સોનગઢનો કિલ્લો

સોનગઢનો કિલ્લો ગુજરાતના તાપી જિલ્લામાં આવેલો ગાયકવાડી કિલ્લો છે.

આ કિલ્લો સુરત-ધુલિયા માર્ગની બાજુ પર આવેલ ઊંયી ટેકરી પર સોનગઢ તાલુકાના મુખ્યમથક સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડે બંધાવેલો પ્રાચીન કિલ્લો છે, જે ઈ.સ. ૧૭૨૯થી ગાયકવાડોનું મુખ્ય થાણું હતું.

સોનગઢનો કિલ્લો
સોનગઢનો ભાગ
ગુજરાત, ભારત
સોનગઢનો કિલ્લો is located in ગુજરાત
સોનગઢનો કિલ્લો
સોનગઢનો કિલ્લો
સોનગઢનો કિલ્લો is located in India
સોનગઢનો કિલ્લો
સોનગઢનો કિલ્લો
અક્ષાંશ-રેખાંશ21°10′09″N 73°33′06″E / 21.1691345°N 73.5517794°E / 21.1691345; 73.5517794
સ્થળની માહિતી
આધિપત્યગુજરાત સરકાર
જાહેરજનતા માટે ખૂલ્લુંહા
સ્થિતિખંડેર
સ્થળ ઈતિહાસ
બાંધકામ૧૭૧૯-૧૭૨૯
લડાઇ/યુદ્ધોબાલપુરી
સૈન્ય માહિતી
રહેવાસીઓપીલાજીરાવ ગાયકવાડ, બાબી વંશ, મેવાસી ભીલ

ઇતિહાસ

બાલપુરી લડાઇ પછી ખંડેરાવ દભાડનું મૃત્યુ થતાં એમનું સેનાપતિનું સ્થાન પુત્ર ત્ર્યંબકરાવને મળ્યું. દામાજીરાવ ગાયકવાડની જગ્યા તેમના ભત્રીજા પીલાજીરાવ ગાયકવાડને પ્રાપ્ત થઇ, તે સમયે સોનગઢ મેવાસી ભીલોના તાબામાં હતું. આ ભીલો પાસેથી પીલાજીરાવ ગાયકવાડે સને ૧૭૧૯માં ડુંગરનો કબજો મેળવી કિલ્લો બાંધવાની શરુઆત કરી. આમ ગાયકવાડી રાજની શરૂઆત સોનગઢથી થઈ. પીલાજીરાવ એના મૂળ સ્થાપક બન્યા. કિલ્લાનાં પ્રવેશદ્વારની ડાબી બાજુ શિલાલેખ પરની માહિતી મુજબ આ કિલ્લો પીલાજીરાવે સને ૧૭૨૮-૨૯માં ફરીથી બાંધ્યો. ત્યારબાદ બાબીઓ પાસેથી વડોદરા રાજ્ય જીતી ત્યાં સને ૧૭૩૦માં પીલાજીરાવે ગાયકવાડી રાજની સ્થાપના કરી, જેનું મથક ઇ. સ. ૧૭૬૩ સુધી સોનગઢ ખાતે રહ્યું હતું. ગાયકવાડે ફિરંગીઓ પર વિજય મેળવ્યાની યાદમાં માતાની સ્થાપના આ કિલ્લા પર કરી હતી. આ કિલ્લા સાથે છત્રપતિ શિવાજી મહારાજની પણ કેટલીક વાતો જોડાયેલી છે.

વિગતો

સોનગઢનો કિલ્લો 
સોનગઢ કિલ્લાના ઇતિહાસનું વર્ણન કરતી તકતી

આ કિલ્લા ઉપર પહોંચવા માટે સર્પાકારે રસ્તો છે. કિલ્લા ઉપર મહાકાળી માતાનું મંદિર અને દરગાહ દર્શનીય ધાર્મિક સ્થાનો છે. દશેરાના તહેવારનો અહીં મોટો મેળો ભરાય છે. કિલ્લા પર અંબાજી માતાનું પણ મંદિર આવેલું છે. અંબા માતાના દર્શન કરવા ભોયરામાંથી પ્રવેશ કરી જવું પડે છે. આ ઉપરાંત ખંડેરાવ મહારાજનું મંદિર પણ જોવા જેવું છે. અહીં બે પાણીના હોજ અને એક તળાવ છે. કિલ્લાની તળેટીમાં નીચે જૂના મહેલના અવશેષો પણ જોવાલાયક છે.

