વીજળી: એ વિદ્યુતભારની હાજરી અને પ્રવાહ છે

વીજળી એ વિદ્યુતભારની હાજરી અને પ્રવાહ છે.

વીજળીનો ઉપયોગ કરીને આપણે ઊર્જા સ્થાનાંતરિત કરી શકીએ છીએ જે આપણને સામાન્ય કામકાજ પૂર્ણ કરવા દે છે. તેનું સૌથી જાણીતું સ્વરૂપ તાંબુ જેવા વાહક તાર દ્વારા વહેતો ઈલેક્ટ્રોનનો પ્રવાહ છે.

વીજળી:  એ વિદ્યુતભારની હાજરી અને પ્રવાહ છે
રાત્રિ દરમિયાન શહેરમાં થતી વીજળી, જે વિદ્યુત ઉર્જાનું સૌથી વધુ નોંધપાત્ર કુદરતી સ્વરૂપ છે.

"વીજળી" શબ્દનો ઉપયોગ કેટલીકવાર "વિદ્યુત ઊર્જા" રૂપે થાય છે. તે એક જ વસ્તુ નથી - વીજળી એ વિદ્યુત ઊર્જા માટેનું પ્રસારણ માધ્યમ છે, જેમ કે સમુદ્રનું પાણી તરંગ ઊર્જા માટેનું પ્રસારણ માધ્યમ હોય છે. એવી વસ્તુ કે જે વીજળીને તેના દ્વારા આગળ વધવાની મંજૂરી આપે છે તેને વાહક કહેવામાં આવે છે. કોપર અને અન્ય ધાતુની વસ્તુઓ સારી વાહક છે, જે તેમના દ્વારા વીજળીને આગળ વધવા દે છે અને વિદ્યુત ઊર્જા પ્રસારિત કરે છે. પ્લાસ્ટિક એક ખરાબ વાહક છે, જેને ઇન્સ્યુલેટર પણ કહેવામાં આવે છે, જે ખૂબ વીજળીને તેના દ્વારા આગળ વધવાની મંજૂરી આપતું નથી, તેથી વિદ્યુત ઊર્જાનું પ્રસારણ બંધ કરે છે.

વિદ્યુત ઊર્જાનું પ્રસારણ કુદરતી રીતે થાય છે (વરસાદમાં પડતી વીજળીની જેમ) અથવા માનવસર્જિત રીતે પણ થઈ શકે છે (જનરેટરની જેમ). તે ઊર્જાનો એક પ્રકાર છે જેનો ઉપયોગ આપણે પાવર મશીન અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો ને ચલાવવા માટે કરીએ છીએ . જ્યારે વિદ્યુતભાર આગળ વધતો નથી, ત્યારે ઉત્પન્ન વીજળીને સ્થિર વીજળી કહેવામાં આવે છે. જ્યારે વિદ્યુતભારને ખસેડવામાં આવે છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ હોય છે, જેને કેટલીકવાર 'ગતિશીલ વીજળી' કહેવામાં આવે છે. ચોમાસામાં પડતી વીજળી એ સૌથી પ્રખ્યાત અને ખતરનાક પ્રકૃતિનો વીજપ્રવાહ છે, પરંતુ કેટલીકવાર સ્થિર વીજળી વસ્તુઓને એક સાથે વળગી રહેવાનું કારણ બને છે.

વીજળી જોખમી બની શકે છે, ખાસ કરીને પાણીની આસપાસ કારણ કે પાણી એ સારા વાહકનું એક સ્વરૂપ છે કારણ કે તેમાં મીઠા જેવી અશુદ્ધિઓ હોય છે. ઓગણીસમી સદીથી, આપણા જીવનના દરેક ભાગમાં વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યાં સુધી તો માત્ર તોફાની વીજળી જોવી એ એક જિજ્ઞાસા હતી.

વીજળીનું ઉત્પાદન

વીજળી:  એ વિદ્યુતભારની હાજરી અને પ્રવાહ છે 
વીજ મથકોમાં વિદ્યુત ઊર્જા બનાવવામાં આવે છે.

જો કોઈ ચુંબક ધાતુના વાયરની નજીક જાય તો વિદ્યુત ઊર્જા બનાવવામાં આવી શકે છે. આ એક જનરેટર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ છે. સૌથી મોટા જનરેટર પાવર સ્ટેશનોમાં છે જે આપણાં રોજબરોજના કાર્ય માટે વીજળીનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરે છે.

વિદ્યુતઊર્જાને બરણીમાં રસાયણોને બે અલગ અલગ પ્રકારના ધાતુના સળિયા સાથે જોડીને પણ મુક્ત કરી શકાય છે. આ સિદ્ધાંત બૅટરીમાં વપરાય છે.

સ્થિર વીજળી બે વસ્તુઓ વચ્ચેના ઘર્ષણ દ્વારા બનાવી શકાય છે - ઉદાહરણ તરીકે ઊનની ટોપી અને પ્લાસ્ટિક. આ એક તણખો પણ બનાવી શકે છે અને તેની સપાટી પર વિદ્યુતભાર ફેલાય છે.

ફોટોવોલ્ટેઇક કોષોની જેમ સૂર્યમાંથી ઊર્જાની મદદથી વિદ્યુત ઊર્જા પણ બનાવી શકાય છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ઈલેક્ટ્રોનતાંબુવિદ્યુતભાર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મનુભાઈ પંચોળીમહેસાણાસલામત મૈથુનકુત્તી (ટૂંકી વાર્તા)હિમાલયહરદ્વારભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંડવી (કચ્છ)ગુજરાતજ્વાળામુખીઆંતરરાષ્ટ્રીય મહિલા દિનશૈવ સંપ્રદાયબનાસકાંઠા જિલ્લોજુનાગઢ જિલ્લોભારતીય અર્થતંત્રમહાત્મા ગાંધીનું કુટુંબભારતીય ચૂંટણી પંચભજનસાનિયા મિર્ઝાવાયુનું પ્રદૂષણસંયુક્ત આરબ અમીરાતતીર્થંકરકન્યા રાશીકલિંગનું યુદ્ધઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહસુભાષચંદ્ર બોઝતુલા રાશિગંગાસતીશબ્દકોશપાટણમાણસાઈના દીવાઓણમકચ્છનો ઇતિહાસઇન્સ્ટાગ્રામઆદિ શંકરાચાર્યઆંગણવાડીચાવડા વંશઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળમીરાંબાઈકૃષ્ણરમેશ પારેખનવનાથલસિકા ગાંઠપ્રજાસત્તાક દિન (ભારત)ખોડિયારકચ્છનો અખાતલિંગ ઉત્થાનએપ્રિલમેડમ કામાસુનામીબુધ (ગ્રહ)જય વસાવડારૂઢિપ્રયોગરક્તપિતઇસ્લામખજુરાહોરાજસ્થાનજ્ઞાનપીઠ એવોર્ડભારતનું સર્વોચ્ચ ન્યાયાલયસોલંકી વંશએપ્રિલ ૨૦ત્રેતાયુગનક્ષત્રસાબરમતી નદીજામનગર જિલ્લોએશિયાઇ સિંહતાલુકા મામલતદારસમાજચરક સંહિતાપ્રેમસંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદુષ્કાળપાર્શ્વનાથઔદિચ્ય બ્રાહ્મણખીજડોદુર્ગારામ મહેતાજીગોળમેજી પરિષદ🡆 More