યદુ

યદુ ઋગ્વેદમાં વર્ણિત પાંચ ભારતીય આર્ય જાતિઓ (પંચજન, પંચક્ષત્રિય અથવા પંચમાનુષ) માં થી એક છે.

કૃષ્ણ પણ વૈદિક યદુ જાતિના જ વંશજ છે.

હિન્દૂ મહાકાવ્ય મહાભારત, હરિવંશ અને પુરાણ માં યદુને રાજા યયાતિ અને રાની દેવયનીના પુત્ર બતાવ્યા છે. રાજકુમાર યદુ એક સ્વાભિમાની અને સુસંસ્થાપિત શાસક હતા. વિષ્ણુ પુરાણ, ભગવત પુરાણ અને ગરુડ પુરાણના અનુસાર યદુના ચાર પુત્ર હતા, જયારેકે બાકીનાં પુરાણોનાં અનુસાર તેમના પાંચ પુત્રો હતા. બુધ અને યયાતિનાં વચ્ચેનાં બધાજ રાજાઓને સોમવંશી અથવા ચંદ્રવંશી કહેવામાં આવ્યા છે. મહાભારત અને વિષ્ણુ પુરાણના અનુસાર યદુનાં પિતા યયાતિને પોતાની યુવાવસ્થા પ્રદાન કરવાનું સ્વીકાર્યું નહીં જે કારણે યયાતિએ યદુનાં કોઈ પણ વંશજને પોતાના વંશ અને સામ્રાજ્યમાં શામિલ ન થઈ શકવાનો શ્રાપ આપ્યો હતો. આ કારણે યદુનાં વંશજ સોમવંશ થી અલગ થઈ ગયા અને માત્ર રાજા પુરુનાં વંશજો સોમવંશી કહેવાયા. તે બાદ મહારાજ યદુએ એવી ઘોષણા કરી કે તેમના વંશજ ભવિષ્ય માં યાદવ અથવા યદુવંશી કહેવાશે. યદુનાં વંશજોએ અભૂતપૂર્વ ઉન્નતિ કરી પણ પછી તેઓ બે ભાગોમાં વિભાજિત થઈ ગયા.

ઉત્પત્તિ

યદુવંશી અહીર કૃષ્ણનાં પ્રાચીન યાદવ જાતિના વંશજો મનાય છે. યદુવંશીઓ ની ઉત્પત્તિ પૌરાણિક રાજા યદુ થી મનાય છે.

આહીરો ટોડ ની 36 રાજવંશોની સૂચિમાં પણ શામિલ છે.

વિભિન્ન હિંદુ ધર્મગ્રંથો અને જુના લેખો થી સંકેત મળે છે કે ભારત માં તેમની મોજુદગી 6000 ઈ.પૂ. થી પણ જૂની પ્રાચીન કાળથી છે.

વંશજ જાતિયો

રાજા સહસ્ત્રજીતના વંશને હૈહય વંશ કહેવામાં આવતું હતું અને તેમના પૌત્રનું નામ પણ હૈહય હતું. રાજા ક્રોષ્ટાના વંશજોને કોઈ વિશેષ નામ આપવામાં આવ્યું ન હતું, તેઓ સામાન્ય રીતે યાદવ કહેવાયા છે., પી॰ એલ॰ ભાર્ગવના અનુસાર જ્યારે રાજ્યનું વિભાજન થયું ત્યારે સિંધુ નદીના પશ્ચિમનું રાજ્ય સહસ્ત્રજીતને મળ્યું અને પૂર્વ નો ભાગ ક્રોષ્ટાને સોંપવામાં આવ્યું.

આધુનિક ભારતનાં યાદવ અથવા આહીર(આયર) યદુવંશજો મનાય છે.

પૌરાણિક દૃષ્ટિથી, આહીર અથવા આભીર યદુવંશી રાજા આહુકનાં વંશજ છે. શક્તિ સંગમ તંત્રમાં ઉલ્લેખ મળે છે કે રાજા યયાતિની બે પત્નીઓ હતી- દેવયાની અને શર્મિષ્ઠા. દેવયાનીથી યદુ અને તુર્વશૂ નામક પુત્રો થયા. યદુનાં વંશજ યાદવ કહેવાયા. યદુવંશીય ભીમ સાત્વતનાં વૃષ્ણિ આદિ ચાર પુત્રો થયા અને એમની જ ઘણી પેઢીઓ પછી રાજા આહુક થયા, જેમના વંશજ આભીર અથવા આહીર કહેવાયા.

