પરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન

દરેક ટપાલ ટિકિટને એકબીજાથી છૂટી પાડવાની મુખ્ય ત્રણ પદ્ધતિઓ છે.

  1. પરફોરેશન: છિદ્ર કતાર
  2. રોઉલેટીંગ: કાપા પદ્ધતિ
  3. ડીકટીંગ:
પરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન
પરફોરેશન (છિદ્ર કતાર) વિનાની પેની બ્લેક .
પરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન
પરફોરેશન વિનાની ટિકિટને કાતર કે છરી વડે છૂટી પાડતા ટિકિટના આકારમા અસમાનતા જોવા મળે છે.ઉ.દા. ૧૮૫૩નીVan Diemen's Land.
પરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન
ઑસ્ટ્રેલિયાની ૧૯૨૦ની ટિકિટના બે સ્વરૂપો -પરફોરેશન સાથે અને વિના.
પરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન
This pair of coil stamps clearly shows the pattern of perforation holes; also, on the left side of the pair, the stamp was torn, while on the right the perforations were cut with scissors or knife.

શરૂઆતના વર્ષો

ઇ.સ. ૧૮૪૦ થી ૧૮૫૦ ના સમયગાળામાં ટપાલ ટિકિટોને સરળતાથી છૂટી પાડી શકાય તેવા છિદ્રકતાર (પરફોરેશન) ન હતા. આથી ટિકિટોને છૂટી પાડવા કાતર કે છરી વડે કાપવી પડતી હતી. આ પદ્ધતિ ખૂબ જ સમય માગી લે તેવી હતી. ઉપરાંત બધી જ ટિકિટો અસમાન આકારની બનતી હતી. ટપાલ ટિકિટ વિચ્છેદક યંત્ર (સેપરેશન મશીન)ની શોધ પછી બધા જ દેશો ઝડપથી આ પદ્ધતિને અપનાવવા લાગ્યા. છિદ્રોની કતાર ( પરફોરેશન) ની ગેરહાજરી કે સ્થળાંતર ક્ષતિ (શીફ્ટીંગ એરર) ટિકિટ સંગ્રાહકો માટે અમૂલ્ય ગણાય છે.

હેન્રી આર્ચર

ઇ.સ. ૧૮૪૭માં હેન્રી આર્ચરે ટપાલ ટિકિટના વિચ્છેદન માટે સૌ પ્રથમ રોઉલેટીંગ મશીન બનાવ્યું. તેને પોતાની યોજનાનો મુસદ્દો ૧ ઓક્ટોબર ૧૮૪૭ના રોજ પોસ્ટમાસ્તરને મોકલી આપ્યો. જે પરામર્શ માટે જનરલ પોસ્ટ ઓફિસ તથા આંતરદેશીય રાજસ્વ વિભાગને મોકલી અપાયો. આ પ્રકારના બે યંત્રો તૈયાર કરાયા. પરંતુ પ્રાથમિક પ્રયોગોના આધાર પર આ યંત્રો નિષ્ફળ પૂરવાર થયાં. આ યંત્રમાં પતરી કે દાંતેદાર ચક્રથી ટપાલ ટિકિટની વચ્ચે કાપા પાડવામા આવતા હતાં.

રોઉલેટીંગ મશીનની નિષ્ફળતા બાદ હેન્રી આર્ચરે પરફોરેશનના ક્ષેત્રમાં કામ આગળ ધપાવ્યું. આ પદ્ધતિમાં બે ટિકિટોની વચ્ચે નાના નાના છિદ્રોની કતાર બનાવવામાં આવી. ૧૮૪૮માં આર્ચરે તેના પરફોરેશન યંત્રના શોધ-અધિકારો (પેટેન્ટ) મેળવી લીધા. આર્ચરના પરફોરેટીંગ મશીનના અધિકારો (ક્રમ ૧૨,૩૪૦, વર્ષ ૧૮૪૮) ડેવીડ નેપીઅર એન્ડ સન્સ લિ. કંપની દ્વારા ૪૦૦૦ યુરો માં ખરીદી લેવામાં આવ્યા. આર્ચરના સિદ્ધાંતો પર ચાલતાં આ યંત્રોથી શરુઆતમાં ઓક્ટોબર ૧૮૫૩ સુધી રેવન્યું સ્ટેમ્પ (રાજસ્વ ટિકિટ) અને જાન્યુઆરી ૧૮૫૪થી ટપાલ ટિકિટ માટે વાપરવામાં આવ્યાં. ૧૮૫૪માં લંડનમાં બહાર પડેલી પેની રેડ ટિકિટએ આ યંત્ર દ્વારા પરફોરેશન કરવામાં આવેલી સૌ પ્રથમ ટિકિટ હતી.

પરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન 
પેની રેડની ઊભી જોડ, આર્ચરના મશીન દ્વારા પરફોરેશન કરવામાં આવેલી સૌ પ્રથમ ટિકિટ.

