. પોલિસ દ્વારા લાલા લાજપત રાયની છાતી પર નિર્મમતાપૃર્વક લાઠીઓ વરસાવવામાં આવી. તેઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા અને મરતાં પહેલાં લાલા એમ બોલ્યા હતા કે "આજ મેરે ઉપર બરસી હર એક લાઠી કિ ચોટ અંગ્રેજો કી તાબૂત કી કીલ બનેગી" અંતત: આ કારણે જ સત્તરમી નવેમ્બર, ૧૯૨૮ના રોજ એમનું અવસાન થયું હતું.

બાહ્ય કડીઓ

ઢાંચો:ભારતીય સ્વતંત્રતા સંગ્રામ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અશોકરામશાહબુદ્દીન રાઠોડચીનપક્ષીગિરનારજોગીદાસ ખુમાણજુનાગઢ જિલ્લોઅયોધ્યાભુચર મોરીનું યુદ્ધવૃશ્ચિક રાશીનરેન્દ્ર મોદી સ્ટેડિયમઆંગણવાડીગુજરાતી સાહિત્યકારોની યાદીકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીવસિષ્ઠમેષ રાશીઇસરોભારત સરકારવાયુનું પ્રદૂષણધ્યાનસરપંચવિરાટ કોહલીકુમારપાળ દેસાઈમહાવીર સ્વામીકાલિદાસશરણાઈજયંત પાઠકસ્વચ્છતાગાંધીનગરઓખાહરણકાદુ મકરાણીરાજસ્થાનSay it in Gujaratiપુરાણગોવર્ધનરામ ત્રિપાઠીફણસભુજકુરુક્ષેત્ર યુદ્ધનાઝીવાદમૂળરાજ સોલંકીમહારાણા પ્રતાપલોકશાહીસત્યના પ્રયોગો અથવા આત્મકથાખેતીગંગાસતીદશાવતારકન્યા રાશીમંત્રસીતારાષ્ટ્રવાદરાજ્ય સભાસાપુતારાપાણીનું પ્રદૂષણયુનિફોર્મ રિસોર્સ લોકેટરપૃથ્વીભારતનાં વિશ્વ ધરોહર સ્થળોચંદ્રકાંત બક્ષીશામળાજીભાસલીમડોઉંચા કોટડાનરેશ કનોડિયાજીસ્વાનરક્તના પ્રકારમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમતિરૂપતિ બાલાજીવિનોદ ભટ્ટ૨૦૦૧ ગુજરાત ધરતીકંપગાયત્રીસોલંકી વંશરામાયણચરોતરપોરબંદર જિલ્લોકાઠિયાવાડલગ્નઆયંબિલ ઓળી🡆 More