પેરિન કેપ્ટન: ભારતીય સ્વાતંત્ર્યસેનાની

પેરીન બેન કેપ્ટન (૧૮૮૮-૧૯૫૮) ભારતીય સ્વતંત્રતા સેનાની, સામાજિક કાર્યકર અને પ્રખ્યાત ભારતીય બૌદ્ધિક અને નેતા, દાદાભાઈ નવરોજીના પૌત્રી હતા.

ભારત સરકારે તેમને ૧૯૫૪માં ચોથા સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર પદ્મશ્રી વડે સન્માનિત કર્યા હતા.

પેરિન કેપ્ટન
જન્મમાંડવી (કચ્છ) Edit this on Wikidata
મૃત્યુ૧૯૫૮ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • પેરિસ વિશ્વવિદ્યાલય (૧૮૯૬-૧૯૬૮) Edit this on Wikidata
વ્યવસાયશિક્ષણશાસ્ત્રી, ચળવળકાર, રાજકારણી Edit this on Wikidata
પુરસ્કારો

જીવન

પેરિન બેનનો જન્મ ૧૨ ઓક્ટોબર ૧૮૮૮ના રોજ એક પારસી કુટુંબમાં ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા માંડવીમાં થયો હતો. તેના પિતા અરદેશર તબીબ હતા અને દાદાભાઈ નવરોજીના સૌથી મોટા પુત્ર હતા અને તેમની માતા વીરબાઈ દાદીના ગૃહિણી હતા. આઠ બાળકોમાં તેઓ સૌથી મોટા હતા અને ૧૮૯૩માં જ્યારે તેમના પિતાનું અવસાન થયું ત્યારે તેઓ માત્ર ૫ વર્ષના હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં લીધું અને પછીથી યુનિવર્સિટી ઓફ પેરિસ III: સોર્બોન નુવેલેમાંથી ફ્રેંચમાં સ્નાતકની પદવી મેળવી. પેરિસમાં તેઓ મેડમ કામાના સંપર્કમાં આવ્યા અને તેમની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. અહેવાલો મુજબ વિનાયક દામોદર સાવરકરની લંડનમાં ધરપકડ થયા પછી તેમને મુક્ત કરવાની યોજનામાં તેઓ સામેલ હતા. આ સમય દરમિયાન, તેમણે સાવરકર અને ભીખાજી કામા સાથે ૧૯૧૦ની બ્રસેલ્સ ખાતેની ઇજિપ્તની રાષ્ટ્રીય કોંગ્રેસમાં હાજરી આપી હતી. તેઓ પેરિસ સ્થિત પોલિશ શરણાર્થી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતી, જેઓ રશિયામાં ઝાર શાસન વિરુદ્ધ બળવો કરી રહ્યા હતા. ૧૯૧૧માં તેઓ ભારત પાછા ફર્યા પછી તેમને મહાત્મા ગાંધીને મળવાની તક મળી અને તેઓ તેમના આદર્શોથી પ્રભાવિત થયા. ૧૯૧૯ સુધીમાં તેમણે ગાંધીજી સાથે કામ કરવાનું શરૂ કર્યું અને ૧૯૨૦માં તેઓ સ્વદેશી આંદોલનમાં જોડાયા અને ખાદી પહેરવાનું શરૂ કર્યું. ૧૯૨૧માં, તેમણે રાષ્ટ્રીય સ્ત્રી સભાની સ્થાપના કરવામાં મદદ કરી, જે ગાંધીવાદી આદર્શો પર આધારીત મહિલા ચળવળ છે.

પેરિને ૧૯૨૫માં ધનજીશા એસ. કેપ્ટન નામના વકીલ સાથે લગ્ન કર્યા, પરંતુ આ દંપતીને કોઈ સંતાન નહોતું. લગ્ન પછી તેમણે સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સંખ્યાબંધ કાઉન્સિલોમાં સેવા આપી. જ્યારે તેઓ ૧૯૩૦માં આ પદ માટે ચૂંટાઈ આવ્યા ત્યારે તેઓ બોમ્બે પ્રાંતીય કોંગ્રેસ સમિતિની પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. તેમણે મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરેલી નાગરિક અવગણના ચળવળમાં ભાગ લીધો હતો અને તેમને કેદ કરવામાં આવ્યા હતા. ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન અનેક કેદીઓ એ જેલ યાતના સહન કરી હતી, તેમાંથી તેઓ પ્રથમ હતા. ૧૯૩૦ના દાયકામાં જ્યારે ગાંધી સેવા સેનાની ફરીથી રચના કરવામાં આવી હતી, ત્યારે તેમને તેના માનદ મહામંત્રી બનાવવામાં આવ્યા હતા, જે પદ તેમણે ૧૯૫૮, તેમના મૃત્યુ સુધી, સંભાળ્યું હતું.

જ્યારે ભારત સરકારે ૧૯૫૪માં પદ્મ નાગરિક પુરસ્કારોની શરૂઆત કરી, ત્યારે પેરિન કેપ્ટન પદ્મશ્રી માટેના પુરસ્કારોની પ્રથમ સૂચિમાં શામેલ હતા.

સંદર્ભ

Tags:

દાદાભાઈ નવરોજીપદ્મશ્રીભારત સરકાર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાજકોટવાયુનું પ્રદૂષણહરદ્વારઅક્ષાંશ-રેખાંશપ્લેટોટાઇફોઇડન્યાયશાસ્ત્રજવાહરલાલ નેહરુમંત્રચુનીલાલ મડિયાસ્વાદુપિંડકુંભ મેળોઋગ્વેદસુવર્ણ મંદિર, અમૃતસરબળવંતરાય મહેતાવિરાટ કોહલીગુજરાત સાહિત્ય સભાસુરેન્દ્રનગર જિલ્લોતત્ત્વનવસારી જિલ્લોહીજડાગુજરાતના શક્તિપીઠોસતાધારશ્રીમદ્ રાજચંદ્રમોહેં-જો-દડોસાંચીનો સ્તૂપગંગા નદીસુરત જિલ્લોમણિરાજ બારોટથોળ પક્ષી અભયારણ્યવડોદરા રાજ્યખેડા સત્યાગ્રહઅક્ષરધામ (દિલ્હી)ભાષાપાણીઉપનિષદસાળંગપુરગોપનું મંદિરગુજરાત વિદ્યાપીઠભારતના ઉપરાષ્ટ્રપતિમેઘધનુષખોડિયારસચિન તેંડુલકરમોગર (તા. આણંદ)વેદભારતીય જનતા પાર્ટીઅમૂલઅરવિંદ ઘોષબોટાદસાવરકુંડલાનક્ષત્રવિક્રમાદિત્યસ્ટેચ્યુ ઓફ યુનિટીમકર રાશિડાંગ જિલ્લોશનિદેવ, શિંગણાપુરકબજિયાતપાકિસ્તાનમુખપૃષ્ઠતેહરી બંધઆંખગુજરાતની નદીઓની યાદીમેષ રાશીઅર્જુનસમીવૌઠાનો મેળોસ્વામિનારાયણલાલ બહાદુર શાસ્ત્રીતળાજામાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ઝવેરચંદ મેઘાણીરાષ્ટ્રપતિ શાસનવલ્લભી વિશ્વવિદ્યાલયપક્ષીમહાવીર સ્વામીસત્યના પ્રયોગો અથવા આત્મકથાવીજળીસૂર્ય🡆 More