ચક્રીય પદ્ધતિ

ઇ.સ. ૧૮૫૪માં વિલીયમ બેમરોઝ અને હેન્રી હોવે બેમરોઝે ચક્રીય પદ્ધતિના શોધ અધિકાર (પેટેન્ટ) નોધાવ્યાં. આ ‘બેમરોઝ યંત્ર’ નું પ્રારૂપ રોઉલેટીંગ યંત્રની તર્જ પર તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ તે ટિકિટ વિચ્છેદન માટે અવ્યવહારિક સાબિત થયાં. જોકે ૧૮૫૬માં જ્યોર્જ સી. હોવાર્ડ દ્વારા તેનું સફળતાપૂર્વક ટિકિટ વિચ્છેદન યંત્ર (પરફોરેટીંગ મશીન)માં પરિવર્તીત કરવામાં આવ્યું.ક્રમિક ફેરફારો બાદ આજે પણ ૨૧મી સદીમાં ટિકિટ વિચ્છેદન માટે પરફોરેટીંગ મશીનનો જ ઉપયોગ કરવામાં આવે છે. બે છિદ્રો વચ્ચેનું અંતર બહું મહત્વ ધરાવે છે. જો બે છિદ્રો વચ્ચેનું અંતર વધારે હોય તો ટિકિટ સરળતાથી છૂટી પાડી શકાતી નથી. અને જો અંતર ઓછું રાખવામાં આવે તો ટિકિટોને સાચવણી ખૂબ જ મુશ્કેલ બને છે.

માપન અને વૈવિધ્ય

૨ સે.મી. ના અંતરમાં પડેલા છિદ્રોની સંખ્યાને આધારે અથવા વૈયક્તિક ટિકિટના સંદર્ભમાં દાંતાની સંખ્યાને આધારે પરફોરેશન નક્કી કરવામાં આવે છે. મલય રાજ્યની ટિકિટોમાં સૌથી વધારે ૧૮ છિદ્રોનું પરફોરેશન જોવા મળ્યું હતું. ૧૮૯૧ની ભોપાલ ટિકિટોમાં સૌથી ઉતરતું પરફોરેશન ૨ (બે)નું જોવા મળે છે. આધુનિક ટપાલ ટિકિટોમાં છિદ્રોની શ્રેણી ૧૧ થી ૧૪ની વચ્ચે જોવા મળે છે. ટિકિટોના નકલીકરણથી બચવા કેટલીકવાર છિદ્રોના આકાર / પ્રારૂપમાં ફેરફાર કરવામાં આવે છે. સિન્કોપેટેડ પરફોરેશન (synchopated perforation) માં છિદ્રો અસમતલ હોય છે. ક્યાંક છિદ્રો કૂદાવી દેવામાં આવે છે. અથવા મોટા બનાવવામાં આવે છે. ઇ.સ. ૧૯૯૦માં ગ્રેટ બ્રિટન દ્વારા બહાર પાડવામાં આવેલી એક ટપાલ ટિકિટમાં બંને બાજુએ અંડાકાર છિદ્ર મુકાયા છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા ફિલ્મ અભિનેતા સ્વ. રાજકપૂરની યાદમાં બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટમાં આ પ્રકારનાં જ અંડાકાર છિદ્ર (elliptical whole) મુકાયાં છે.

રોઉલેટીંગ

આ પદ્ધતિમાં છિદ્રોની જગ્યાએ નાના નાના કાપા પાડવામાં આવે છે. ઘણાં દેશો દ્વારા આ વિચ્છેદન પદ્ધતિનો ઉપયોગ કરાયો છે. પરંતુ આધુનિક ટપાલ ટિકિટોમાં તે જોવા મળતું નથી. ફિનલેન્ડની ટિકિટોમા સુરેખ, કમાન આકાર, સિલાઇ મશીન આકારના , સર્પાકાર રોઉલેટીંગ જોવા મળે છે. દક્ષિણ આફ્રિકાની ૧૯૪૨માં બહાર પડેલી ટિકિટોમાં રોઉલેટીંગ અને પરફોરેશનનું સંમિશ્રણ જોવા મળે છે.

પરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન 
અમેરિકાની ૧૮૯૮ની રાજસ્વ ટિકિટ,રોઉલેટીંગ પદ્ધતિનુ ઉદાહરણ.

સેલ્ફ અધેસીવ ટિકિટો

સ્વયં ચોંટાડી શકાય તેવી (સેલ્ફ અધેસિવ) ટિકિટોના પાછળના ભાગમાં ગુંદર ચોટાડેલો હોય તેવી ટિકિટો બહાર પાડવાનું સૌ પ્રથમ સન્માન પશ્ચિમ આફ્રિકાના સિએરા લિઓન (૧૯૬૪) ને જાય છે. આ ટિકિટોને પરબિડિયા કે પોસ્ટકાર્ડ પર સહેલાઇથી ચોટાડી શકાય છે.

