થોળ પક્ષી અભયારણ્ય: થોળ ગામ નજીક આવેલું તળાવ

થોળ પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યમાં આવેલો સંરક્ષિત વિસ્તાર છે તેમજ રામસર સ્થળ છે, જેને વિશેષત: પક્ષીઓ માટેના અભયારણ્ય તરિકે જાહેર કરવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલાં થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો છે. અહીં શિયાળાની ઋતુ દરમ્યાન દેશ (હિમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા વિસ્તારોમાંથી) અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે, જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે. નક્શામાં દેખાય છે એ પ્રમાણે થોળ ગામને અડીને પણ એક નાનકડું તળાવ આવેલું છે, જે પક્ષી અભયારણ્યનો ભાગ નથી.

થોળ પક્ષી અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)
થોળ પક્ષી અભયારણ્ય: થોળ તળાવ, જીવસૃષ્ટિ, અભયારણ્યના ગામો
સુર્યોદય સમયે થોળના તળાવની લાક્ષણીક તસવીર
Map showing the location of થોળ પક્ષી અભયારણ્ય
Map showing the location of થોળ પક્ષી અભયારણ્ય
થોળ પક્ષી અભયારણ્યનું ગુજરાતમાં સ્થાન
સ્થળથોળ
નજીકનું શહેરઅમદાવાદ
અક્ષાંશ-રેખાંશ23°13′16″N 72°37′58″E / 23.22111°N 72.63278°E / 23.22111; 72.63278
સ્થાપના૧૯૮૮
નિયામક સંસ્થાForest Department of Gujarat

થોળ તળાવ

થોળ તળાવ
થોળ પક્ષી અભયારણ્ય: થોળ તળાવ, જીવસૃષ્ટિ, અભયારણ્યના ગામો 
થોળ ગામ અને થોળ પક્ષી અભયારણ્યનો નક્શો
સ્થાનથોળ ગામ, કલોલ, ગુજરાત
તળાવ પ્રકારકૃત્રિમ
સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર15,500 hectares (38,000 acres)
બેસિન દેશોભારત
સપાટી વિસ્તાર699 hectares (1,730 acres)
પાણીનો જથ્થો84 million cubic metres (3.0×10^9 cu ft)

થોળ તળાવ થોળ ગામ નજીક આવેલું કૃત્રિમ તળાવ છે. તે સિંચાઇ માટે ૧૯૧૨માં બનાવવામાં આવ્યું હતું. તે મીઠા પાણીનું તળાવ છે. ૧૯૮૮માં તેને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ જાતિઓના પક્ષીઓ રહે છે. તેમાં ૬૦ ટકા પાણીના પક્ષીઓ છે. ઘણાં સ્થળાંતર કરતાં પક્ષીઓ અહીં આવીને માળો બનાવીને ઇંડા મૂકી છે. સુરખાબ અને સારસ એ આ પક્ષીઓમાં મુખ્ય અને મહત્વના છે. આ વિસ્તારના પર્યાવરણને ૧૯૮૬ના કાયદા મુજબ આરક્ષિત ઘોષિત કરવામાં આવ્યો છે.

ઇતિહાસ

આ તળાવનું બાંધકામ ૧૯૧૨માં ગાયકવાડ શાસન વડે સિંચાઇ માટેનું પાણી પુરું પાડવા માટે થયું હતું. હાલમાં તળાવની દેખરેખનું કામ ગુજરાત સરકારના વન અને સિંચાઇ એમ બંને વિભાગો હેઠળ થાય છે.

લાક્ષણિકતાઓ

તળાવની સંગ્રહ ક્ષમતા ૮૪૦ લાખ ક્યુબિક મીટર ‍‍(૩ x ૧૦9 ક્યુબિક ફીટ) છે. તેનો પાણી વિસ્તાર ૬૯૯ હેક્ટર (૧,૭૩૦ એકર) છે. તળાવના કાંઠાનો વિસ્તાર ૫.૬૨ કિમી છે અને પાણી છીછરું છે.

જીવસૃષ્ટિ

પક્ષીઓ

થોળ તળાવ એ ચોમાસાંની ઋતુથી શિયાળા સુધી પાણીના પક્ષીઓનું સરસ નિવાસસ્થાન ગણાય છે. અહીં ૧૫૦ જાતિના પક્ષીઓ જેમાં ૬૦ ટકા (૯૦ જાતિઓ) પાણીનાં પક્ષીઓ છે જેઓ મોટાભાગે શિયાળામાં નિવાસ કરે છે. આમાં મુખ્યત્વે સુરખાબનો સમાવેશ થાય છે. એક સમયે અહીં ૫ થી ૬ હજાર જેટલાં સુરખાબો જોવા મળ્યા હતા. સારસ, જે સૌથી ઉંચુ ઉડતું પક્ષી છે, તેના માળાઓ અહીં મોટી સંખ્યામાં જોવા મળે છે.

