ભવનાથનો મેળો

ભવનાથનો મેળો ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે યોજાય છે.

ભવનાથનો મેળો ગુજરાત રાજ્યના અગત્યના મેળાઓમાંનો એક છે.

ભવનાથનો મેળો
ભવનાથના મેળામાં નાગા સાધુ

સ્થળ

જૂનાગઢના ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ ભગવાનનું ખુબ પ્રાચીન મંદિર આવેલું છે. મંદિરના સ્વયંભુ શિવલીંગની પૃષ્ઠભૂમિ અદભુત(નિસર્ગ) વનશ્રીથી રળિયામણી દેખાય છે.

સમય

આ મેળો દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહા વદ અગિયારસથી મહા વદ અમાસથી ભરાય છે.

ધાર્મિક મહત્વ

ભવનાથના મેળામાં મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ ભગવાન ભવનાથની પૂજા કરવામાં આવે છે. મહાપૂજાના દર્શન કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી સાધુ-સંતો અને નાગા બાવાઓ ખુબ મોટી સંખ્યામાં આવે છે. દર્શનને આવતા લોકો માટે ઠેર ઠેર જગ્યાઓએ અન્નક્ષેત્ર પણો ખુલ્લા મુકાય છે.

મહા વદ નોમના દિવસે ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે. આ સમયે નાગાબાવા હાથીઓ પર સવારી કરી શંખ ધ્વની કરતા અને જાતજાતના વાદ્યો વગાડતા મહાદેવનો જયનાદ કરતા જોવા મળે છે. આ સ્થળે મુચકુંદ, ભર્તુહરિ અને ગુરુદત્ત ની ગુફાઓ પણ ખુબ પ્રખ્યાત છે અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા અને મેળો માણવા આવે છે.

આહિર અને મેર લોકોને માટે આ સ્થળ આસ્થા અને શ્રદ્ધાનું સ્થળ છે. મેળાના દિવસો દરમિયાન રાત્રે લોકસંગીત, રાસ-ગરબા અને ભજન-કીર્તનના કાર્યક્રમો પણ યોજવમાં છે.

ઇતિહાસ

ભવનાથના મેળાના સન્દર્ભમાં સ્કંદ પુરાણમાં એક દંતકથા આવેલી છે. આ દંતકથા મુજબ શિવ-પાર્વતી રથમાં આકાશ માર્ગે જતા હતા ત્યારે તેમનું દિવ્ય ઘરેણું નીચે ભવનાથના મંદિર પાસે પડી જાય છે. આથી તેને ‘વસ્ત્રા પૂતક્ષેત્ર’ તરીકે ઓળખવામાં આવે છે.

મહાશિવરાત્રીના દિવસે થતી મહાપૂજાના સમયે શંખોના ધ્વનિ સાથે નીકળેલું નાગાબાવાઓનું સરઘસ, તેઓનું મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ હોય છે. એક લોકવાયકા પ્રમાણે મૃગીકુંડમાં ન્હાવાથી લોકોને મોક્ષ મળે છે. નવનાથ અને ૮૪ સિદ્ધોના સ્થાનક ગિરનારમાં ભર્તુહરિ, ગોપીચંદ અને અશ્વત્થામા જેવા સિદ્ધો રહે છે. અને શિવરાત્રીના દિવસે આ સિદ્ધ પુરુષો મૃગીકુંડમાં ન્હાવા માટે આવે છે. વળી એવી પણ માન્યતા છે કે સિદ્ધો પુરુષો એકવાર આ કુંડમાં ન્હાવા પડે છે પછી બહાર દેખાતા નથી.

સગવડ

ભવનાથના મેળામાં આવતા લોકો માટે રહેવાની તેમજ જમવાની મફત સુવિધા કરવામાં આવે છે. ૩૦૦થી ૩૫૦ લોકો રહી શકે તેવા તંબુઓ બાંધવામાં આવે આવે છે. લોકોને ખરીદી માટે વિવિધ પ્રસાદ અને ચીજ-વસ્તુઓની દુકાનો પણ લગાવવામાં આવે છે. સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ પોતાના પ્રદર્શનો પણ યોજે છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

ભવનાથનો મેળો સ્થળભવનાથનો મેળો સમયભવનાથનો મેળો ધાર્મિક મહત્વભવનાથનો મેળો ઇતિહાસભવનાથનો મેળો સગવડભવનાથનો મેળો બાહ્ય કડીઓભવનાથનો મેળોગિરનારગુજરાતજૂનાગઢ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભરૂચજયશંકર 'સુંદરી'કલકલિયોસ્વતંત્રતા દિવસ (ભારત)તાલુકા પંચાયતક્ષેત્રફળછત્તીસગઢબનાસકાંઠા લોક સભા મતવિસ્તારચંદ્રકાંત બક્ષીપ્રહલાદસુરત જિલ્લોસોમનાથપરબધામ (તા. ભેંસાણ)ઉનાળુ પાકવિશ્વકર્માઘોરખોદિયુંએલોન મસ્કવડાપ્રધાનબિનજોડાણવાદી ચળવળકાકાસાહેબ કાલેલકરસાવિત્રીબાઈ ફુલેમેસોપોટેમીયાવાઘરીઅંબાજીભારતનો રાષ્ટ્રધ્વજરશિયાકેરીલતા મંગેશકરકે. કા. શાસ્ત્રીમુકેશ અંબાણીખેતીજયંતિ દલાલવાઘસોલંકી વંશગુજરાતની નદીઓની યાદીગાંઠિયો વાકસ્તુરબાટાઇફોઇડઅખા ભગતસુનામીલાલ બહાદુર શાસ્ત્રીવૃષભ રાશીવર્ણવ્યવસ્થાવેબ ડિઝાઈનદાદુદાન ગઢવીભારતના રાજ્ય વૃક્ષોની યાદીસલમાન ખાનગ્રામ પંચાયતએકમકવાંટનો મેળોધોળાવીરાહમીરજી ગોહિલઉંબરો (વૃક્ષ)આસનગુજરાત સલ્તનતસુશ્રુતકોળીધૃતરાષ્ટ્રઈંડોનેશિયાજંડ હનુમાનસામાજિક સમસ્યારાષ્ટ્રવાદભારતનું સર્વોચ્ચ ન્યાયાલયબનાસ ડેરીભારતીય દંડ સંહિતાબાળાજી બાજીરાવવલસાડ જિલ્લોમીરાંબાઈચીપકો આંદોલનદશાવતારમાર્ચ ૨૮શ્રીરામચરિતમાનસઅમૃતા (નવલકથા)ગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ભીષ્મસરોજિની નાયડુહનુમાન મંદિર, સાળંગપુરસરદાર સરોવર બંધવિકિસ્રોત🡆 More