સાહિત્યમાં

ગુજરાતી સર્જક અને વિવેચક સુરેશ જોષીએ પોતાના જનાન્તિકે નામનાં નિબંધસંગ્રહમાં સોનગઢના કિલ્લાનું તથા ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે.

વાજપુરનો કિલ્લો

સોનગઢનો કિલ્લો 
તાપી નદીના ઉકાઇ બંધના સરોવરમાં ડૂબેલો વાજપુરનો કિલ્લો. આ કિલ્લો માત્ર ઉનાળામાં જ બહાર દેખાય છે.

અન્ય એક ગાયકવાડ રાજવંશ દ્વારા જામલી અને વાજપુર ગામ પાસે એક કિલ્લો પણ બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો મોટાભાગે ઉકાઇ બંધના ડૂબાણમાં રહે છે અને કોઇક વાર જ બહાર દેખાય છે.

સંદર્ભો

Tags:

સોનગઢનો કિલ્લો ઇતિહાસસોનગઢનો કિલ્લો વિગતોસોનગઢનો કિલ્લો સાહિત્યમાંસોનગઢનો કિલ્લો વાજપુરનો કિલ્લોસોનગઢનો કિલ્લોગુજરાતતાપી જિલ્લોધુલિયાસુરતસોનગઢસોનગઢ તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કુમારપાળ દેસાઈકબજિયાતદાસી જીવણમીરાંબાઈગોકુળસુરેશ જોષીમૌર્ય સામ્રાજ્યશિક્ષકદિલ્હી સલ્તનતમહિનોચિત્રલેખામોગલ માપ્રાથમિક શાળાસ્વાદુપિંડગુજરાતી સિનેમામેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમવિનોબા ભાવેગલગોટાપંચતંત્રસ્વચ્છતાચામાચિડિયુંહિંદુ ધર્મઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારપાણીપતની ત્રીજી લડાઈઉચ્ચતર માધ્યમિક શાળાપૃથ્વીરાજ ચૌહાણધીરૂભાઈ અંબાણીએપ્રિલ ૨૩ઐશ્વર્યા રાયબિન્દુસારધારાસભ્યદાંડી સત્યાગ્રહભાવનગર જિલ્લોનવનિર્માણ આંદોલનભારતના રાષ્ટ્રપતિઓની યાદીગુજરાતની વસતીગણતરી ૨૦૧૧કમ્પ્યુટર નેટવર્કબારીયા રજવાડુંભાસઅરુણ જેટલી સ્ટેડિયમઉપનિષદઘર ચકલીHTMLદેવચકલીધ્રુવ ભટ્ટએ (A)સુઝલોનહસ્તમૈથુનમોહેં-જો-દડોગીર સોમનાથ જિલ્લોચંદ્રવૃષભ રાશીચુનીલાલ મડિયાપિત્તાશયક્ષય રોગહનુમાન મંદિર, સાળંગપુરસત્યના પ્રયોગો અથવા આત્મકથાઆઇઝેક ન્યૂટનઆયંબિલ ઓળીબહારવટીયોઝવેરચંદ મેઘાણીપોરબંદરગુજરાત વડી અદાલતસિંહાકૃતિમોરારજી દેસાઈઆશાપુરા માતાભુચર મોરીનું યુદ્ધબ્લૉગવૈશ્વિકરણઉદ્‌ગારચિહ્નગણિતવડવસ્તી-વિષયક માહિતીઓસોમનાથગુજરાતી સાહિત્યકારોની યાદીદાદા ભગવાન🡆 More