પી.એન.ભગવતી: ભારતના ૧૭મા મુખ્ય ન્યાયાધીશ

પી.

એન. ભગવતી, (૨૧ ડિસેમ્બર ૧૯૨૧ - ૧૫ જૂન ૨૦૧૭) ભારતના અગ્રણી ન્યાયવિદ તથા દેશના સર્વોચ્ચ ન્યાયાલયના ૧૭મા મુખ્ય ન્યાયમૂર્તિ હતા.

પ્રફુલ્લચંદ્ર ભગવતી
પી.એન.ભગવતી: ભારતના ૧૭મા મુખ્ય ન્યાયાધીશ
૧૭મા મુખ્ય ન્યાયમૂર્તિ, ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય
પદ પર
૧૨ જુલાઇ ૧૯૮૫ – ૨૦ ડિસેમ્બર ૧૯૮૬
નિમણૂકઝૈલસિંઘ
પુરોગામીવાય. વી. ચંદ્રચુડ
અનુગામીઆર. એસ. પાઠક
ગુજરાતના ગવર્નર (કાર્યકારી)
પદ પર
૧૭ માર્ચ ૧૯૭૩ – ૪ એપ્રિલ ૧૯૭૩
પુરોગામીશ્રીમાન નારાયણ
અનુગામીકે. કે. વિશ્વનાથન
મુખ્ય ન્યાયમૂર્તિ, ગુજરાત હાઇ કોર્ટ
પદ પર
૧૬ ઓગસ્ટ ૧૯૬૭ – ૧૭ જુલાઇ ૧૯૭૩
ગુજરાતના ગવર્નર (કાર્યકારી)
પદ પર
૭ ડિસેમ્બર ૧૯૬૭ – ૨૬ ડિસેમ્બર ૧૯૬૭
પુરોગામીનિત્યાનંદ કાનુગો
અનુગામીશ્રીમાન નારાયણ
અંગત વિગતો
જન્મ
પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી

(1921-12-21)21 December 1921
અમદાવાદ, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત
મૃત્યુ15 June 2017(2017-06-15) (ઉંમર 95)
નવી દિલ્હી, ભારત
માતૃ શિક્ષણસંસ્થાબોમ્બે યુનિવર્સિટી, ગવર્મેન્ટ લૉ કોલેજ, બોમ્બે

પ્રારંભિક જીવન અને અભ્યાસ

તેમનું આખું નામ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી હતું. તેમના પિતા નટવરલાલ અગ્રણી ધારાશાસ્ત્રી તથા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ હતા. તેમના માતાનું નામ સરસ્વતીબહેન હતું. ૧૯૩૭માં સોળ વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષામાં સમગ્ર વિસ્તારમાં બીજા નંબરે ઉત્તીર્ણ થયા પછી તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ૧૯૪૧માં બી.એ.ની પરીક્ષા પાસ કરી અને એક વર્ષ માટે એ કૉલેજના ફેલો નિમાયા (૧૯૪૧–૪૨). ત્યારબાદ ગાંધીજીની હાકલને માન આપી ભારત છોડો આંદોલનમાં ઝંપલાવ્યું અને આઠ માસ સુધી ભૂગર્ભ પ્રવૃત્તિઓ કરી. ૧૯૪૩માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાં દાખલ થયા, જ્યાંથી ૧૯૪૫માં એલ.એલ.બી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ઍડ્વોકેટ (ઓ.એસ.)ની પરીક્ષા પાસ કરી.

કારકિર્દી

ત્યાર પછી તેમણે મુંબઈની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. ટૂંક સમયમાં વ્યવસાયક્ષેત્રે નામના મેળવી. ‘મુન્દ્રા કૌભાંડ’ નામથી જાણીતા બનેલા કેસમાં એમણે ‘ચાગલા તપાસ પંચ’ સમક્ષ તે વખતના સંરક્ષણસચિવ એચ. એમ. પટેલનો કુશળતાપૂર્વક બચાવ કરેલો.

બૃહદ મુંબઇ રાજ્ય (૧૯૫૬–૬૦)નું મહારાષ્ટ્ર અને ગુજરાત આ બે અલાયદાં રાજ્યોમાં વિભાજન થતાં, ૧૯૬૦માં નવી રચાયેલી ગુજરાતની વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેમની વરણી થઈ. ૧૯૬૫માં ઑસ્ટ્રેલિયા ખાતે ત્રીજી રાષ્ટ્રકુટુંબ કાયદા પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેઓ હાજર રહ્યા હતા. ૧૯૬૭માં ગુજરાતની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના પદ પર તેમની નિમણૂક થઈ અને ત્યારે તેઓ ભારતના સૌથી નાની ઉંમરના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. તેમના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાતની વડી અદાલતે ભારતની અન્ય વડી અદાલતોમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. જુલાઈ ૧૯૭૩માં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેમને બઢતી મળી. જુલાઈ ૧૯૮૫માં તેઓ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા અને ડિસેમ્બર ૧૯૮૬માં તે પદ પરથી તેઓ નિવૃત્ત થયા.

ઇ.સ. ૨૦૦૭માં તેમને પદ્મવિભૂષણનો પુરસ્કાર એનાયત થયો હતો.

સંદર્ભ

Tags:

ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નિરોધમંગલ પાંડેમોહમ્મદ માંકડગુરુના ચંદ્રોભારતનું બંધારણભરવાડઔરંગઝેબવારાણસીગુજરાતી સાહિત્ય પરિષદસપ્તર્ષિકાળકા માતા મંદિર, પાવાગઢલતા મંગેશકરભારતનું સર્વોચ્ચ ન્યાયાલયચુડાસમાજયશંકર 'સુંદરી'રંગપુર (તા. ધંધુકા)ભુચર મોરીનું યુદ્ધઅજંતાની ગુફાઓતક્ષશિલારાજસ્થાનગંગાસતીશૂર્પણખાબાબરપ્રકાશસંશ્લેષણયુરોપના દેશોની યાદીમદનલાલ ધિંગરાકાલિદાસમોઢેરાભારતીય ધર્મોઅંગિરસરાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનાચંદ્રગુપ્ત પ્રથમઈશ્વર પેટલીકરઆશાપુરા માતામહાત્મા ગાંધીનું કુટુંબઇસરોવનરાજ ચાવડાહોકીમંદિરપાણી (અણુ)મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાકલાપીશક સંવતભૂપેન્દ્ર પટેલડેડીયાપાડા તાલુકોખરીફ પાકચિત્રવિચિત્રનો મેળોદિલ્હી સલ્તનતકુરુક્ષેત્ર યુદ્ધગુજરાતી સાહિત્યગ્રામ પંચાયતહેમચંદ્રાચાર્યબનારસ હિંદુ યુનિવર્સિટીઆતંકવાદસંસ્કારપન્નાલાલ પટેલઓખાહરણવ્યક્તિત્વ૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટનાગૂગલગૌતમ બુદ્ધએઇડ્સનૅપ્ચ્યુન (ગ્રહ)એલોન મસ્કરામેશ્વરમકનૈયાલાલ મુનશીરમણભાઈ નીલકંઠશિવાજીબ્રહ્મપુત્રા નદીપાલનપુરધ્રાંગધ્રાજળ ચક્રફણસમધુસૂદન પારેખકુમારપાળસ્ટેચ્યુ ઓફ યુનિટીપ્રથમ વિશ્વ યુદ્ધ🡆 More