IUCN વર્ગીકરણ પ્રમાણે અહીં અસંખ્ય પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. જેમાં ઓછી ચિંતાજનક સ્થિતિથી માંડીને વિલુપ્ત થઇ રહેલાં પક્ષીઓનો સમાવેશ થાય છે.

પ્રાણીઓ

નીલગાય (રોઝડાં), ઝરખ, વરૂ, શિયાળ અને કાળિયાર આ વિસ્તારમાં જોવા મળતાં પ્રાણીઓ છે.

વનસ્પતિ

થોળ પક્ષી અભયારણ્ય: થોળ તળાવ, જીવસૃષ્ટિ, અભયારણ્યના ગામો 
તળાવની આજુ-બાજુ રહેલ વૃક્ષો

તળાવના પરિઘમાં રહેલા વૃક્ષો સિવાય અહીંના વિસ્તારમાં તરતી વનસ્પતિઓ પણ આવેલી છે, જેમાં લીમડો અને અન્ય વૃક્ષોનો સમાવેશ થાય છે. આ વનસ્પતિઓ દુષ્કાળનો સામનો કરી શકે એ પ્રકારની હોવાનું જણાયું છે.

અભયારણ્યના ગામો

'ગેઝેટ ઓફ ઈન્ડીયા'માં તારીખ ૧૮ ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે પ્રસિદ્ધ થયા મુજબ થોળ પારિસ્થિતિક સંવેદનશીલ વિસ્તાર હેઠળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનાં પાંચ અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બે એમ કુલ સાત ગામોને આવરી લેવાયા છે. આ ગામોના નામ નીચે છે.

ક્રમ ગામનું નામ તાલુકા અને જિલ્લાનું નામ
અધાણા તા. કલોલ, જિ. ગાંધીનગર
જેઠલજ તા. કલોલ, જિ. ગાંધીનગર
ભીમાસણ તા. કલોલ, જિ. ગાંધીનગર
કરોલી તા. કલોલ, જિ. ગાંધીનગર
હાજીપુર તા. કલોલ, જિ. ગાંધીનગર
થોળ તા. કડી, જિ. મહેસાણા
સેડફા તા. કડી, જિ. મહેસાણા

અને આ સાથે થોળ પારિસ્થિતિક સંવેદનશીલ વિસ્તારની સરહદ નીચે પ્રમાણેના અક્ષાંશ-રેખાંશથી ગણવામાં આવશે.

ક્રમ અક્ષાંશ રેખાંશ ક્રમ અક્ષાંશ રેખાંશ
72° 23' 41.632" (પૂર્વ) 23° 6'46.768 (ઉત્તર) 72° 24' 44.829 (પૂર્વ) 23°10'13.868 (ઉત્તર)
72° 25' 46.537 (પૂર્વ) 23° 7'23.694 (ઉત્તર) 72°24' 35.634 (પૂર્વ) 23° 9'37.192 (ઉત્તર)
72° 26' 7.968" (પૂર્વ) 23° 8'20.877 (ઉત્તર) 72° 23' 32.662 (પૂર્વ) 23° 9'11.908 (ઉત્તર)
72° 26' 9.038 (પૂર્વ) 23° 9'11.828 (ઉત્તર) ૧૦ 72°22'38.306 (પૂર્વ) 23°9'44.971 (ઉત્તર)
72°25' 39.787 (પૂર્વ) 23°9'51.211 (ઉત્તર) ૧૧ 72° 22' 39.573 (પૂર્વ) 23°8'30.786 (ઉત્તર)
72° 25' 14.122 (પૂર્વ) 23°10'32.227 (ઉત્તર) ૧૨ 72°22' 47.708 (પૂર્વ) 23°7'37.797 (ઉત્તર)
થોળ પક્ષી અભયારણ્યના આકર્ષણ
થોળ પક્ષી અભયારણ્ય: થોળ તળાવ, જીવસૃષ્ટિ, અભયારણ્યના ગામો 
થોળ પક્ષી અભયારણ્ય: થોળ તળાવ, જીવસૃષ્ટિ, અભયારણ્યના ગામો 
થોળ પક્ષી અભયારણ્ય: થોળ તળાવ, જીવસૃષ્ટિ, અભયારણ્યના ગામો 
થોળ પક્ષી અભયારણ્ય: થોળ તળાવ, જીવસૃષ્ટિ, અભયારણ્યના ગામો 
થોળ પક્ષી અભયારણ્ય: થોળ તળાવ, જીવસૃષ્ટિ, અભયારણ્યના ગામો 
થોળ પક્ષી અભયારણ્ય: થોળ તળાવ, જીવસૃષ્ટિ, અભયારણ્યના ગામો 