आहुक वंशात समुद्भूता आभीरा इति प्रकीर्तिता। (શક્તિ સંગમ તંત્ર, પૃષ્ઠ 164)

આ પંક્તિથી સ્પષ્ટ થાય છે કે યાદવ અને આભીર મૂળભૂત રીતે એકજ વંશના ક્ષત્રિય છે તથા "હરિવંશ પુરાણ" માં પણ આ તથ્યની પુષ્ટિ થાય છે.

મેગાસ્થનીજનાં વૃતાંત અને મહાભારતનાં વિગતવાર અભ્યાસ કર્યા પછી રુબેન આ નિશ્ચય પર પહોંચ્યા કે " ભગવાન કૃષ્ણ એક ગોપાલક નાયક હતા તથા ગોપાલકોની જાતિ આહીર જ કૃષ્ણના અસલી વંશજ છે, ન કે કોઈ બીજું રાજવંશ."

અમુક વિદ્વાનો ચુડાસમા, જાડેજા તથા દેવગિરીના યાદવો ને પણ આભીર માને છે.

રાજપૂત, પાંચમી અને છઠ્ઠી સદીમાં પ્રથમ વખત ચિત્રમાં આવ્યા હતા. તેથી તે કોઈની કલ્પના અને સમજની બહાર છે કે કેવી રીતે કરૌલીના યાદવ (અલવર જીલ્લામાં), રતલામ (મધ્યપ્રદેશમાં) અને બિકાનેરના ભાટ્ટી (રાજસ્થાન) પોતાને રાજપૂત જાતિ સાથે કઈ રીતે જોડે છે. જોકે, એ પણ સંભવ છે કે વિદેશી અક્રમણકારીઓ દ્વારા આક્રમણોના સમયે અને એમના દ્વારા પ્રાપ્ત થતી લગાતાર જીત ના ચાલતા, નાના યાદવ રાજ્યોએ અન્ય રિયાસતો સાથે ગઠન કરતા સમય, પોતાની ઓળખ વિલય કરી દીધી હશે.

સંદર્ભ

Tags:

કૃષ્ણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાલીતાણામાનવ શરીરવલ્લભાચાર્યઅખંડ આનંદખેડા જિલ્લોરાષ્ટ્રપતિ શાસનમળેલા જીવઇન્દુલાલ યાજ્ઞિકયુનાઇટેડ કિંગડમવાતાવરણપાણીનું પ્રદૂષણપૃથ્વીટીપુ સુલતાનક્રિકેટનો ઈતિહાસહિંદી ભાષાવિરાટ કોહલીનર્મદા નદીઆપત્તિ સજ્જતારાજા રામમોહનરાયગુજરાત વિદ્યાપીઠયુટ્યુબભારતીય અર્થતંત્રઋગ્વેદમહાત્મા ગાંધીથોળ પક્ષી અભયારણ્યધ્રાંગધ્રા રજવાડુંઆંધ્ર પ્રદેશબાબરઇસરોસમરસ ગ્રામ પંચાયતભારતમાં પરિવહનપાકિસ્તાનબદનક્ષીવસ્તીભાલણનોબૅલ પારિતોષિકહડકવાકલ્પસર યોજના૧૮૫૭ની ભારતીય ક્રાંતિધરાસણા સત્યાગ્રહબાબાસાહેબ આંબેડકરસાર્થ જોડણીકોશમહાવીર સ્વામીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસગંગાસતીચંદ્રશેખર આઝાદબુદ્ધિપ્રકાશભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓકર્કરોગ (કેન્સર)નવલરામ પંડ્યાગુજરાત વિદ્યા સભાગુજરાત યુનિવર્સિટીતબલાન્યાયશાસ્ત્રમાર્કેટિંગભૂપેન્દ્ર પટેલનરસિંહ મહેતાભારતના રાજ્ય પ્રાણીઓની યાદીકલમ ૩૭૦ગુજરાતી સાહિત્યચંદ્રવદન મહેતાચેસસિંધુ ખીણની સંસ્કૃતિશ્રીનગરપંચાયતી રાજઅમૂલભગવદ્ગોમંડલઅમિતાભ બચ્ચનકમળોઅજંતાની ગુફાઓપટોળાપ્રીટિ ઝિન્ટાલોહીગરુડ પુરાણરબારીજય જય ગરવી ગુજરાતશનિદેવ, શિંગણાપુર🡆 More