માધવ રામાનુજ: ગુજરાતી ચિત્રકાર અને કવિ

માધવ ઓધવદાસ રામાનુજ (૨૨ એપ્રિલ, ૧૯૪૫) ગુજરાતી કવિ અને ચિત્રકાર છે.

માધવ રામાનુજ
માધવ રામાનુજ, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, એપ્રિલ ૨૦૧૫
માધવ રામાનુજ, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, એપ્રિલ ૨૦૧૫
જન્મમાધવ ઓધવદાસ રામાનુજ
૨૨ એપ્રિલ ૧૯૪૫
પચ્છમ, અમદાવાદ
વ્યવસાયકવિ, લેખક, ચિત્રકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણડિપ્લોમા ઇન આર્ટ્સ
માતૃ શિક્ષણ સંસ્થાશેઠ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ
સમયગાળોઆધુનિક ગુજરાતી સાહિત્ય
નોંધપાત્ર સર્જનો
  • તમે (૧૯૭૨)
  • અનહદનું એકાંત (૨૦૧૩)
  • સૂર્યપુરુષ (૧૯૯૭, ૧૯૯૯)
નોંધપાત્ર પુરસ્કારો
જીવનસાથીલલિતા
સંતાનોદિપ્તી, નેહા
સહીમાધવ રામાનુજ: જીવન, સર્જન, સન્માન
વેબસાઇટ
madhavramanuj.com

જીવન

તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના પચ્છમમાં થયો હતો. ૧૯૭૩માં તેમણે અમદાવાદની સી.એન. કૉલેજ ઑફ ફાઇન આર્ટસમાંથી કમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમા ઑફ આર્ટ્સની પદવી મેળવી હતી. ૧૯૬૯માં અખંડ આનંદ સામયિકના તંત્રીવિભાગમાં, ૧૯૬૯થી ૧૯૭૦ દરમિયાન વોરા ઍન્ડ કંપનીના પ્રકાશન-માસિકપત્રિકાના સંપાદનવિભાગમાં અને ૧૯૭૦થી ૧૯૭૩ દરમિયાન આર. આર. શેઠની કંપનીના પ્રકાશનોના મુખ્યપૃષ્ઠચિત્રોના કલાકાર તરીકે કામગીરી બજાવી. ૧૯૭૩થી તેઓ સી.એન. ફાઇન આર્ટસ કૉલેજના ઍપ્લાઈડ આર્ટ વિભાગમાં અધ્યાપક હતા અને પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા.

તેઓ ગાંધર્વ સંગીત વિદ્યાલ ટ્રસ્ટ, અમદાવાદ અને ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષપદે રહ્યા હતા. તેઓ દૂરદર્શન, અમદાવાદના સલાહકાર હતા. અમદાવાદના ઇસ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરના તેઓ માનવ સંશાધન વિભાગના અધ્યક્ષ પદે કાર્ય કર્યું હતું. તેમણે ત્યાં કિડની સંબંધિત રોગોની જાગૃત્તિ માટે 'કિડની થિયેટર'ની સ્થાપના કરી હતી.

સર્જન

માધવ રામાનુજ: જીવન, સર્જન, સન્માન 
ચિનુ મોદી (માઇક પર), ચંદ્રકાંત શેઠ, રાજેન્દ્ર શુક્લા અને માધવ રામાનુજ, વલ્લભ વિદ્યાનગર ખાતે, ૧૯૯૨

