આસારામ બાપુ

આસારામ (જેઓ આસારામ બાપુ તરીકે જાણીતા છે) ગુજરાતમાં એક વિવાદાસ્પદ સંત છે.

ગુજરાત રાજ્યમાં તેમના અસંખ્ય ભક્તો અને આશ્રમો આવેલા છે. જેમાં મોટેરા ખાતેનો આશ્રમ આસારામના ભક્તો માટે મહત્વનો છે.

આસારામ બાપુ
આસારામ બાપુ
જન્મ૧૭ એપ્રિલ ૧૯૪૧ Edit this on Wikidata
presidencies and provinces of British India Edit this on Wikidata
વ્યવસાયલેખક Edit this on Wikidata
બાળકોPrernamurti Bharti Shriji Edit this on Wikidata
વેબસાઇટhttp://www.ashram.org/ Edit this on Wikidata

જીવન

જન્મ

આસારામનો જન્મ હાલના પાકિસ્તાનના સિંધ પ્રાંતના નવાબશાહ જિલ્લામાં સિંધુ નદીના કિનારે આવેલા બેરાણી ગામમાં નગરશેઠ થાઉમલજી સિરુમલાનીના ઘરે તારીખ ૧૭ એપ્રિલ ૧૯૪૧ (વિક્રમ સંવત ૧૯૯૮ની ચૈત્ર વદ છઠ્ઠ)ના દિવસે થયો હતો. તેમની માતાનું નામ મહંગીબા છે. એ સમયે નામકરણની વિધિમાં તેમનું નામ આસુમલ રાખવામા આવ્યુ હતું. તેમનું કુટુંબ સિંધી છે.

બાળપણ

આસારામનું બાળપણ સંઘર્ષોથી ભરપુર હતું. અખંડ ભારતની વિભાજન વેળાની મુશ્કેલ પરિસ્થિતીનો સામનો કરતા-કરતા તેમનું પરિવાર પોતાની ભરપુર ચલ અને અચલ સંપતિ છોડી ને અમદાવાદ શહેરમાં ઇ.સ. ૧૯૪૭ માં આવ્યું. પોતાના ધન-વૈભવ છુટી જવાના કારણે આ પરિવાર આર્થિક વિષમતાના ચક્રવ્યુહમાં ફસાઇ ગયુ, પરંતુ કોઇ પણ રીતે આજીવિકા ચલાવવા માટે થાઉમલજીએ લાકડા અને કોલસાનો ધંધો શરુ કર્યો અને તેનાથી આ પરિવારની આર્થિક પરિસ્થિતીમાં સુધારો આવવા લાગ્યો.

શિક્ષા

આસુમલની શરુઆતની શિક્ષા સિંધી ભાષામાં ચાલુ થઇ. ત્યાર બાદ તેમને સાત વર્ષની ઊમરે પ્રાથિમક શિક્ષણ માટે જયહિન્દ હાઇસ્કુલ, મણીનગર, અમદાવાદમાં પ્રવેશ અપાવવામાં આવ્યો. તેમની અદભૂત સ્મરણ શક્તિને કારણે તેઓ શિક્ષકો દ્વારા શિખવવામા આવેલી કવિતા, ગીત કે અન્ય પાઠો તુરંત જ અક્ષરશઃ યાદ રાખીને સંભાળાવી દેતા હતા. વિધ્યાલયમાં બપોરની રિસેસના સમય દરમ્યાન બાળક આસુમલ રમવા-કુદવામાં અને ગપ્પાબજીમાં સમય નહી વેડફતા, એકાંતમાં કોઇ વૃક્ષ નીચે બેસીને ઇશ્વરનાં ધ્યાનમાં તલ્લિન થઇ જતા હતા.[સંદર્ભ આપો]

વિવાદ

સગીર વયની યુવતીઓ સાથે જાતીય દુર્વ્યવહાર કરવાના આક્ષેપોને લઈને આસારામ હાલમાં કારાવાસમાં છે. વધુમાં તેઓ યુવતીઓને પણ જાતિયતાવર્ધક દવા પીવડાવતાં હોવાનું અને ૬૦ અને ૭૦ ના દાયકામાં સાબરમતી નદીના પટમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીમાંથી નિયમિત રૂપે દેશી દારૂના કેરબા વેચાતા લઈ જતા હોવાના પણ અહેવાલો જાહેર થયા છે.

હાલમાં આસારામ જોધપુર પોલીસની તપાસ હેઠળ છે અને કાયદાકીય મુશ્કેલીઓ નિવારવા જાણીતા ધારાશાસ્ત્રી રામ જેઠમલાણીનો સહયોગ લઇ રહ્યા છે. દિપેશ-અભિષેક અપમૃત્યુ પ્રકરણમાં તેઓની ભૂમિકા મહત્વની કહેવાતી હોઈ હાલ તેઓની સામે અમદાવાદની ચીફ મેટ્રોપોલીટન કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વોરંટ રજુ કરવામાં આવેલ છે. આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે તેમના આશ્રમમાં જીવન ગુજારતી બે બહેનોએ લાંબા સમય સુધી શારીરિક શોષણની ફરિયાદ સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે.

સંદર્ભ

Tags:

આસારામ બાપુ જીવનઆસારામ બાપુ વિવાદઆસારામ બાપુ સંદર્ભઆસારામ બાપુગુજરાતમોટેરા (તા. ગાંધીનગર)

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વૃશ્ચિક રાશીક્રાંતિબિન-વેધક મૈથુનમૂળરાજ સોલંકીગ્રહગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યશુક્ર (ગ્રહ)ગુજરાતી સાહિત્ય પરિષદગરબાનગરપાલિકાઉમાશંકર જોશીજંડ હનુમાનનારાયણ સ્વામી (ભજનીક)સંક્ષિપ્ત સંદેશ સેવાલાલ બહાદુર શાસ્ત્રીજળ શુદ્ધિકરણભારતના ચારધામગાંધારીભાવનગરકરમદાંપ્રેમાનંદજન ગણ મનલોકશાહીપાટણગ્રામ પંચાયતભરૂચલીંબુદશાવતારક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭રાજકોટ રજવાડુંગુજરાતી ભાષાઉપેન્દ્ર ત્રિવેદીહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીગુજરાતધ્રુવ ભટ્ટગુજરાતના રાજ્યપાલોસરસ્વતીચંદ્રરસીકરણવશઈંડોનેશિયાઆયુર્વેદદાંડી સત્યાગ્રહઔદ્યોગિક ક્રાંતિસાળંગપુરનક્ષત્રવૌઠાનો મેળોભારતના રાષ્ટ્રપતિઓની યાદીસંયુક્ત આરબ અમીરાતગૌતમ અદાણીઅકબરદયારામશુક્લ પક્ષસ્વઆર્યભટ્ટસોલંકી વંશઝંડા (તા. કપડવંજ)મુઘલ સામ્રાજ્યનવરોઝજહાજ વૈતરણા (વીજળી)સત્યયુગપ્રાથમિક શાળારામનારાયણ પાઠકટ્વિટરજય શ્રી રામમેષ રાશીચંદ્રવંશીચણોઠીબીજોરાચિનુ મોદીચાભારતીય માનક સમયકૃષ્ણઉત્તરાયણમાધુરી દીક્ષિતવિશ્વકર્માગુજરાત વડી અદાલત🡆 More