સ્થાનિક ભૂગોળ

થોળ તળાવનો કુલ વિસ્તાર ૧૫,૫૦૦ હેક્ટર (૩૮,૦૦૦ એકર) છે. તળાવ મહેસાણા જિલ્લાના અંશત: સૂકાં વિસ્તારમાં આવેલું છે.

આ વિસ્તારનું વાતાવરણ ત્રણ ઋતુઓ ધરાવે છે: શિયાળો, ઉનાળો અને ચોમાસુ. તળાવના વિસ્તારનો કુલ સરેરાશ વરસાદ ૬૦૦ મિમિ (૨૪ ઇંચ) છે, જ્યારે ન્યૂનતમ વરસાદ ૧૦૦ મિમિ (૩.૯ ઇંચ) અને મહત્તમ વરસાદ ૮૦૦ મિમિ (૩૧ ઇંચ) છે. મહત્તમ તાપમાન ૪૩ સે. (૧૦૯ ફે) અને ન્યનતમ તાપમાન ૮ સે (૪૬ ફે) નોંધાયેલ છે.

થોળ તળાવ કલોલથી ૨૦ કિમીના અંતરે અને અમદાવાદથી ૪૦ કિમીના અંતરે ઉત્તર-પશ્ચિમમાં અને મહેસાણાથી ૭૫ કિમીના અંતરે મહેસાણા જિલ્લામાં આવેલું છે

સંદર્ભ

પૂરક વાચન

આ પણ જુઓ

Tags:

થોળ પક્ષી અભયારણ્ય થોળ તળાવથોળ પક્ષી અભયારણ્ય જીવસૃષ્ટિથોળ પક્ષી અભયારણ્ય અભયારણ્યના ગામોથોળ પક્ષી અભયારણ્ય સ્થાનિક ભૂગોળથોળ પક્ષી અભયારણ્ય સંદર્ભથોળ પક્ષી અભયારણ્ય પૂરક વાચનથોળ પક્ષી અભયારણ્ય આ પણ જુઓથોળ પક્ષી અભયારણ્યકડી તાલુકોગુજરાતથોળ (તા. કડી)મહેસાણા જિલ્લોરામસર સંમેલન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વેદઇસરોગ્રીનહાઉસ વાયુજીમેઇલક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭રબારીસ્વામી સચ્ચિદાનંદચિત્તોડગઢવિષ્ણુ સહસ્રનામઆમ આદમી પાર્ટીચામુંડાદાસી જીવણહિંદુ ધર્મના ઉત્સવોભારતીય અર્થતંત્રસીદીસૈયદની જાળીબહુચર માતાપાટીદાર અનામત આંદોલનરાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનારામભારતના રાષ્ટ્રપતિઅમેરિકાકનિષ્કગોળમેજી પરિષદશાકભાજીમાધ્યમિક શાળાએ (A)મલેરિયાજૈન ધર્મપન્નાલાલ પટેલકુદરતી સંપત્તિરાધાપાંડવશ્રીનગરહનુમાનપશ્ચિમ બંગાળસૂર્યમંડળચૈત્ર સુદ ૧૫સ્વામિનારાયણ જયંતિલોક સભામહિષાસુરકોણાર્ક સૂર્ય મંદિરઅહલ્યાપૃથ્વીરાજ ચૌહાણઆયુર્વેદહેમચંદ્રાચાર્યગોરખનાથઅસોસિએશન ફુટબોલકૈકેયીમુહમ્મદપાકિસ્તાનભારતના રાજ્ય વૃક્ષોની યાદીસાર્થ જોડણીકોશમોરિશિયસવિક્રમ ઠાકોરદેવાયત પંડિતસ્વામિનારાયણ મંદિર, અમદાવાદઇન્દ્રકુંભકર્ણગ્રહહાઈકુવીમોઆણંદ લોક સભા મતવિસ્તારનવરોઝશુક્ર (ગ્રહ)પિત્તાશયઆવળ (વનસ્પતિ)ક્ષેત્રફળત્રેતાયુગમિઆ ખલીફાખાદીહોલોદુલા કાગસિંહ રાશીગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યજાપાનસિદ્ધરાજ જયસિંહકોળું🡆 More