નાઇજીરિયા

નાઇજીરીયા, સાંવિધાનીક નામ ફેડરલ રિપબ્લિક ઓફ નાઇજીરીયા, એક સમવાયી સાંવિધાનીક ગણતંત્ર છે જેમાં ૩૬ રાજ્યો અને એક સમવાયી રાજધાની પ્રદેશનો સમાવેશ થાય છે.

આ દેશ પશ્ચિમ આફ્રિકામાં આવેલો છે અને તેની ભૂમિગત સીમા પશ્ચિમ દિશામાં બેનિન ગણરાજ્ય, પૂર્વ દિશામાં ચૅડ અને કેમેરુન અને ઉત્તર દિશામાં નાઈજર સાથે છે. તેનો સમુદ્રી તટ પ્રદેશ તેના દક્ષિણ ભાગમાં એટલાંટીક મહાસાગરના ગિનીના અખાતમાં આવેલો છે. તેની રાજધાની અબુજા શહેર છે. નાઇજીરીયાના સૌથી મોટા અને પ્રભાવશાળી એવા ત્રણ નૃવંશ જુથોની યાદીમાં હૌસા, ઈગ્બો તેમજ યારુબા જાતિઓનો સમાવેશ થાય છે.

નાઇજીરિયા
નાઇજીરીયાનો ધ્વજ.
નાઇજીરિયા
દુનિયાના નકશા ઉપર નાઇજીરીયા.

નાઇજીરીયાના લોકોનો ધણો લાંબો ઇતિહાસ છે અને પુરાતત્ત્વવિદ્યાના પુરાવા પ્રમાણે એમ માનવામાં આવે છે કે અહીં ઈ.પુ. ૯૦૦૦ થી માનવીઓની વસાહત રહી છે. બેન્યુ નદીનો તટ વિસ્તાર બન્ટુ લોકોનું મૂળભુત વતન માનવામાં આવે છે. જેઓ ત્યાર બાદ ઈ.પુ. પહેલી અને ઈ.સ. બીજી સદીનાં સમયગાળા દરમ્યાન મધ્ય અને દક્ષિણ આફ્રિકામાં ફેલાયા હતા.

નાઇજીરીયાનું નામ ‘નાઈજર’ અને ‘એરીયા’, કે જે નાઈજર નદી વહે છે તે વિસ્તાર, એમ બે અક્ષરને જોડીને બનાવાયું છે. આ નામ ૧૯મી સદીના બ્રિટિશ સામ્રાજ્યના વહીવટકર્તા ફ્રેડરિક લુગાર્ડના ભાવી પત્ની ફ્લોરા શૉએ પાડ્યું હતું.

નાઇજીરીયા તે આફ્રિકા ખંડનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને દુનિયાનો આઠમો સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. ૧૪ કરોડ ૮૦ લાખની વસ્તી ધરાવતો આ દેશ દુનિયાનો સૌથી વધારે 'કાળા' લોકોની વસ્તી ધરાવતો દેશ છે. તે એક સ્થાનીક મહાસત્તા છે અને ઉભરતા ૧૧ અર્થતંત્રોમાં તેની ગણના થાય છે તેમજ તે કોમનવેલ્થ રાષ્ટ્રોનો સભ્ય છે. નાઇજીરીયાનું અર્થતંત્ર દુનિયામાં સૌથી વધારે ગતીએ ઊભરતા અર્થતંત્રમાંનુ એક છે કે જેના માટે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે ૨૦૦૮માં ૯% અને ૨૦૦૯ માં ૮.૩% વૃદ્ધિની આગાહી કરી છે.


નોંધ

Tags:

કેમેરુનચૅડનાઈજરબેનિન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય નાગરિકત્વચંદ્રશેખર આઝાદગુજરાતનું સ્થાપત્યવલસાડ જિલ્લોગુરુત્વાકર્ષણભારતીય દંડ સંહિતાઝઘડીયા તાલુકોદાસી જીવણરાજકોટમોબાઇલ ફોનમોરારીબાપુચંડોળા તળાવવિઘાદ્રૌપદીવ્યક્તિત્વહમીરજી ગોહિલઆંખSay it in Gujaratiમાણસાઈના દીવાહિંદુઅભિમન્યુરશિયાવાયુનું પ્રદૂષણભારતમાં નાણાકીય નિયમનએરિસ્ટોટલનિવસન તંત્રરૂઢિપ્રયોગવિશ્વ વેપાર સંગઠનનિરક્ષરતાવિશ્વ બેંકપુ્ષ્ટિમાર્ગ બેઠકઠાકોરખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ભારતના રાષ્ટ્રપતિઓની યાદીનરસિંહ મહેતાપાલનપુરભરવાડઝાલાવિકિમીડિયા ફાઉન્ડેશનબહુચરાજીહિંદી ભાષાભીખુદાન ગઢવીમહાવિરામરાજપૂતજૈન ધર્મનવસારી જિલ્લોઉમાશંકર જોશીનવગ્રહરાયણજય શ્રી રામભારતમાં મહિલાઓભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓસૌરાષ્ટ્રવૃશ્ચિક રાશીદક્ષિણભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલચંદ્રગુપ્ત મૌર્યવિનોદ ભટ્ટરાજા રવિ વર્માભગવદ્ગોમંડલમોરબી જિલ્લોપ્લેટોકબડ્ડીભુજઅર્જુનબારડોલી સત્યાગ્રહઅજંતાની ગુફાઓતાજ મહેલઇન્ટરનેટસૂર્યમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)બાલમુકુન્દ દવેસોજીગુજરાતીપ્રાથમિક શાળામંદોદરીતાપમાન🡆 More