ઓટો એક્સપો

વાહન પ્રદર્શન મેળો (અંગ્રેજી: Auto Expo) તે વાહનોના વેચાણ માટે યોજાતો એક પ્રકારનો વ્યાપારી મેળો છે જે જુદી-જુદી સંસ્થાઓ અને એકમો દ્વારા શહેરોમાં યોજવામાં આવે છે.

ઓટો એક્સપો
ઓટો ઓટો એક્સ્પો ૨૦૦૮, પ્રગતિ મેદાન દિલ્હીમાં ભરતીય વાહન ઉદ્યોગનુ સૌથી વિશાળ આયોજન

ભારતનો સૌથી વિશાળ વાહન પ્રદર્શન મેળો

ભારતની રાજઘાની દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં શંઘાઇ મોટર શો પછીનો એશિયાનો બીજો સૌથી વિશાળ વાહન વ્યાપાર મેળો થાય છે. ઓટો મેળાનું આયોજન ઓટોમોટિવ કંપોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (એક્મા), ભારતીય ઓટોમોબાઇલ નિર્માતા સંઘ (સિયામ) અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ) મળીને કરેછે.

૧૯૮૬થી અત્યાર સુધી ૧૧ ઓટો એક્સ્પો ભારતની રાજઘાનીમાં યોજાઈ ચૂક્યા છે.

પહેલી વખત ૧૨મા ઓટો એક્સ્પોનું આયોજન નવી દિલ્હીને બદલે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના ઔધોગિક નગર ગ્રેટર નોઇડામાં કરવામાં આવ્યુ હતું.

નવમો ઓટો એક્સ્પો ૨૦૦૮

ભારતીય વાહન ઉદ્યોગના સૌથી વિશાળ નવમા ઓટો એક્સ્પોનું આયોજન (વાહન પ્રર્દશન) દિલ્હીમાં થયું હતું. ભારત દ્વીચક્રી વાહનોની ખપતમાં દુનિયાનું બીજા નંબરનું સૌથી વિશાળ બજાર છે. ૧૨ હજાર વર્ગમીટરમાં ઓટો એક્સ્પોનુ ભવ્ય આયોજન થયું હતુ. જેની આતુરતા પુર્વક રાહ જોવાતી હતી તે ટાટા કંપનીના નેનો મોડલનુ પ્રક્ષેપણ પણ અહિં જ કર્યું હતું. આ મેળામાં ઓટોમોબાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલી ૨૦૦૦ કંપનીઓએ ભાગ લીધો હતો. આમા ૬૦ ટકા ભારતીય અને ૪૦ ટકા વિદેશી ભાગીદારી હતી. આ મેળો ૧૦ જાન્યુઆરીથી ૧૭ જાન્યુઆરી ૨૦૦૮ સુધી ચાલ્યો હતો. ભારતના ઓટોમોબાઇલ ઉદ્યોગની પ્રગતિના પ્રતિક ઓટો એક્સ્પોના નવમાં સંસ્કરણમાં વિભિન્ન વર્ગોમાં ૩૦ નવા વાહનોને ઉતારવામા આવ્યાં હતાં.

દશમો ઓટો એક્સ્પો ૨૦૧૦

૧૦મો રજત જયંતિ ઓટો એક્સ્પો ૫ જાન્યુઆરીથી ૧૧ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ યોજાયો હતો. આ સમારોહમાં લગભગ ૭૨ જેટલા મોડલોનુ પ્રદર્શન થયુ હતુ. જેમા ૧૦ કરતા વધુ વૈશ્વિક યાત્રી અને દ્વીચક્રી વાહનોનુ પ્રદર્શન થયુ હતુ.

સમારોહનુ ઉદઘાટન ભારતના ધોરીમાર્ગ અને માર્ગ પરિવહન મંત્રી માનનીય કમલ નાથ તથા હેવી ઇન્ડસ્ટ્રીઝ અને પબ્લિક એન્ટરપ્રાઇઝ મંત્રી માનનીય વિલાશરાઉ દેશમુખ દ્વારા કરવામા આવ્યું હતું. આ પ્રદર્શનની મુલાકાત વિવિધ દેશોના ૧૯થી પણ વધુ માધ્યમોએ લીધી હતી.