નેવું ઉપરાંત કાવ્યરચનાઓનાં સંગ્રહ તેમ (૧૯૭૨)માં મુખ્યત્વે પરાંપરિત લય-ઢાળોના આધારે લખાયેલી પ્રણય-વિરહ વગેરે ભાવોને નિરૂપતી ગીત-સ્વરૂપની કૃતિઓ છે. ગ્રામીણ-તળપદા ભાવો તથા રાધા-કૃષ્ણ જેવા પરિચિત સંદર્ભોની રજૂઆત થયેલી છે. ઉપરાંત સૉનેટ, ગઝલ, અછાંદસ, મુક્તક વગેરે સ્વરૂપની પણ કેટલીક રચનાઓ અહીં છે. અક્ષરનું એકાંત (૧૯૯૭) અને અનહદનું એકાંત (૨૦૧૩) એમના અન્ય કાવ્યસંગ્રહો છે. પિંજરની આરપાર (૧૯૯૦) અમદાવાદ પ્રાણીસંગ્રહાલયના સ્થાપક રૂબિન ડેવિડની આત્મકથનાત્મક નવલકથા છે. સુર્યપુરુષ (૧૯૯૭, ૧૯૯૯) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના જીવન આધારિત નવલકથા છે.

તેમણે પીઠી પીળી ને રંગ રાતો (૧૯૭૪) અને દેરાણી જેઠાણી (૧૯૯૯) ગુજરાતી ફિલ્મો માટે ગીતો લખ્યા હતા જેને રાજ્ય સરકારના પુરસ્કારો મળ્યા હતા.

રાગ-વૈરાગ (૨૦૦૦) અને અક્ષરનું અમૃત તેમના દ્વારા લિખિત નાટકો છે.

સન્માન

૨૦૧૨માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૨૦૧૬) પ્રાપ્ત થયા હતા.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

માધવ રામાનુજ જીવનમાધવ રામાનુજ સર્જનમાધવ રામાનુજ સન્માનમાધવ રામાનુજ સંદર્ભમાધવ રામાનુજ બાહ્ય કડીઓમાધવ રામાનુજ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતના ચારધામહાફુસ (કેરી)દસ્ક્રોઇ તાલુકોવ્યાયામગુજરાતી સાહિત્યકારોની યાદીઅલ્પેશ ઠાકોરઅમદાવાદના દરવાજાતુલસીદેવાયત બોદરસાપુતારાતત્ત્વમોહન પરમારઝરખતરણેતરમહાત્મા ગાંધીનું કુટુંબકમળોભારતના રાજ્ય વૃક્ષોની યાદીકેન્દ્રશાસિત પ્રદેશડાઉન સિન્ડ્રોમભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓગરબાઉત્તરવાહિની નર્મદા પરિક્રમાએઇડ્સઇસ્લામીક પંચાંગરમેશ પારેખતત્વમસિસામાજિક વિજ્ઞાનકમ્પ્યુટર હાર્ડવેરકરીના કપૂરક્ષત્રિયભરવાડબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયદાહોદગર્ભાવસ્થાગુજરાતી સિનેમાભારતનું સર્વોચ્ચ ન્યાયાલયરણભુજજલારામ બાપાહિંદુ અવિભક્ત પરિવારગુજરાતના જિલ્લાઓSay it in Gujaratiસમાન નાગરિક સંહિતાવાયુનું પ્રદૂષણજળ શુદ્ધિકરણઝંડા (તા. કપડવંજ)સંસ્કૃત ભાષાવારાણસીસાવિત્રીબાઈ ફુલેઆંધ્ર પ્રદેશકારડીયાનળાખ્યાન (પ્રેમાનંદ)મૌર્ય સામ્રાજ્યવેણીભાઈ પુરોહિતઆસામરક્તપિતવલ્લભાચાર્યલોકનૃત્યમહાગુજરાત આંદોલનગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળપાણીપતની ત્રીજી લડાઈમિઆ ખલીફાતાપમાનહનુમાન મંદિર, સાળંગપુરઘોડોગુજરાત વડી અદાલતયુટ્યુબઅપ્સરાસિતાંશુ યશશ્ચન્દ્રચંદ્રકાન્ત શેઠમુકેશ અંબાણીસાબરમતી રિવરફ્રન્ટદ્રાક્ષઘોરખોદિયું🡆 More