સંગ્રહ

ટિકિટ સંગ્રાહકો માટે વિચ્છેદન છિદ્રો (પરફોરેશન) ખૂબ જ મહત્વનાં છે. તે ફ્ક્ત ટિકિટને અન્ય ટિકિટથી અલગ જ નથી કરતા પરંતુ તેના આધાર પર ટિકિટનું મૂલ્ય પણ નક્કી થાય છે. ટૂંકા દાંતાવાળી કે વળેલાં કે કરચલીવાળા દાંતા વાળી ટિકિટો અનિચ્છનીય છે અને તે ટિકિટની કિંમતમાં ઘટાડો કરે છે. પરફોરેશનની સંખ્યા માપવા માટે પરફોરેશન ગોઝનો ઉપયોગ થાય છે. જે એક ધાતુ કે પ્લાસ્ટીકની તકતી છે. તેના ઉપર ૭ અને ૭½ થી ૧૬ અને ૧૬½ અંક જોવા મળે છે.

પરફોરેશન એ એક યાંત્રિક પ્રક્રિયા છે પરિણામે તેમાં ભૂલ આવી શકે છે. બ્લાઈન્ડ પરફોરેશન એ ખૂબ જ સામાન્ય ક્ષતિ છે. જેમાં છિદ્રો પૂરેપૂરાં છેદાયાં હોતા નથી. ઓફ સેન્ટર પરફોરેશનમાં છિદ્રોની કતાર ટિકિટની ડિઝાઇન તરફ ખસેલી જોવા મળે છે. કેટલીકવાર છિદ્રવિહીન (Imperforated) શીટ પણ જોવા મળે છે જેમાં ટિકિટની ફરતે કોઇપણ છિદ્ર વિચ્છેદન જોવા મળતું નથી. વિવિધ પ્રકારની છિદ્ર વિચ્છેદન ક્ષતિઓ ‘ મિસપર્ફ ’ (misperf) તરીકે ઓળખાય છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

આ પણ જુઓ

  • Errors, freaks, and oddities
  • Perfin—stamps perforated across the middle with letters or a pattern or monogram

Tags:

પરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન શરૂઆતના વર્ષોપરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન હેન્રી આર્ચરપરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન ચક્રીય પદ્ધતિપરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન માપન અને વૈવિધ્યપરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન રોઉલેટીંગપરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન સેલ્ફ અધેસીવ ટિકિટોપરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન સંગ્રહપરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન ક્ષતિઓ (Errors)પરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન સંદર્ભપરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન બાહ્ય કડીઓપરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન આ પણ જુઓપરફોરેશન ટપાલ ટિકિટ વિચ્છેદન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સુરતગરમાળો (વૃક્ષ)મહાગુજરાત આંદોલનકાળો ડુંગરવૌઠાનો મેળોવંદે માતરમ્લદ્દાખપલ્લીનો મેળોવિશ્વકર્માભારતના રાષ્ટ્રપતિપ્રાણીમુસલમાનC (પ્રોગ્રામિંગ ભાષા)અર્જુનકબજિયાતનેપાળપાયથાગોરસરિસાયક્લિંગયોગ (મનોશારીરીક જીવનશૈલી)અંબાજીસરદાર સરોવર બંધએલોન મસ્કફુગાવોમટકું (જુગાર)બજરંગદાસબાપાજળ શુદ્ધિકરણકાંકરિયા તળાવવડોદરાભાસ્કરાચાર્યબાવળગિજુભાઈ બધેકાજોસેફ મેકવાનકાળો કોશીભોળાદ (તા. ધોળકા)ગુજરાતની વસતીગણતરી ૨૦૧૧સોમનાથસુરેન્દ્રનગર જિલ્લોજંડ હનુમાનભારતીય ધર્મોદલિતસી. વી. રામનઆહીરકાશ્મીરબાળાજી બાજીરાવરામદેવપીરરાજકોટ જિલ્લોSay it in Gujaratiઉત્તરવાહિની નર્મદા પરિક્રમામહેન્દ્ર સિંઘ ધોનીમાઇક્રોસોફ્ટઉદ્‌ગારચિહ્નહનુમાન મંદિર, સાળંગપુરગુજરાતી ફિલ્મોની યાદીવિશ્વ રંગમંચ દિવસગાયત્રીભૌતિકશાસ્ત્રતીર્થંકરચંદ્રકાંત બક્ષીવિષ્ણુરાજપૂતમણિશંકર રત્નજી ભટ્ટચંદ્રયાન-૩ચક્રવાતમહાભારતગુજરાતી વિશ્વકોશભારતનો રાષ્ટ્રધ્વજગ્રામ પંચાયતભારતનું બંધારણનર્મદા નદીવાકછટાપ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)ઠાકોરસીદીસૈયદની જાળીદાંડી સત્યાગ્રહરાજા રામમોહનરાયહરડેગુજરાતના રાજ્યપાલોવલ્લભી વિશ્વવિદ્યાલયસુખદેવ🡆 More