બારમો ઓટો એક્સ્પો ૨૦૧૪

આ વખતે પ્રગતિ મેદાન દિલ્હીને બદલે ૧૨મો ઓટો એક્સ્પો ૫ ફેબ્રુઆરીથી ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૪ સુધી ગ્રેટર નોઇડામાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમા મારુતિ સુઝુકી સિલૈરિયો, મારુતિ સુઝુકી વાઇએલ૭ (એ-વિન્ડ કોન્સેપ્ટ), મારુતિ સ્વિફ્ટ ફેસલિફ્ટ, શેવરલે બીટ ફેસલિફ્ટ, ડેટસન ગો, હોન્ડા ઝાઝ, અને અબાર્થ પુન્ટો જેવી અનેક નવી કારોના મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યાં.

આ કારો સિવાય ઓટો એક્સ્પોમાં દર્શકોને ટ્રમ્ફ મોટરસાઇકલ જેવા ઘણા દ્વીચક્રી વાહનો પણ જોવા મળ્યા. દેશ-વિદેશના વાહનોનું આ પ્રદર્શન જાહેર જનતા માટે ૭થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૪ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું.

Tags:

ઓટો એક્સપો ભારતનો સૌથી વિશાળ વાહન પ્રદર્શન મેળોઓટો એક્સપો નવમો ઓટો એક્સ્પો ૨૦૦૮ઓટો એક્સપો દશમો ઓટો એક્સ્પો ૨૦૧૦ઓટો એક્સપો બારમો ઓટો એક્સ્પો ૨૦૧૪ઓટો એક્સપોઅંગ્રેજી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વર્તુળનો પરિઘશ્રી રામ ચરિત માનસવિનાયક દામોદર સાવરકરકુમાર સુવર્ણ ચંદ્રકદિલ્હી સલ્તનતગોળમેજી પરિષદનેપાળબાહુકઅસોસિએશન ફુટબોલરમઝાનલીમડોગુજરાત સલ્તનતઓઝોનદાહોદજ્યોતીન્દ્ર દવેભાથિજીભારતીય રૂપિયોવિશ્વ વેપાર સંગઠનશક સંવતજોસેફ મેકવાનદશરથકંડલા બંદરપીડીએફજોગીદાસ ખુમાણભારતનું બંધારણપલ્લીનો મેળોઅબુલ કલામ આઝાદમકરંદ દવેકુન્દનિકા કાપડિયારા' નવઘણપ્રેમાનંદતક્ષશિલાભારતીય જનતા પાર્ટીલજ્જા ગોસ્વામીવ્યક્તિત્વજિલ્લા પંચાયતવર્ણવ્યવસ્થાકથકલીઅર્જુનવિષાદ યોગખાદ્ય પદાર્થની સાચવણીમંગળ (ગ્રહ)મોહમ્મદ માંકડરથ યાત્રા (અમદાવાદ)સચિન તેંડુલકરછત્તીસગઢભારતનું સર્વોચ્ચ ન્યાયાલયચીનનવગ્રહમાર્ચ ૨૯ખાવાનો સોડામૂળરાજ સોલંકીદુકાળપંચમહાલ જિલ્લોધરતીકંપઅંબાજીથાઇલેન્ડમહારાષ્ટ્રદાહોદ જિલ્લોસ્વામી સચ્ચિદાનંદસામવેદપૃથ્વી દિવસન્હાનાલાલબ્રહ્મોસમાજસુરેશ જોષીસીદીસૈયદની જાળીગિરનારચિત્તોડગઢપારસીગુજરાત સાહિત્ય સભાપ્રત્યાયનબોટાદ જિલ્લોભારતીય રિઝર્વ બેંકશુક્ર (ગ્રહ)પ્રાચીન ઇજિપ્તભાલણ🡆 More